યુક્રેનમાં રશિયા સમર્થિત લડવૈયાઓ દ્વારા થર્મોબેરિક હથિયારોનો ઉપયોગ કરાયો?

બીબીસી દ્વારા પ્રમાણિત કરાયેલાં આ ફૂટેજમાં જોવા મળે છે કે યુક્રેનમાં થર્મોબેરિક રૉકેટનો પ્રયોગ કરાઈ રહ્યો છે. દોનેત્સ્ક પીપલ્સ રિપબ્લિકના લડવૈયાઓ દ્વારા આ શસ્ત્રોનો પ્રયોગ કરાયો છે.

લાઇવ કવરેજ

  1. ગુજરાત સરકાર શાળાના અભ્યાસક્રમમાં ભગવદગીતાને સમાવી શું હાંસલ કરવા માગે છે?

  2. ઓઆઈસીની બેઠકમાં કાશ્મીરનો વારંવાર ઉલ્લેખ, ચીને શું કહ્યું?

    ઇમરાન ખાન

    ઇમેજ સ્રોત, Getty Images

    પાકિસ્તાનમાં ચાલી રહેલી 'ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કૉર્પોરેશન' (ઓઆઈસી)ના વિદેશમંત્રીઓની બેઠકમાં વિશેષ અતિથિના રૂપમાં આવેલા ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું છે કે તેમનો દેશ ઇસ્લામિક દેશો સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. ચીને પ્રથમ વખતે ઓઆઈસીની બેઠકમાં ભાગ લીધો છે.

    વાંગ યીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ચીન વિકાસ અને સમૃદ્ધીના સંયુક્ત ઉદ્દેશ માટે કામ કરવા તૈયાર છે.

    વાંગ યીએ પણ પોતાના સંબોધનમાં કાશ્મીર અને પેલેસ્ટાઇનનો પણ ઉલ્લેખ કર્યો.તેમણે કહ્યું કે ચીન કાશ્મીર અને પેલેસ્ટાઇનના મુદ્દે મુસ્લિમ વિશ્વની અપેક્ષાને સમર્થન આપે છે.

    વાંગ યીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ચીન વિકાસ અને સમૃદ્ધીના સંયુક્ત ઉદ્દેશો માટે સાથે કામ કરવા તૈયાર છે.

    તેમણે અફઘાનિસ્તાના લાંબા ગાળાની સ્થિરતા અને શાંતિ માટે ચીનની ઇચ્છાને ફરી એકવાર વ્યક્ત કરી.

    ચીનના વિદેશમંત્રીએ એ પણ જાણકારી આપી કે તેમનો દેશ મુસ્લિમ દેશોમાં 600થી વધુ પરિયોજના પર 400 અબજ ડૉલરનું રોકાણ કરી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે ચીન ઇસ્લામિક દેશોમાં કોરોનાની રસીના 30 કરોડ ડોઝ ઉપ્લબ્ધ કરાવશે.

    ઓઆઈસીના વિદેશમંત્રીઓની બેઠકમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીર અને પેલેસ્ટાઇનનો ઉલ્લેખ કર્યો અને સાથે જ કહ્યું કે 'ત્યાંની જનતા આપણા પર વિશ્વાસ કરતી નથી. '

    તેમણે મુસ્લિમ દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 'આપણે ત્યાંની પ્રજા સામે નિષ્ફળ છીએ.'

    સાઉદી અરેબિયાના વિદેશમંત્રીએ પણ કાશ્મીરવિવાદના ન્યાયસંગત સમાધાનની વકીલાત કરી.

  3. રશિયામાં પુતિનના વિરોધી ઍલેક્સી નવેલનીને વધુ એક કેસમાં સજા

    એલેક્સી નવેલની

    ઇમેજ સ્રોત, Getty Images

    રશિયાની એક કોર્ટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટીકાકાર ગણતા વિપક્ષી રાજનેતા ઍલેક્સી નવેલનીને માનહાનીના કેસમાં દોષિત ઠેરવ્યા છે.તેઓ પહેલાંથી જ જેલમાં છે.

    સમચાાર સંસ્થા એએફપીના રિપોર્ટ અનુસાર કોર્ટ આ નિર્ણય બાદ તેમની જેલની સજા વધુ 13 વર્ષ સુધી વધી શકે છે.

    કેસની સુનાવણી દરમિયાન હાજર એએફપીના સંવાદદાતાએ જણાવ્યું કે જજ માર્ગ્રેટા કોટોવાએ ઍલેક્સી નવેલનીને કૌભાંડના આરોપમાં દોષિત ઠેરવાયા બાદ કહ્યું, "જજનું અપમાન કરીને ઍલેક્સી નવેલનીએ કોર્ટનું અપમાન કર્યું છે."

    સમાચાર સંસ્થા રૉયટર્સ અનુસાર ઍલેક્સી નવેલની પહેલાંથી જ મૉસ્કોની એક જેલમાં અઢી વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે.

    તેમના પર પૅરોલના નિયમોના ઉલ્લંઘનનો આરોપ હતો. ઍલેક્સ નવેલનીનું કહેવું છે કે તેમની રાજકીય મહત્ત્વકાંક્ષાને નિષ્ફળ બનાવવાના ઇરાદાથી તેમના પર ખોટા આરોપ લગાવાયા હતા.

    ઍલેક્સી નવેલની પર હાલ જે ગુનાહિત કેસ ચલાવાયો છે,એનાથી તેમની સજા વધુ 13 વર્ષ સુધી વધી શકે છે.નવેલનીએ આને રાજકારણથી પ્રેરિત ગણાવ્યું છે.

    સરકારી વકીલે તેમને અધિકતમ સુરક્ષાવાળી જેલમાં રાખવાની માગ કરી છે.

  4. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં તૃણમૂલ નેતાની હત્યા બાદ આગચંપી,8 લોકોનાં મૃત્યુ, 11ની ધરપકડ, અમિતાભ ભટ્ટાસાલી, બીબીસી સંવાદદાતા

    પશ્ચિમ બંગાળ

    ઇમેજ સ્રોત, ANI

    પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટ વિસ્તારમાં સોમવારે રાતે આગચંપની ઘટનામાં 8 લોકોનાં મૃત્યુ થયાં છે અને આ મામલે અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરી લેવાઈ છે.રાજ્યના પોલીસ મહાનિદેશક મનોજ માલવિયે જણાવ્યું છે કે ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન કમિટી (એસઆઈટ)ની રચના કરી દેવાઈ છે.

    મનોજ માલવીયે જણાવ્યું છે કે મૃતકોમાં 6 મહિલા અને બે બાળકો હતાં.

    જોકે, આ પહેલાં આવેલા રિપોર્ટમાં 10 લોકોનાં મૃત્યુની વાત કહેવાઈ હતી. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર સાત મૃતદેહો માત્ર એક જ ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

    પોલીસે જણાવ્યું છે કે સ્થાનિક તૃણમૂલ નેતા અને બોક્તુઈ ગામના ઉપમંત્રી ભાદુ શેખ સોમવાર સાંજે ચાની એક દુકાન પર બેઠા હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર બૉમ્બથી હુમલો કર્યો હતો.

    તેમને હૉસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

    જ્યારે ભાદુ શેખના મૃત્યુના સમાચાર ગામ સુધી પહોંચ્યા તો તેમના સમર્થકોએ બોક્તુઈ ગામનાં કેટલાંય ઘરોમાં આગ ચાંપી દીધી.

    પોલીસે 10 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી.ત્રણ મૃતદેહો રાતે જ બહાર કાઢી લેવાયા હતા.સવારે વધુ સાત મૃતદેહો બહાર કઢાયા હતા.

    જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધુ હોઈ શકે છે.

  5. LPG સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધ્યા, પેટ્રોલ-ડીઝલ પણ મોંઘાં થયાં

  6. વુમન ક્રિકેટ વર્લ્ડકપ : ભારતે બાંગ્લાદેશને હરાવ્યું,સેમિફાઇનલમાં પ્રવેશની આશા જીવંત

    ભારત-બાંગ્લાદેશ

    ઇમેજ સ્રોત, Getty Images

    વુમન ક્રિકેટ વર્લ્ડકપની મૅચમાં ભારત બાંગ્લાદેશને 110 રને હરાવીને પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે.છ મૅચ બાદ ભારત છ પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.

    ભારત તરફથી ગુજરાતનાં યાસ્તિકા ભાટિયાએ 50 રન બનાવ્યા હતા.

    ભારતે પહેલી બેટિંગ કરતાં 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા.ભારત તરફથી યસ્તિકાએ 50 રન,શફાલી વર્માએ 42 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશનાં રીતુ મોનીએ ચાર વિકેટ લીધી હતી.

    સ્નેહ રાણાની શાનદાર બૉલિંગને કારણે બાંગ્લાદેશની ટીમ 40.3 ઓવરમાં 119 રન બનાવીને ઑલઆઉટ થઈ હતી.

    સ્નેહ રાણાએ ચાર વિકેટ લીધી હતી, જ્યારે પૂજા વાત્સાકર અને જુલાન ગોસ્વામીએ બે-બે વિકેટ લીધી હતી.

    ન્યૂઝીલૅન્ડના હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાયેલી મૅચમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.ભારતની ઇનિંગમાં સૌથી વધુ રન 'પ્લૅયર ઑફ ધ મૅચ' યસ્તિકા ભાટિયાએ કર્યા હતા.

    આ મૅચમાં બાંગ્લાદેશનાં 6 ખેલાડી બે આંકના સ્કૉર પર પહોંચી શક્યાં નહોતાં.

    સ્નેહ રાણાએ ઑલરાઉન્ડ પ્રદર્શન કરતાં 30 રનમાં 4 વિકેટ ઝડપી હતી અને 27 રનનું યોગદાન આપ્યું હતું.

    ભારતના બૉલિંગ આક્રમણ સામે 40.3 ઓવરમાં બાંગ્લાદેશની આખી ટીમ ધ્વસ્ત થઈ ગઈ હતી.ભારે મહત્ત્વની આ મૅચમાં વિજય સાથે ભારતની સેમિફાઇનલમાં પ્રવેશની આશા જીવંત રહી છે.

  7. યુક્રેનમાં રશિયા સમર્થિત લડવૈયાઓ દ્વારા થર્મોબેરિક હથિયારોનો ઉપયોગ કરાયો?

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    બીબીસી દ્વારા પ્રમાણિત કરાયેલાં આ ફૂટેજમાં જોવા મળે છે કે યુક્રેનમાં થર્મોબેરિક રૉકેટનો પ્રયોગ કરાઈ રહ્યો છે.

    આ વીડિયોમાં રશિયામાં બનેલા TOS-1A મલ્ટીપલ રૉકેટ લૉન્ચરમાંથી રૉકેટો છોડવામાં આવી રહ્યાં છે.સ્વઘોષિત દોનેત્સ્ક પીપલ્સ રિપબ્લિકના લડવૈયાઓ દ્વારા આ રૉકેટ ફાયર કરાઈ રહ્યાં છે.

    અહીં નોંધનીય છે કે થર્મોબેરિક હથિયારો ભારે વિવાદાસ્પદ ગણાય છે.સરખા પ્રમાણનાં સામાન્ય હથિયારોની સરખામણીએ આ હથિયારો વધારે ઘાતક પુરવાર થાય છે.

    આ ઉપરાંત વિસ્ફોટના વ્યાસમાં આવેલી કોઈ પણ વ્યક્તિ પર ગંભીર અસર સર્જે છે.

  8. રશિયાને લઈને ભારતના વલણ પર અમેરિકાએ શું કહ્યું?

    Getty Images

    ઇમેજ સ્રોત, Getty Images

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલાને લઈને ‘અસ્થિર’ પ્રતિક્રિયા આપનાર ભારત અમેરિકાના સહયોગી દેશોમાં એક અપવાદ છે.

    એએફપીના અહેવાલ અનુસાર સોમવારે જો બાઇડને કહ્યું કે યુક્રેન પર રશિયાના આક્રમણ અંગે ભારતે ‘અસ્થિર’ પ્રતિક્રિયા આપી છે અને આમ કરનાર તે અમેરિકાના સહયોગીઓ વચ્ચે એક અલગ દેશ છે.

    આ સિવાય બાઇડને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ સંયુક્ત મોરચા માટે નેટો, યુરોપિયન સંઘ અને એશિયન સહયોગીઓ સહિત અમેરિકાના નેતૃત્વ અંતર્ગતના ગઠબંધનના વખાણ કર્યા હતા.

    યુક્રેન પર રશિયાના હુમલાને લઈને પશ્વિમી દેશોએ રશિયા પર વ્યાપારિક અને આર્થિક પ્રતિબંધો લાદ્યા છે અને માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં આ પ્રતિબંધ વધુ આકરા થઈ શકે છે.

    ક્વૉડ સમૂહના સદસ્યો ઑસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાથી વિપરિત ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલું રાખ્યું છે. આ સિવાય ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા સામેના નિંદાપ્રસ્તાવમાં પણ ભાગ લીધો ન હતો.

    વૉશિંગ્ટનમાં અમેરિકન વેપાર જગતના નેતાઓની એક બેઠકને સંબોધતા બાઇડને કહ્યું કે “સમગ્ર નેટો અને પ્રશાંત ક્ષેત્રમાં એક સંયુક્ત મોરચો છે.”

    તેમણે કહ્યું કે ક્વૉડ દેશોમાં ભારતની પ્રતિક્રિયા કેટલીક હદે અસ્થિર રહી છે. જે એક અપવાદ છે પરંતુ જાપાન અને ઑસ્ટ્રેલિયા આ મુદ્દે ખૂબ મજબૂત જણાઈ રહ્યા છે.

  9. પુતિનના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા આતુર છે પશ્ચિમના દેશો

    વ્લાદિમીર પુતિન

    ઇમેજ સ્રોત, Getty Images

    પશ્ચિમી દેશોના જાસૂસોનું માનવું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતે જ રચેલા જાળામાં ફસાઈ ગયા છે અને તેનાથી તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

    આ જાસૂસો વર્ષોથી પુતિનના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે કોશિશ કરી રહ્યા છે, જેથી તેમના ઈરાદાઓને વધારે સારી રીતે સમજી શકાય.

    યુક્રેનમાં રશિયાના સૈનિકો યુદ્ધમાં ફસાઈ રહ્યા છે તેના કારણે પણ પુતિનની માનસિકતા જાણવી વધારે જરૂરી બની ગઈ છે. દબાણમાં આવીને રશિયા કેવો પ્રતિસાદ આપશે તે જાણવા માટે ગુપ્તચર અધિકારીઓ કોશિશ કરી રહ્યા છે.

    યુક્રેનનું યુદ્ધ વધારે ખતરનાક વળાંક ના લે તે માટે પણ વ્લાદિમીર પુતિનની માનસિકતાને સમજવી જરૂરી બની ગઈ છે.

    પશ્ચિમના એક ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર લશ્કરી કાર્યવાહીની પ્રારંભિક યોજના કેજીબીના કોઈ અધિકારીએ તૈયાર કરી હતી.

    આ અધિકારીનું કહેવું છે કે વાતને ખાનગી રાખવા માટે બહુ ગુપચુપ તે સમગ્ર યોજના તૈયાર કરવી પડી હતી. પણ તેના કારણે બહુ અંધાધૂંધી જેવી સ્થિતિ પેદા થઈ છે. રશિયન સેનાના કમાન્ડરો યુદ્ધ માટે તૈયાર નહોતા અને સૈનિકો સરહદે પહોંચી ગયા પણ શું કરવાનું છે તેનો કોઈ અંદાજ તેમને નહોતો.

  10. છેલ્લા કેટલાક કલાકોમાં બનેલી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ

    અત્યારે ભારતમાં સવારના નવ વાગ્યા છે અને યુક્રેનમાં સવારના સાડા પાંચ વાગ્યા છે. તો છેલ્લા કેટલાક કલાકોમાં ઘટેલી ઘટનાઓ આ મુજબ છે.

    • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું માનવું છે કે વ્લાદિમીર પુતિનની ‘પીઠ દિવાલ તરફ છે.’ અર્થાત તેઓ (પુતિન) આગળ જતા રાસાયણિક કે જૈવિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
    • વ્હાઇટ હાઉસે ચેતવણી આપી છે કે વધારે પડતા પ્રતિબંધોના કારણે રશિયા સાયબર હુમલાઓ પણ કરી શકે છે.
    • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે તેમના દેશની સેના દુશ્મનોને હંફાવી રહી છે. સૈન્ય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે રશિયન સેનાને પરિવહન અને સૈન્ય સરંજામોના મુદ્દે નુકસાન પહોંચી રહ્યું છે.
    • અમેરિકાએ કહ્યું કે તેઓ યુક્રેનમાં થઈ રહેલા યુદ્ધઅપરાધો વિશે સતત પુરાવા એકઠા કરી રહ્યા છે.
    • રશિયન કોર્ટના ચુકાદા બાદ સ્થાનિક મીડિયા ફેસબુકની પૈતૃક સંસ્થા ‘મૅટા’ને ‘અંતિમવાદી સંસ્થા’નો દરજ્જો આપી રહી છે.
  11. સુપ્રભાત

    બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં તમારું સ્વાગત છે.

    રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શું છે સ્થિતિ? સાથે જ ગુજરાત તથા દેશ અને દુનિયાના મહત્ત્વના સમાચાર.