પ્રશાંત દયાળ : એ ગુજરાતી પત્રકાર જે સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસને બહાર લાવ્યા
સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે શુક્રવારે સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ ઍન્કાઉન્ટર તથા કૌસરબીની કથિત હત્યાના તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા છે.
કોર્ટે ચુકાદામાં ઠેરવ્યું કે ફરિયાદી પક્ષ આરોપીઓ અને કથિત ગુના વચ્ચેના સંબંધને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આ કેસની વિગતો પ્રકાશમાં લાવ્યા હતા અને તેમના જણાવ્યા મુજબ દયાળે 13 વર્ષ સુધી આ કેસનું રિપોર્ટિંગ કર્યું હતું.
આ દરમિયાન બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો