શાહરૂખ ખાનની 'પઠાન' ફિલ્મે નોંધાવી ઐતિહાસિક કમાણી, મધુ પાલ, બીબીસી માટે

ઇમેજ સ્રોત, ANI
શાહરૂખ ખાનની 'પઠાન' ફિલ્મ સતત નવા રેકર્ડ બનાવી રહી છે.યશરાજ ફિલ્મ્સ અનુસાર અત્યાર સુધીમાં 'પઠાન' ફિલ્મે સમગ્ર વિશ્વમાંથી 970 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ ફિલ્મે ભારતમાં લગભગ 605 કરોડ રૂપિયા અને ભારત બહારથી રૂપિયા 365 કરોડની કમાણી કરી છે.
યશરાજ ફિલ્મ્સના જણાવ્યા અનુસાર, 'પઠાન' હવે હિંદી સિનેમાના ઇતિહાસમાં દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાને ચાર વર્ષના અંતરાલ બાદ સિલ્વર સ્ક્રીન પર પુનરાગમન કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ, જૉન અબ્રાહમ પણ છે.







