પ્રદૂષણની તાજમહેલ પર કેવી અસર થઈ છે?

વીડિયો કૅપ્શન, પ્રદૂષણની તાજમહેલ પર કેવી અસર થઈ છે?

શું તાજમહેલનો જાદુ ઘટી રહ્યો છે? વિશ્વભરમાં પ્રખ્યાત આ ઇમારતની ચમક-દમક ઓછી થઈ રહી છે?

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તાજમહેલને લઈને સરકારને ઠપકો આપ્યો હતો.

અદાલતે જણાવ્યું હતું કે સરકાર આ ઐતિહાસિક વારસાને ગંદકી અને પ્રદૂષણથી બચાવવામાં અસમર્થ સાબિત થઈ રહી છે.

તાજમહેલ જોવા માટે દરરોજ આશરે 70 હજાર લોકો દેશ-વિદેશથી આવે છે.

બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ તાજમહેલને કેટલું નુકસાન પહોંચ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો