You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જસ્ટિસ નઝીરની રાજ્યપાલ તરીકેની નિમણૂક લોકતંત્ર પર ડાઘ છે : સીપીએમના સાંસદ
કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના નેતા અને રાજ્યસભાના સંસદ સભ્ય એ. એ. રહીમે જસ્ટિસ નઝીરને આંધ્રપદેશના રાજ્યપાલ બનાવવાની ટિકા કરી છે
લાઇવ કવરેજ
જસ્ટિસ નઝીરની રાજ્યપાલ તરીકે નિમણૂક લોકશાહી પર ડાઘ છે: સીપીએમ સાંસદ
કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્કસવાદી)ના નેતા અને રાજ્યસભાના સાંસદ એ.એ. રહીમે આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે જસ્ટિસ નઝીરની નિમણૂકની ટીકા કરી છે.
તેમણે કહ્યું કે આ નિમણૂક બંધારણીય મૂલ્યો અનુસાર નથી.
ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું, "તેમણે (નઝીર) આ પ્રસ્તાવ સ્વીકારવાનો ઇનકાર કરી દેવો જોઈતો હતો. દેશનો કાનૂની વ્યવસ્થામાંથી વિશ્વાસ જતો ન રહેવો જોઈએ. મોદી સરકારના આવા નિર્ણયો ભારતીય લોકશાહી પર કલંક સમાન છે."
તેમણે કહ્યું કે, "તેઓ અયોધ્યા કેસમાં ચુકાદો આપનારી બેન્ચના સભ્ય હતા. તેમણે 26 ડિસેમ્બર, 2021ના રોજ હૈદરાબાદમાં ઑલ ઈન્ડિયા એડવોકેટ્સ કાઉન્સિલ (એબીએપી)ની બેઠકમાં પણ ભાગ લીધો હતો, ત્યારબાદ વિવાદ થયો હતો. આ પરિષદ સંઘ પરિવાર સાથે જોડાયેલી છે."
કર્ણાટકના જસ્ટિસ નઝીર તાજેતરમાં 4 જાન્યુઆરીએ નિવૃત્ત થયા હતા. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે તેઓ ઘણા મહત્ત્વના નિર્ણયોમાં સામેલ રહ્યા છે.
નવેમ્બર 2019માંઅયોધ્યા વિવાદ પર સર્વસંમતિથી આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પાંચ જજોની બેન્ચમાં તેઓ એકમાત્ર મુસ્લિમ જજ હતા. ઉપરાંત, તેઓ ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરતા સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં પણ સામેલ હતા.
જેણે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો તે ડિવિઝન બેંચમાં જસ્ટિસ નઝીર પણ સામેલ હતા.
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તેમનો જન્મ 5 જાન્યુઆરી, 1958ના રોજ કર્ણાટકમાં થયો હતો.
તેમણે 1983માં કર્ણાટક હાઈકોર્ટમાંથી વકીલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમને 2003માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ બનાવવામાં આવ્યા હતા. તેમને ફેબ્રુઆરી 2017માં સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા.
ભાઈકાકા – પાકિસ્તાનના સક્કરબેરેજથી લઈ વલ્લભવિદ્યાનગરનું નિર્માણ કરનારા ગુજરાતી એન્જિનિયર
PMAYG : ઘરનું ઘર બનાવવા પ્રધાન મંત્રી આવાસ યોજનાની સહાય કેવી રીતે મેળવી શકાય?
બ્રેકિંગ, ટી20 મહિલા વર્લ્ડકપ:ભારત સામે પાકિસ્તાને ટૉસ જીત્યો, પહેલા બેટિંગ કરશે
ટી20 મહિલા વર્લ્ડકપની પોતાની પ્રથમ મૅચમાં પાકિસ્તાને ભારત સામે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બંને ટીમો વચ્ચે આ મૅચ સાઉથ આફ્રિકાના કૅપટાઉનમાં રમાઈ રહી છે.
ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), અંજલી સરવની, યાસ્તિકા ભાટિયા, શફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દેવિકા વૈદ્ય, ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, રાધા યાદવ, શિખા પાંડે, પૂજા વસ્ત્રકાર, રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ
પાકિસ્તાનની ટીમ
બિસ્માહ મારુફ (કૅપ્ટન), મુનીબા અલી, સિદરા અમીન, નિદા ડાર, આએશા નસીમ, આલિયા રિયાઝ, ઓમાઇમા સોહલ, કાયનાત ઇમ્તિયાઝ, નશરા સંધૂ, સિદરા નવાઝ, સાદિક ઇકબાલ, સદફ શમ્સ
ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા જજ ગુજરાત હાઇકોર્ટનું સુકાન સંભાળશે
તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટમાં વરણી થઈ છે. ગુજરાત હાઇકોર્ટના 63 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા જજ ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે.
કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ જસ્ટિસ સોનિયા ગોકાણીની ગુજરાત હાઇકોર્ટના ઍક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે વરણી કરી છે, જેને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 12 ફેબ્રુઆરીના રોજ મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ સોનિયા ગોકાણી સોમવારે ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસનો ચાર્જ લેશે.
ગુરુવારે જસ્ટિસ ગોકાણીનું નામ સુપ્રીમ કોર્ટ કૉલેજીયમ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. હાલમાં તેઓ ગુજરાત હાઇકોર્ટનાં સૌથી સીનિયર જજ છે.
જસ્ટિસ સોનિયા ગોકાણી 15 દિવસ માટે ચીફ જસ્ટિસ તરીકેનો કાર્યભાર સંભાળશે. કારણ કે 25 ફેબ્રુઆરીના રોજ તેઓ નિવૃત્ત થઈ રહ્યાં છે.
બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર : મહિલા ખેલાડીઓ વિશે તમે કેટલું જાણો છો? આપો આ ક્વિઝનો જવાબ
ટી20 વર્લ્ડ કપ: સ્મૃતિ મંધાના વિના પાકિસ્તાન સામે ઊતરશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
મહિલા ટી20 વર્લ્ડ કપમાં રવિવારે ભારતીય ટીમ પ્રથમ મૅચમાં જ પોતાના ચિર હરિફ પાકિસ્તાનની ટીમ સામે ટકરાશે. પરંતુ, આ મૅચ શરૂ થતાં પહેલાં જ ભારતીય ટીમને એક મોટો આંચકો લાગ્યો છે.
ટીમનાં આક્રમક બેટર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના ઇજાગ્રસ્ત થવાથી આ મૅચમાં નહીં રમી શકે.
દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં યોજાનારી આ મૅચ આજે ભારતીય સમય અનુસાર સાંજે 6ઃ30 વાગ્યે શરૂ થશે.
ટીમના હેડ કોચ હૃષિકેશ કાનિટકરે શનિવારે મૅચ પહેલાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સ્મૃતિની આંગળીમાં ઇજા થઈ છે. જોકે આ ઇજા હાડકામાં નથી થઈ, તેથી સ્મૃતિ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી મૅચમાં ભાગ લઈ શકે તેવી પૂરી સંભાવનાઓ છે.
બે દેશ, છ નદી અને પાણીની વહેંચણીનો વર્ષો જૂનો કરાર અને થયેલો વિવાદ
ભારતે તુર્કીમાં રાહતસામગ્રી લઈને મોકલ્યું સાતમું માલવાહક વિમાન
ભારતે ભૂકંપથી ભયંકર રીતે પ્રભાવિત તુર્કીમાં રાહતસામગ્રી સાથેનું વધુ એક માલવાહક વિમાન રવાના કર્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટર પર લખ્યું કે "ઑપરેશન દોસ્તની સાતમી ઉડાન રાહતસામગ્રી લઈને તુર્કીના અદાના ઍરપૉર્ટ પહોંચી છે. તેમાં પેશેન્ટ મૉનિટર, ઈસીજી, સિરિંજ પંપ જેવાં મેડિકલ ઉપકરણ અને આપદા રાહતસામગ્રી છે."
તેમણે એમ પણ કહ્યું કે તેમાં ભારતમાંથી ગયેલા રાહત અને બચાવકર્મીઓ માટે પણ સામાન મોકલ્યો છે.
આ બધી સામગ્રી બોઇંગના માલવાહક વિમાન ગ્લોબમાસ્ટર સી-17થી મોકલાઈ છે.
ઘોડે ચડીને શાળાએ જતા વિદ્યાર્થીઓ
પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બસ, કાર, ઑટો, બાઇક પર મુસાફરી કરીને અથવા ચાલીને શાળાએ જાય છે.
પરંતુઆંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લાના રવિકામતમ મંડલના ઝેડ જોગુમ્પેટા ગામમાં પ્રાથમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓ ઘોડા પર શાળાએ આવે છે.
સ્થાનિકો આ ઘોડાઓને 'કોંડા ગુરાલુ' કહે છે. જુઓ વીડિયો અહેવાલ.
ટી20 વર્લ્ડકપ: પાકિસ્તાન સામે ભારતની મૅચમાં આ ત્રણ ખેલાડી પર રહેશે નજર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, અનેક રાજ્યપાલોની અદલાબદલી કરાઈ
કેન્દ્ર સરકારે મોટો ફેરબદલ કરીને દેશનાં અનેક રાજ્યોના રાજ્યપાલોને બદલી નાખ્યા છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે.
હવે તેમની જગ્યાએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૅસને ત્યાંના રાજ્યપાલ બનાવાયા છે.
ભાજપના પૂર્વ સાંસદ અને તામિલનાડુના નિવાસી સીપી રાધા કૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ બનાવાયા છે.
જણાવાઈ રહ્યું છે કે લદ્દાખના ઉપરાજ્યપાલ રાધા કૃષ્ણ માથુરે પણ રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિએ તેમનું પણ રાજીનામું મંજૂરી કરી લીધું છે.
તેમની જગ્યાએ અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર (ડૉ) બીડી મિશ્રાને લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે જવાબદારી સોંપાઈ છે.
મોદી સરકારમાં ગત સરકારમાં રહેલા નાણામંત્રી (રાજ્ય) શિવપ્રતાપ શુક્લા હવે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હશે.
તુર્કી-સીરિયા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 28 હજારને પાર
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી મૃતકોની સંખ્યા વધીને 28 હજારથી વધુ થઈ ગઈ છે. જોકે છ દિવસો બાદ હવે કાટમાળ નીચે ફસાયેલા લોકોને જીવિત કાઢવાની આશા ધૂંધળી જણાઈ રહી છે.
દરમિયાન શનિવારે જર્મન બચાવદળ અને ઑસ્ટ્રિયાની સેનાનાં અજ્ઞાત સમૂહ વચ્ચે ઘર્ષણની વાત કરીને તૂર્કીએ પોતાનું શોધ અભિયાન રોકી દીધું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર, લૂંટફાટના આરોપમાં અંદાજે 50 લોકોની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી અનેક બંદૂકો પણ જપ્ત કરાઈ છે.
તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ કાયદાને તોડનારાને દંડિત કરવા માટે પોતાની આપાતકાલીન શક્તિઓનો ઉપયોગ કરશે. તો અન્ય એક બચાવકર્મીનું કહેવું છે કે ખાદ્ય આપૂર્તિ ઘટવાથી સુરક્ષાની સ્થિતિ વધુ બગડે તેવી આશંકા છે.
સંયુક્ત રાષ્ટ્રના સહાયતા પ્રમુખ માર્ટિન ગ્રિફિથ્સનું કહેવું છે કે આ આપદા સામે લડવા ચિકિત્સા સહાયતા આપવાની તત્કાળ જરૂર છે.
તો તુર્કી સુધી માનવીય માનવીય રાહત પહોંચાડવા માટે તુર્કી અને આર્મેનિયા વચ્ચેની અલીકન ચોકીને છેલ્લાં 30 વર્ષ બાદ પહેલી વાર ખોલવામાં આવી છે.
ખાવાપીવાનો સામાન અને દવાઓ લઈને પહેલી વાર ટ્રકોએ આ ચોકીને પાર કરી હતી. આ બંને પડોશી વચ્ચે સીમાઓ દશકોથી બંધ છે અને સંબંધોમાં પણ કડવાશ છે.
ગ્રિફિથ્સે બીબીસીને એ પણ કહ્યું કે જ્યાં બહુ ઓછી સહાય પહોંચી છે, એવા વિદ્રોહીઓના કબજાવાળા ઉત્તર પશ્ચિમ સીરિયામાં સંયુક્ત રાષ્ટ્ર વધુ ક્રૉસિંગ ખોલવા માટે સક્રિયતા અને મજબૂતથી કામ કરશે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
11 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.