સોશિયલ મીડિયાથી કેવી રીતે ચોરી થાય છે ડેટા?

વીડિયો કૅપ્શન, સોશિયલ મીડિયાથી કેવી રીતે ચોરી થાય છે ડેટા?

ચીન પછી સૌથી વધારે ઇન્ટરનેટ યૂઝર્સ ભારતમાં છે. ઇન્ટરનેટની દુનિયામાં ગમે ત્યારે અને ગમે તે રીતે છેતરપિંડીં થઈ શકે છે. એમાં પણ આજકાલ સોશિયલ મીડિયાથી ડેટાની ચોરી પણ થઈ શકે છે.

ડેટા ચોરીના રસ્તા

  • આપનો મોબાઈલ કે સિસ્ટમ હૅક કરીને
  • તમારી ઓળખાણ ચોરીને
  • ફિશિંગ સ્કૅમ
  • રિમોટ એક્સેસ સ્કૅમ જ્યાં તમને એ ભરોસો આપવાની કોશિશ થાય છે કે સિસ્ટમમાં કોઈ ખરાબી છે અને તેને સરખું કરવાનો રસ્તો તેમનું નવું સોફ્ટવેર છે.
  • જો તમારા મેઇલની લોગઇન ડીટેલ્સ મળી ગઈ તો આસાનીથી ફ્રોડ થઈ શકે છે.
  • જ્યારે તમે કંઇપણ પોસ્ટ કરો છો ત્યારે તમે પર્સનલ ઇન્ફોર્મેશન આપો છો.
  • જો કોઈ વેબસાઇટને તમે સબસ્ક્રાઈબ કરેલી છે, જે જે ઍપ્પ્સ ડાઉનલોડ કરેલી છે અને જો ગેમ પણ રમો છો તો સોશિયલ મીડિયા પર તમારી માહિતી તમારા કન્ટ્રોલમાં રહેતી નથી.
  • તમારા નામથી લઈને તમે ક્યાં છો સહિતની જાણકારી સોશિયલ મીડિયામાં જતી રહે છે.

લોકોને જાણકારી નથી કે આ માહિતીનો દુરુપયોગ કઈ રીતે થાય છે. લોકો 'I AGREE' પર વાંચ્યાં વગર પ્રેસ કરી દે છે.

ફોટો, પસંદ-નાપસંદ, તમે જે સર્ચ કરો છો - આ બધી જ માહિતી એક જગ્યાએ સ્ટોર થાય છે અને પછી તેનો દુરુપયોગ થાય છે.

હૅકર્સને સોશિયલ મીડિયા ઘણું જ પસંદ છે કારણ કે તેની મદદથી તે ગરબડી કરી શકે છે. આ જ રસ્તે મેલિશિયસ કોડ ઘુસાડાય છે અને આ જ કોડ્સની મદદથી ઓળખાણથી લઈ દરેક માહિતી ચોરાય છે અને વાઇરસ પણ મોકલી શકાય છે.

પાછલા કેટલા સમયમાં આવેલા ડમી સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ કે જેને બોટ્સ કહે છે, તે કેટલીક બેઝિક એક્શન પર્ફોમ કરી શકે છે.

જેમકે લાઇક કરવું, રિટ્વીટ કરવું. બોટ્સ બનાવનારા કેટલાક લોકો કોઇની ઓળખ ચોરાવીને તેમના જ નામે બોટ્સ બનાવે છે. તો કેટલીક એપ્સ ડેટા થર્ડ પાર્ટીને પણ આપી શકે છે.

કઈ રીતે બચી શકાય?

  • સોશિયલ મીડિયાથી શોપિંગ કરો છો તો સાવધાની રાખવી જરૂરી છે.
  • આવી ઘટનાઓ ડેટિંગ એપથી પણ થઈ શકે છે. તમારો વિશ્વાસ જીતીને માહિતી કઢાવી શકે છે.
  • જો કોઈ સ્ટ્રેન્જર એટલે કે અપરિચિત તમારી નજીક આવવા લાગે અને ચેટિંગ કર્યા કરે તો ખતરાનું અલાર્મ વાગવું જોઇએ.
  • લોકોને ફ્રેન્ડલીસ્ટમાં એડ કરતા પહેલા ઓળખો.
  • ક્વીઝને અવગણો.
  • પ્રાઇવેસી સેટિંગ્સ સ્ટ્રોન્ગ રાખો અને એપ્સને લિમિટેડ ઇન્ફો શેર કરો.
  • પાસવર્ડ અઘરા રાખો.
  • સોશિયલ મીડિયા માટે ફેસ રિકગ્નાઇઝેશન બંધ રાખો.
  • જે પણ ઍપ્સ યુઝ કરો તે ઍપ્સ વિશ્વસનીય સોર્સની હોવાની ખાતરી કરો.

ભારતમાં આ બધા મામલાથી લડવા માટે કાયદા તો છે પણ કાનૂની માળખું પૂરી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવા સક્ષમ નથી. પરંતુ સરકાર હવે કોશિશ કરી રહી છે અને બદલાવ લાવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો