બૉક્સર સ્વીટી બૂરાની કમાલ, 81 કિલો વર્ગમાં ગોલ્ડ જીત્યો

વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપના 81 કિલો વર્ગમાં ભારતનાં સ્વીટી બૂરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે.

લાઇવ કવરેજ

  1. રાહુલ ગાંધી વિરુદ્ધ બદનક્ષીના કેસમાં સુપ્રીમ કોર્ટે પૂર્ણેશ મોદીને નોટીસ ફટકારી

  2. ગુજરાતની જેલોમાં પોલીસનું ચેકિંગ, શું મળ્યું?

    જેલ

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    ગુજરાતની જેલોમાં મેગા સર્ચ ઑપરેશનમાં 16 મોબાઇલ, 10 ઇલેક્ટ્રોક ચીજવસ્તુ, 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે.

    આ ઑપરેશનમાં 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ લાગ્યા હતા.

    રાજ્યની તમામ જેલમાં ચેકિંગ કરવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી સૂચના હેઠળ ગઈ કાલે મોડી સાંજે ગાંધીનગર પોલીસ ભવનસ્થિત ડીજીપી ઑફિસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્ત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

    જિલ્લાના પોલીસવડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ સાથે તમામ જેલોમાં ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કૅમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું.

  3. બ્રેકિંગ, બૉક્સર સ્વીટી બૂરાની કમાલ, 81 કિલો વર્ગમાં ગોલ્ડ જીત્યો

    સ્વીટી બૂરા

    ઇમેજ સ્રોત, BFI

    વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપના 81 કિલો વર્ગમાં ભારતનાં સ્વીટી બૂરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે.

    તેમણે ચીનનાં વાંગ લીનાને હરાવ્યાં છે. સેમિફાઇનલમાં સ્વીટીએ ઑસ્ટ્રેલિયન બૉક્સર ઍમા ગ્રીનટ્રીને 4-3થી હરાવ્યાં હતાં.

    પહેલા રાઉન્ડમાં સ્વીટી બૂરાએ એક અંકની સરસાઈ મેળવી હતી. બીજા રાઉન્ડમાં પણ તેઓ આગળ નીકળ્યાં હતાં.

    અગાઉ 48 કિલોગ્રામ વર્ગમાં ભારતનાં નીતુ ઘંઘસે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

    તેમણે મંગોલિયાનાં બૉક્સર લુતસાઇખાનને 5-0થી હરાવ્યાં હતાં.

  4. બ્રેકિંગ, ISWOTY ઇમર્જિંગ પ્લેયર ઍવૉર્ડ જીતનાર બૉક્સર નીતુ ઘંઘસે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

    નીતુ

    ઇમેજ સ્રોત, ANI

    વર્લ્ડ વીમેન બૉક્સિંગ ચૅમ્પિયનના 48 કિલોગ્રામ વર્ગમાં ભારતનાં નીતુ ઘંઘસે ગોલ્ડ મેડલ જીત્યો છે.

    શનિવારે નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇનડોર સ્ટેડિયમમાં થયેલી હરીફાઈમાં તેમણે મંગોલિયાનાં બૉક્સર લુતસાઇખાનને 5-0થી હરાવીને આ વર્ગમાં ગોલ્ડ જીત્યો છે.

    આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં તેઓ ગોલ્ડ મેડલ જીતનાર છઠ્ઠા ભારતીય બૉક્સર બન્યાં છે.

    સેમિફાઇનલમાં નીતુએ કઝાકિસ્તાનનાં બૉક્સર અલુઆ બાલકિબેકોઆને હરાવ્યાં હતાં.

    નીતુ સહિત અનેક ભારતીય બૉક્સરોનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું.

    81 કિલો વર્ગમાં ભારતનાં સ્વીટી બૂરા આજે રાતે ફાઇનલમાં રમશે. તેમનો મુકાબલો ચીનનાં વાંગ લીના સાથે થશે.

