વિરામ નહીં અલ્પવિરામ
આ સાથે અમે આજના કવરેજને વિરામ આપીએ છીએ. દેશ-વિદેશના સમાચાર જાણવા માટે અમારી સાથે આ રીતે જ જોડાયેલાં રહો.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડ કપ 2019 : 140 રન બનાવનાર રોહિત શર્મા 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર થયા.
આ સાથે અમે આજના કવરેજને વિરામ આપીએ છીએ. દેશ-વિદેશના સમાચાર જાણવા માટે અમારી સાથે આ રીતે જ જોડાયેલાં રહો.
વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને પરાજય આપવાનો રેકર્ડ ભારતે જાળવી રાખ્યો છે. અત્યાર સુધી રમાયેલી તમામ સાત મૅચમાં ભારતે પાકિસ્તાનને પરાજય આપ્યો છે.
140 રન બનાવનારા રોહિત શર્માને 'પ્લેયર ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા છે.
વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો છે. પાકિસ્તાનની ટીમ 40 ઓવરમાં છ વિકેટ ગુમાવીને માત્ર 212 રન બનાવી શકી હતી.
વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં આ ભારતનો સળંગ ત્રીજો વિજય હતો.
37 ઓવરના અંતે પાકિસ્તાને છ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા છે. તેને 18 બૉલમાં 120 રન બનાવવાના છે.
35 ઓવરના અંતે પાકિસ્તાન છ વિકેટે 166 રન ઉપર હતું. ડકવર્થ લુઇસ પ્રમાણે, પાકિસ્તાને 252 રન બનાવવાના થાય. આમ ભારત હરીફ રાષ્ટ્ર કરતાં 86 રન આગળ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી મૅચ વરસાદને કારણે ફરીથી અટકાવવી પડી છે.
35 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 166-6 હતો.
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ તથા પાકિસ્તાની બૅટ્સમૅન શોએબ મલિકને પ્રથમ બૉલે આઉટ કર્યા, ત્યારે સ્ટેડિયમમાં હરખની હેલી ફરી વળી હતી.
વર્લ્ડ કપ 2019માં Round Robin Format લાગુ કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મૅચ પૂર્વે જાણો શું છે આ ફૉર્મેટ
દક્ષિણ ભારતીય ફિલ્મજગતના સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર તથા દક્ષિણ ભારતના ફિલ્મ અભિનેતા શિવના કાર્તિકેયન મૅચ જોવા પહોંચ્યા હતા. અનિરુદ્ધે ટ્વીટ કરીને લખ્યું, 'આપણે જ જીતીશું.'
એક બાદ એક વિકેટ પડતાં પાકિસ્તાન મુશ્કેલ સ્થિતિમાં આવી ગયું છે.
129 રનમાં પાકિસ્તાને 5 વિકેટ ગુમાવી દીધી છે.
હાર્દિક પંડ્યાએ બે દડા પર પાકિસ્તાનની બે વિકેટો ખેડવી હતી.
હાર્દિકે મોહમ્મદ હાફિઝ અને શોએબ મલિકની વિકેટ લીધી હતી.
હાફિઝ 9 રન બનાવી શક્યા હતા જ્યારે શોઅેબ ખાતું પણ ખોલાવી નહોતા શક્યા.
રોહિત શર્માના કોચ દિનેશ લાડે બીબીસી સંવાદદાતા જ્હાનવી મૂળે સાથે વાત કરતા કહ્યું, "ભારત અને પાકિસ્તાન સામેની મૅચમાં યુદ્ધ જેવી સ્થિતિ હોય છે. શરૂઆતના સમયમાં સાવધાનીપૂર્વક રમવાનું હોય છે અને રોહિતે શરૂઆતમાં ધીરજ દાખવી. તેની ઉપર આજે ભારે દબાણ હતું."
"રાહુલે તેની સાથે સારી ઇનિંગ્ઝ રમી અને સારો સ્કોર ખડકવામાં ભારતને સફળતા મળી. સામાન્ય રીતે ધવન આક્રમક રમત રમે, ત્યારે રોહિત ધીરજપૂર્વક રમે. આજે રાહુલે આક્રમક રમત રમી અને ધવનની ખોટ સાલવા ન દીધી."
"શરૂઆતમાં રોહિત ઉપર દબાણ હતું, પરંતુ બાદમાં તે દબાણ હટી ગયું અને તેણે સારી રમત રમી."
પાકિસ્તાને એક વિકેટના નુકસાને 21.5 ઓવરમાં 4.67ની રનરેટે રમતાં 102 રન કરી લીધા છે.
ફખર ઝમાન અર્ધીસદી કરી ચૂક્યા છે. જ્યારે બાબર આઝમ પણ 44 રન કરી ચૂક્યા છે.
આ પહેલાં ઇમામ-ઉલ-હકને વિજય શંકરે એલબીડબલ્યૂ આઉટ કર્યા હતા.
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, રવિવારે મોડી સાંજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ સૅક્ટરમાં પાકિસ્તાનની સેના તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેનો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની હંમેશાં ક્રિકેટપ્રેમીઓની ઉત્સુકતા વધારતી હોય છે.
આજની મૅચ 100 કરોડથી વધુ લોકો નિહાળી રહ્યા હોવાના મીડિયા રિપોર્ટ્સ છે.
ક્રિકેટરસિયા જ્યાં મળે ત્યાં આ મૅચ જોઈ રહ્યા છે.
ભુવનેશ્વરના સ્નાયુ ખેંચાયા હતા, જેના કારણે બૉલિંગક્ષેત્રે ભારતની મુશ્કેલી વધી શકે છે. ભારતીય ટીમના સ્પીનર અશ્વિન રવિચંદ્રને તેની ઉપર ચિંતા પ્રગટ કરી હતી.
વિજય શંકર વિશ્વના ત્રીજા એવા બૉલર બન્યા છે કે જેમણે વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પહેલો જ બૉલ નાખ્યો હતો અને વિકેટ લીધી હતી.
અગાઉ ઈયાન હાર્વે (ઑસ્ટ્રેલિયા) તથા મલાચી જોન્સ (બર્મુડા)ના બૉલર્સે આ સિદ્ધિ મેળવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મૅચ દરમિયાન પાકિસ્તાનના પ્રશંસકો કંઈક આવા અંદાજમાં જોવા મળ્યા હતા.
પાકિસ્તાનને પાંચમી ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો. ઇમામ ઉલ હકને વિજય શંકરે પોતાના પ્રથમ દડામાં જ એલબીડબલ્યૂ આઉટ કર્યા.
હક માત્ર સાત રન બનાવી શક્યા. આ પહેલાં ભુવનેશ્વર કુમારે પાંચમી ઓવરના ચાર દડા ફેંક્યા હતા પણ સ્નાયુ ખેંચાઈ જતાં તેમને મેદાનમાંથી બહાર જવું પડ્યું.
આ ઓવરને પૂરી કરવા માટે વિજય શંકરને બૉલ સોંપવામાં આવ્યો હતો અને તેમને પ્રથમ દડે જ સફળતા મળી.
પાકિસ્તાની મૉડલ માવરા હોકેન તેમની ટીમને ચિયર કરવા માટે પહોંચ્યાં હતાં.
માનચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે વરસાદને કારણે મૅચ અમુક સમય માટે અટકી હતી. જોકે, બહાર ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ ચરમ પર રહ્યો હતો અને તેમણે પોતાની 'ઇનિંગ્ઝ' ચાલુ રાખી હતી.