કેમ સુકાઈ રહ્યું છે યાયાવર પક્ષીઓનું આ શ્રેષ્ઠ સ્થાન નળ સરોવર?
નળ સરોવર, ગુજરાતના લોકપ્રિય સ્થળોમાંનું એક છીછરા પાણીનું સરોવર છે પરંતુ આ વર્ષે તે સુકાઈ ગયું છે.
તેની સીધી અસર ફ્લેમિંગો જેવાં યાયાવર પક્ષીઓ અને અહીંના પ્રવાસન ઉદ્યોગ પર થઈ રહી છે.
આ તરફ નળ સરોવરના સુકાઈ જવાને કારણે આજુબાજુના વિસ્તારોના જીવન પર પણ અસર પડી છે.
નળ સરોવર સુકાઈ જતાં પાણીની તંગી ઉત્પન્ન થઈ છે અને બેરોજગારીના કારણે હવે મોટા પ્રમાણમાં ગામડાંમાંથી લોકો શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો