60 વર્ષીય દાદા નોકરી છોડીને જંગલોમાં લોકોને શીખવી રહ્યા છે એડવૅન્ચર સ્પોર્ટ્સ
શોખના કારણે 60 વર્ષીય જોનાથન કોન્ટાન્ટ કોસ્ટા રિકાના જંગલમાં જઈ વસી ગયા છે. પણ કેમ? દોરડાની મદદથી હવામાં ઉછળવાના જે દિલધડક દાવ તમે સર્કસમાં જુઓ છો, એવા દાવ જોનાથન આ જંગલોમાં કરે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે આ દાવ 40 વર્ષની ઉંમરે શીખવાના શરૂ કર્યા અને પછી તેને જ પોતાની કારકિર્દી બનાવી લીધી.
તેમણે તેમની કંપની અને ઘરબાર પણ છોડી દીધા છે. વળી તેમની પાસે હોલીવૂડની સેલિબ્રિટિઝ પણ આ સ્પોર્ટ્સ શીખવા આવે છે.
‘સેક્સ ઍન્ડ સીટી’ના એપિસોડ માટે તેમણે જેસીકા પાર્કરને પણ તાલીમ આપી હતી.
માત્ર થોડાક જ વર્ષોમાં તેમણે આ સ્પોર્ટ્સની વિશ્વની સૌથી મોટી સ્કૂલ શરૂ કરી.
તેમની અદભૂત છલાંગ જોવા માટે જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો