આ ગામની મહિલા આગેવાનો માટે ‘વિકાસ’ દલિતોથી શરૂ થાય છે

વીડિયો કૅપ્શન, મહિલા નેતૃત્વ

હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતાં ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે.

કેમ કે, પાછલા 15 વર્ષથી ગામનાં રહેવાસીઓ ગ્રામ પંચાયતમાં મહિલાઓને કોઈ પણ પ્રકારની ચૂંટણી કર્યા વગર જ ચૂંટતા આવ્યા છે.

કન્યા કેળવણી હોય કે ઊંચનીચનો ભેદભાવ, અલગભગ માત્ર 1472 લોકોની વસતિ ધરાવતું આ ગામ ગુજરાતનાં અનેક ગામડાઓ માટે આદર્શ બની રહ્યું છે.

ગામમાં મહિલા-પુરુષનો જાતિય દર 50-50 % છે. સરકારી શાળામાં પણ 55 છોકરા અને 55 છોકરીઓ છે.

અહીંની મહિલા આગેવાનોએ બાદલપરાને આદર્શ ગામનું બિરુદ અપાવ્યું છે.

વળુ વાળા સહિત અનેક લોકોનું એવુ માનવું છે કે ગામનાં મહિલા આગેવાનોના કારણે દલિતો અને મહિલાઓને ગામની નિતિઓમાં પ્રાધાન્ય મળે છે.

જેના લીધે આ ગામની વાત અન્ય ગામ કરતાં જુદી તરી આવે છે, જે ગામમાં ચૂંટણી વગર ગ્રામજનોની સંમતિથી ગ્રામ પંચાયતના સદસ્યો અને સરપંચની નિમણૂક કરવામાં આવે તેને સમરસ ગામ કહેવાય છે.

જાણકારોનું માનવું છે કે બાદલપરાથી પ્રેરણા લઈને વધુમાં વધુ ગામડાઓએ મહિલા આગેવાનોની નિમણૂક કરવી જોઈએ.

વધુ અહેવાલ માટે જુઓ આ વીડિયો.

રિપોર્ટર : રૉક્સી ગાગડેકર છારા, પ્રોડ્યુસર : તેજસ વૈદ્ય, શૂટ-એડિટ : પવન જ્યસ્વાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો