ઘૂંઘટ-બુરખામાં જીવતી મહિલાઓને આ પરેશાની સહન કરવી પડે છે

વીડિયો કૅપ્શન, ઘૂંઘટ-બુરખામાં જીવતી મહિલાઓને આ પરેશાની સહન કરવી પડે છે

ભારતમાં ઘૂંઘટ અને બુરખાની પ્રથા જૂના જમાનાથી ચાલી આવે છે. મહિલાઓ વર્ષોથી તેમાં જીવતી આવી છે.

આજે પણ ભારતમાં કેટલાંક સમુદાયોમાં ઘૂંઘટની પ્રથા છે. વળી મુસ્લિમ સમાજમાં બુરખાની પ્રથા છે.

પણ શું ક્યારેય તમે જાણવાની કોશિશ કરી છે કે આ પ્રથા મહિલાઓ માટે કેટલી પરેશાની સર્જે છે?

તેમને આ કારણે રોજિંદા જીવનમાં દૃષ્ટિથી લઈને, ચાલવામાં અને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.

આવી સ્થિતિમાં જીવન જીવતી મહિલાઓએ બીબીસી સાથે તેમના અનુભવ અને પ્રથાને કારણે પડતી મુશ્કેલી વિશે વાતચીત કરી.

જાણો તેમના અનુભવ અને જુઓ કઈ રીતે આ પ્રથા તેમના માટે રોજિંદા જીવનમાં સમસ્યા સર્જે છે.

પ્રોડ્યુસર – કમલેશ

શૂટ-એડિટ – પ્રીતમ રોય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો