ગત વર્ષે આજના દિવસે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી
દેશમાં ગયા વર્ષે આજના જ દિવસે 500 અને 1000ની ચલણી નોટો પાછી ખેંચી લેવાઈ હતી.
જેના કારણે આખા દેશમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું.
એ દિવસે ઘણા બધા લોકો પૈસા નિકાળવા રોડ પર હતા.
બધું જ અચાનક હતું જેના કારણે બધા ગભરાઈ ગયા હતા.
દેશમાં રોકડની તીવ્ર અછત ઉભી થઈ ગઈ હતી.
સરકારે કહ્યું હતું કે આ કાળા નાણા રોકવા માટેની કવાયત છે.
સંવાદદાતા - યોગિતા લિમાયે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો