મહારાષ્ટ્રઃ 512 કિલો ડુંગળી વેચીને બે રૂપિયા કમાયા
મહારાષ્ટ્રના
સોલાપુરમાં રાજેન્દ્ર ચવ્હાણ નામના ખેડૂતને પાંચ ક્વિન્ટલ એટલે કે 500
કિલો ડુંગળી વેચી તો માત્ર બે રૂપિયાનો ચેક મળ્યો.
બોરગાંવના રહેવાસી
રાજેન્દ્ર તુકારામે ડુંગળીની દસ બોરી મોકલી હતી, પણ તેમના હાથમાં
માત્ર બે રૂપિયાનો ચેક મળ્યો. ચેક મળ્યા બાદ દરેક જગ્યાએ રોષ વ્યક્ત કરવામાં આવી
રહ્યો છે, ખેડૂતે આત્મહત્યા કરવાની ધમકી આપી દીધી છે.
તેમણે બે એકર
જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. 17 ફેબ્રુઆરીએ
રાજેન્દ્ર 10 થેલા ડુંગળી વેચવા સોલાપુર ગયા હતા.
10 થેલા ડુંગળીનું વજન 512
કિલો હતું, પરંતુ ડુંગળીના ભાવ ઘટવાને કારણે રાજેન્દ્રને રૂ.1
પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો.
ડુંગળી લાવવા, તારવણી
કરવા અને તોળવામાં જે ખર્ચો થયો તે પછી રાજેન્દ્રના હાથમાં માત્ર બે રૂપિયા બચ્યા
જ હતા.
ચોમાસુ ડુંગળી
ફેબ્રુઆરીના અંતમાં આવવાનું શરૂ થાય છે. આ ડુંગળી ભેજને કારણે સંઘરી શકાતી નથી.
એટલે આ ડુંગળીના સારા ભાવ આવતા નથી.
જથ્થાબંધ બજારમાં
ડુંગળીનો ભાવ 6થી 7 રૂપિયા પ્રતિ કિલો
છે, જ્યારે છૂટક બજારમાં 20થી 30 રૂપિયા પ્રતિ કિલો છે.
ઘર વપરાશ માટે
સંગ્રહ કરવા માટે માત્ર સૂકી ડુંગળીની જ જરૂર પડે છે, પરંતુ
હાલમાં તે બજારમાં ઉપલબ્ધ નથી. આ સૂકી ડુંગળી માર્ચના બીજા અઠવાડિયે બજારમાં આવે
એવી ધારણા છે.
જાપાનના 7.1ની તીવ્રતાના ભૂકંપમાં ત્રણનાં મોત, પણ તુર્કી-સીરિયામાં હજારોનાં કેમ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
આજના ભાષણમાં નીતીશકુમારે વર્ષ 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પૅકેજનો પણ ઉલ્લેખ કર્યો
જેમાં બિહારને 1.25 લાખ કરોડ રૂપિયાના પૅકેજનો વાયદો કરવામાં આવ્યો હતો.
મુખ્ય મંત્રી નીતીશકુમારે કહ્યું, "કોઈ કામ દેશના હિતમાં નથી કરી રહ્યા. પરંતુ તેઓ
ક્યાંય પણ જાય છે તો કંઈક ને કંઈક બોલતા રહે છે. શું તેઓએ બિહારના વિકાસ માટે કોઈ
કામ કર્યું છે? આ લોકોએ વિધાનસભાની ચૂંટણી પહેલાં જાહેરાત કરી હતી
કે અમે બિહારને મદદ કરીશું. જેટલી મદદ કરવાની જાહેરાત કરી એમાંથી આજ સુધી કંઈ થયું
જી?
"નથી થયું.
અને થઈ એવું રહ્યું છે કે જે કેન્દ્રની યોજનાઓ છે, જે તેમણે દરેક
રાજ્યમાં લાગુ કરવાની છે. હવે એમાંથી જ મદદ મળી રહી છે. આમણે કહી દીધું હતું કે
તેઓ એક લાખ 25 હજાર કરોડ આપશે. પરંતુ અમે તો જોયું છે કે આઠ વર્ષમાં કેન્દ્ર તરફથી
અત્યાર સુધી માત્ર 59 લાખ જ મળ્યા છે."
