You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બાંગ્લાદેશ 286 પર ઓલઆઉટ, ભારતનું સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત

ધારદાર ઓપનિંગ કરી સદી ફટકારનાર રોહિત બન્યા પ્લેયર ઑફ ધ મૅચ

લાઇવ કવરેજ

  1. ભારતની જીત, બુમરાહે લીધી 3 વિકેટ

    48મી ઓવરમં બાંગ્લાદેશના બૅટ્સમૅન રુબેલ હુસૈન અને રહેમાનની વિકેટ લઈને મૅચ જિતાડી છે. બુમરાહે આજની મૅચમાં ત્રણ વિકેટ લીધી છે.

    રહેમાન અને સૈફુદ્દીને અંતિમ ઓવરોમાં કરેલી ભાગીદારીએ એક તબક્કે ભારતીય ટીમની ચિંતા વધારી દીધી હતી.

    જોકે બાંગ્લાદેશની ટીમ 286 રન કરીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

  2. બાંગ્લાદેશની આઠમી વિકેટ

    મૅચની 45મી ઓવરમાાં ભુવનેશ્વર કુમારે મશરફે મોર્તઝાની વિકેટ લીધી હતી.

    મોર્તઝાએ પાંચ બૉલમાં આઠ રન કર્યા હતા, ભુવનેશ્વરની ઓવરના પ્રથમ બૉલ પર તેમણે સિક્સ ફટકારી હતી અને બીજા જ બૉલે આઉટ થઈ ગયા હતા.

  3. બ્રેકિંગ, બુમરાહે લીધી સાતમી વિકેટ

    ભારતીય પેસ બૉલર બુમરાહે 43મી ઓવરમાં બાંગ્લાદેશના બૅટ્સમૅન શબ્બિર રહેમાનની વિકેટ લીધી હતી.

    રહેમાન 36 રન કરીને આઉટ થઈ ગયા હતા.

  4. હાર્દિકે લીધી બીજી વિકેટ

    હાર્દિક પંડ્યાને બીજી વિકેટ લેવામાં સફળતા મળી છે. મૅચની 30મી ઓવરમાં તેમણે દાસની વિકેટ લીધી હતી.

    દાસ 24 બૉલમાં 22 રન કરીને આઉટ થઈ ગયા હતા.

  5. શકિબની અર્ધસદી

    શકિબ અલ હસને અર્ધસદી ફટકારી છે અને તેઓ હજી રમી રહ્યા છે.

    આ વર્લ્ડ કપમાં શકિબનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.

  6. હાર્દિકે સૌમ્ય સરકારની વિકેટ લીધી

    હાર્દિક પંડ્યાએ તેમની પહેલી જ ઓવરમાં બાંગ્લાદેશના બૅટ્સમૅન સૌમ્ય સરકારની વિકેટ લીધી છે.

    સારું પ્રદર્શન કરી રહેલા સરકારનો વિરાટ કોહલીએ કૅચ પકડ્યો હતો.

    સરકાર 33 રન કરીને આઉટ થઈ ગયા હતા.

  7. બ્રેકિંગ, બાંગ્લાદેશે પહેલી વિકેટ ગુમાવી, શમી બની શકશે હીરો?

    છેલ્લી ત્રણ મૅચમાં બૉલિંગનું ખૂબ સારું પ્રદર્શન કરનાર મોહમ્મદ શમીએ બાંગ્લાદેશની ઓપનિંગ પાર્ટનરશિપ તોડી દીધી છે.

    શમીએ મૅચની દસમી ઓવરમાં તમિમ ઇકબાલને કટ ઍન્ડ બૉલ્ડ કર્યા હતા.

    ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં શમીએ પાંચ વિકેટ લીધી હતી. જોકે છેલ્લી ત્રણ મૅચમાં સારું પ્રદર્શન કરવા છતાં તેઓ પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ ચૂક્યા હતા.

  8. ભારતીય ટીમના 314 રન, મુસ્તાફિઝુરની પાંચ વિકેટ

    ભારતીય ટીમે કુલ 314 રન કરીને બાંગ્લાદેશને 315 રનનો ટાર્ગેટ આપ્યો છે.

    ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા, લોકેશ રાહુલ અને રિષભ પંતને બાદ કરતાં ભારતીય ટીમમાં અન્ય બૅટ્સમૅન સારું પ્રદર્શન કરી શક્યા નહોતા.

    બાંગ્લાદેશના બૉલર મુસ્તાફિઝુર પાંચ વિકેટ લેવામાં સફળ થયા હતા.

  9. બ્રેકિંગ, ભારતના 300 રન પૂર્ણ, છ વિકેટ ગુમાવી

    ભારતીય ટીમના 300 રન પૂર્ણ થઈ ગયા છે, હાલમાં ભુવનેશ્વર કુમાર અને મહેન્દ્રસિંહ ધોની ક્રિઝ પર છે.

    ભારતીય ટીમ છ વિકેટ ગુમાવી ચૂકી છે, હાર્દિક પંડ્યા બાદ દિનેશ કાર્તિક પણ આઉટ થઈ ગયા છે.

    રોહિત શર્માની વિકેટ ગઈ એ પછી ભારતીય ટીમના રન રેટમાં ઘટાડો નોંધાયો હતો.

  10. બ્રેકિંગ, ભારતે પાંચમી વિકેટ ગુમાવી, રિષભ પંત અર્ધસદી ચૂક્યા

    ભારતે પાંચમી વિકેટ રિષભ પંતની ગુમાવી છે, તેમણે 41 બૉલમાં 48 રન ફટકાર્યા છે.

    રિષભ પંતની વર્લ્ડ કપમાં આ બીજી જ મૅચ છે.

    શરૂઆતમાં ધીમી શરૂઆત બાદ પંત આક્રમક થયા હતા અને અર્ધસદી પૂર્ણ કરે એ પહેલાં જ કૅચઆઉટ થઈ ગયા હતા.

  11. બ્રેકિંગ, ભારતે ચોથી વિકેટ ગુમાવી, હાર્દિક પંડ્યા આઉટ

    હાર્દિક પંડ્યા બીજા જ બૉલ પર આઉટ થઈ ગયા છે, ખાતું ખોલ્યા વગર જ તેમણે પરત જવું પડ્યું હતું.

    મુસ્તફિઝુર રહેમાને 39મી ઓવરમાં હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની વિકેટ લઈને મૅચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો છે.

    પંડ્યાની વિકેટ બાદ મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કરવા આવ્યા છે.

  12. ભારતે ત્રીજી વિકેટ ગુમાવી, કોહલી આઉટ

    ભારતના કપ્તાન વિરાટ કોહલી કૅચઆઉટ થઈ ગયા છે, એ સાથે ભારતીય ટીમે ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે.

    26 રન કરીને વિરાટ કોહલી આઉટ થઈ ગયા છે અને હવે હાર્દિક પંડ્યા બેટિંગ કરવા માટે આવ્યા છે.

    હાર્દિક પંડ્યા અને રિષભ પંત ક્રિઝ પર રમી રહ્યા છે.

  13. 35 ઓવરમાં 211 રન

    ભારતીય ટીમનો સ્કોર 35 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 211 રન છે.

    કપ્તાન વિરાટ કોહલી અને રિષભ પંત અત્યારે રમી રહ્યા છે.

    સદી ફટકારીને રોહિત શર્માએ વિકેટ ગુમાવી હતી અને લોકેશ રાહુલે પણ સારું પ્રદર્શન કર્યું છે.

  14. બ્રેકિંગ, ભારતે બીજી વિકેટ ગુમાવી

    રોહિત શર્મા બાદ લોકેશ રાહુલ પણ આઉટ થઈ ગયા છે. આ સાથે ભારતીય ટીમનો સ્કોર બે વિકેટના નુકસાન પર 195 રન છે.

    વિરાટ કોહલી અને રિષભ પંત ક્રિઝ પર અત્યાર રમી રહ્યા છે.

  15. કેવિન પિટરસને રોહિતને હિટમૅન કહ્યા

    રોહિત શર્માની સદી બાદ ઇંગ્લૅન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પિટરસને ટ્વીટ કર્યું હતું અને તેમણે રોહિત શર્માને 'હિટમૅન' ગણાવ્યા હતા.

    આ વર્લ્ડ કપમાં શરૂઆતથી જ તેમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.

  16. સદી ફટકારીને રોહિત આઉટ

    રોહિત શર્મા સદી ફટકાર્યા બાદ 104 રનના સ્કોર પર આઉટ થઈ ગયા છે.

    રોહિત શર્માએ સદી પૂર્ણ કરી છે, 2019ના વર્લ્ડ કપમાં આ એમની ચોથી સદી છે.

    આજની મૅચમાં પ્રદર્શન બાદ તેઓ આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર બૅટ્સમૅન પણ બની ગયા છે.

  17. 25 ઓવર બાદ પણ બન્ને ઓપનર અણનમ

    25 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 162 રન છે.

    બન્ને ઓપનર બૅટ્સમૅન લોકેશ રાહુલ અને રોહિત શર્મા હજી રમતમાં છે.

    બન્ને ખેલાડીઓએ અર્ધસદી ફટકારી છે, રોહિત શર્મા તેમની સદી પૂર્ણ કરવાની નજીક છે.

  18. રોહિત શર્માના સૌથી વધુ રન

    ભારતીય ટીમના ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર બૅટ્સમૅન બની ગયા છે.

    અત્યાર સુધી ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડેવિડ વૉર્નર પ્રથમ ક્રમે હતા, તેમના બદલે રોહિત શર્મા હવે પ્રથમ ક્રમે છે.

  19. રોહિત બાદ રાહુલની પણ અર્ધસદી

    રોહિત શર્મા બાદ લોકેશ રાહુલે પણ અર્ધસદી ફટકારી છે.

    59 બૉલમાં 51 રન સાથે રાહુલ રમી રહ્યા છે. 19 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કોર 117 રન છે.

  20. ભારતના 100 રન પૂર્ણ

    17.2 ઓવરમાં ભારતીય ટીમના 101 રન થઈ ગયા છે. ભારતીય ટીમે હજી સુધી એક પણ વિકેટ ગુમાવી નથી.

    ભારતીય ટીમના બન્ને ઓપનિંગ બૅટ્સમૅન હજી ક્રિઝ પર રમી રહ્યા છે.

    રોહિત શર્માની અર્ધસદી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે લોકેશ રાહુલ પણ 42 રન કરીને તેમની અર્ધસદીની નજીક છે.