યુક્રેનનાં મુખ્ય શહેરો પર રશિયાનો ભીષણ બૉમ્બમારો, મારિયુપોલમાં વ્યાપક જાનહાનિ

રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયન સૈનિકોએ દક્ષિણ યુક્રેનના શહેર ખેરસન પર કબજો કરી લીધો છે. યુક્રેન પર રશિયાના આક્રમણનો આજે સાતમો દિવસ છે.

લાઇવ કવરેજ

  1. 'અમે રશિયા સામે લડીશું', પુતિનને પડકારનાર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી કોણ છે?

  2. ભારત અને પાકિસ્તાન જેવી યુક્રેનના જન્મની કહાણી? રશિયા સાથે શું સંબંધ?

  3. યુક્રેન મામલે રશિયા પર અન્ય દેશોએ કેવા પ્રતિબંધો લાદ્યા? પુતિનને એકલા પાડવાની રણનીતિ?

  4. પુતિનના એ અબજપતિ મિત્રો, રશિયાના રાજકારણમાં જેમનું 'રાજ' ચાલે છે

  5. યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ : 'કર્ફ્યૂ હઠ્યા પછી ભોજન લેવા ગયા પણ પાછા ના આવ્યા'

  6. યુક્રેન-રશિયા સંઘર્ષ : અત્યાર સુધીમાં શું-શું થયું?

    યુક્રેનના ખારકિએવ શહેર બહાર બરબાદ થઈ ગયેલી રશિયન ટૅન્ક

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, યુક્રેનના ખારકિએવ શહેર બહાર બરબાદ થઈ ગયેલી રશિયન ટૅન્ક
    • રશિયા યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવ પર સતત હુમલા કરી રહ્યું છે. અહીંનાં કેટલાંય સરકારી ભવનોને નિશાન બનાવાયાં છે. હવે ખારકિએવના નગરપરિષદભવન પર રશિયાએ ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો છે.
    • યુક્રેનમાં વધુ એક ભારતીયનું મૃત્યુ થયું છે. જોકે, ચંદન જિંદાલ નામના આ યુવકનું કુદરતી મૃત્યુ થયું છે. વિદેશ મંત્રાલાયના પ્રવક્તા અરિંદમ બાગચીને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ આ સમાચાર જણાવ્યા છે.
    • યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસે ખારકિએવ શહેરમાં રહેતા ભારતીયો માટે વધુ એક ઍડવાઇઝરી જાહેર કરી છે. દૂતાવાસનું કહેવું છે કે જો ભારતીય નાગરિકો પાસે કોઈ વાહન ના હોય, બસ પણ ઉપલબ્ધ ના હોય અને તેઓ રેલેવેસ્ટેશને હોય ત્યાંથી જ પગપાળા જ ચાલવા લાગે.
    • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીનો પોતાના દેશના નાગરિકોને ભાવુક અપીલ કરતો વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો આ વીડિયોમાં તેમણે લોકોને હથિયાર ઉપાડવાની પણ અપીલ કરી છે.
    • રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયન સૈનિકોએ દક્ષિણ યુક્રેનના શહેર ખેરસન પર કબજો કરી લીધો છે. જો દાવો સાચો હોય તો અત્યાર સુધી રશિયાના કબજામાં આવેલાં શહેરોમાં આ સૌથી મોટું શહેર હશે.

    બીબીસી ગુજરાતીનું લાઇવ પેજ અહીં બંધ કરીએ છીએ, અમારી સાથે દિવસભર જોડાવવા બદલ આભાર...

  7. બ્રેકિંગ, યુક્રેનના અધિકારીઓ અનુસાર મારિયુપોલમાં વ્યાપક જાનહાનિ થઈ, જોએલ ગુન્ટર, બીબીસી ન્યૂઝ, લ્વિવ

    રશિયાની સરહદ પાસે સ્થિત યુક્રેનના દક્ષિણ-પૂર્વીય શહેર મારિયુપોલમાં અધિકારીઓએ સતત શૅલિંગમાં મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા વ્યક્ત કરી છે.

    ડેપ્યુટી મેયર સર્ગીય ઓરલોફે કહ્યું કે નદી કિનારે વસેલા આ શહેરમાં સામાન્ય રીતે 130,000 લોકો રહે છે જેમાં તેમના પિતાનો પણ સમાવેશ થાય છે. આ શહેર લગભગ " પૂર્ણ રીતે તબાહ" થઈ ગયું છે.

    બીબીસી સાથે ફોન પર વાત કરતાં તેમણે કહ્યું, “અમે પીડિતોની સંખ્યા નથી જાણી શક્યા પણ અમે માનીએ છીએ કે સેંકડો લોકોનો ભોગ લેવાયો છે. અમે મૃતદેહો લાવવા માટે અંદર જઈ શકતા નથી."

    "રશિયાની સેના બધાં હથિયારો વાપરી રહી છે, જેમ કે આર્ટિલરી, મલ્ટિપલ રૉકેટ લૉન્ચ સિસ્ટમ, વિમાન, ટૅક્ટિકલ રૉકેટ. તેઓ શહેરને તબાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે”.

    તેઓ કહે છે કે શહેરની ચારેય તરફ રશિયાની સેના કેટલાય કિલોમિટર સુધી ફેલાયેલી છે.

    "યુક્રેનની સેના ખૂબ બહાદુર છે અને તેઓ શહેરની સુરક્ષા માટે ઊભી રહેશે પરંતુ રશિયાની સેનાની રણનીતિ દરિયાઈ લૂંટારાઓ જેવી છે. તેઓ સેના સામે નથી લડી રહ્યા. તેઓ બધા જિલ્લાઓને નષ્ટ કરે છે".

  8. ખારકિએવમાં રશિયાનો મોટો હુમલો, સિટી કાઉન્સિલ બિલ્ડિંગ પર મિસાઇલ ઍટેક

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

    રશિયા યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવ પર સતત હુમલા કરી રહ્યું છે. અહીંનાં કેટલાય સરકારી ભવનોને નિશાન બનાવાયાં છે.

    હવે ખારકિએવના નગરપરિષદભવન પર રશિયાએ ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો છે.

    ખારકિએવના ડેપ્યુટી ગવર્નરે આ જાણકારી આપી છે. ખારકિએવ રશિયન સરહદથી માત્ર 48 કિલોમીટરના અંતરે છે. ગત બે દિવસોથી રશિયન સૈન્ય અહીં ભારે બૉમ્બમારો કરી રહ્યું છે. શહેરના રસ્તાઓ પર રશિયન અને યુક્રેનિયન સૈન્ય વચ્ચે આમનેસામનેની લડાઈ થઈ રહી છે.

    ગત રાતે રશિયાએ અહીં વિમાનમાંથી સૈનિકો ઉતાર્યા હતા. એ બાદ લડાઈએ વેગ પકડ્યો હતો.

    મંગળવારે એક મિસાઇલ સરકારી મુખ્યાલય પર છોડવામાં આવી હતી. જેનાથી આસપાસ આગના ગોટા જોવા મળ્યા હતા.

  9. આઈપીએલમાં શું સુરેશ રૈના બનશે ગુજરાતના 'ટાઇટન'?

  10. યુક્રેનમાં મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીના પિતાની વ્યથા

    યુક્રેનમાં મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીના પિતા શેખરપ્પાએ કહ્યું છે, "મારા દીકરાને 97 ટકા મળ્યા હતા પરંતુ રાજ્યમાં તેને મેડિકલ સીટ મળી નહીં અને અમારે મજબૂરીમાં તેને યુક્રેન ભણવા મોકલવો પડ્યો, કેમ કે અહીં એડમિશન માટે કરોડોનું ડોનેશન આપવું પડે છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. બ્રેકિંગ, યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું કુદરતી મૃત્યુ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    યુક્રેનમાં વધુ એક ભારતીયનું મૃત્યુ થયું છે. જોકે, ચંદન જિંદાલ નામના આ યુવકનું કુદરતી મૃત્યુ થયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ આ સમાચાર જણાવ્યા છે.

    સમાચાર અનુસાર 22 વર્ષના વિદ્યાર્થી ચંદન યુક્રેનના વિનિત્સિયાસ્થિત એક મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા હતા.

    એમને સ્ટ્રોક બાદ આઈસીયુમાં દાખલ કરાવાયા હતા. આજે એમનું મૃત્યુ થયું છે.

    આ પહેલાં મંગળવારે કર્ણાટકના નવીનનું યુક્રેનના બીજા મોટા શહેર ખારકિએવમાં મૃત્યુ થયું હતું.

    નવીનના મૃત્યુ બાદ તેમના મિત્રે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ખાવાનું લેવા માટે સુપરમાર્કેટ ગયા હતા અને પરત નહોતા ફર્યા.

    નોંધનીય છે કે યુક્રેનમાં હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરે છે.ગત ગુરુવારે રશિયન સૈન્ય યુક્રેનમાં દાખલ થયા બાદ વિદ્યાર્થીઓ ભારત પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  12. બ્રેકિંગ, ખારકિએવમાં રહેતા ભારતીયો પગપાળા નીકળે : વધુ એક ઍડવાઇઝરી જાહેર કરાઈ

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસે ખારકિએવ શહેરમાં રહેતા ભારતીયો માટે વધુ એક ઍડવાઇઝરી જાહેર કરી છે.

    દૂતાવાસનું કહેવું છે કે જો ભારતીય નાગરિકો પાસે કોઈ વાહન ના હોય, બસ પણ ઉપલબ્ધ ના હોય અને તેઓ રેલેવેસ્ટેશને હોય ત્યાંથી જ પગપાળા જ ચાલવા લાગે.

    દૂતાવાસનું કહેવું છે કે PESOCHIN ત્યાંથી 11 કિલોમીટર દૂર છે, જ્યારે BABAYE 12 કિલોમીટર અને BEZLYUDOVKA 16 કિલોમીટર દૂર છે.

    દૂતાવાસે ઍડવાઇઝરીમાં કહ્યું હતું કે તમામ નાગરિકો વહેલી તકે આ વિસ્તારોમાં યુક્રેનના સમયાનુસાર સાંજે છ વાગ્યા સુધીમાં પહોંચી જાય.

    ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયા દ્વારા મળેલી માહિતીના આધારે તેણે ખારકિએવમાંથી બહાર નીકળવાની ભારતીયો માટેની ઍડવાઇઝરી જાહેર કરી હતી.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

  13. બ્રેકિંગ, ભારતે પોતાના નાગરિકોને યુક્રેનના ખારકિએવમાંથી તત્કાલ નીકળવા માટે કહ્યું

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસે ખારકિએવમાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે ઍડવાઇઝરી જાહેર કરી છે.

    દૂવાવાસે પોતાના ટ્વીટમાં ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે ખારકિએવ તત્કાલ છોડી દે.

    ભારતીય દૂતાવાસે નાગરિકોને કહ્યું છે કે શક્ય બને એટલા વહેલા તેઓ PESOCHIN, BBAAYE અને BEZLYUDOVKA તરફ જતા રહે. દૂતાવાસે કહ્યું છે કે ભારતીય નાગરિકો આ વિસ્તારમાં યુક્રેનના સ્થાનિક સમયાનુસાર સાંજે છ વાગ્યા સુધીમાં ગમે તે રીતે પહોંચી જાય.

    મહત્ત્વપૂર્ણ છે કે એક દિવસ પહેલાં જ ખારકિએવમાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું. કર્ણાટકમાં રહેવાસી નવીન નજીકની દુકાનમાં ખરીદી માટે ગયા હતા. જોકે, ગોળીબારમાં એમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

  14. રશિયામાં ઊઠ્યો યુદ્ધવિરોધી અવાજ, વિપક્ષી નેતા ઍલેક્સી નેવેલનીએ લોકોને શું અપીલ કરી?

    રશિયા

    ઇમેજ સ્રોત, Getty Images

    જેલમાં બંધ રશિયાના વિપક્ષી નેતા ઍલેક્સી નેવેલનીએ કહ્યં છે કે રશિયા શાંતિપ્રિય દેશ બનવા માગે છે પણ બહુ ઓછા લોકો એને શાંતિપસંદ રાષ્ટ્ર ગણશે.

    યુક્રેન પર રશિયાના હુમલાની ચર્ચા કરતાં તેમણે મંગળવારે એક બાદ એક કેટલાંય ટ્વીટ કર્યાં.

    તેમણે કહ્યું, "આવો, આપણે ડરેલા અને ચૂપ થઈ ગયેલા લોકોનો દેશ તો ના બનીએ! આપણે એવા કાયરોનો દેશ ના બનીએ કે જે યુક્રેન વિરુદ્ધ આક્રમક યુદ્ધ પર ધ્યાન ના આપવાનું બહાનું કરે અને એ પણ એક એવું યુદ્ધ પર જે આપણા ઝારે શરૂ કર્યું છે."

    તેમણે એવું પણ કહ્યું કે સો વર્ષ જૂની ઐતિહાસિક બકવાસ ઘટનાઓના આધારે યુક્રેનના લોકોને મારવામાં આવે અને યુક્રેનિયનો આત્મરક્ષામાં રશિયનોને મારે, એ વાત પર હવે મૌન ના રહી શકાય.

    નેવેલનીએ ઉમેર્યું કે આપણે 21મી સદીના ત્રીજા દાયકામાં છીએ અને સમાચારમાં આપણે લોકોને ટૅન્કોને સળગાવતા અને ઘરો પર બૉમ્બમારો કરતા જોઈએ છીએ.

    નેવેલનીએ કહ્યું, "હવે આપણે ટીવી પર પરમાણુ યુદ્ધ શરૂ થવાના વાસ્તવિક જોખમને જોઈ રહ્યા છીએ. હું પોતે સોવિયેટ સંઘનો છું. હું બાળપણથી જ એક વાક્ય સાંભળતો આવ્યો છું - શાંતિ માટે યુદ્ધ. હું સૌને અપીલ કરું છું કે તેઓ રસ્તા પર ઊતરે અને શાંતિ માટે લડે."

    નેવેલનીએ આગળ કહ્યું કે પુતિન રશિયા નથી. "આજે જો તમને રશિયામાં કંઈ પણ સારું દેખાઈ રહ્યું હોય, એના પર ગર્વ હોય તો બધું એ 6824 લોકોના કારણે છે, જેમને કેદ કરાયા છે. કેમ કે, કોઈની પણ અપીલ વગર એ લોકો 'યુદ્ધ નથી જોઈતું' એવાં બેનરો સાથે રસ્તાઓ પર ઊતર્યા હતા."

    "હવે આપણે વધારે રાહ જોઈ શકીએ એમ નથી, પછી તે ગમે ત્યાં હોય, રશિયામાં, બેલારુસમાં કે વિશ્વના બીજા કોઈ દેશમાં. સપ્તાહના દરેક દિવસે, સપ્તાહના અંતે અને રજાઓના દિવસે બપોરે બે વાગ્યે શહેરના મુખ્ય ચોક પર એકઠા થાઓ અને યુદ્ધ વિરુદ્ધ અવાજ ઉઠાવો."

    તેમણે યુક્રેન પર રશિયાના હુમલાની તરફ ઇશારો કરતાં કહ્યું, "દરેક વસ્તુની એક કિંમત હોય છે અને હવે 2022ની વસંતમાં આપણે આ કિંમત ચૂકવવી પડશે. આપણા માટે આ કિંમત બીજું કોઈ નહીં ચૂકવે. આપણે માત્ર યુદ્ધનો વિરોધ જ ના કરીએ, યુદ્ધની વિરુદ્ધ પણ લઈએ."

  15. અમે હથિયાર હેઠાં નહીં મૂકીએ : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીનો પોતાના દેશના નાગરિકોને ભાવુક અપીલ કરતો વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

    સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો આ વીડિયો તેમણે રાજધાની કિએવની જાણીતી જગ્યાઓ પર રેકૉર્ડ કર્યો છે.

    વીડિયોમાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી લોકોને હથિયાર ઉપાડવાની પણ અપીલ કરી રહ્યા છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  16. દુનિયામાં કોની પાસે કેટલાં પરમાણુ હથિયાર છે? ભારત પાસે કેટલાં છે?

    વિશ્વમાં અત્યાર સુધી બે વખત પરમાણુ હુમલા કરાયા છે અને એનાથી અકલ્પનીય નુકસાન થયું છે.77 વર્ષ પહેલાં અમેરિકાએ જાપાન પર બે પરમાણુ બૉમ્બ ફેંક્યા હતા. જુઓ દુનિયાના કયા દેશ પાસે કેટલાં પરમાણુ હથિયાર છે?

    દુનિયાનાં પરમાણુ હથિયાર
    રશિયાનાં પરમાણુ હથિયાર
    પરમાણુ હથિયારથી થતું નુકસાન
  17. યુક્રેન અંગે ભારતના 'સમતોલ વલણ' માટે આભાર : રશિયન રાજદૂત ડેનિસ અલીપોવ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ભારતમાં રશિયાના નવા રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું છે કે યુક્રેનની સ્થિતિ પર ભારતનું નિષ્પક્ષ વલણ પરિસ્થિતિના આકલનના આધારે છે. તેમણે એવું પણ ઉમેર્યું કે ભારત રશિયાનાં હથિયારો પર નિર્ભર હોવાથી આવું નથી કરાયું.

    તેમણે જણાવ્યું, "અમે ભારતના વ્યૂહાત્મક સહયોગી છીએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે જે સમતોલ વલણ અપનાવ્યું, એ માટે અમે ભારતના આભારી છીએ. ભારત આ સંકટની ગંભીરતા સમજે છે."

    ડેનિસ અલીપોલે કહ્યું, "અમે ખારકિએવ અને પૂર્વ યુક્રેનના અન્ય વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત કાઢવા માટે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છીએ."

    "ભારતે રશિયાના વિસ્તારમાંથી થઈને ભારતીયનો બહાર કાઢવા માટે વિનંતી કરી છે." આવું જલદી કરાશે એવો વિશ્વાસ પણ રશિયાના રાજદૂતે અપાવ્યો છે.

    આ પહેલાં મંગળવારે ભારતીય વિદ્યાર્થીનું યુક્રેનના ખારકિએવમાં મૃત્યુ નીપજ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કર્ણાટકના નવીનનું મૃત્યુ ગોળીબારમાં થયું હતું.

    ભારત સરકારે યુક્રેનના પડોશી દેશો થકી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે. આ માટે હવે વાયુસેનાની પણ મદદ લેવાઈ રહી છે.

    ગત દિવસોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. એ વખતે તેમણે ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

  18. યુક્રેન પર રશિયાના હુમલા માટે ઉત્તર કોરિયાએ અમેરિકાને જવાબદાર ઠેરવ્યું

    Reuters

    ઇમેજ સ્રોત, Reuters

    સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયાના દૂતે યુક્રેન પર રશિયાના હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે.

    આ સાથે તેમણે કહ્યું છે કે વૉશિંગ્ટનની આધિપત્યની નીતિ અન્ય દેશોની સુરક્ષા પર જોખમ ઊભું કરી રહી છે.

    દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોજાયેલા આપાતકાલીન સત્ર દરમિયાન કિમ સૉન્ગે આ વાત કહી હતી.

    મંગળવારે આ સત્ર દરમિયાન સૉન્ગે કહ્યું, "અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયાની સુરક્ષાની ગૅરન્ટીની માગને નકારી હતી. નેટોના પૂર્વમાં વિસ્તાર કરવા માટે હથિયારો તૈયાર કરવાના પ્રયત્નો અંતર્ગત યુરોપના સુરક્ષા વાતાવરણને વ્યવસ્થિત રૂપથી કમજોર કરવામાં આવ્યું."

    આ પહેલાં 28 ફેબ્રુઆરીએ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન જારી કરીને અમેરિકાની આધિપત્યનીતિને રશિયા-યુક્રેન વિવાદ માટે જવાબદાર ઠેરવી હતી.

    જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં દક્ષિણ કોરિયાના દૂત ચો હ્યુને કહ્યું કે યુક્રેન સંઘર્ષ રશિયાએ જાતે પસંદ કરેલું યુદ્ધ છે.

  19. બ્રેકિંગ, ખેરસન શહેર પર કબજો કર્યો હોવાનો રશિયાનો દાવો

    રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયન સૈનિકોએ દક્ષિણ યુક્રેનના શહેર ખેરસન પર કબજો કરી લીધો છે.

    જો દાવો સાચો હોય તો અત્યાર સુધી રશિયાના કબજામાં આવેલાં શહેરોમાં આ સૌથી મોટું શહેર હશે.

    આખી રાત શહેરની શેરીઓમાં રશિયન સૈનિકો જોવા મળ્યા હતા અને શહેરના મેયરે જણાવ્યું છે કે રેલવેસ્ટેશન અને શહેરનું બંદર હાલ રશિયાના કબજામાં છે.

  20. ખારકિએવ પર કબજો કરવાની લડાઈ શરૂ, રશિયન પૅરાટ્રૂપર્સ ઊતર્યા

    Getty Images

    ઇમેજ સ્રોત, Getty Images

    યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે રશિયન પૅરાટ્રૂપર્સ ખારકિએવમાં ઊતર્યા છે. આ શહેરને પહેલાંથી રશિયન સેનાએ ઘેરી લીધું છે.

    યુક્રેનિયન સેના પ્રમાણે, ખારકિએવ અને તેની આસપાસના વિસ્તારોમાં ઍર રેડ સાયરન બાદ હવાઈ હુમલા શરૂ થયા છે.

    આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રશિયન સૈનિકોએ એક સૈન્ય હૉસ્પિટલ પર હુમલો કર્યો અને લડાઈ હજુ પણ ચાલુ છે.

    આ શહેરમાં મોટાભાગે રશિયન ભાષા બોલાય છે અને હાલના દિવસોમાં યુક્રેનમાં સૌથી વધુ હિંસા ખારકિએવમાં જ જોવા મળી છે.

    મંગળવારે એક સરકારી ઇમારત પર મિસાઇલ હુમલો થયો હતો. જેમાં ગાડીઓ અને આસપાસની ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.