    સેમિફાઇનલમાં સ્વીટીએ ઑસ્ટ્રેલિયન બૉક્સર ઍૅમા સુ ગ્રીનટ્રીને 4-3થી હરાવ્યાં હતાં.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. દિલ્હીમાં જંતર-મંતર પર મનરેગા શ્રમિકોના ધરણાનો 30મો દિવસ, અભિનવ ગોયલ, બીબીસી સંવાદદાતા

    મનરેગા શ્રમિકોનું વિરોધપ્રદર્શન

    છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર-મંતર પર મનરેગા શ્રમિકો રોજગાર ગૅરન્ટી સ્કીમ અંતર્ગત બજેટમાં કાપ અને મજૂરીની ચgકવણીમાં થતા વિલંબ સામે વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.

    મનરેગા સંઘર્ષ મોરચાએ 30 દિવસ પૂરા થવા પર જંતર-મંતર ખાતે એક પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું.

    મોરચાનું કહેવું છે કે પશ્ચિમ બંગાળના જે શ્રમિકોની મજૂરી ડિસેમ્બર 2021થી બાકી છે તેમને વર્ષ 2022-23માં આ યોજના અંતર્ગત કોઈ કામ આપવામાં આવ્યું નથી. મોરચાએ તેની ફરિયાદ માનવાધિકાર આયોગ સમક્ષ પણ કરી છે.

    મનરેગા શ્રમિકો

    ઇમેજ સ્રોત, Getty Images

    શ્રમિકોની માગ

    • NMMS ઍપ્લિકેશનને તાત્કાલિક હઠાવવી
    • 30 જાન્યુઆરી, 2023ના આદેશને પાછો લેવો. જેમાં તમામ ચુકવણીને એબીપીએસથી કરવાની વાત છે
    • નરેગા બજેટમાં વૃદ્ધિ
    • સમયસર મજૂરી મળી જવી જોઈએ
    • એક વર્ષથી વધુ સમયથી ચૂકવવાની બાકી મજૂરી તાત્કાલિક મળવી જોઈએ

    પોલીસે અટકાયત કરી

    નરેગા સંઘર્ષ મોરચાનું કહેવું છે કે જંતર-મંતર પર આયોજિત 100 દિવસીય ધરણાને પોલીસ અટકાવી રહી છે.

    મોરચાનું કહેવું છે કે દિલ્હી પોલીસે 24 માર્ચના રોજ દિલ્હી યુનિવર્સિટીના નૉર્થ-કૅમ્પસમાં નરેગા પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

    કાર્યક્રમ શરૂ થતા જ પોલીસે તેને રોક્યો હતો અને વિદ્યાર્થીઓ અને કાર્યકરોને પોલીસમથકે લઈ જવામાં આવ્યા હતા.

  6. વડોદરા: બીજાને ઘરે કામ કરી પેટિયું રળતાં માતા પુત્રના ભાવિ માટે 10માની પરીક્ષા આપે છે

  7. બીબીસી ગુજરાતીના લેખો તમે ચૂકી તો નથી ગયા ને

  8. રાહુલ ગાંધીની પત્રકારપરિષદ બાદ તરત જ ભાજપે કહ્યું, 'જુઠ્ઠું બોલવું તેમનો સ્વભાવ છે...'

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદ

    શનિવારે રાહુલ ગાંધીની પત્રકારપરિષદ પૂરી થયા બાદ તરત જ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમણે લગાવેલા આરોપોના જવાબ આપ્યા.

    ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું, "રાહુલ ગાંધીને 2019માં આપેલા ભાષણ માટે સજા થઈ છે. આજે પોતાની પત્રકારપરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું સમજી વિચારીને બોલું છું. તો શું તેઓ 2019માં જે બોલ્યા હતા એ સમજી વિચારીને બોલ્યા હતા? તેમણે કહ્યું હતું કે શું બધા મોદી ચોર હોય છે? રાહુલ ગાંધીને પછાત વર્ગનું અપમાન કર્યું હતું."

    તેમણે આગળ કહ્યું, "ટીકા કરવાનો અધિકાર છે પણ બેઇજ્જતી કરવાનો અધિકાર નથી. રાહુલ ગાંધીએ ગાળ આપી હતી. રાહુલ ગાંધી જો સમજી વિચારીને બોલે છે તો ભાજપ એ માને છે કે રાહુલ ગાંધીએ જાણી જોઈને પછાત વર્ગનું અપમાન કર્યું છે અને ભાજપ તેના વિરોધમાં છે. આજે રાહુલ ગાંધી ફરી જુઠ્ઠું બોલ્યા કે તેઓ લંડનમાં કંઈ બોલ્યા જ નથી."

    રાહુલ ગાંધીએ લંડનમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, "રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું હતું કે ભારતમાં લોકતંત્ર કમજોર થઈ રહ્યું છે અને યુરોપિયન દેશો ધ્યાન આપી રહ્યા નથી. જુઠ્ઠું બોલવું રાહુલ ગાંધીનો સ્વભાવ થઈ ગયો છે."

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર લગાવેલા આરોપનો જવાબ આપતા રવિશંકર પ્રસાદે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ જીવન ઈમાનદારીના ખુલ્લા પુસ્તક સમાન છે. એક ડાઘ નથી. તેઓ નવ વર્ષથી ભારતના વડા પ્રધાન છે અને દેશ આગળ વધી રહ્યો છે. રાહુલ ગાંધી ભ્રષ્ટાચાર મામલે જામીન પર બહાર છે."

  9. હું સાવરકર નથી જે માફી માગું, ભલે મને મારે કે જેલમાં પૂરી દે : રાહુલ ગાંધી

  10. રાજ્યભરની જેલોમાં સરપ્રાઇઝ ચેકિંગ, સાબરમતી જેલમાંથી 100 ગ્રામ ગાંજો પકડાયો

    ગુજરાતની જેલોમાં ચેકિંગ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    શુક્રવારે રાત્રે રાજ્યની તમામ જેલોમાં ગૃહવિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અમદાવાદની સાબરમતી જેલમાંથી 100 ગ્રામ ગાંજો પકડાયો હતો.

    અમદાવાદ શહેર પોલીસના એડિશનલ કમિશનર ઓફ પોલીસ નીરજકુમાર બડગુજરને ટાંકીને અહેવાલમાં લખવામાં આવ્યું છે કે લૂંટના ગુનામાં દોષિત અકરમ શેખના સેલમાંથી આ ગાંજો પકડાયો છે.

    તેમણે વધુમાં કહ્યું હતું કે આ મામલે એનડીપીએસ ઍક્ટ અંતર્ગત રાણીપ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે ગૃહવિભાગ દ્વારા શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી રાજ્યભરની તમામ જેલોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે 1700 પોલીસકર્મીઓ ફાળવવામાં આવ્યા હતા.

    ચેકિંગમાં ગાંજા સિવાય, તમાકુ, સિગારેટ સહિત ઇલેક્ટ્રોનિક સાધનો પણ મળી આવ્યા હતા.

  11. સંસદનું સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ ફરી એક વાર PM મોદી અને અદાણીના સંબંધો પર સવાલ ઉઠાવ્યા

    Rahul Gandhi

    ઇમેજ સ્રોત, @INCIndia

    લોકસભા સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ ફરી એક વાર અદાણી સમૂહ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધને લઈને સવાલ ઉઠાવ્યા છે.

    તેમણે કહ્યું કે મેં જે આરોપ લગાવ્યા હતા એ સ્પીચને ગૃહની કાર્યવાહીથી હઠાવી દેવાઈ.

    તેમણે કહ્યું કે મેં સંસદમાં આ વિશે પુરાવા આપ્યા, સ્પીકરને વિસ્તારપૂર્વક આ વિશે લખ્યું, મેં તેમને નિયમ બતાવ્યો કે નિયમ બદલીને અદાણીને ઍરપૉર્ટ અપાયાં છે, પરંતુ મને આ વાતથી કોઈ ફરક નથી પડતો. તેમણે મને કહ્યું હતું કે તેઓ કંઈ નથી કરી શકતા.

    તેમણે કહ્યું કે, “મને ડર નથી લાગતો, હું પ્રશ્નો જરૂર ઉઠાવીશ. ચૂપ રહેવાનો મારો ઇતિહાસ નથી.”

    રાહુલ ગાંધી પાસે હવે કયા વિકલ્પો બચ્યા તે વાંચવા અહીં ક્લિક કરો

  12. રાહુલ ગાંધી કેસ : જન પ્રતિનિધિ કાયદાની જોગવાઈને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ

    સુપ્રીમ કોર્ટ

    ઇમેજ સ્રોત, ANI

    એક સામાજિક કાર્યકર્તા દ્વારા સુપ્રીમ કોર્ટમાં જન પ્રતિનિધિ કાયદાની કલમ 8(3)ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી કરવામાં આવી છે.

    આભા મુરલીધરન નામનાં મલ્લાપુરમસ્થિત સામાજિક કાર્યકર્તાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે કોઈપણ કેસમાં દોષિત સાબિત થયા બાદ ચુંટાયેલી વૈધાનિક સંસ્થાઓના લોકોના પ્રતિનિધિઓના સભ્યપદ આપમેળે જ રદ થઈ જવાની જોગવાઈ ગેરકાયદેસર છે.

    આભા મુરલીધરનના વકીલ દીપક પ્રકાશે બીબીસીને પુષ્ટિ કરી હતી કે તેમનાં અસીલે સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી છે.

    દીપક પ્રકાશે બીબીસીને કહ્યું કે, "મને આશા છે કે આ અરજીને સુનાવણી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં વિચારણામાં લેવામાં આવશે."

    ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીને ગુનાઇત માનહાનિના કેસમાં દોષિત સાબિત થવા બદલ થયેલી બે વર્ષની કેદની સજાના સંદર્ભમાં આ અરજી દાખલ કરવામાં આવી છે.

  13. કિરણ પટેલ મામલે કથિતપણે પુત્રનું નામ સંડોવાતાં CMOના PRO હિતેશ પંડ્યાનું રાજીનામું

    હિતેશ પંડ્યા

    ઇમેજ સ્રોત, HItesh Pandya/FB

    ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રીની ઑફિસના અધિક જનસંપર્ક અધિકારી હિતેશ પંડ્યાએ શુક્રવારે મોડી સાંજે રાજીનામું આપી દીધું હતું.

    કથિતપણે PMOના અધિકારી તરીકે ઓળખ આપી ‘છેતરપિંડી’ આચરતા કિરણ પટેલ નામની વ્યક્તિની જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરાતા આ સમગ્ર મામલો રાજકીય બન્યો હતો.

    અહેવાલ અનુસાર હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા અને જય સીતાપરા નામની વ્યક્તિ કિરણની ધરપકડ થઈ ત્યારે સાથે હતા. આ મામલે પોલીસ દ્વારા અમિત અને જયને પૂછપરછ માટે બોલાવાયા હતા.

    અખબાર સાથેની વાતચીતમાં હિતેશ પંડ્યાએ પોતાના રાજીનામા અંગે વાત કરતા કહ્યું કે, “મેં મુખ્ય મંત્રીને મારું રાજીનામું આપી દીધું છે. હું 31 માર્ચ સુધી મારું બધું કામકાજ પતાવી લઈશ અને ઑફિસની જવાબદારીમાંથી મુક્ત થઈશ.”

    નોંધનીય છે કે વર્ષ 2001માં તેમની ગુજરાતના મુખ્ય મંત્રીની ઑફિસમાં નિમણૂક થઈ હતી. પહેલાં આસિસ્ટન્ટ PRO પદે રહેલા હિતેશ પંડ્યાની બાદમાં અધિક PRO તરીકે નિમણૂક કરાઈ હતી.

  14. રાહુલ ગાંધીનું સભ્યપદ અદાણી મામલે સરકારને ઘેરવાને કારણે રદ થયું : પ્રિયંકા ગાંધી, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “કૉંગ્રેસ આના વિરુદ્ધ લડશે, રાહુલજી લડશે, અમે બધા લડીશું.”

    પ્રિયંકા ગાંધી

    ઇમેજ સ્રોત, ANI

    રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ તેમનાં બહેન અને કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર ઘણા આરોપો કર્યા છે.

    પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીનું સભ્યપદ એટલા માટે રદ કરાયું કારણ કે તેમણે આ મામલાને લઈને સરકારને ઘેરી અને સવાલ પૂછ્યા.

    નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધિત કરતાં શુક્રવાર રાત્રે તેમણે કહ્યું, “ભલે ભાજપના પ્રવક્તા હોય, મંત્રી હોય કે વડા પ્રધાન જાતે હોય, સવારથી સાંજ સુધી, તેઓ મારા પરિવાર રાહુલજી, મારા પિતા, મારાં માતા, ઇંદિરાજી અને પંડિત નહેરુજીની ટીકા કરતા રહે છે. અપશબ્દો બોલે છે.”

    “આ સિલસિલો જૂનો છે. આ વાત આખો દેશ જાણે છે અને જુએ છે. પરંતુ તેમને કોઈ જજે બે વર્ષની સજા નથી સંભળાવી. તેમને ગેરલાયક નથી ઠેરવાયા.”

    પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યા કે, “મારા ભાઈએ શું કર્યું, અદાણીનો મુદ્દો ઉઠાવ્યો, સંસદમાં સવાલ પૂછ્યા. તેથી આ બધું થયું.”

    “જે કેસ પર ખુદ ફરિયાદીએ ‘સ્ટે’ માગ્યો હતો. એક વર્ષથી આ મામલા પર રોક હતી. પરંતુ અદાણી અંગે જે ભાષણ મારા ભાઈએ આપ્યું, અચાનક એના બાદ ફરિયાદીને આ કેસ કેમ યાદ આવ્યો.”

    તેમણે કહ્યું, “આ સરકાર અદાણી મામલે જવાબ નથી આપવા માગતી. સવાલોથી ગભરાય છે. તેથી આ સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરાયું છે, જેથી રાહુલજીને સંસદમાંથી કાઢી શકાય.”

    પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, “કૉંગ્રેસ આના વિરુદ્ધ લડશે, રાહુલજી લડશે, અમે બધા લડીશું.”

    તેમણે કહ્યું, “અમારી નસોમાં શહીદોનું રક્ત છે. એ વાત સાંભળી લો કે જે રક્તને તમે વારંવાર પરિવારવાદી કહો છો, વારંવાર ટીકા કરો છો, વારંવાર અપશબ્દો કહો છો, એ રક્ત આ દેશ માટે વહ્યું છે. એ પાછું નહીં હઠે. અમે ગભરાતા નથી, અમે લડતા રહીશું.”

    જયરામ રમેશ

    ઇમેજ સ્રોત, Twitter/Congress

    ઉપરાંત રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ થવા વિરુદ્ધ કૉંગ્રેસે સમગ્ર દેશમાં ‘જન આંદોલન’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

    શુક્રવારે સાંજે પાંચ વાગ્યાથી નવી દિલ્હીના પાર્ટી હેડ ક્વાર્ટ્સના ટોચના નેતાઓની બેઠક બાદ થયા બાદ મહાસચિવ જયરામ રમેશે મીડિયાને આ જાણકારી આપી.

    તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં ચાલનારું આ આંદોલન સોમવારથી શરૂ થશે.

    તેમણે કહ્યું કે ‘હાથ સે હાથ જોડો’ અભિયાન સાથે રાહુલ ગાંધીની અયોગ્યતાને લઈને જનચેતના કાર્યક્રમ, સંવિધાન બચાઓ કાર્યક્રમ અભિયાન ચલાવાશે.

  15. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    24 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.