શનિવારે, તેમણે
ફરીથી પુનરોચ્ચાર કર્યો કે જો કૉંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો 2024ની ચૂંટણી
એકસાથે લડશે તો ભાજપ 100 બેઠકો પર આવી જશે.
નીતીશકુમારે કહ્યું કે કૉંગ્રેસે આ
અંગે જલદી નિર્ણય લેવો પડશે.
બીબીએની ડિગ્રી ધરાવતો શિક્ષિત યુવાન પરિવારના ગુજરાન માટે બે-બે નોકરી કરવા મજબૂર
દુનિયાના આ ચાર દેશમાં લોકો લાંબું કેમ જીવે છે?
ભૂતપૂર્વ રૉ ચીફ દુલત: પીએમ મોદી મુશ્કેલીમાં પાકિસ્તાનની મદદ કરી શકે છે
રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ (રૉ)ના
ભૂતપૂર્વ વડા અમરજિતસિંહ દુલતનું માનવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના
અંત સુધીમાં પાકિસ્તાન તરફ કોઈને કોઈ સ્વરૂપે મદદનો હાથ લંબાવી શકે છે.
તેમણે કહ્યું કે પીએમ મોદી રાજકીય અને
આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદ કરી
શકે છે.
પીટીઆઈ વીડિયોને આપેલા ઇન્ટરવ્યૂમાં
રૉના પૂર્વ વડાએ કહ્યું કે પાકિસ્તાન સાથે વાત કરવા માટે ચોક્કસ સમયની રાહ જોવાની
જરૂર નથી.
તેમણે કહ્યું કે આપણે આપણા પડોશીઓ સાથે
વાત કરવી જોઈએ.
દુલતે કહ્યું, "આ વર્ષે મારું અનુમાન છે કે મોદીજી પાકિસ્તાનની મદદ કરશે. અંદરની કોઈ
માહિતી નથી, પરંતુ આ મારું અનુમાન છે."
તાજેતરમાં જ ભારતના વિદેશમંત્રી એસ.
જયશંકરે સમાચાર એજન્સી એએનઆઈ પર સ્મિતા પ્રકાશ સાથેના પોડકાસ્ટમાં પાકિસ્તાનની
વર્તમાન કટોકટી પર કહ્યું હતું, "પાકિસ્તાનનું
ભવિષ્ય મોટા ભાગે પાકિસ્તાનના કામ અને પાકિસ્તાનના વિકલ્પોની પસંદગી પર નિર્ભર
છે."
"કોઈ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં અચાનક
અને કારણ વગર કૂદી પડતું નથી. આગળનો રસ્તો શું છે તે તેમણે નક્કી કરવાનું છે. આજે
આપણો સંબંધ એવો નથી કે આપણે આ પ્રક્રિયામાં સીધા પ્રાસંગિક થઈએ."
એસ. જયશંકરે એમ પણ કહ્યું કે,
"જો આપણે શ્રીલંકા સાથે સરખામણી કરીએ તો હું
કહીશ કે તે એકદમ અલગ સંબંધ છે. શ્રીલંકા સાથે આપણો ઘણો મિત્રભાવ છે."
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના 85મા અધિવેશમાં કહ્યું કે, 'ભારત જોડો યાત્રા સાથે જ મારી ઇનિંગ પૂર્ણ થઈ.'
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર, છત્તીસગઢની રાજધાની રાયપુરમાં યોજાયેસા કૉંગ્રેસના 85મા
રાષ્ટ્રીય મહાધિવેશનમાં સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને સંબોધિત કરતાં કહ્યું કે, “કૉગ્રેસની ભારત
જોડો યાત્રા મારી રાજકીય પારીનો અંતિમ પડાવ હોઈ શકે છે, જે કૉંગ્રેસ માટે
મહત્ત્વપૂર્ણ છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, “2004 અને 2009માં અમારી જીત સાથે-સાથે ડૉ. મનમોહનસિંહના સક્ષમ નેતૃત્વથી મને વ્યક્તિગત રીતે સંતોષ છે, પરંતુ મને વધુ ખુશી એ થાય છે કે મારી ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ છે, જે કૉંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ પૉઇન્ટ હશે.”
"કૉંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારજનક સમય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે દરેક સંસ્થાને કબજે કરી લીધી છે. ભાજપે લધુમતીઓ, મહિલાઓ, દલિતો અને આદિવાસીઓને ખરાબ રીતે નિશાન બનાવ્યાં છે. આપણે ભાજપના શાસન સામે મક્કમતાથી કામ લેવું જોઈએ, લોકો સુધી પહોંચવું જોઈએ અને સ્પષ્ટતા સાથે આપણો સંદેશ પહોંચાડવો જોઈએ."
ખાનગી બૅન્કો બાદ હવે પબ્લિક સેક્ટર બૅન્કોએ એફડી પર વ્યાજ વધાર્યું
ઇમેજ સ્રોત, ANI
મોંઘવારીના દરમાં વધારાને જોતા ખાનગી બૅન્કો બાદ પબ્લિક
સેક્ટર બૅન્કોએ પણ ફિક્સ ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવાનું શરૂ કરી દીધું છે.
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર, એફડી પર આ બૅન્કોના વ્યાજદર
7.75થી વધીને 8 ટકા થઈ ગયા છે. સીનિયર સિટીઝન ડિપોઝિટરો માટે વ્યાજદર વધીને 8.5
ટકા થઈ ગયો છે.
આ મામલે એસબીઆઈએ પહેલ કરીને 400 દિવસ માટે એફડી પર 7.1
ટકાનું વ્યાજ ઑફર કર્યું છે. સાથે આ સમયગાળા દરમિયાન સીનિયર સિટીઝનને 7.6 ટકા
વ્યાજ મળશે.
યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા 800 દિવસની ડિપોઝિટ પર 7.3 ટકા
વ્યાજ આપી રહી છે.
સેન્ટ્રલ બૅન્ક 444 દિવસની એફડી પર 7.25 ટકા વ્યાજ આપી રહી
છે. પંજાબ અને સિંધ બૅન્ક ઑનલાઇન એફડી પર 221 દિવસ માટે આઠ ટકા વ્યાજ આપી રહી છે.
આ પ્રકારની એફડી પર તેઓ સીનિયર સિટીઝનને સાડા આઠ ટકા વ્યાજ આપે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, બૅન્કોમાં એફડી પર ઓછા વ્યાજદરના
યુગમાં લોકોનું વલણ મ્યુચ્યુઅલ ફંડ તરફ વધ્યું હતું.
જોકે હવે એવું નથી. લોકોનો ટ્રેન્ડ હવે બૅન્ક એફડી તરફ વધી રહ્યો
છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં વળતરની ખાતરી હોતી નથી. તેથી જ બૅન્ક એફડી તરફ
લોકોનું વલણ વધ્યું છે.
અદાણી-હિંડનબર્ગ કેસના રિપોર્ટિંગ પર મીડિયાને સૂચના આપવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર
ઇમેજ સ્રોત, Getty Images
ધ હિન્દુના અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ
અને અદાણી ગ્રૂપના મીડિયા કવરેજ પર પ્રતિબંધની માગ કરતી અરજી ફગાવી દીધી છે.
મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચુડે કહ્યું કે, “અમે આ સંબંધે મીડિયાને આ પ્રકારની સૂચના ક્યારેય
નહીં આપીએ. અમે ટૂંક સમયમાં આ કેસનું પરિણામ જાહેર કરીશું.”
અદાણી ઉદ્યોગ ગ્રૂપ દ્વારા હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાહેર
કરાયેલ રિપોર્ટ સામે સુપ્રીમ કોર્ટમાં ચાર અરજી દાખલ કરાઈ છે. તેના પર સંયુક્ત સુનાવણી
થઈ ચૂકી છે અને હજુ પરિણામ જાહેર થયું નથી.
આ અરજીઓ સાથે એમ.એલ.શર્માએ હિંડનબર્ગ રિપોર્ટના મીડિયા
કવરેજ અંગે એક માગ કરી છે, સુપ્રીમ કોર્ટે આ માગને ફગાવી દીધી છે.
તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે મૃત્યુઆંક 50,000ને પાર
ઇમેજ સ્રોત, REUTERS/Sertac Kayar
આ મહિને તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક 50
હજારને પાર પહોંચ્યો છે.
તુર્કીની ડિઝાસ્ટર રિલીફ એજન્સીએ કહ્યું છે કે, દેશમાં
ભૂકંપના કારણે મૃત્યુઆંક 44,200થી વધુ થયો છે, જ્યારે સીરિયામાં આના કારણે લગભગ 6
હજારથી વધુ લોકોનાં મોત થયા છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, તુર્કીંમાં ભૂકંપના કારણે એક
લાખ 60 હજારથી વધુ ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અથવા તેમાં મોટી તિરાડો પડી ગઈ છે.
જેમાં પાંચ લાખ 20 હજારથી વધુ ઘરો હતા.
તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ સવારે બે શક્તિશાળી
ભૂકંપ આવ્યા હતા.
પાકિસ્તાનને ચીન પાસેથી મળી 70 કરોડ ડૉલરની લૉન, અમેરિકાએ કરી ચિંતા વ્યક્ત
ઇમેજ સ્રોત, Twitter/State_SCA
ચીને પાકિસ્તાનને 70 કરોડ ડૉલરની લૉન આપી છે, ત્યારબાદ
અમેરિકાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર અમેરિકાના વિદેશ મંત્રાલયમાં દક્ષિણ અને મધ્ય એશિયા મામલાના
સહાયક મંત્રી ડોનાલ્ડ લૂએ ચિંતા વ્યક્ત કરી છે કે ચીન જંગી લૉનના કારણે ઉભી થનારી
પરિસ્થિતિનો ક્યાંક લાભ ન ઉઠાવે.
લૂએ દક્ષિણ એશિયાના દેશો તરફ ઇશારો કરતા કહ્યું કે, “અમેરિકા આ વિસ્તારના દેશો સાથે વાત કરી રહ્યું
છે કે તેઓ પોતાના નિર્ણયો જાતે લે અને ચીન જેવા અન્ય દેશોના દબાવમાં ન આવે.”
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી લૉન લેવા અંગે પાકિસ્તાન
વચ્ચે ચાલી રહેલી વાતચીત વચ્ચે ચીને આ પગલું ઉઠાવ્યું છે.
પાકિસ્તાનના નાણામંત્રી ઇશકાહ ડારે ગયા અઠવાડિયે કહ્યું
હતું કે, ચાઇના ડેવલૉપમેન્ટ બૅન્ક સાથેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી દેવામાં આવી
છે, તે પછી તેઓને આશા છે કે પાકિસ્તાનને થોડા જ દિવસોમાં 70 કરોડ ડૉલરની લૉન મળી
જશે.
શુક્રવારે મોડી સાંજે તેઓએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે
ચીન પાસેથી તેને લૉન મળી ગઈ છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ડોનાલ્ડ લૂએ પાકિસ્તાન અને શ્રીલંકા તરફ ઇશારો કરતા કહ્યું કે, “ભારતના પાડોશીઓને ચીન લૉન આપી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. અમને એ વાતની ચિંતા છે કે તે તેનો ઉપયોગ કરીને તેનો ફાયદો ઉઠાવી શકે છે.”
અમેરિકાના રક્ષામંત્રી એન્ટની બ્લિંકનની મુલાકાત પહેલાં ડોનાલ્ડ લૂએ આ વાત કહી હતી.
બ્લિંકન આગામી મહિને યોજાનારા જી20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 1 થી 3 માર્ચ સુધી ભારતની મુલાકાતે આવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પાકિસ્તાન: 16 વર્ષની હિંદુ કન્યાનું અપહરણ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી શાદી કરાવી દેવાઈ?
આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું, પોતાની મદદ નહીં કરીએ તો બહારથી પણ કોઈ નહીં આવે
ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઉગ્રવાદ વિરુદ્ધ એક
વ્યાપક રણનીતિ તૈયાર કરવાનો સંકલ્પ લેતા કહ્યું હતું કે, “જો આપણે જાતે ઘરમાં પરિસ્થિતિ ઠીક નહીં કરીએ,
તો કોઈ આપણી મદદ માટે નહીં આવે.”
તેઓએ ઇસ્લામાબાદમાં નેશનલ એક્શન પ્લાન (એનએપી) અને નેશનલ કાઉન્ટર-ટેરરિઝમ
ઓથૉરિટી (એનસીટીએ) પર શીર્ષ સમિતિની બેઠકને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી.
તેઓએ કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે સાંસદોને
વ્યક્તિગત પસંદ અને નાપસંદથી ઉપર ઉઠવું જોઈએ.
બેઠકમાં માત્ર નેતાઓ જ નહીં, પરંતુ સેનાના ઘણા મોટા
અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.
વડા પ્રધાને ગયા મહિને યોજાયેલી ઉચ્ચ સમિતિની બેઠકમાં સામેલ
ન થવા પર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની ટીકા પણ કરી હતી.
તેઓએ કહ્યું હતું કે, “પેશાવરની ઘટના
બાદ તેઓએ તમામ રાજકીય પાર્ટીને આમંત્રણ આપ્યું હતું, પરંતુ પીટીઆઈએ તેમાં ભાગ લીધો
ન હતો અને હવે તેઓ રસ્તા પર આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
30 જાન્યુઆરીએ પેશાવરમાં એક આત્માઘાતી હુમલાખોરે એક
મસ્જિદમાં બપોરની નમાજ બાદ પોતાને ઉડાવી દીધો હતો. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આ
હુમલામાં 101 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
AAP એ કહ્યું, બજેટમાં "દૃષ્ટિ અને દિશાનો અભાવ" છે
ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ
શુક્રવારે કહ્યું હતું કે, નવા રાજ્યના બજેટમાં "દૃષ્ટિ અને દિશાનો
અભાવ" છે.
“2022માં તેમણે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ તેના માટે
કોઈ જોગવાઈ નથી. માછીમારી, પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે કોઈ જોગવાઈ
નથી અને તેમની આવક ઘટી ગઈ છે.
ઇસુદાન ગઢવીએ અમદાવાદમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું
કે, “મહિલાઓ માટે પણ કોઈ
જોગવાઈ નથી અને અનુસૂચિત જાતિ,
અનુસૂચિત જનજાતિ અથવા અન્ય પછાત વર્ગો અથવા 14 ટકાની
આદિવાસી વસતી માટે કોઈ રાહત આપવામાં આવી નથી."
ગઢવીએ જણાવ્યું હતું કે, “રાજ્ય વિધાનસભામાં બજેટથી
સામાન્ય લોકો માટે મોંઘવારી વધી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાની જરૂર હતી, પરંતુ તેમ થયું
નહીં. થોડા સમય પછી વીજળીના બિલમાં પણ વધારો થશે. જો 'આપ'ના હાથમાં હોત તો 1 માર્ચ
સુધીમાં 300 યુનિટ વીજળી મફત કરી દેવામાં આવી હોત.
આ સાથે તેઓએ કહ્યું હતું કે, “સૂર્ય ઉદય યોજના હેઠળ, ખેડૂતોને લાભ
લેવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તેમ થયું નથી. પાણી કનેક્શન, સિંચાઈ વગેરે
મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી નથી. એવું લાગે છે કે પાણી (ખેતર માટે) આપવામાં 40 વર્ષ
લાગશે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.