You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

US ચૂંટણી પરિણામ : મહત્ત્વના ગણાતા રાજ્ય મિશિગનમાં બાઇડન આગળ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોટાં ભાગનાં રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. કોણ છે આગળ, જુઓ અમેરિકાની ચૂંટણી પર બીબીસીનું લાઇવ રિપોર્ટિંગ

લાઇવ કવરેજ

  1. અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા જો બાઇડનની ત્રણ દાયકાની રાજકીય સફર

  2. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં વિશ્વમાં કેવા ફેરફારો આવ્યા?

  3. અમેરિકા ચૂંટણી 2020 : મતગણતરી સમયે ક્યાંક જશ્ન, તો ક્યાંક વિરોધ

  4. 'અમેરિકામાં 120 વર્ષમાં સૌથી વધારે મતદાન 2020ની ચૂંટણીમાં'

    યુએસ ઇલેક્શન પ્રૉજેક્ટ્સના અનુમાન પ્રમાણે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 120 વર્ષમાં સૌથી વધારે મતદાન આ વખતે થયું છે.

    યુએસ ઇલેક્શન પ્રૉજેક્ટ્સ મુજબ 16 કરોડથી વધારે લોકોએ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું.

    વેબસાઇટના આંકડા મુજબ 1900માં મતદાન માટે યોગ્ય નાગરિકોમાંથી 66.9 ટકા મતદારોએ મતદાન કર્યું હતું, એ મતદાનની સૌથી ઊંચી ટકાવારી ગણાય છે.

    આ વર્ષે, રિપબ્લિકન રાષ્ટ્રપતિ વિલિયમ મૅકકિનલે સામે ડેમૉક્રેટિક ઉમેદવાર વિલિયમ જૅનિંગ્ઝ બ્રાયન હારી ગયા હતા, ત્યારે મતદાન ટકાવારી 73.7 ટકા મતદાન થયું હતું. પરંતુ 2020 કરતાં ઊલટ 1900માં પરિણામ સ્પષ્ટ હતું.

    યુએસ ઇલેક્શન પ્રૉજેક્ટ્સના સંસ્થાપક પ્રોફેસર માઇકલ મૅકડોનાલ્ડે બુધવારે ટ્વીટ કર્યું,“2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયેલું મતદાન 120 વર્ષનું સૌથી વધારે મતદાન છે.”

    “જોકે હજી બૅલટની ગણતરી બાકી છે ત્યારે ઘણો ખરો અંદાજ લગાવવામાં આવશે. હું આ અનુમાનને વધારે ઝીણવટથી તૈયાર કરીને રજૂ કરીશ.”

    આ વર્ષે અમેરિકામાં પોસ્ટલ બૅલટ અને કોવિડ19 ને કારણે વહેલાં મતદાન કરનારાઓની સંખ્યા વધારે રહી હોવાનું મનાય છે. 10 કરોડ જેટલા લોકોએ વહેલાં મતદાન કર્યું છે.

    છેલ્લા થોડાં વર્ષોથી અમેરિકામાં સરેરાશ મતદાન 60 ટકાની આસપાસ રહેતું હોય છે.

  5. ટ્રમ્પ અહીં ફરી આવશે કે બાઇડનનું આગમન થશે?

    વૉશિંગટનમાં બુધવારની સવારે યુએસ કૅપિટૉલ, આગલા રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામના ઇંતજારમાં.

    ડેમૉક્રેટિક ઉમેદવાર જો બાઇડન અન રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બંને વિજય તરફ વધવાનો દાવો કરી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે હજી મતોની ગણતરી બાકી છે.

    પોસ્ટલ બૅલટની ગણતરીમાં દિવસોનો સમય લાગી જશે.

  6. બ્રેકિંગ, ટ્રમ્પે પોસ્ટલ બૅલટને બરબાદ કરવાની તાકાત રાખનાર અને ભયાનક કહ્યું

    ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને પોસ્ટ બૅલટ પર નિશાન સાધ્યું છે.

    તેમણે લખ્યું છે કે "ગત રાત સુધી ડેમૉક્રેટ્સના નિયંત્રણવાળાં લગભગ બધાં રાજ્યોમાં હું આગળ હતો, પછી જાદુઈ રીતે એક-એક કરીને તે ગાયબ થવાના શરૂ થયાં કારણ કે ચોકવનાર મતોની ગણતરી કરવામાં આવી. બહુ આશ્ચર્યજનક, ચૂટંણી વિશ્લેષકો આને પૂર્ણ અને ઐતિહાસિક રીતે ખોટું માની રહ્યા છે."

    ટ્વિટરે આ ટ્વીટને ભ્રામકનું લેબલ આપ્યું છે.

  7. બ્રેકિંગ, ટ્રમ્પની ટીમે મતગણતરી વિશે શું કહ્યું?

    ટ્રમ્પના ચૂંટણીઅભિયાને હાલમાં જ એક પ્રેસવાર્તાને સંબોધિત કરીને રાષ્ટ્રપતિનીચૂંટણીમાં વિજય માટે જરૂરી 270 ઇલેક્ટોરન કૉલેજ પૉઇન્ટ્સ મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો.

    ટ્રમ્પની ચૂંટણી અભિયાનની ટીમે કહ્યું કે વિસ્કૉન્સિનમાં ફરીથી મતગણતરીનો વારો આવી શકે છે અને તેમને ભરોસો છે કે પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પને લઘુમતીઓના ધાર્યા કરતાં વધારે મત મળશે.

    ચૂંટણીપ્રચાર અંગેના ટ્રમ્પના ટૉપ સલાહકાર જૅસન મિલરે કહ્યું, "અમે એ વાતની ખાતરી કરવા માગીએ છીએ કે કાયદેસર રીતે આપવામાં આવેલો દરેક મત ગણવામાં આવે.અને ગેરકાયદેસર રીતે આપવામાં આવેલા મતની ગણતરી ન થાય.”

  8. બ્રેકિંગ, અમેરિકાની ચૂંટણી પરિણામ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ મિશિગનમાં બાઇડન આગળ

    અમેરિકાની ચૂંટણીના પરિણામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર રાજ્ય મિશિગનમાં જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પ સામે સરસાઈ મેળવી છે.

    મતગણતરી હજી ચાલુ છે પરંતુ તાજી પરિસ્થિતિમાં ટ્રમ્પ પર બાઇડને 0.2 ટકાની સરસાઈ હાંસલ કરી છે.

    અત્યાર સુધી બાઇડનને 49.3 ટકા જ્યારે ટ્રમ્પને 49.1 ટકા મત મળ્યા છે. બાઇડનના પક્ષમાં 2,515,781 જ્યારે ટ્રમ્પના પક્ષમાં 2,506,388 મતોની ગણતરી થઈ ગઈ છે.

    2016માં વિસ્કૉન્સિન, મિશિગન અને પેનસિલવેનિયા એ ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યો છે જેનાં પરિણામોએ ડોનાલ્ડ ટ્રમ્પને હિલેરી ક્લિન્ટન સામે વિજય અપાવવામાં મદદ કરી હતી.

    આ વખતે મહત્ત્વપૂર્ણ પાંચ રાજ્યો છે- ઍરિઝોના, જ્યૉર્જિયા, વિસ્કૉન્સિન, મિશિગન અને પેનસિલ્વેનિયા.

    ઍરિઝોના અને વિસ્કૉન્સિનમાં બાઇડનને સરસાઈ મળી છે. જાણકારો માને છે કે બાઇડન માટે મિશિગનમાં સફળતા મેળવવી બહુ જરૂર હશે.

  9. જો ચૂંટણી પરિણામને અદાલતમાં પડકારવામાં આવે તો કોણ-કોણ આ પ્રક્રિયામાં સામેલ થશે?

  10. અમેરિકાની ચૂંટણી 2020 : ગુજરાતીઓએ કયા આધારે મતદાન કર્યું?

    અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પછી ચૂંટણી પરિણામની રાહ જોવાઈ રહી છે.

    અમેરિકામાં મોટા પ્રમાણમાં સમૃદ્ધ ગુજરાતી સમુદાય રહે છે અને તેમણે પણ આ મતદાનમાં ભાગ લીધો હતો.

    જોકે, આ ગુજરાતી સમુદાયે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? જુઓ આ વીડિયોમાં.

  11. યુરોપના સ્ટૉક માર્કેટમાં અસ્થિરતાનો માહોલ

    મંગળવારે મતદાન પછી બુધવાર સુધી અમેરિકાની ચૂંટણીના પરિણામને લઈને કોઈ સ્પષ્ટતા ન થતાં અસ્થિરતાનો માહોલ સર્જાયો છે.

    યુરોપના સ્ટૉક માર્કેટમાં આ અસ્થિરતાની અસર દેખાઈ છે.

    મંગળવારે રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે પોતાનું પદ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમણે ચૂંટણીપરિણામ અંગે સુપ્રીમ કોર્ટની શરણ લેવા અંગેનું નિવેદન આપ્યું, તો બુધવારે સવારે લંડન, પેરિસ અને ફ્રૅન્કફર્ટમાં સ્ટૉકમાર્કેટ નીચલા સ્તરે ખૂલ્યાં છે.

    જોકે થોડા કલાક પછી યરોપનાં માર્કેટ થોડા ઊંચા આવ્યાં.

  12. અમેરિકામાં હિંસાની આશંકા વચ્ચે કઈ રીતે સુરક્ષા વધારાઈ?

  13. અમેરિકામાં ઇન્તેજાર અને આશંકા

    આ તસવીર બીબીસી સંવાદદાતા વિનીત ખરેએ ટ્વીટ કરી છે જ્યાં વૉશિંગટનનાં 'બ્લૅક લાઇવ્ઝ પ્લાઝા' પર માત્ર પત્રકારો જ દેખાઈ રહ્યા છે.

    રંગભેદ સામે વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ અહીં મંગળવારે રાત્રે શાંતિપૂર્ણ રીતે એકઠા થયા હતા. પરંતુ બુધવારની સવારે તસવીર બદલાયેલી છે.

    આ એ જગ્યા છે જ્યાં એક કાળા અમેરિકન નાગરિકના પોલીસ અધિકારીના હાથે થયેલા મૃત્યુ પછી 'બ્લૅક લાઇવ્ઝ મૅટર' હેઠળ પ્રદર્શન થયાં હતાં.

  14. ટ્રમ્પ કે બાઇડન : હજી કેમ ચૂંટણી પરિણામ નથી આવ્યા?

    કોણ હશે અમેરિકાના આગલા રાષ્ટ્રપતિ?

  15. અમેરિકાની ચૂંટણી 2020 : હિંસાની આશંકા વચ્ચે કઈ રીતે સુરક્ષા વધારવામાં આવી?

  16. અમેરિકામાં વોટિંગમાં ફ્રૉડનો આરોપ તો ભારતમાં EVMમાં ગરબડનો આરોપ

    બિહારમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈવીએમને લઈને આરોપ મૂક્યા છે.

    તેમણે કહ્યું છે કે "EVMનું નામ EVM નહીં, પણ MVM છે એટલે કે મોદી વોટિંગ મશીન."

  17. મતદારોનો મત : "ફ્રૉડના આરોપથી મને દુખ થયું"

    જો બાઇડનને મત આપનારા આમનાએ બીબીસી રેડિયો લાઇવ 5ને કહ્યું કે જ્યારે તેઓ સવારે જાગ્યાં તો તેમને ટ્રમ્પના આરોપ વિશે જાણવા મળ્યું જેમાં તેમણે વોટિંગમાં ફ્રૉડનો આરોપ લગાવ્યો હતો. "મને તેનાથી બહુ દુખ થયું."

    તેઓ કહે છે,"મેં વિદેશથી આ વખતે મત મોકલવાનું નક્કી કર્યું પરંતુ ટ્રમ્પની વાત સાંભળીને મને દુખ થયું. ભલે કોઈ પણ વિજય થાય એક દેશના રૂપમાં,આપણે એકતા અને શાંતિ લાવવાની શરૂ કરી શકીએ. પરંતુ આ નિવેદનથી મારી આશા તૂટી રહી છે."

  18. હવે લડાઈનો આધાર ઍરિઝોના, વિસકૉનસિન અને પેન્સિલ્વેનિયા રાજ્યો પર

    બીબીસી નૉર્થ અમેરિકાના વરિષ્ઠ રિપોર્ટર આર્થર ઝર્ચર મુજબ હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન વચ્ચે લડાઈ આ મુખ્ય રાજ્યો પર નિર્ભર રહી ગઈ છે – ઍરિઝોના, વિસકૉનસિન અને પેન્સિલ્વેનિયા.

    ઍરિઝોનામાં હાલ બાઇડન આગળ દેખાય છે એટલે ડેમૉક્રેટ 2016ના ત્રણ 'બ્લવૉલ' રાજ્યો -વિસકૉનસિન, મિશિગન અને પેનસિલ્વેનિયા જીતવા પડશે.

    આ ત્રણે રાજ્યોમાં બાઇડન પાછળ ચાલી રહ્યા છે પરંતુ બાકી મતોની ગણતરી થશે તો ડેમૉક્રેટને ફાયદો થઈ શકે છે.

    પેનસિલ્વેનિયામાં 1 કરોડ 40 લાખ મેઇલબૅલટની ગણતરી બાકી છે અને આમાં દિવસોનો સમય લાગી શકે છે.

    મિશિગન (ડેટ્રૉઇટ) અને વિસકૉનસિન (મિલવૉકી)થી પણ હજી પૂર્ણ રિપોર્ટ આવવાનો બાકી છે અને તેમાં પણ ડેમૉક્રેટને ફાયદો થઈ શકે છે.

    આ દરમિયાન જ્યૉર્જિયા વાઇલ્ડ કાર્ડ સાબિત થઈ શકે છે. મંગળવાર સવારે ટ્રમ્પને વિજય મળતો દેખાતો હતો, પરંતુ હાલ મુશ્કેલીમાં દેખાય છે.

  19. અમેરિકા : ચૂંટણી પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે...

    ક્યાંક ઉજવણી તો ક્યાંક પ્રદર્શન

  20. અમેરિકામાં ચૂંટણીના દિવસે જ લાખો લોકોને આવ્યો ભેદી કૉલ