બખમૂટ: યુક્રેનના સૈનિકોને ત્રણ બાજુથી ઘેર્યા, ભીષણ લડાઈ ચાલુ
યુક્રેનની સેનાનું કહેવું છે કે તેણે ગત 24 કલાકમાં ડોનેસ્ત્ક વિસ્તારમાં રશિયાના અનેક મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.
લાઇવ કવરેજ
બખમૂટ: યુક્રેનના સૈનિકોને ત્રણ બાજુથી ઘેર્યા, ભીષણ લડાઈ ચાલુ

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનની સેનાનું કહેવું છે કે તેણે ગત 24 કલાકમાં ડોનેસ્ત્ક વિસ્તારમાં રશિયાના અનેક મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.
તો રશિયાનું સેનાનું કહેવું છે કે પૂર્વ શહેર બખમૂટ પર તેનો કબજો થવાનો છે. બખમૂટમાં છેલ્લા ઘણા મહિનાથી ભીષણ લડાઈ ચાલી રહી છે.
રશિયાની ખાનગી સેના વાગનર આર્મીના વડા કહે છે કે બખમૂટને ચારે બાજુથી ઘેરી લેવાયું છે અને હવે તેમની પાસે લડવા માટે બહુ સંસાધનો બચ્યાં નથી.
તો શહેરના ડેપ્યુટી મેયરે બીબીસીને જણાવ્યું છે કે રશિયન અને યુક્રેનિયન સૈનિકો વચ્ચે અહીં શેરીએ-શેરીએ લડાઈ ચાલી રહી છે.
ઓલેક્ઝેન્ડર મારશેન્કોનું કહેવું છે કે રશિયાનું હજુ આ શહેર નિયંત્રણ થઈ શક્યું નથી. તેઓ કહે છે કે શહેરમાં સતત બૉમ્બધડાકા થઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, Reuters
ડેપ્યુટી મેયર મારશેન્કોએ કહ્યું, "તેમનો શહેરને બચાવવાનો કોઈ ઈરાદો નથી. તેમનો ઉદ્દેશ્ય માત્ર લોકોને મારવાનો અને યુક્રેનના લોકોનો નરસંહાર કરવાનો છે."
બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે બખમૂટ પર દબાણ સતત વધી રહ્યું છે.
બ્રિટિશ ગુપ્તચર અહેવાલો અનુસાર, વાગનર ગ્રૂપ અને રશિયન દળો બખમૂટ શહેરમાં અને ખાસ કરીને ઉત્તરીય વિસ્તારોમાં વધુ આગળ વધ્યાં છે.
યુક્રેનના ભૂમિદળના કમાન્ડર કર્નલ જનરલ ઓલેક્ઝેન્ડર સીરિસ્કયીએ શુક્રવારે બખમૂટની મુલાકાત લીધી હતી અને યુદ્ધનું નેતૃત્વ કરી રહેલા કમાન્ડરો સાથે મુલાકાત કરી હતી.

ઇમેજ સ્રોત, Reuters
દરમિયાન શનિવારે રશિયાના સંરક્ષણમંત્રી સર્ગેઈ શોઇગુએ યુક્રેનમાં રશિયન નિયંત્રણ હેઠળના વિસ્તારની મુલાકાત લીધી હતી. આ રશિયા તરફથી આ એક દુર્લભ પગલું છે.
રશિયન સૈનિકો છેલ્લા છ મહિનાથી બખમૂટને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ અઠવાડિયે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે દેશના પૂર્વ ભાગમાં પરિસ્થિતિ વધુ ને વધુ મુશ્કેલ બની રહી છે.
રશિયા સાથે યુક્રેનનું યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનની સૌથી મોટી ચિંતા તેના સતત ઘટી રહેલાં શસ્ત્રોનો ભંડાર છે.
મનીષ સિસોદિયાના રિમાન્ડ પર કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો, જામીન અરજી પર 10 માર્ચે સુનાવણી

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, કેજરીવાલ સાથે મનીષ સિસોદિયા (ફાઇલ તસવીર) દિલ્હીની એક કોર્ટે સીબીઆઇ દ્વારા દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની કસ્ટડી ત્રણ દિવસ સુધી વધારવાની અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
મનીષ સિસોદિયાની દિલ્હીની શરાબનીતિમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાઈ છે.
મનીષ સિસોદિયાના વકીલે સીબીઆઇની અરજીનો વિરોધ કરતાં કહ્યું છે કે તપાસ એજન્સીની અક્ષમતા તેમના અસીલના રિમાન્ડનું કારણ ન બની શકે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સમાચાર એજન્સી એએનઆઇ પ્રમાણે મનીષ સિસોદિયાએ જજ સમક્ષ રજૂ થતાં કહ્યું, “તેઓ મને નવ-દસ કલાક બેસાડીને વારંવાર એક જ પ્રકારના સવાલ કરી રહ્યા છે. આ માનસિક ત્રાસ કરતાં ઓછું નથી.”
અદાલતે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી માટે હવે દસ માર્ચની તારીખ નક્કી કરી છે.
સિસોદિયાની જામીન અરજી પર અદાલતે સીબીઆઇને પણ નોટિસ મોકલી છે.
મનીષ સિસોદિયાના વકીલે કહ્યું કે તેમના અસીલને પોતાની જાતને ફસાવવા માટે મજબૂર ન કરી શકાય.
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે મનીષ સિસોદિયાને વિશેષ જજ એમ. કે. નાગપાલ સમક્ષ હાજર કરાયા હતા.
સિસોદિયાએ કહ્યું છે કે તપાસમાં સહયોગ ન કરીને કસ્ટડીને વધારવાનો આધાર ન હોઈ શકે. તેમણે પોતાના રિમાન્ડ વધારવાની વાતનો વિરોધ કર્યો છે.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાને જ્યારે કોર્ટમાં રજૂ કરાતા હતા તે દરમિયાન અદાલત બહાર પ્રદર્શન અને હંગામા કર્યાં.
સોમવારે સિસોદિયાને પાંચ દિવસ સુધી સીબીઆઇની કસ્ટડીમાં મોકલાયા હતા.
પાછલા રવિવારે સાંજે સીબીઆઇએ સિસોદિયાની કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ સિસોદિયાએ કેજરીવાલના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.
ગુજરાત સહિત દેશભરમાં શરદી, ખાંસી અને તાવના કિસ્સા કેમ વધ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિસિન (આઈસીએમઆર)ના જાણકારોએ કહ્યું છે કે દેશમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી પ્રસરી રહેલા શરદી, ખાંસી અને તાવના વાવરનું કારણ એક પ્રકારનો ઇન્ફ્લૂઍન્ઝા વાઇરસ છે.
આઈસીએમઆરના વાઇરસ રિસર્ચ સાથે જોડાયેલી એક સંસ્થાના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે છેલ્લા બે-ત્રણ મહિનાથી દેશમાં ઇન્ફ્લૂઍન્ઝા વાઇરસના સબટાઇપ H3N2ના ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેના કારણે હૉસ્પિટલમાં તેના દર્દીઓની સંખ્યા વધી છે.
વૈજ્ઞાનિકોએ સામાન્ય લોકો માટે વધુ જાણકારી જાહેર કરી છે અને જણાવ્યું છે કે વાઇરસના સંપર્કમાં આવ્યા બાદ લોકોએ શું કરવું જોઈએ અને શું નહીં.
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને કહ્યું છે કે હાલ વાઇરલ ફીવર ફેલાઈ રહ્યો છે. જે પાંચથી સાત દિવસ સુધી રહે છે.
આઈએમએ દ્વારા કહેવામાં આવ્યું છે કે ખાંસી, શરદી અને તાવના કિસ્સામાં લોકો સલાહ વગર ઍન્ટિબાયૉટિકનો ઉપયોગ કરવાથી બચે.
ઍન્ટિ માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ પર બનેલી આઈએમએ સ્ટૅન્ડિંગ કમિટીએ કહ્યું છે કે તાવ બેથી ત્રણ દિવસમાં ખતમ થઈ જાય છે પણ ત્યાર બાદ શરદી અને ખાંસી અંદાજે ત્રણ અઠવાડિયાં સુધી રહે છે.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આઈએમએનું કહેવું છે કે વાયુ પ્રદૂષણના કારણે પણ શ્વાસનળીમાં સંક્રમણના કિસ્સા વધી રહ્યા છે, જે સૌથી વધુ 15 વર્ષથી ઓછી વયના અને 50થી વધુ વય ધરાવતા લોકોમાં જોવા મળે છે.
આઈએમએનું કહેવું છે કે લોકો લક્ષણ જોઈને સારવાર કરાવે પણ ઍન્ટિબાયૉટિક્સથી દૂર રહે.
તેમણે કહ્યું, “એ જાણવા મળ્યું છે કે લોકો ઍઝિથ્રોમાઇસિન અને અમૉક્સિક્લાવ જેવી ઍન્ટિબાયૉટિક્સ લઈ રહ્યા છે અને તબિયતમાં સુધારો જોવા મળતા દવા લેવાનું બંધ કરી રહ્યા છે.”
“આ તરત બંધ થવું જોઈએ, કારણ કે તેનાથી શરીરમાં ઍન્ટિબાયૉટિક પ્રતિરોધક તાકાત બનવા લાગે છે.”
આઈએમએ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ઍન્ટિબાયૉટિક લેતાં પહેલાં તપાસ કરાવવી અનિવાર્ય છે કે સંક્રમણ બૅક્ટેરિયાથી થયું છે કે નહીં.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં દર્શન કર્યા

ઇમેજ સ્રોત, ANI
ઇંદૌર ટેસ્ટમૅચ બાદ ક્રિકેટર વિરાટ કોહલી અને તેમનાં પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ શનિવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરે પહોંચ્યાં હતાં.
દંપતી ભસ્મ આરતીમાં સામેલ થયું હતું. આ આરતી સવારે ચાર વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી થાય છે.
આરતી બાદ વિરાટ અનુષ્કાએ મહાદેવનો જળાભિષેક પણ કર્યો. વિરાટ અને અનુષ્કા બન્ને આરતી સમયે મુખ્ય મંદિરની બહાર બેઠેલાં જોવાં મળ્યાં હતાં.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લા કેટલાક દિવસોમાં વિરાટ અને અનુષ્કા ઘણાં ધાર્મિક સ્થળોએ ગયાં છે.
તેમાં ઋષિકેશ યાત્રાથી લઈ નીમ કરૌલી જવા સુધીની યાત્રાઓ સામેલ છે.
આ યાત્રાઓની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી.
આ દરમિયાન જ્યારે વિરાટ કોહલીએ ક્રિકેટના મેદાન પર સારું પ્રદર્શન કર્યું ત્યારે લોકોએ તેને તેમની ધાર્મિક યાત્રાઓ સાથે જોડી દીધું હતું.
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી ટેસ્ટમેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું અને મૅચ ત્રીજા દિવસે જ પૂરી થઈ ગઈ હતી.
આઈસીઆરએ એ અદાણી ગ્રૂપના પૉર્ટ્સ અને ઍનર્જી બિઝનેસની રેટિંગ 'નૅગેટિવ' કરી

ઇમેજ સ્રોત, ANI
રેટિંગ એજન્સી મૂડીઝના એકમ આઈસીઆરએ દ્વારા ગૌતમ અદાણી ગ્રૂપના પૉર્ટ અને ઍનર્જી બિઝનેસના રેટિંગમાં ઘટાડો કર્યો છે.
આઈસીઆરએ એ અદાણા ગ્રૂપનાં રેટિંગને 'સ્ટેબલ' થી બદલીને 'નૅગેટિવ' કર્યું છે.
અદાણી ગ્રૂપની આ કંપનીઓમાં અદાણી પૉર્ટ, સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન લિમિટેડ અને અદાણી ટોટલ ગૅસ લિમિટેડનો સમાવેશ થાય છે.
ગૌતમ અદાણી છેલ્લાં કેટલાક સમયથી આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે.
ત્યારબાદ અદાણી સમૂહની રેટિંગ 'નૅગેટિવ'માં તબદીલ કરી છે.
આમ થવા પાછળનું કારણ શેરની ઘટતી કિંમતો અને અદાણી ગ્રૂપે ભેગા કરેલા આંતરરાષ્ટ્રીય બૉન્ડ્સમાં થયેલી વૃદ્ધિને કારણે થયું છે.
આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ મૂડીઝ તરફથી અદાણી ગ્રૂપની કંપનીઓની રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
મૅન્સ ટીમની માફક વિમૅન્સ ગુજરાત જાયન્ટ્સ પણ ચૅમ્પિયન બની શકશે?
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ચંદ્રચૂડે કહ્યું, "જજ પણ ટ્રોલિંગનો શિકાર બને છે..."

ઇમેજ સ્રોત, Getty Images
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી વાય ચંદ્રચૂડે ઇન્ટરનેટ પર ફેલાતા ખોટા સમાચાર મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું છે કે ખોટા સમાચારના આ સમયકાળમાં સત્ય તેનો શિકાર બની રહ્યું છે.
અમેરિકન બાર એસોસિએશનની એક કૉન્ફરન્સમાં ચીફ જસ્ટિસે કહ્યું કે, સહિષ્ણુતાની ઉણપ આધુનિક સમયનો સૌથી મોટો પડકાર બની ગયો છે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે એક તરફ લોકો માટે અન્ય સ્થળોએ જવું સહેલું બન્યું છે તો બીજી તરફ ટૅકનોલૉજીનો સમય આવી ગયો છે જેમાં માનવતાનો ઘણો વિસ્તાર થયો છે.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, "સોશિયલ મીડિયાનો વિસ્તાર થઈ રહ્યો છે અને એવામાં એના પર એવી બાબતો આકાર લઈ લે છે, જેને ઘણીવાર તર્કની કસોટી પર આંકી નથી શકાતી."
ચંદ્રચૂડે કહ્યું કે લોકો જજોનું પણ ટ્રોલિંગ કરવાનું નથી ચૂકતા. તેમણે કહ્યું, "અમે જે નાની-નાની બાબતો કરીએ છીએ, મારો વિશ્વાસ કરો, જો કોઈ અમારા વિચારથી સહમત નથી તો તેનાથી અમને ટ્રોલિંગનો ભય રહે છે. જજ પણ ટ્રોલિંગનો શિકાર થાય છે."
તેમણે કહ્યું, "આપણે આજે એવા સમયકાળમાં રહીએ છીએ, જ્યાં ધીરજની ઉણપ છે. આવું એટલા માટે છે કે લોકો પોતાના વિચારોથી અલગ વિચારોને સ્વીકારવા માટે તૈયાર નથી."
પંજાબના અજનાલામાં પોલીસ સ્ટેશનને ઘેરી લેનારા અમૃતપાલ સિંહે કેમ કહ્યું કે "'ખાલિસ્તાન ઝિંદાબાદ' કહેવું પણ કાયદેસર છે."
છ હજાર કિલોમિટરની નર્મદા કેનાલો બનાવવાની હજી બાકી : ગુજરાત સરકાર

ઇમેજ સ્રોત, Getty Images
સરદાર સરોવર નર્મદા પ્રોજૅક્ટના ભાગરૂપે લગભગ છ હજાર કિલોમિટરની સંચિત લંબાઈ ધરાવતી નહેરોનું નિર્માણકાર્ય બાકી હોવાનું ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું છે.
ગુજરાતમાં નર્મદા પ્રોજૅક્ટની સ્થિતિ અંગે કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના લેખિત પ્રશ્નના જવાબમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 5,975,62 કિલોમિટરની સંચિત લંબાઈ ધરાવતી નહેરોનું નિર્માણ કરવાનું બાકી છે.
મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નાની નહેરોના બાકી કામો જમીન સંપાદન અને વિવિધ પરવાનગીઓ હેઠળ છે. જેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં 26.66 મેગાવૉટની સંયુક્ત ક્ષમતાના બે નાના હાઇડ્રોપાવર સ્ટેશનો સ્થાપવાનું કામ પણ પ્રગતિમાં હોવાનું અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં તે પૂર્ણ થવાનું તેમણે જણાવ્યું હતું.
વૈજ્ઞાનિક અને કલેક્ટર બનવાનાં સપનાં જોતાં બાળકોને સ્કૂલમાં જતાં ડર કેમ લાગે છે?
રશિયન સેનાને મદદ કરનારી પ્રાઇવેટ આર્મીએ યુક્રેનિયન શહેર બાખમુતની ઘેરાબંધી કરી

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેન યુદ્ધમાં રશિયન સેનાની મદદ કરનાર પ્રાઇવેટ આર્મી વાગ્નર ગ્રૂપે દાવો કર્યો છે કે તેમના લડવૈયાઓએ બાખમુતને ચારે તરફથી ઘેરી લીધું છે.
પૂર્વ યુક્રેનનું આ શહેર છેલ્લા કેટલાક સપ્તાહથી લડાઈના કેન્દ્રમાં રહ્યું છે.
વાગ્નર ગ્રૂપના પ્રમુખ યેવગેની પ્રિગોઝિને કહ્યું કે શહેરની બહાર નીકળવાનો હવે માત્ર એક જ રસ્તો બાકી રહ્યો છે.
તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ સમક્ષ સૈનિકો પાછા બોલાવવાની માગ મૂકી છે.
બીજી તરફ યુક્રેને એમ પણ સ્વીકાર્યું છે કે બાખમુતમાં તેમના સૈનિકો ભારે દબાણની સ્થિતિમાં લડી રહ્યા છે અને તેમણે પીછેહઠ પણ કરવી પડી શકે છે.
બાખમુતના યુદ્ધમાં બંને જ પક્ષોને ભારે નુકસાન થયું છે.
ઘણા સંવાદદાતાઓનું કહેવું છે કે બાખમુતનું એક પ્રતીકાત્મક મહત્ત્વ છે પણ રણનીતિની દૃષ્ટિએ તે વધુ મહત્ત્વપૂર્ણ નથી.
આજથી વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત, ગુજરાત અને મુંબઈ વચ્ચે પ્રથમ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images
આજથી વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થવા જઈ રહી છે. જેની પ્રથમ મૅચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે યોજાશે.
આઈપીએલના ચૅરમેન અરુણ ધૂમલના જણાવ્યા અનુસાર, મહિલા પ્રીમિયર લીગ ચાર માર્ચથી 26 માર્ચ સુધી મુંબઈમાં યોજાશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં પુરુષ આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ઘણી લોકપ્રિય છે.
જોકે, આ પ્રથમ વખત છે, જ્યારે મહિલાઓ માટે પ્રીમિયર લીગ શરૂ કરવામાં આવી છે. આ પહેલાં મહિલાઓ માટે 'મહિલા ટી-20 ચૅલેન્જ'નું આયોજન કરવામાં આવતું હતું.
ગુજરાત જાયન્ટ્સે ઑસ્ટ્રેલિયન ખેલાડી ઍશ્લે ગાર્ડનરને રૂ. ત્રણ કરોડ 20 લાખ આપીને ટીમમાં સામેલ કર્યાં છે. બેથ મૂની વધુ એક કરોડપતિ ખેલાડી છે. તેમના માટે ટીમે રૂ. બે કરોડનો ખર્ચ કર્યો છે. આ સિવાય હરલી ગાલા, પી. સિસોદિયા અને શબનમ શકીલને રૂ. 10-10 લાખ ચૂકવીને ટીમમાં લીધાં છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ કવરેજ પેજ પર આપનું સ્વાગત છે.
અહીં ગુજરાત સહિત દેશ-વિદેશના મહત્ત્વના સમાચારોની અપડેટ રજૂ કરાશે.
3 માર્ચની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો
