You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

જીનિવામાં ભારતવિરોધી પોસ્ટર : ભારતે સ્વિસ દૂતને બોલાવ્યા

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતે રવિવારે ભારતમાં સ્વિટ્ઝર્લૅન્ડના રાજદૂતને બોલાવ્યા છે.

લાઇવ કવરેજ

  1. વાઇરલ તાવ : ગુજરાત સહિત દેશમાં તાવ અને ગળામાં ચેપ લગાડી રહેલો H3N2 વાઇરસ શું છે, બચવા શું કરવું?

  2. અમદાવાદનાં 88 વર્ષનાં દાદીએ બનાવેલી વસ્તુઓ વિદેશમાં વેચાય છે, ઑનલાઇન મળે છે ઑર્ડર

  3. બ્રેકિંગ, મીરાબાઈ ચનુ સતત બીજી વાર બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો ઍવૉર્ડ જીત્યાં

    મીરાબાઈ ચનુ સતત બીજી વાર બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો ઍવૉર્ડ જીત્યાં છે.

  4. બ્રેકિંગ, ભાવિના પટેલ બન્યાં બીબીસી ઇન્ડિયન પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર

    પૅરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને બીબીસી ઇન્ડિયન પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2022નો ઍવૉર્ડ મળ્યો છે.

  5. બ્રેકિંગ, નીતુ ઘંઘસ બન્યાં બીબીસી ઇમર્જિંગ ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર

    બૉક્સર નીતુ ઘંઘસ બન્યાં બીબીસી ઇમર્જિંગ ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2022નાં વિજેતા.

  6. બ્રેકિંગ, પ્રીતમ સિવાચને મળ્યો બીબીસી લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ

    હૉકી ખેલાડી પ્રીતમ સિવાચને બીબીસી લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરાયાં છે.

  7. જીનિવામાં ભારતવિરોધી પોસ્ટર : ભારતે સ્વિસ દૂતને બોલાવ્યા

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ભારતે રવિવારે ભારતમાં સ્વિટ્ઝર્લૅન્ડના રાજદૂતને બોલાવ્યા છે.

    જીનિવામાં સંયુક્ત રાષ્ટ્રની ઇમારત બહાર ભારતવિરોધી પોસ્ટર લગાવવાના મામલે ભારતે સ્વિસ દૂતને બોલાવ્યા છે.

    સ્વિટ્ઝર્લૅન્ડના દૂત ભારત સરકારના વિદેશમંત્રાલયને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ આ વિશે ભારતની ચિંતાઓને પોતાના દેશ સમક્ષ મૂકશે.

    પીટીઆઈએ એક સૂત્રના હાલાથી જણાવ્યું કે, “વિદેશમંત્રાલયમાં પશ્ચિમ મામલાના સચિવે આજે સ્વિટ્ઝર્લૅન્ડના દૂતને બોલાવ્યા અને જીનિવામાં સંયુક્ત રાષ્ટ્રની ઇમારત બહાર ભારતવિરોધી પોસ્ટર લગાવવાની વાતને ળઈને ભારતે વિરોધ નોંધાવ્યો.”

    અધિકારી પ્રમાણે સ્વિટ્ઝર્લૅન્ડના દૂત કહે છે કે તેઓ ભારતની ચિંતાઓને સંપૂર્ણ ગંભીરતા સાથે પોતાની દેશ સમક્ષ મૂકશે.

    દૂતે કહ્યું છે કે જીનિવામાં પોસ્ટર જાહેર સ્થળોએ લગાવાયાં છે પરંતુ અમે આ દાવાનો કોઈ પણ રીતે સમર્થન નથી કરતા ના આ સ્વિટ્ઝર્લૅન્ડ સરકારનો આધિકારિક પક્ષ છે.

  8. LIVE : કોણ છે બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2022નાં વિજેતા?

  9. અલ્લાહ સિવાય કોઈની સામે શીશ નમાવ્યું નથી ના નમાવીશું : ઇમરાન ખાન

    પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને પોતાના નિવાસસ્થાને પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું છે કે તેમણે કાર્યકરોને પોતાની જાતને હિંમત આપવા માટે નહીં પરંતુ તેમનો આભાર વ્યક્ત કરવા માટે બોલાવ્યા છે.

    ઇમરાન ખાને કહ્યું કે તેમણે અત્યાર સુધી અલ્લાહ સિવાય ન કોઈને સામે માથું નમાવ્યું છે ન નમાવશે.

    તેમણે કહ્યું, “પાકિસ્તાનને આ ચોર અને ડાકુ મળીને જે તરફ લઈ જઈ રહ્યા છે તેનો મુકાબલો માત્ર એક જ કોમ કરી શકે છે.”

    ઇમરાન ખાને કહ્યું, “આજે પાકિસ્તાનનો સમય ખરાબ છે, અર્થતંત્ર ડામાડોળ છે. જે લોકોએ આ દેશને બરબાદ કર્યો છે તેમના પૈસા વિદેશમાં પડ્યા છે.”

    “આજે આપણો દેશ વિશ્વ સામે અપમાનિત થઈ રહ્યો છે, ક્રાઇમ મિનિસ્ટર જઈને પૈસા માગી રહ્યા છે. ભારતની ચેનલો જુઓ ત્યાં પાકિસ્તાનની બેઇજ્જત થઈ રહ્યું છે.”

    ઇમરાન ખાને શરીફ અને ભુટ્ટો પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા.

  10. ભારતીય મૂળના કરોડપતિ કોણ છે, જે બનવા માગે છે અમેરિકાના રાષ્ટ્રપતિ

    અમેરિકાના રાષ્ટ્રપતિપદની દોડમાં પોતાની દાવેદારી રજૂ કરનારા ત્રણ રિપબ્લિકન ઉમેદવારોમાંથી બે ભારતીય મૂળનાં છે.

    આ બે પૈકી એક નિકી હેલી છે, જેઓ ખૂબ જાણીતાં છે, પરંતુ બીજા ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

    વોક પુસ્તકના લેખક, કરોડોના માલિક અને ઉદ્યોગકાર વિવેક રામાસ્વામીએ 21 ફેબ્રુઆરીના રોજ ફૉક્સ ન્યૂઝના એક શોમાં રાષ્ટ્રપતિપદની સ્પર્ધામાં પોતાની દાવેદારીની જાહેરાત કરી હતી.

    તેમનું કહેવું છે કે તેઓ નવા અમેરિકન સમપના માટે એક સાંસ્કૃતિક આંદોલન શરૂ કરવા માગે છે અને તેમનું માનવું છે કે જો તેમની પાસે એક બીજાને બંધવા માટે કંઈક મોટું ન હોય તો વિવિધતાનો કોઈ અર્થ નથી.

    37 વર્ષના રામાસ્વામીનો જન્મ ઓહાયોમાં થયો હતો. તેઓ હાર્વર્ડ અને યેલમાં ભણ્યા અને બાયો ટેકનૉલૉજીના ક્ષેત્રમાં કરોડો રૂપિયા કમાયા. તે બાદ તેમણે ઍસેટ મૅનેજમૅન્ટ ફર્મ બનાવી.

  11. આજે થશે બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ - 2022નાં વિજેતાનાં નામની જાહેરાત

    ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ, 2022નાં વિજેતાના નામની જાહેરાત બીબીસી આજે કરશે. આ પુરસ્કાર સમારંભની ચોથી આવૃત્તિ હશે.

    પ્રતિષ્ઠિત પસંદગી સમિતિએ આ પુરસ્કાર માટે પાંચ દાવેદારોની પસંદગી કરી હતી અને એ મહિલા ખેલાડીઓનાં નામ ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચનુ, કુસ્તીબાજ સાક્ષી મલિક તથા વીનેશ ફોગાટ, બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને મુક્કાબાજ નિખત ઝરીનનો સમાવેશ થાય છે. આ પાંચેય પૈકીના દરેકે તેમના ક્ષેત્રમાં ઉત્તમ દેખાવ કર્યો છે.

    આ ઍવૉર્ડ માટેની વોટિંગ લાઈન્સ છઠ્ઠીથી 21 ફેબ્રુઆરી સુધી ખુલ્લી રાખવામાં આવી હતી અને લોકોને તેમની પસંદગીની મહિલા ખેલાડી માટે મતદાન કરવાનું કહેવામાં આવ્યું હતું. જે ખેલાડીને સૌથી વધુ મત મળશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.

    બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, વેઈટલિફ્ટર મીરાબાઈ ચનુ અને ચેસ ખેલાડી કોનેરુ હમ્પી ભૂતકાળમાં ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ જીતી ચૂક્યાં છે.

    આ કાર્યક્રમનો હેતુ તમામ સ્પૉર્ટ્સમાં ભારતની મહિલા ખેલાડીઓએ મેળવેલી વૈશ્વિક સિદ્ધિઓને દર્શાવવા ઉપરાંત તેમની સમસ્યાઓ તથા પડકારોને રેખાંકિત કરવાનો છે.

    આ ઍવૉર્ડ, વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિકસ્તરે સફળતા પ્રાપ્ત કરી ચૂકેલાં મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની બીબીસીની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.

    બીબીસી પીઢ મહિલા ખેલાડીને, તેમની સિદ્ધિઓ અને તેમણે રમતગમત ક્ષેત્રે સમયાંતરે આપેલા યોગદાન માટે બીબીસી લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ વડે સન્માનિત પણ કરે છે. ઍથ્લીટ્સ પીટી ઉષા અને અંજુ બોબી જ્યૉર્જનું લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ વડે અગાઉ સન્માન કરવામાં આવ્યું છે.

    અમે જીવનનાં તમામ ક્ષેત્રોમાં વૈવિધ્ય તથા સર્વસમાવેશકતા માટે પ્રતિબદ્ધ છીએ. તેથી ઍવૉર્ડને વધારે સર્વસમાવેશક બનાવવા અમે આ વર્ષથી બીબીસી ઇન્ડિયન પેરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડની શરૂઆત પણ કરી રહ્યા છીએ.

  12. બ્રેકિંગ, તોશાખાના કેસ : પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પર તોળાતું ધરપકડનું સંકટ

    પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પર ધરપકડનું સંકટ તોળાઈ રહ્યું છે.

    બીબીસી ઉર્દૂ સેવાના અહેવાલ અનુસાર, રવિવારે ઇમરાન ખાનની ધરપકડ થઈ શકે છે.

    આ ધરપકડ તોશાખાના કેસમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

    પાકિસ્તાના લાહૌરસ્થિત ઇમરાન ખાનના ઘરે પોલીસ પહોંચી ચૂકી છે.

    પોલીસે કહ્યું, "અમે ઇમરાન ખાનના ઘરે પહોંચ્યા છીએ પરંતુ તેઓ ઘરમાં નથી."

    ઇમરાન ખાનના પક્ષના સમર્થકો પાકિસ્તાનના રસ્તા પર ઊતરી આવ્યા છે અને તેઓ ઇમરાન ખાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે.

  13. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાને અદાણી ગ્રૂપના વખાણ કરતા શું કહ્યું?

    ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટૉની એબટે ગૌતમ અદાણી ગ્રૂપ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે.

    ગૌતમ અદાણી ગ્રૂપને હિંડનબર્ગ રિસર્ચ પ્રકાશિત થયા બાદ આર્થિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

    ઑસ્ટ્રેલિયામાં પણ અદાણી ગ્રૂપના ઘણાં પ્રોજેક્ટ છે, જેમાં કોલસાનો એક મેગા પ્રોજેક્ટ પણ છે, જેનો ઑસ્ટ્રેલિયામાં વિરોધ થઈ રહ્યો છે.

    હવે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટૉની એબટે અદાણી ગ્રૂપના વખાણ કર્યા છે.

    એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ટૉની એબટે કહ્યું, "આક્ષેપો કરવા સહેલા છે. આક્ષેપો કરવાથી કોઈ વાત સાચી નથી બની જતી. મારો અનુભવ કહે છે કે જ્યાં સુધી દોષ સાબિત નથી થઈ જતો ત્યાં સુધી તમે નિર્દોષ છો."

    તેમણે વધુમાં કહ્યું, "મને વિશ્વાસ છે કે તપાસ કરનારા લોકો આ મામલો જોઈ રહ્યા છે. જ્યાં સુધી મારી વાત છે, હું અદાણી ગ્રૂપનો આભારી છું કે તેમણે ઑસ્ટ્રેલિયા પર વિશ્વાસ કર્યો અને ત્યાં રોકાણ કર્યું."

    ટૉની એબટ 2013થી 2015 સુધી ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન હતા.

    હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર આરોપો મૂકતા કેટલાક સવાલો કર્યા હતા.

    આ રિસર્ચ પર સુપ્રીમ કૉર્ટે હાલમાં જ એક સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસનો અહેવાલ સોંપવાનું જણાવ્યું છે.

  14. અદાણી પાવર પાસેથી ખરીદેલી વીજળીની કિંમતમાં 102 ટકાનો વધારો થયો : ગુજરાત સરકાર

    ગુજરાત સરકારે અદાણી પાવર પાસેથી ખરીદેલી વીજળીની કિંમતમાં વર્ષ 2021 અને 2022માં 102 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ આંકડાઓ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા.

    ગુજરાત સરકાર ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદતી રહી છે.

    અદાણી પાવર પાસેથી જે વીજળી ખરીદવામાં આવે છે તેની કિંમત જાન્યુઆરી, 2021માં પ્રતિ યુનિટ 2.83 રૂપિયા હતી, જ્યારે ડિસેમ્બર, 2022માં આ કિંમત વધીને 8.83 રૂપિયા પ્રતિ યુનિટે પહોંચી છે.

    ગુજરાત વિધાનસભામાં આ પ્રશ્ન જામજોધપુરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિરે પુછ્યો હતો.

    વિધાનસભામાં પ્રશ્નના જવાબમાં રજૂ થયેલું ટેબલ દર્શાવે છે કે અદાણી પાવર પાસેથી ખરીદવામાં આવેલી વીજળીની સરેરાશ કિંમત 102 ટકા વધીને રૂ. 3.58 પ્રતિ યુનિટથી 2022માં રૂ. 7.24 પ્રતિ યુનિટ થઈ ગઈ હતી.

    ગુજરાત સરકારે પ્રતિ યુનિટ વીજળીની કિંમત વધવા છતાં 2021ની સરખામણીએ 2022માં વધારે વીજળી ખરીદી છે.

    ગુજરાત સરકારે 2022માં 6007 મિલિયન યુનિટ જ્યારે 2021માં 5587 યુનિટ વીજળી ખરીદી હતી. ગુજરાત સરકારે બે વર્ષમાં અદાણી પાવરને વીજળીની કિંમતના 8160 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

    છેલ્લાં કેટલાંક સમયથી કોલસાની અપૂર્તિને કારણે વીજળીના ભાવમાં વધારો થયો છે.

    ગુજરાત સરકાર વધી રહેલાં ભાવને કેવી રીતે વસૂલે છે તે વિશે ઇન્ડિયન એક્સ્પ્રેસને એક નિષ્ણાતના જણાવ્યા અનુસાર, 'સરકાર સરળતાથી FPPPA માં (બળતણ અને પાવર ખરીદ કિંમત ઍડજસ્ટમેન્ટ) વધારો કરી નાખે છે.'

    તેમણે વધુમાં કહ્યું, 'જોકે ગુજરાત સરકાર દાવો કરે છે કે તેણે છેલ્લા ઘણા વર્ષોથી વીજળીના દરમાં વધારો કર્યો નથી, પરંતુ સરકાર ચુપચાપ FPPPA ચાર્જમાં વધારો કરી રહ્યા છે, જે નિવાસી ગ્રાહકના દ્વિમાસિક વીજ બિલનો એક ભાગ છે.'

    ગુજરાત સરકારે 2021 અને 2022માં આઠ વખત FPPPA ચાર્જમાં વધારો કર્યો છે.

  15. સીએનજીને પણ જીએસટીની અંદર લાવી શકાય છે : હસમુખ અઢિયા

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાએ શનિવારે કહ્યું હતું કે ઊંચી આવક અને ઊંચી માગવાળા સીએનજી જેવા બળતણને જીએસટી હેઠળ લાવી શકાય છે.

    વર્ષ 2018માં ભારત સરકારના નાણાં સચિવ તરીકે નિવૃત્ત થયેલા હસમુખ અઢિયા હાલ બૅન્ક ઑફ બરોડાના ચૅરમૅન પણ છે.

    નાણાં સચિવ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન જ દેશમાં જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    તેમણે ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં બિઝનેસ, લૉ અને પબ્લિક પૉલિસીની ઇન્ટરનેશનલ કૉન્ફરન્સના સમાપન સમારોહમાં આ વાત કરી હતી.

    હસમુખ અઢિયાએ કહ્યું, 'આ (પેટ્રોલિયમ ઉત્પાદનો)ને જીએસટીની અંદર એક પછી એક પછી એક લાવવા જોઈએ. મને લાગે છે કે સીએનજીને તો સરળતાથી જીએસટીની અંદર લાવી શકાય છે. બીજું ઍવિએશન ટર્બાઇન (ઈંધણ) હોઈ શકે છે અને છેલ્લે પેટ્રોલ અને ડિઝલને પણ લાવી શકાય છે.'

    તેમણે વધુમાં કહ્યું હતું કે, 'ગુજરાત જેવાં રાજ્યોમાં સીએનજીમાંથી કરોડો રૂપિયાની આવક થઈ રહી હોય અને જે રાજ્યોમાં સારી માગ હોય, ત્યાં જીએસટીને લાગુ કરવાથી વળતરની કેટલીક પદ્ધતિઓ પર કામ કરવું પડશે. પરંતુ આ બધુ સમય પછી શક્ય છે. છેવટે સીએનજીને લાવવામાં આવે તો સારું છે.'

    હસમુખ અઢિયાએ એવું પણ કહ્યું છે કે જીએસટીને સંબંધિત મુદ્દાઓને લઈને જીએસટી ટ્રિબ્યુનલ બનાવવી પડશે.

  16. ઑસ્ટ્રેલિયાની પોલીસે પકડ્યું 5719 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન

    ઑસ્ટ્રેલિયામાં પોલીસે એક લાંબા અન્ડરકવર ઑપરેશન પછી અંદાજે 70 કરોડ ડૉલર (5719 કરોડ રૂપિયા)ની કિંમતના ડ્રગ્સને મેક્સિકોથી ઑસ્ટ્રેલિયા પહોંચતા અટકાવી દીધું છે.

    આ અત્યાર સુધી ઑસ્ટ્રેલિયામાં પકડાયેલો ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો છે.

    'ઑપરેશન બીચ' નામના પોલીસ અભિયાનની શરૂઆત ગત વર્ષે નવેમ્બરમાં થઈ હતી, જ્યારે પોલીસે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠે 2.4 ટનનું ડ્રગ્સ પકડ્યું હતું.

    મૅક્સિકોના ડ્રગ માફિયા આ જથ્થાને ઑસ્ટ્રેલિયા મોકલી રહ્યા છે.

    ગુપ્ત અભિયાનમાં સામેલ એક પોલીસ અધિકારીએ કહ્યું, 'ગત વર્ષે નવેમ્બરમાં અમને જાણકારી મળી હતી કે 2.4 ટન કોકેનને ઑસ્ટ્રેલિયામાં મોકલવામાં આવે છે.'

    તેમણે વધુમાં કહ્યું, 'અમેરિકન કોસ્ટ ગાર્ડની મદદથી ઇક્વાડૉરના દરિયાકાંઠે અંદાજે ત્રણ ટન કોકેનના પૅકેટને પકડી પાડવામાં આવ્યા'

    ઇક્વાડોરમાં કોકેનને પકડ્યા પછી ઑસ્ટ્રેલિયાની પોલીસના અંડરકવર અધિકારીઓએ કોકેનની જગ્યાએ પ્લાસ્ટર ઑફ પેરિસ ભરી દીધું અને તેને લેવા આવેલા 12 લોકોની ધરપકડ કરી.

  17. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    4 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.