'આજનો વિજય ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે' - વડા પ્રધાન નરેન્દ્ર મોદી
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ક્યાં છે કેવી સ્થિતિ?
લાઇવ કવરેજ
'આજનો વિજય ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે' - વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, @BJP4INDIA
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતા.
તેમણે ત્યાં હાજર રહેલા કાર્યકરોને સંબોધતા કહ્યું કે, "આજનો વિજય ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ત્યાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં ત્રણ રાજ્યોની જનતાનો આભાર વ્યક્ત કર્યો.
જેપી નડ્ડાએ આ અવસર પર જીતનો શ્રેય વડા પ્રધાન મોદીને આપ્યો. તેમણે કહ્યું કે આ દેશમાં જો કોઈ એક ગૅરંટી છે તો તે એક વડા પ્રધાન મોદીની ગૅરંટી છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું માતાઓ-બહેનો-દીકરીઓની સામે, હું પોતાના યુવા સાથીઓની સામે, હું પોતાના ખેડૂત સાથીઓની સામે, હું પોતાના ગરીબ પરિવારની સામે, તેમના નિર્ણયની સામે નતમસ્તક છું.

ઇમેજ સ્રોત, @BJP4INDIA
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભાજપ કાર્યકર્તાઓ અને મતદારોને સંબોધિત કર્યા હતા.
પોતાના સંબોધનમાં તેમણે વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધન પર દેશને જાતિઓમાં વહેંચી ભાગલા પાડવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે, "આ ચૂંટણીમાં દેશને જાતિઓમાં વહેંચવાના ઘણા પ્રયાસો થયા હતા. પરંતુ હું સતત કહેતો હતો કે મારા માટે માત્ર ચાર જાતિઓ જ દેશની સૌથી મોટી જાતિઓ છે. એ ચાર જાતિઓ છે- મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને આપણા ગરીબ પરિવારો. તેમને સશક્ત કરીને જ આપણો દેશ સશક્ત બનશે."
તેમણે કહ્યું કે, "હું ઘણીવાર કહેતો હતો કે નારીશક્તિએ ભાજપનો ઝંડો ફરકાવવાનો સંકલ્પ લીધો છે. આજે નારીશક્તિ વંદન કાયદાએ દેશની માતાઓ-દીકરીઓના મનમાં નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે."
તેમના મતે, "ચૂંટણીના પરિણામોએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે દેશના યુવાનોને માત્ર અને માત્ર વિકાસ જ જોઈએ છે. જ્યાં પણ સરકારોએ યુવાનો વિરુદ્ધ કામ કર્યું છે, તે સરકારોને સત્તાથી દૂર કરવામાં આવી છે. પછી તે રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે તેલંગાણા. આ ત્રણ રાજ્યોમાં સત્તામાં રહેલા પક્ષો હવે સત્તાથી દૂર થઈ ગયા છે."
પીએમ મોદીએ કહ્યું, "આજની જીત ઐતિહાસિક છે, અભૂતપૂર્વ છે. આજે સબકા સાથ, સબકા વિકાસની જીત થઈ છે. આજે ઈમાનદારી, પારદર્શિતા અને સુશાસનની જીત થઈ છે."
રાહુલ ગાંધીએ સ્વીકાર્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કૉંગ્રેસનો પરાજય, કહ્યું - ચાલુ રહેશે વિચારધારાની લડાઈ
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટીની સંભવિત હારનો સ્વીકાર કરતાં કહ્યું છે કે વિચારધારાની લડાઈ આગળ પણ ચાલુ રહેશે.
સોશિયલ મીડિયા સાઇટ 'એક્સ' પર તેમણે લખ્યું, "મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનો જનાદેશ અમે વિનમ્રાતપૂર્વક સ્વીકારીએ છીએ. વિચારધારાની લડાઈ ચાલુ રહેશે. "
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના શાનદાર પ્રદર્શન પર શું બોલ્યા પીએમ મોદી?
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢનાં પરિણામો ભાજપના પક્ષમાં આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય રાજ્યોના લોકોનો આભાર વ્યક્ત કર્યો.
સોશિયલ મીડિયા પ્લેટફૉરમ એક્સ પર પીએમ મોદીએ લખ્યું, "અમે જનતા જનાર્દનને નમન કરીએ છીએ. "
"છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનાં પરિણામ સંકેત આપી રહ્યાં છે કે ભારતના લોકો સુશાસન અને વિકાસના રાજકારણ સાથે મજબૂતીથી ઊભા છે. "
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રાજસ્થાન, એમપી, છત્તીસગઢના વિજય બાદ ભાજપના હાથમાં 12 રાજ્યો, કૉંગ્રેસ પાસે કેટલાં?

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણા અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષ જીત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે.
આ વિજય પર ઔપચારિક રીતે મહોર લાગી ગયા બાદ ભાજપની ઝોળીમાં 12 રાજ્યો આવી જશે. જ્યારી બીજી તરફ, સૌથી મોટા વિપક્ષ એવા કૉંગ્રેસ પક્ષ પાસે રાજસ્થાન અને છત્તીસગઢની હાર બાદ માત્ર ત્રણ રાજ્યોની જ કમાન રહેશે.
દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી આમ આદમી પાર્ટી આ રીતે ત્રીજા નંબરે ગણી શકાય એમ છે.
કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પાસે હાલના સમયે ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, આસામ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશની સત્તા છે.એવામાં ત્રીજી નવેમ્બરની મતગણતરી બાદ સ્પષ્ટ મનાઈ રહ્યું છે ભાજપ મધ્ય પ્રદેશમાં સત્તામાં ચાલુ રહેશે અને રાજસ્થાન તેમજ છત્તીસગઢ તે કૉંગ્રેસ પાસેથી આંચકી લેશે.
સમાચાર સંસ્થા પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર આ 12 રાજ્યો ઉપરાંત ભાજપ મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલૅન્ડ તથા સિક્કીમમાં પણ શાસક પક્ષ સાથે ગઠબંધનનો ભાગ છે.
બીજી તરફ કૉંગ્રેસ માત્ર હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં જ સત્તામાં છે.કૉંગ્રેસ રાજસ્થાન અને છત્તીસગઢ ગુમાવતી જોવા મળી રહી છે.આ ઉપરાંત બિહાર અને ઝારખંડમાં કૉંગ્રેસ સત્તારૂઢ ગઠબંધનોમાં સામેલ છે. તામિલનાડુમાં તે દ્રમુકનો સહયોગી પક્ષ છે પણ રાજ્ય સરકારનો ભાગ નથી.
વર્તમાન સમયમાં ભારતમાં છ રાષ્ટ્રીય દળો છે - ભાજપ, કૉંગ્રેસ, બસપા, સીપીએમ, એનસીપી અને આમ આદમી પાર્ટી.
તેલંગાણામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM છ બેઠકો પર આગળ

ઇમેજ સ્રોત, FACEBOOK/ASADUDDIN OWAISI
બપોરે ત્રણ વાગ્યાનાં વલણો અનુસાર અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી 'ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમ' (AIMIM) પાર્ટી તેલંગણા વિધાનસભાની છ બેઠકો પર આગળ ચાલી રહી છે.
AIMIMના ઉમેદવાર બહાદુરપુરા, ચારમીનાર, મલકપેટ, નામપલ્લી અને યાકુતપુરા બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે કરવાન, રાજેન્દ્રનગર અને જ્યુબેલી હિલ્સ પર તેમના ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે.
અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન પોતાની બેઠક ચંદ્રાયનગુટ્ટા પર ભાજપના ઉમેદવાર મુપ્પી સીતારામ રેડ્ડી 39 હજાર કરતાં વધારે મતોના અંતરથી આગળ ચાલી રહ્યા છે.
AIMIMએ તેલંગણા વિધાનસભાની નવ બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. વર્ષ 2018માં વિધાનસભા ચૂંટણીમાં AIMIMને સાત બેઠકો મળી હતી. તેલંગણામાં AIMIM અને રાજ્યમાં સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ વચ્ચે એક પ્રકારની સમજૂતિ થઈ હોવાનું મનાતું હતું.
આ ચૂંટણીમાં ઓવૈસીએ લોકોને અપીલ કરી હતી કે જ્યાં AIMIMના ઉમેદવારો મેદાને ના હોય ત્યાં લોકોએ બીઆરએસને સમર્થન આપવું જોઈએ.
રાજસ્થાન: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, 'જાદુગરનો જાદુ ઓસરી ગયો'

ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનાં વલણોમાં ભાજપને મોટી લીડ મળવા વિશે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સીએમ અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે.
કેન્દ્રીય જળશક્તિમંત્રી શેખાવતે કહ્યું હતું કે, "ભાજપ આ ચૂંટણી જંગી બહુમતીથી જીતશે. એ વાત સ્પષ્ટ છે કે જાદુગરનો જાદુ ખતમ થઈ ગયો છે. રાજસ્થાનના લોકોએ વાસ્તવિકતા જોઈને મત આપ્યો છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ ભાજપ સરકાર બનાવશે."
રાજસ્થાનમાં 25મી નવેમ્બરે 199 બેઠકો પર મતદાન થયું હતું.
ચૂંટણી પંચની વેબસાઈટ પ્રમાણે અનુસાર ભાજપ 113 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ 70 બેઠકો પર આગળ છે.
ચાર રાજ્યોના ચૂંટણી પરિણામો: મોટા ચહેરાઓની શું છે પરિસ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
અત્યાર સુધીનાં વલણો અનુસાર છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે, તો તેલંગણામાં કૉંગ્રેસ પક્ષ આગળ ચાલી રહ્યો છે.
રાજસ્થાન ભાજપનાં મોટા નેતા વસુંધરારાજે સિંધિયા ઝાલરાપાટણ બેઠકથી 48 હજાર મતે આગળ ચાલી રહ્યાં છે.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત સરદારપુરા બેઠકથી 14231 મતે આગળ ચાલી રહ્યા છે.
કૉંગ્રેસ નેતા સચીન પાઇલટ ટોંક બેઠક પર રસાકસીપૂર્ણ મુકાબલામાં માત્ર 887 મતે આગળ ચાલી રહ્યા છે.
તો મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ જબરદસ્ત જીત તરફ આગળ વધી રહ્યા છે અને તેઓ 56 હજાર મતોથી આગળ છે.
કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર દિમની બેઠક પરથી 1667 મતે પાછળ ચાલી રહ્યા છે. તેમની પરંપરાગત બેઠક છિંદવાડાથી કૉંગ્રેસ નેતા કમલનાથ 17 હજારથી પણ વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે.
લાંબા સમયથી પાછળ ચાલી રહેલા છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ હવે 4401 મતોથી આગળ ચાલી રહ્યા છે.
છત્તીસગઢના પૂર્વ મુખ્ય મંત્રી રમણ સિંહ રાજાનંદગાંવથી 22295 મતે આગળ ચાલી રહ્યા છે.
બે બેઠકો પરથી લડી રહેલા તેલંગણાના મુખ્ય મંત્રી કેસીઆર ગજવેલ બેઠક પરથી 8852 મતે આગળ ચાલી રહ્યા છે તો કામારેડ્ડીથી તેઓ 2346 મતે પાછળ છે.
મતગણતરીના છ રાઉન્ડ બાદ ભૂપેશ બઘેલ નીકળ્યા આગળ, પરંતુ જોરદાર મુકાબલો

ઇમેજ સ્રોત, ANI
છત્તીસગઢના મુખ્ય મંત્રી અને કૉંગ્રેસનો મોટો ચહેરો ગણાતા ભૂપેશ બઘેલ મતગણતરી શરૂ થયા બાદ સતત પાછળ ચાલી રહ્યા હતા.
જોકે, છઠ્ઠા રાઉન્ડની ગણતરી પૂર્ણ થયા બાદ હવે તેઓ તેમના પ્રતિસ્પર્ધીથી આગળ નીકળ્યા છે.
ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર ભૂપેશ બઘેલ છઠ્ઠા રાઉન્ડની ગણતરી પછી તેઓ તેમના પ્રતિસ્પર્ધી વિજય બઘેલથી 2470 મતે આગળ ચાલી રહ્યા છે. પરંતુ ચૂંટણીપંચના આંકડાઓ અનુસાર કૉંગ્રેસ સતત પાછળ ચાલી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં છત્તીસગઢમાં ભાજપ 53 બેઠકો પર અને કૉંગ્રેસ 36 બેઠકો પર આગળ છે, જ્યારે જીજીપી એક બેઠક પર આગળ છે.
ચૂંટણી જંગમાં સાંસદોને ઉતારવાની ભાજપની સ્ટ્રેટેજી કેટલી ચાલી?

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પ્રદેશના ચૂંટણીજંગમાં સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને ઉતારીને મોટો દાવ ખેલ્યો હતો.
ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર અત્યારે મધ્ય પ્રદેશમાં ભાજપ કૉંગ્રેસ કરતાં ઘણો આગળ છે.
ભાજપે જે મોટા નેતાઓને મધ્ય પ્રદેશમાં ઉતાર્યા હતા તેમની શું પરિસ્થિતિ છે?
દિમની બેઠક- કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર 12 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે
નરસિંહપુર બેઠક – પ્રહ્લાદસિંહ પટેલ 12 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે
નિવાસ બેઠક – ફગ્ગનસિંહ કુલસ્તે પાછળ ચાલી રહ્યા છે. કૉંગ્રેસના ચૈનસિંહ 25 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
ઇંદોર-1 બેઠક –ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય 17 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે
સીધી બેઠક – ભાજપનાં રીતિ પાઠક અને કૉંગ્રેસના જ્ઞાનસિંહ વચ્ચે જોરદાર મુકાબલો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે રીતિ પાઠક આગળ ચાલી રહ્યાં છે.
સતના બેઠક – ભાજપના ગણેશ સિંહ 5800 મતોથી આગળ ચાલી રહ્યા છે
ગાડરવારા બેઠક – ભાજપના ઉદયપ્રતાપ સિંહ 14 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે
મધ્ય પ્રદેશના વલણોમાં ભાજપ આગળ,CM શિવરાજસિંહ ચૌહાણ શું બોલ્યા?

ઇમેજ સ્રોત, ANI
મધ્ય પ્રદેશમાં વલણોમાં ભાજપને મોટી સરસાઈ મળતાં મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના શીર્ષ નેતૃત્વનાં વખાણ કર્યાં હતાં.
શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, "આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી એમપીના મનમાં છે અને વડા પ્રધાનજીના મનમાં એમપી છે. તેમણે અહીં સભાઓ કરી, જનતાને અપીલ કરી એ જનતાના મનને સ્પર્શી ગઈ અને એના લીધે આ વલણો મળી રહ્યાં છે. દિલ્હીમાં વડા પ્રધાનજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જે કામ કર્યાં, એને અમે અહીં યોગ્ય રીતે લાગુ કર્યાં. "
ચૂંટણીપંચના વલણો અનુસાર, સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી મધ્ય પ્રદેશમાં 150 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે અને કૉંગ્રેસ 69 પર આગળ છે. રાજ્યની 230 બેઠક પર 17 નવેમ્બરે મતદાન થયું હતું.
દિલ્હીમાં કૉંગ્રેસ કાર્યાલયની બહારનો માહોલ,જુઓ તસવીરોમાં
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા તેલંગણા વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી શરૂ થઈ છે.
પ્રારંભિક વલણોમાં તેલંગણામાં કૉંગ્રેસ આગળ ચાલી રહી છે.
રાજસ્થાન, એમપીમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે.
છત્તીસગઢમાં કૉંગ્રેસમાં આગળ ચાલી રહી છે.
તસવીરોમાં જુઓ, કૉંગ્રેસના દિલ્હી કાર્યાલયની બહાર કેવો માહોલ છે?




ચૂંટણીપરિણામ : પ્રારંભિક વલણમાં રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં ભાજપ આગળ, તેલંગણામાં કૉંગ્રેસને સરસાઈ

ઇમેજ સ્રોત, Getty Images
ગત દિવસો દરમિયાન યોજાયેલ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણાની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે.
રવિવારે સવારે આઠ વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ હતી.
ભારતના ચૂંટણીપંચની વેબસાઇટ પર મુકાયેલાં પ્રારંભિક આંકડા પર નજર કરીએ તો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે. તેમજ તેલંગણામાં કૉંગ્રેસ સરસાઈ મેળવતી જણાઈ રહી છે.
નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં 230, રાજસ્થાનમાં 199, તેલંગણામાં 119 અને છત્તીસગઢમાં 90 બેઠકો પર વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું.
દસ વાગ્યા 35 મિનિટની સ્થિતિ અનુસાર ભાજપ છત્તીસગઢમાં 32, મધ્યપ્રદેશમાં 145 અને રાજસ્થાન 98 બેઠકો પર આગળ છે. જ્યારે તેલંગણામાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિને પાછળ છોડી કૉંગ્રેસ 52 બેઠકો પર આગળ દેખાઈ રહી છે.
છત્તીસગઢમાં મતગણતરીના દિવસે કેવો છે માહોલ?
છત્તીસગઢનાં શરૂઆતનાં વલણોમાં સીએમ ભૂપેશ બઘેલ પાછળ

ઇમેજ સ્રોત, ANI
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ શરૂઆતનાં વલણોમાં પોતાની પાટન બેઠક પર પાછળ દેખાઈ રહ્યા છે.
અહીં ભાજપે બઘલે વિરુદ્ધ તેમના જ ભત્રીજા વિજય બઘેલને ચૂંટણીમેદાને ઉતાર્યા છે, હાલ વિજય આગળ ચાલી રહ્યા છે.
સી-વોટર અનુસાર શરૂઆતનાં વલણોમાં સવારે પોણા દસ વાગ્યા સુધી કૉંગ્રેસ 42 અને ભાજપ 43 બેઠકો પર આગળ છે.
ભૂપેશ બઘેલ પ્રથમ વખત વર્ષ 1993માં પાટન બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. અત્યાર સુધી તેઓ પાંચ વખત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
છત્તીસગઢમાં બે ચરણમાં સાત અને 17 નવેમ્બરે મતદાન યોજાયું હતું.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : શિવરાજસિંહ ચૌહાણની બેઠક પરહાલ શું છે સ્થિતિ?

ઇમેજ સ્રોત, FB
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં વલણ આવવાનું શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 17 નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું.
મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ બુધની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને ત્યાં કૉંગ્રેસે તેમના વિરુદ્ધ ટીવી ઍક્ટર વિક્રમ મસ્તાલને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
સી-વોટર પ્રમાણે રવિવારે સવારે નવા વાગ્યા સુધી નવ વાગ્યા સુધીનાં વલણોમાં બુધની વિધાનસભા બેઠક પર શિવરાજસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે.
નવ વાગ્યા સુધીનાં વલણોમાં મધ્યપ્રદેશમાં કૉંગ્રેસ 58 અને ભાજપ 55 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.
વિક્રમ મસ્તાલ રામાયણ-2માં હનુમાનનું પાત્ર ભજવી ચૂક્યા છે. વિક્રમ મસ્તાલ અમુક સમય અગાઉ જ કૉંગ્રેસમાં સામેલ થયા હતા.
તેમજ, શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના સૌથી વધુ સમય સુધી મુખ્ય મંત્રી રહેનારા નેતા છે. શિવરાજસિંહ ચૌહાણ વર્ષ 2006થી અત્યાર સુધી સતત આ બેઠક જીતતા આવ્યા છે.
ગત વિધાનસભા ચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણે કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અરુણ યાદવને હરાવ્યા હતા.
રાજસ્થાન : મુખ્ય મંત્રી અશોક ગેહલોતની બેઠક પર કોણ આગળ, કોણ પાછળ?

ઇમેજ સ્રોત, ANI
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત સરદારપુરા બેઠકથી ચૂંટણીમેદાને છે.
સી-વોટર પ્રમાણે નવ વાગ્યે 20 મિનિટ સુધીનાં વલણોમાં રાજસ્થાનમાં કૉંગ્રેસ 59 બેઠકો પર ભાજપ 70 બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે.
સરદારપુરા બેઠકથી અશોક ગેહલોત આગળ ચાલી રહ્યા છે.
વર્ષ 1977માં પ્રથમ વખત જીત્યા બાદ છ વખત આ બેઠકથી તેઓ વિધાનસભા પહોંચી ચૂક્યા છે.
ભાજપે અશોક ગેહલોત વિરુદ્ધ મહેન્દ્રસિંહ રાઠોને ચૂંટણીમેદાને ઉતાર્યા છે. હાલ તેઓ પાછળ ચાલી રહ્યા છે.
રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ થયું હતું. રાજ્યમાં 200 બેઠકો છે પરંતુ એક બેઠક પર ઉમેદવારનું નિધન થવાને કારણે 199 બેઠક પર જ ચૂંટણી યોજાઈ હતી.
રાજસ્થાનમાં મતગણતરીની શરૂઆત, કેવો છે માહોલ?
તેલંગણા : અત્યાર સુધીની ચૂંટણીમાં કોણ રહ્યું આગળ?

ઇમેજ સ્રોત, ANI
તેલંગણા રાજ્યનું ગઠન થયાને હાલ એક દાયકો જ વીત્યો છે. વર્ષ 2014માં તેલંગણા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી.
જોકે, 2018માં મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવે પોતાનું કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જ વિધાનસભા ભંગ કરી દીધી હતી અને રાજ્યમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવા માંડી.
રાજ્ય સ્તરે અત્યાર સુધી તેલંગણામાં કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) આગળ રહી છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપ સારું કરતાં આવ્યાં છે.
જોકે, ઍક્ઝિટ પોલમાં આ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની સ્થિતિ મજબૂત ગણાવાઈ રહી છે.
રાજ્યમાં 119 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ છે અને બહુમત માટે જે-તે પક્ષને 60 બેઠક પર જીત મેળવવાની હોય છે.

છત્તીસગઢ ચૂંટણી : 23 વર્ષના ઇતિહાસમાં કૉંગ્રેસ અને ભાજપે ક્યારે-ક્યારે મારી બાજી?

ઇમેજ સ્રોત, ANI
વર્ષ 2000માં છત્તીસગઢ રાજ્યના ગઠન બાદથી જ ત્યાં લોકસભા ચૂંટણીના સ્તરે ભાજપનો દબદબો રહ્યો છે, પછી ભલે એ રાજ્યમાં કોઈ પણ પાર્ટીની સરકાર હોય.
કૉંગ્રેસ છત્તીસગઢમાં અત્યાર સુધી લોકસભા ચૂંટણીમાં 11માંથી માત્ર એક-બે બેઠક જ જીતતી આવી છે.
વિધાનસભા ચૂંટણીમાં પણ બંને પાર્ટીઓ એકબીજાને ટક્કર આપતી રહી છે.
વર્ષ 2003ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 55.6 ટકા અને કૉંગ્રેસને 41.1 ટકા વોટ મળ્યા હતા. તે બાદની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વોટ શૅર દરેક વખતે 55 ટકાની આસપાસ જ રહ્યો છે.
પરંતુ વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 75.6 ટકા મત મળ્યા અને ભાજપ માત્ર 16.7 મત મેળવીને જ સમેટાઈ ગઈ. તે બાદ થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને 81.8 ટકા મત મળ્યા.
રાજ્યમાં હાલ ભૂપેશ બઘેલની આગેવાનીમાં કૉંગ્રેસની સરકાર છે.
મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં અનુમાન પ્રમાણે રાજ્યમાં ફરી એક વાર કૉંગ્રેસની સરકાર આવી શકે છે.

