ધંધાપાણી : મૅસેજિંગ ઍપ્સ અને ડિજિટલ પેમેન્ટ સર્વિસ
સ્માર્ટફોનના ઍપ્સ વધારે સ્માર્ટ થઈ રહ્યા છે. પેમેન્ટ પણ હવે મેસેજિંગ ઍપ્સથી થઈ રહ્યા છે. વ્હૉટ્સઍપ ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે.
ડિજિટલ પેમેન્ટમાં આજકાલ ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. પેટીએમના રોકાણકારોમાં ચીનનું અલીબાબા ગ્રૂપ અને જાપાનનું સૉફ્ટબૅન્ક સામેલ છે.
પેટીએમનો દાવો છે કે દર મહિને તેના લગભગ છ કરોડ જેટલા UPI એટલે કે યુનિફાઇડ ઇન્ટરફેસ ટ્રાન્ઝેક્શન થાય છે.
તો ફ્લિપકાર્ટની ડિજિટલ પેમેન્ટ સર્વિસે ફોન પર સવા ચાર કરોડ પેમેન્ટ થયા હોવાનો દાવો કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો