ઍર ઇંડિયાએ 250 વિમાનો ખરીદવાનો સોદો કર્યો

ઇમેજ સ્રોત, PMO
ઍર ઇંડિયાએ વિમાનોનું નિર્માણ કરતી યુરોપની કંપની ઍરબસ પાસેથી 250 નવાં વિમાન ખરીદવાની જાહેરાત કરી છે.
ઍર ઇંડિયાને ટાટા સમૂહે ખરીદી લીધી હતી. ટાટા સમૂહના જણાવ્યા અનુસાર આ સોદામાં પાતળા અને પહોળી બૉડી ધરાવતાં વિમાન ખરીદવામાં આવશે.
ઍર ઇંડિયાનું કહેવું છે કે એ વિમાનોની એવી કાફલો તૈયાર કરવા માગે છે જે ટૂંકા અને લાંબા એમ દરેક પ્રકારના રૂટ પર ઊડી શકે.
એમ મનાય છે કે ઍર ઇંડિયા ઍરબસની હરીફ વિમાન નિર્માતા કંપની બોઈંગને પણ 220 વિમાનોનો ઑર્ડર આપી શકે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઍર ઇંડિયાની આ ખરીદ વિમાન ઉદ્યોગના ઇતિહાસમાં વાણિજ્યિક વિમાનોની સૌથી મોટી ખરીદ હશે.
ઍર ઇંડિયા દુનિયાની મોટી ઍરલાઇન કંપની બનવાનો ઇરાદો રાખે છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક વર્ચ્યુઅલ મુલાકાતમાં આ સોદાની જાહેરાત કરી.
બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે પણ આ સોદાનું સ્વાગત કર્યું છે. ઍરબસ પોતાના વિમાનોની પાંખની ડિઝાઇન અને ઉત્પાદન બ્રિટનમાં જ કરે છે.








