કઈ રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને હાહાકાર છે. એવામાં એક સવાલ જરૂરથી થાય કે આ ભાવ કેમ સતત વધી રહ્યા છે? અને પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કઈ રીતે કરવામાં આવતા હશે?
સપ્ટેમ્બર 1998, તે સમયે દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ હતો માત્ર 23.94 રૂપિયા એટલે કે આ 20 વર્ષના ગાળામાં ભાવ વધારો થયો 238 ટકા.
ભારતની જરૂરિયાતનો 70 ટકા હિસ્સો આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ફ્યૂઅલના ભાવમાં ઉછાળ છે.
પેટ્રોલિયમ પ્લાનિંગ ઍન્ડ ઍનાલિસિસ સૅલના જણાવ્યા પ્રમાણે, ભારત ફ્યૂઅલની આયાત કરે છે તેનો 64 ટકા ભાગ મધ્ય-પૂર્વના દેશોમાંથી આવે છે.
ડૉલરની સરખામણીએ રૂપિયો સતત નબળો થતો જાય છે અને ભારતે આ ફયૂઅલ ડૉલર આપીને ખરીદવું પડે છે, જેથી વધારે મોંઘું પડે છે.
ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે, તેમ છતાં ભારતનાં પાડોશી પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ, ભારત કરતાં સસ્તું પેટ્રોલ વેચે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો