You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

જો બાઇડન અને કમલા હેરિસે શપથ લીધી, નરેન્દ્ર મોદીએ આપી શુભેચ્છાઓ

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડને અને ઉપરાષ્ટ્રપતિપદે કમલા હેરિસે શપથ લીધી.

લાઇવ કવરેજ

  1. પીએમ મોદીએ જો બાઇડનને શુભેચ્છા આપી

    જો બાઇડને અમેરિકાના રાષ્ટ્રપતિપદના શપથ લઈ લીધા બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભકામનાઓ આપી છે.

    વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તેઓ જો બાઇડન સાથે ભારત-અમેરિકાની રણનીતિક ભાગીદારને મજબૂત કરવા માટે કામ કરવાની રાહ જોઈ રહ્યા છે.

    તેઓએ ટ્વીટમાં લખ્યું કે "અમેરિકા માટે એક સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ. અમે સામાન્ય પડકારોનો સામનો કરવા અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે એકસાથે ઊભા છીએ."

  2. બ્રેકિંગ, આ અમેરિકાનો દિવસ છે- જો બાઇડન

    અમેરિકાના 46મા રાષ્ટ્રપતિપદના શપથ લીધા બાદ જો બાઇડને કહ્યું કે "આ અમેરિકાનો દિવસ છે, આ લોકતંત્રનો દિવસ છે, આ ઇતિહાસ અને આશાઓનો દિવસ છે."

    તેઓએ કહ્યું કે "અમેરિકાની ઘણા વાર પરીક્ષાઓ થઈ છે અને એણે પડકારોનો સામનો કર્યો છે. આજે અમે એક ઉમેદવારની જીતનો જશ્ન નથી મનાવતા, પણ લોકતંત્ર માટે જશ્ન મનાવી રહ્યા છીએ."

  3. બ્રેકિંગ, જો બાઇડને અમેરિકાના રાષ્ટ્રપતિપદના શપથ લીધા

    ડેમૉક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિપદના શપથ લઈ લીધા છે.

    બાડઇનને સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ જૉન રૉબર્ટ્સે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

    સીબીએસ અનુસાર, તેઓએ પોતાના પરિવારના બાઇબલ પર હાથ મૂકીને શપથ લીધા હતા, જે વર્ષ 1893ની છે.

    તેનો ઉપયોગ તેઓએ 2009 અને 2013માં ઉપરાષ્ટ્રપતિપદના શપથ માટે પણ કર્યો હતો.

    56 વર્ષીય કમલા હેરિસે અમેરિકાના 49મા ઉપરાષ્ટ્રપતિપદના શપથ લીધા હતા.

    તેમને સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સોનિયા સોટોમાયોરે શપથ લેવડાવ્યા હતા.

  4. જો બાઇડનનો શપથવિધિ સમારોહ શરૂ

    અમેરિકાના વૉશિંગ્ટનથી જો બાઇડન અને કમલા હેરિસનો શપથવિધિ સમારોહ શરૂ થઈ ગયો છે.

    જો બાઇડન, કમલા હેરિસ સહિત પૂર્વ રાષ્ટ્રપતિઓ અને નેતાઓ સમારોહમાં પહોંચી ગયા છે.

  5. વૉશિંગ્ટનથી જો બાઇડનની શપથવિધિ LIVE

  6. જો બાઇડન અને કમલા હેરિસની કૅબિનેટ કેવી હશે?

  7. શપથગ્રહણ પહેલાંનો માહોલ

    અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા જો બાઇડન કૅપિટલ હિલ પહોંચી ગયા છે.

    તેમની સાથે તેમનાં પત્ની જિલ પણ છે.

    દરમિયાન સુરક્ષા માટે તમામ રસ્તાઓમાં નેશનલ ગાર્ડ્સ તહેનાત કરાયા છે.

  8. શપથ પહેલાં બાઇડન અને હેરિસ ચર્ચમાં

    થોડા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેનારા જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિપદ તરીકે શપથ લેનારાં કમલા હેરિસ શપથગ્રહણ પહેલાં ચર્ચના કાર્યક્રમમાં સામેલ થયાં હતાં.

    તેમની સાથે સંસદનાં સ્પીકર નેન્સી પેલોસી, રિપબ્લિકન લીડર કેવિન મૈક્કાર્થી સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા.

    આ દરમિયાન શપથગ્રહણ સમારોહમાં સામેલ થનારા મહેમાનો પણ આવી રહ્યા છે.

    ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ પણ પહોંચી ગયા છે.

  9. ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડા જવા જવાના

    અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ-હાઉસ છોડી દીધું છે અને તેઓ ફ્લોરિડા માટે રવાના થઈ ગયા છે.

    ટ્રમ્પની સાથે તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ હતાં.

    ટ્રમ્પ ફ્લોરિડાના પામસ્થિત તેમના માર-આ-લાગો રિસોર્ટમાં રહેશે.

    ટ્રમ્પ ઍરફોર્સ વનથી ફ્લોરિડા માટે રવાના થયા હતા, પણ તેઓ આ ઍરોપ્લેનમાં કદાચ અંતિમ વાર બેસી રહ્યા હતા.

    ફ્લોરિડામાં ટ્રમ્પને ઉતાર્યા બાદ ઍરફોર્સ વન વિમાન મેરિલૅન્ડ આવી જશે અને બાદમાં નવા રાષ્ટ્રપતિ જો બાઇડનના ઉપયોગ માટે સમર્પિત થઈ જશે.

    ટ્રમ્પે અગાઉ જ કહી દીધું હતું કે તેઓ બાઇડનના શપથગ્રહણ સમારોહમાં હાજર નહીં રહે.

    વ્હાઉટ-હાઉસના એક પ્રવક્તાએ એ વાતની પુષ્ટિ કરી છે કે ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિ બાઇડન માટે એક સંદેશ પણ છોડ્યો છે.

    ઉલ્લેખનીય છે કે વ્હાઉટ-હાઉસની પોતાની ફેરવેલ સ્પીચમાં પણ ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિનું નામ લીધું નહોતું.

  10. અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા જો બાઇડનની ત્રણ દાયકાની રાજકીય સફર

  11. Live : જો બાઇડન અને કમલા હેરિસની શપથવિધિનું વૉશિંગ્ટનથી પ્રસારણ

  12. ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ-હાઉસમાંથી વિદાય

    ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અનુગામી રાષ્ટ્રપતિ જો બાઇડનને "મહાન સફળતા" માટે શુભેચ્છા આપી છે.

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણને સમાપ્ત કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ બનવું એ સૌથી મોટું સન્માન છે.

    તેમના સમર્થકોને સંબોધતા તેઓએ કહ્યું કે તેઓ "હંમેશાં તેમના માટે લડશે" અને ફરી પાછા પૂરી તાકાત સાથે આવવાનું વચન આપે છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિને શુભેચ્છા તો આપી હતી, પણ તેઓએ જો બાઇડન કે કમલા હેરિસનું નામ નહોતું લીધું.

    ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ-હાઉસમાં તેમનું છેલ્લું ભાષણ આપ્યું હતું અને આ સમયે તેમનો પરિવાર પણ સાથે હતો.