દુષ્કર્મ બાદ હું નિર્ભય બની અને ફરી જીવવાનું શરૂ કર્યું

વીડિયો કૅપ્શન, રેપ પીડિતા

બળાત્કારની ઘટનાઓ બાબતે મીડિયામાં અહેવાલો પ્રકાશિત કરવામાં આવે છે તેમાં મોટેભાગે હિંસાની વિગત અને ન્યાયની લડાઈની ચર્ચા થતી હોય છે.

બળાત્કારનો ભોગ બનેલી છોકરીની ઈજ્જત અને લગ્ન પર થનારી તેની અસરની વાતો સમાજમાં થતી હોય છે, પણ બળાત્કારની હિંસાની દિલ તથા દિમાગ પરના આઘાતની વાત થતી નથી.

તેને કારણે પીડિતા ખુદને એક ઓરડામાં બંધ કરી દેતી હોય છે અને બહાર નીકળતાં ડરતી હોય છે.

બળાત્કાર પછી લોકોનો ભરોસો તૂટવાના, હૈયામાં ડર પેસી જવાના અને એ બધામાંથી બહાર આવવાના સંઘર્ષની ચર્ચા થતી નથી.

ઉત્તર પ્રદેશના એક ગામમાં બળાત્કારનો ભોગ બનેલી એક છોકરી સાથે વાત કરીને અમે આ બધું સમજવાનો પ્રયાસ કર્યો હતો.

અમે એ જાણ્યું હતું કે એ છોકરીએ તેના ડરને પાંચ વર્ષમાં કેવી રીતે હરાવ્યો?

અમે એ જાણ્યું કે તેના માટે તેના પિતા અને રેડ બ્રિગેડ સંગઠન ચલાવતાં સમાજસેવિકા ઉષા સાથે મળીને ગામમાંથી નીકળીને શહેરમાં આવવું કેટલું જરૂરી હતું?

અમે એ પણ જાણ્યું કે બળાત્કાર બાદ રસ્તા પર બેધડક નીકળવું કેટલો મોટો પડકાર હોઈ શકે છે અને તેના પર વિજય મેળવવાની હિંમત કેવી રીતે એકઠી કરી શકાય છે?

રિપોર્ટરઃ દિવ્યા આર્ય, કેમેરાઃ કાશિફ સિદ્દિકી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો