વર્લ્ડ કપ : IndiaVsSriLanka ભારતની શ્રીલંકા સામે સાત વિકેટે શાનદાર જીત

ભારતની શ્રીલંકા સામે વર્લ્ડ કપની આ અંતિમ લીગ મૅચ છે. ભારતે આ પહેલાં જ સેમિફાઇનલમાં સ્થાન નક્કી કરી લીધું છે.

લાઇવ કવરેજ

  1. ભારતની શાનદાર જીત

    વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલ અગાઉની શ્રીલંકા સામેની મૅચ ભારતે 7 વિકેટ જીતી લીધી છે.

    શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી ઓપનર બૅટ્સમૅન રોહિત શર્મા અને લોકેશ રાહુલે શાનદાર સદી ફટકારી હતી.

    રોહિત શર્માએ 94 બૉલમાં 2 સિક્સર અને 14 ચોગ્ગાની મદદથી 103 રન કર્યા હતા.

    તો લોકેશ રાહુલે 118 બૉલમાં એક સિક્સર અને 11 ચોગ્ગાની મદદથી 111 કર્યા હતા.

    રોહિત શર્માની વર્લ્ડ કપની આ પાંચમી સદી છે, જ્યારે લોકેશ રાહુલની પહેલી સદી છે.

    ભારત તરફથી કૅપ્ટન વિરાટ કોહલી (34) અને હાર્દિક પંડ્યા (7) રન કરીને અણનમ રહ્યા હતા.

    તો બૉલિંગમાં જસપ્રિત બુમરાહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

    Live Updatesમાં જોડાવવા બદલ આભાર.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. Happy Birthday 'માહી'

    પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની રવિવારે 38મો જન્મદિવસ ઊજવશે. છેલ્લા 15 વર્ષથી 'માહી' ભારતીય ક્રિકેટમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

    મૅચ સમાપ્ત કરવામાં ધોનીની માસ્ટરી છે. તેઓ 348 વન-ડે ઇંટરનેશનલ રમી ચૂક્યા છે. જો ધોની નિવૃત્તિ લે, તો વર્લ્ડની નંબર વન ટીમ ભારતને અસર થશે?

    મહેન્દ્રસિંહ ધોનીની તસવીર

    ઇમેજ સ્રોત, AFP

  3. વરસાદના દેવના દિલમાં શું?

    મંગળવાર તથા ગુરુવાર એમ બે દિવસે સેમિફાઇનલ્સ રમાશે, પરંતુ જો વરસાદ પડે તો?

    બુધવાર તથા શુક્રવારને રિઝર્વ દિવસ રાખવામાં આવ્યા છે. વરસાદના દેવના દિલમાં શું છે?

  4. વિશ્વ કપમાં સદી ફટકારનાર પહેલી ભારતીય ઓપનિંગ જોડી

    રોહિત શર્મા અને લોકેશ રાહુલ વિશ્વ કપમાં સદી ફટકારનાર ભારતના પહેલા ઓપનર બન્યા છે.

    વિશ્વ કપમાં અત્યાર સુધીમાં એક જોડીના નામે રેકર્ડ હતો. આ જોડી હતી શ્રીલંકન ટીમના તિલરત્ને દિલશાન અને ઉપુલ થારંગાની. આ બંનેએ 2011માં વિશ્વ કપમાં બે વાર આ સિદ્ધિ નોંધાવી હતી.

  5. રિષભ પંતના રૂપમાં ભારતની ત્રીજી વિકેટ પડી

    રિષભ પંતના રૂપમાં ભારતે ચોથો ઝટકો લાગ્યો. પત ચાર રન બનાવીને આઉટ થયા.

  6. 111 રન પર લોકેશ રાહુલ આઉટ

    111 રન પર રમી રહેલા લોકેશ રાહુલ મલિંગાના બૉલ પર આઉટ થયા હતા. લોકેશ રાહુલે 118 બૉલમાં 111 રન ફટકાર્યા જેમાં 11 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે.

    હાલમાં ભારતને જીતવા માટે માત્ર 16 રનની જરૂર છે.

  7. વિરાટની પ્રેક્ષકોને સલાહ

    રાહુલ સાથેની પાર્ટનરશિપમાં ફરી એક વખત કૅપ્ટન વિરાટ કોહલીની પાકટતા જોવા મળી હતી. કે. એલ. રાહુલ 98 રને સ્ટ્રાઇક ઉપર હતા, ત્યારે પ્રેક્ષકોનો ઉત્સાહ ચરમ ઉપર પહોંચી ગયો હતો.

    જોકે, કોહલી તેમની તરફ ફર્યા હતા અને તેમને ધીરજ ધરવા સલાહ આપી હતી.

  8. ધીમી રમત હવે ફાસ્ટ?

    રોહિત શર્માની વિકેટ બાદ કૅપ્ટન વિરાટ કોહલી મેદાન ઉપર આવ્યા હતા.

    આ સિવાય કે. એલ. રાહુલ સદીની નજીક હતા, જેના કારણે મૅચ થોડી ધીમી થઈ હતી.

    હવે, રાહુલે સદી ફટકારી લીધી છે, ત્યારે સ્કોરકાર્ડ ઝડપથી વધશે, એવું માની શકાય.

  9. Lucky Charm?

    આ દર્શક શનિવારે ફરી એક વખત ભારતીય ટીમના આ સપોર્ટર આગવી ટોપી સાથે નજરે પડ્યા હતા.

    શું આ તેમનો Lucky Charm હશે?

    લક્કી ચાર્મની તસવીર

    ઇમેજ સ્રોત, PA Media

  10. ઇંડિયા No. 1

    શ્રીલંકા સામેની મૅચમાં ભારત વિજય તરફ અગ્રેસર છે.

    બીજી બાજુ, ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ઉપર દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયા સામે 326 રનનું લક્ષ્યાંક મૂક્યું છે, જે મોટો ટાર્ગેટ છે.

    દક્ષિણ આફ્રિકાએ છ વિકેટે 325 રન બનાવ્યા હતા. કૅપ્ટન ફાફ ડૂ પ્લેસિસે સદી ફટકારી હતી, જ્યારે વાન દર દસેને 95 રન બનાવ્યા હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  11. લોકેશ રાહુલની સદી

    ઓપનિંગમાં આવેલા લોકેશ રાહુલે 109 બૉલમાં 100 રન ફટકાર્યા છે. જેમાં નવ ચોગ્ગા અને સિક્સરનો સમાવેશ થાય છે.

  12. ક્રિકેટ Vs ફૂટબૉલ,

    વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ક્રિકેટમાં બહુ સંકડાશ છે. દિગ્ગજ ટીમો ટુર્નામેન્ટના આગળના તબક્કાઓ સુધી ન પહોંચે, તે ન પરવડી શકે. આ ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ જેવું છે.

  13. All Ground રોહિત,

    રોહિતે શ્રીલંકા સામે એકદમ સહજ રીતે રમત રમી હતી. તેણે એકદમ ધીરજ રાખીને સદી ફટકારી.

    રાહુલે સારી ઇનિંગ રમી, પરંતુ રોહિતે તેના કરતાં વધુ સારી રમત રમી. તેમણે સમગ્ર ગાઉન્ડમાં શોટ્સ માર્યા. ખૂબ સુંદર ઇનિંગ

    રોહિતની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  14. બ્રેકિંગ, જો...અને તો...

    દક્ષિણ આફ્રિકા સામે જો ઑસ્ટ્રેલિયા હારી જાય અને શ્રીલંકા સામે જો ઇંડિયા જીતી જાય, તો સેમિફાઇનલમાં ભારત અને ન્યૂઝિલૅન્ડ વચ્ચે ટક્કર થશે.

  15. રોહિત શર્મા આઉટ

    રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થઈ ગયા છે. આ સાથે જ ભારતની પ્રથમ વિકેટ પડી.

    રોહિત શર્માએ વિશ્વ કપમાં સળંગ ત્રીજી સદી ફટકારી. હાલમાં ભારત 200 રન તરફ આગળ વધી રહ્યું છે.

  16. વર્લ્ડ કપ એક, સદી પાંચ

    શ્રીલંકા સામે રોહિત શર્માએ સળંગ ત્રીજી તથા વર્લ્ડ કપની પાંચમી સદી ફટકારી હતી. આ સિદ્ધિ મેળવનારા શર્મા વિશ્વના પ્રથમ બૅટ્સમૅન બન્યા છે.

    રોહિત શર્માને ઓપનર કેએલ રાહુલે પૂરતો સાથ આપ્યો હતો

    ઇમેજ સ્રોત, PA Media

    ઇમેજ કૅપ્શન, રોહિત શર્માને ઓપનર કેએલ રાહુલે પૂરતો સાથ આપ્યો હતો
  17. રોહિત શર્માની સદી

    રોહિત શર્માએ સળંગ ત્રીજી વખત સદી ફટકારી છે. ઓપનિંગમાં આવેલા રોહિતે 92 બૉલમાં 102 રન ફટકાર્યા. આ સાથે લોકેશ રાહુલે 82 બૉલમાં 76 રન ફટકાર્યા છે. હાલમાં ભારતનો સ્કોર વિના વિકેટે 183 રન છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  18. દિલ જીતી લેતો દીવાનો

    રોહિત શર્માના એક-એક શોટને ટીમ ઇંડિયાના સપોર્ટર્સ પોતાની રીતે વધાવી લે છે. ભારતીય સપોર્ટર્સમાં આ ફેન અલગ તરી આવે છે, નહીં?

    ભારતીય ફેનની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  19. મેથ્યૂઝ, ભારત અને સદી

    એન્જેલો મેથ્યૂઝે ભારત સામે શ્રીલંકાના કૅપ્ટન ન હોવા છતાં captain ઇનિંગ રમી હતી. 211 મૅચમાં મેથ્યૂઝે શનિવારે ત્રીજી ફટકારી હતી. યોગાનુયોગ આ ત્રણેય સદી તેણે ભારત સામે જ ફટકારી છે.

    શ્રીલંકાના બેટ્સમેનની તસવીર

    ઇમેજ સ્રોત, PA Media

  20. હવામાનની ઉપર નજર

    હવામાન