અમેરિકન કૉંગ્રેસમાં યુક્રેનના રાષ્ટ્રપતિને 'સ્ટેન્ડિંગ ઑવેશન', ઝૅલેન્સ્કીએ શું કહ્યું?
કિએવના મેયર વિટાલી ક્લિટ્શ્કોએ શહેરમાં 35 કલાકનો કર્ફ્યૂ લાદ્યો, અમેરિકા યુક્રેન માટેની સૈન્યસહાયમાં વધારો કરશે.
લાઇવ કવરેજ
રશિયામાં હાલ ક્યાંક્યાં લડાઈ ચાલી રહી છે?
યુક્રેન પર રશિયન સૈન્યનો હુમલો ચાલુ છે.બુધવારે રશિયાના હુમલાનો 21મો દિવસ છે.
ડિફેન્સ થિન્ક ટૅન્ક 'ધ રૉયલ યુનાઇડેટ સર્વિસીઝ ઇન્સ્ટિટ્યૂટ'ના રિસર્ચ ફેલો જસ્ટીન બ્રોન્ક બીબીસી ટુડેના કાર્યક્રમમાં સતત જણાવી રહ્યા છે કે યુક્રેન અને રશિયા વચ્ચેના આ વિસ્તારોમાં ક્યાં ક્યાં લડાઈ ચાલી રહી છે.
કિએવ
મધ્ય કિએવમાં હજુ પણ ક્રુઝ અને બૅલેસ્ટિક મિસાઇલથી હુમલાઓ કરાઈ રહ્યા છે.કિએવના ઉત્તર ઉપનગરીય વિસ્તારોમાં ભીષણ સંગ્રામ ચાલી રહ્યો છે.જોકે, રશિયાની ક્ષમતા મર્યાદિત છે. તેઓ સિંગલ બટાલિયન થકી નાના નાના હુમલા કરી રહ્યા છે. પણ આનાથી તેને આગળ વધવામાં ખાસ મદદ મળી રહી નથી.
બ્રોન્કના મતે રશિયા હાલ કિએવના સિટી સેન્ટર પર કબજો કરી લે એવી સ્થિતિમાં જોવા મળી રહ્યું નથી.રશિયા પાસે હાલ યુદ્ધ માટેની જે તાકાત છે એમાં આવું કંઈ જોવા નથી મળી રહ્યું.
જોકે, આમ છતાં રશિયા કિએવમાં પોતાનું દબાણ બનાવી રાખશે, જેથી યુદ્ધવિરામની વાતચીત દરમિયાન યુક્રેન પર હાવી થઈ શકે.
ઓડેસા(દક્ષિણ)
મંગળવારે રશિયન નૅવીએ આગળ વધીને બંદર શહેર ઓડેસા પર ભારે બૉમ્બમારો કર્યો.એ બાદ તે પરત ફરી ગઈ.જોકે, બુધવારે ફરી એકવાર તે શહેરની નજીક આવી હતી.
ઓડેસા પર પૂર્ણ તાકાતથી હુમલો થયો તો યુક્રેન માટે જોખમ સર્જાઈ શકે છે.જોકે, રશિયા હજુ પણ આ પ્રકારનો હુમલો કરવાની સ્થિતિમાં નથી.જોકે,નૅવીને મદદ કરનારું તેનું સૈન્યદળ ઘણું દૂર છે.
તેને મિકોલેવ શહેરમાં યુક્રેનિયન સૈન્યથી ભારે પડકાર મળી રહ્યો છે.જો ઓડેસા પર રશિયાએ દરિયામાંથી હુમલો કર્યો તો તેને ભારે નુકસાન વેઠવું પડે એમ છે.હવે જોવાનું એ છે કે શું તે આ હુમલો કરી શકે છે?
ડોનબાસ (પૂર્વ)
રશિયાના કબજાવાળા વિસ્તાર લુહાન્સની આસપાસ ભીષણ લડાઈ ચાલી રહી છે. રશિયન સૈન્ય અહીં પશ્ચિમ વિસ્તાર નિપ્રો તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે.
દક્ષિણમાં પોતાના સૈન્ય સાથે સંપર્ક કાયમ કરવા માટે તે આવું પગલું ભરી રહ્યું છે.
બ્રેકિંગ, અમેરિકન કૉંગ્રેસમાં ઝૅલેન્સ્કી'સ્ટેન્ડિંગ ઑવેશન'
અમેરિકન કૉંગ્રેસમાં ઝૅલેન્સ્કી પોતાનું સંબોધન શરૂ કરે એ પહેલાં જ તેમને 'સ્ટેન્ડિંગ ઑવેશન' આપવામાં આવ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે વિશેષ સત્રમાં ઝૅલેન્સ્કીના સંબોધનનું આયોજન કરાયું છે.

બાઇડને યુક્રેન માટે 800 મિલિયન ડૉલરની સુરક્ષાસહાયની જાહેરાત કરી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને જાહેરાત કરી છે કે તેમનો દેશ યુદ્ધગ્રસ્ત યુક્રેનને 800 મિલિયન ડૉલરની વધારાની સુરક્ષાસહાય પૂરી પાડશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી અમેરિકન કૉંગ્રેસને આજે સંબોધવાના છે,જે પહેલાં આ જાહેરાત કરવામાં આવી છે.
આ સુરક્ષાસહાયમાં ઍન્ટી-ટૅન્ક મિસાઇલ ઉપરાંત ઍન્ટી આર્મર મિસાઇલનો વધારાનો જથ્થો પૂરો પાડવામાં આવશે. આમાં જૅવેલીન તેમજ સ્ટ્રીન્જર લૉન્ચરનો પણ સમાવેશ થાય છે.
અહીં મહત્ત્વપૂર્ણ છે કે યુક્રેનના સૈન્યને આ શસ્ત્રો બહુ મદદરૂપ થઈ રહ્યાં છે.
અમેરિકાની કેટલીક મીડિયા સંસ્થાના અહેવાલો અનુસાર વ્હાઇટ હાઉસ યુક્રેનને 'સ્વિચબ્લૅડ્સ' નામનું ડ્રોન પણ આપવાનું વિચારી રહ્યું છે. રશિયન કાફલા પર આ ડ્રોનનો ઉપયોગ કરી શકાય એમ છે.
નોંધનીય છે કે ગત સપ્તાહે બાઇડન સરકારે યુક્રેનને 1 બિલિનય ડૉલરની સહાય આપવાની તૈયાર દર્શાવી હતી.
ઝૅલેન્સ્કીએ કહ્યું કે રશિયા સાથેની મંત્રણા હવે 'વાસ્તવિક' લાગે છે

ઇમેજ સ્રોત, Facebook/Zelensky
ઇમેજ કૅપ્શન, વોલોદિમીર ઝૅલેન્સ્કી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ રશિયા સાથે મંગળવારની મંત્રણા બાદ શાંતિવાર્તામાં પ્રગતિના સંકેત આપ્યા છે.
તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે ઝૅલેન્સ્કીએ કહ્યું કે "મંત્રણામાં બંને દેશોની પોઝિશન હવે વાસ્તવવાદી લાગે છે."
તેમણે ઉમેર્યું કે "યુક્રેનના લોકોના હિતમાં નિર્ણયો લેવા માટે હજી સમયની જરૂર છે".
યુક્રેન પર રશિયાના હુમલાને 20 દિવસ થઈ ગયા છે અને બંને દેશો વચ્ચે મંત્રણા હજી આગળ પણ ચાલશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી આજે યુએસ કૉંગ્રેસ (સંસદ)ને પણ સંબોધિત કરશે
ઝૅલેન્સ્કીની ત્રણ દેશના વડા પ્રધાનો સાથે મુલાકાત

ઇમેજ સ્રોત, AFP
ઇમેજ કૅપ્શન, પોલૅન્ડ, સ્લોવેનિયા અને ચૅક રિપબ્લિકના વડા પ્રધાન સાથે ઝૅલેન્સ્કી મંગળવારે પોલૅન્ડ, સ્લોવેનિયા અને ચૅક રિપબ્લિકના વડા પ્રધાનો કિએવ પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.
સ્લોવેનિયાના વડા પ્રધાન જેનેઝ જનસાએ યુક્રેનના લોકોને કહ્યું કે તમે એકલા નથી. તમારી લડત એ અમારી લડત છે અને સાથે મળીને આપણે જીતીશું.
ચૅક રિપબ્લિકના વડા પ્રધાન પીત્ર ફિઆલાએ કહ્યું, “તમે તમારા જીવન માટે લડી રહ્યા છો, તમારી આઝાદી માટે. અમને ખબર છે કે તમે અમારી આઝાદી અને જીવન માટે પણ લડી રહ્યા છો.”
તેમણે વધુમાં કહ્યું કે અમે તમારા જુસ્સાને વધાવીએ છીએ અને અમે યુક્રેનને જરૂરી તમામ મદદ પૂરી પાડીશું.
આ સાથે બન્ને નેતાઓએ યુક્રેનિયન ભાષામાં કહ્યું, “યુક્રેનનો વિજય”
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર બાદ પહેલી વખત કોઈ દેશના ટોચના નેતાઓ યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા.
કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ટીકાકારો રઘવાયા થયા છે'
બૉમ્બમારા વચ્ચે જન્મેલી બાળકીની કહાણી

ઇમેજ સ્રોત, Anna Tymchenko
ઇમેજ કૅપ્શન, બૉમ્બમારા વચ્ચે જન્મેલી બાળકી ઍના ટીમિચૅન્કો ડરી ગયાં હતાં. તેઓ કલાકોથી પ્રસવપીડા ખમી રહ્યાં હતાં, પરંતુ તેમના શહેર પર બૉમ્બ પડી રહ્યા હતા.
તેમનું ઍપાર્ટમૅન્ટ ધ્રૂજી રહ્યું હતું. ઍના અને તેમના પતિ વીજળી, પાણી તેમજ ડૉક્ટર વગર ફસાઈ ગયાં હતાં.
રાજધાની કિએવથી 30 કિલોમીટર દૂર આવેલું નાનકડું શહેર બુચા છેલ્લા ઘણા દિવસોથી ભારે બૉમ્બમારાનો સામનો કરી રહ્યું છે.
ઍનાના પતિ વોલોદિમીર 'ત્યાં રહેવું કે શહેર છોડવું'ની વિમાસણમાં મુકાયેલાં હતાં. તેમણે થોડા સમય પહેલાં શહેર છોડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ રશિયન સૈનિકો તેમની તરફ આવી રહ્યા હતા એટલે તેઓ પાછા ફર્યાં હતાં.
ઍનાએ બીબીસીને કહ્યું, “ત્યાર બાદ અમે અમારા ઍપાર્ટમેન્ટમાં જ રહેવાનું નક્કી કર્યું.”
7 માર્ચે જ્યારે ઍનાને પ્રસવપીડા થઈ, ત્યારે તેમણે પાડોશીઓને બોલાવ્યાં. જોકે, તેમાંથી એક પણ વ્યક્તિ પાસે પ્રસૂતિ કરાવવાનો અનુભવ ન હતો.
ઍનાના પાડોશી વિક્ટોરિયાના જણાવ્યા પ્રમાણે, “જ્યારે બાળકીનું માથું બહાર આવ્યું તો અમે ડરી ગયાં. તેનો રંગ ભૂરો પડી ગયો હતો અને અમને ખબર ન હતી કે હવે શું કરવું."
"બાળકી રડી પણ ન હતી. જેથી અમે તેને થાબડી. બાળકીને થોડી વાર થાબડતાં જ તેણે રડવાનું શરૂ કર્યું અને ત્યાં હાજર તમામ લોકો ખુશીથી ઝૂમી ઊઠ્યાં.”
બીબીસી ન્યૂઝ ગુજરાતીના લાઇવ અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.અહીં દિવસ દરમિયાન યુક્રેન-રશિયા યુદ્ધ સહિતની દેશ અને દુનિયાની અપડેટ્સ તમને મળશે.રશિયા અને યુક્રેનના યુદ્ધની વચ્ચે જન્મેલી બાળકીની કહાણી, રાજધાની કિએવમાં શું છે સ્થિતિ, ભગવંત માન આજે લેશે પંજાબના મુખ્ય મંત્રીપદના શપથ; આ અને આના જેવી ખબરો માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે
