સ્ટાર્ટ-અપ અને તેના સફળ–નિષ્ફળ થવાનાં કારણોની વાત
લગભગ દર એક secondમાં દુનિયાભરમાં 1થી3 start up શરૂ થાય છે.
પરંતુ એક રિસર્ચ પ્રમાણે 10માંથી બે જ સફળ થાય છે.
કેટલાક સ્ટાર્ટ અપ પહેલા અથવા તો બીજા પ્રયાસે સફળ થતા હોય છે.
તો કેટલાક સ્ટાર્ટ અપને સફળ થતાં ઘણો સમય લાગે છે.
તમારે સ્ટાર્ટ અપ કરવું હોય તો તે પ્રોડક્ટ કે સર્વિસ પર રિસર્ચ કરો.
માર્કેટમાં તેની ડિમાન્ડ કેટલી છે જૂઓ. એ પછી ફન્ડિંગ વિશે વિચારો. ફંડ મેળવવાના ઘણા રસ્તા છે.
સેલ્ફ ફન્ડિંગ, ક્રાઉડ ફન્ડિંગ,એવા રોકાણકારો પાસેથી ફન્ડિંગ કે જેમની પાસે રોકાણના વધારાના પૈસા હોય અને રોકાણ કરવાની ઇચ્છા પણ.
આ સિવાય બેન્ક પાસે કે માઇક્રોફાઇનાન્સ પ્રોવાઇડર પાસેથી લોન પણ લઈ શકો છો.
વેન્ચર કેપિટલ પણ મેળવી શકો છો અને આ સિવાય સરકારી કાર્યક્રમો કે જે સ્ટાર્ટઅપને મદદ કરતા હોય છે.
વધુ જાણકારી માટે જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો