યુદ્ધગ્રસ્ત ઇરાકમાં નિઃસહાય મહિલાઓને આશરો આપતાં મહિલા

વીડિયો કૅપ્શન, યુદ્ધગ્રસ્ત ઇરાકમાં નિઃસહાય મહિલાઓને આસરો આપતાં મહિલાને

“હું મોસુલ શહેરમાં રહું છું. મને મારા પરિવારે ત્રણ વર્ષ માટે નજરબંધ કરી હતી. મને રોજ ઢોર માર મારવામાં આવતો હતો. મને આત્મહત્યા કરવાના વિચાર આવતા હતા.” આ શબ્દો યાનારના છે.

જોકે, તેમ છતાં તેમણે હિંમત હારી નહીં અને અન્ય મહિલાઓ માટે તેઓ પ્રેરણા બન્યા છે.

તેઓ યુદ્ધગ્રસ્ત ઇરાકમાં નિઃસહાય મહિલાઓને આસરો આપે છે. યાનારે અત્યાર સુધીમાં લગભગ હજારેક મહિલાઓને મદદ કરી છે.

ઇરાકી મહિલાઓ કે જે રોજિંદી હિંસાનો ભોગ બનતી હોય છે તેમના માટે તેઓ શેલ્ટર હોમ બનાવે છે.

અહેવાલ વિશે વધુ જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો