અદાણી મામલે રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા શું કહ્યું?

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સરકારી સંસાધનો મારફતે અદાણી સમૂહનો કારોબાર આગળ વધારવામાં મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.

લાઇવ કવરેજ

  1. ગુજરાતમાં 15 એપ્રિલથી જંત્રીનો વધારો અમલી, સામાન્ય લોકોને શું અસર થશે?

  2. અદાણી મામલે રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા શું કહ્યું?

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, Sansad TV

    કૉંગ્રેસની રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી સમૂહને ખોટી રીતે મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે સરકારી સંસાધનો મારફતે અદાણી સમૂહનો કારોબાર આગળ વધારવામાં મદદ કરી છે.

    અદાણી મામલે થયેલી ચર્ચામાં તેમણે મંગળવારે લોકસભામાં આ આરોપ લગાવ્યા. રાહુલ ગાંધીએ દેશની વિદેશનીતિને અદાણીનો કારોબાર વધારવા માટેની નીતિ ગણાવી.

    તેમણે આરોપ લગાવ્યો છે કે આજે દેશમાં ઍરપૉર્ટ મૅનેજમૅન્ટમાં અદાણી સમૂહનો ભાગ 30 ટકા અને ઇઝરાયલ સાથે સંરક્ષણ કારોબારમાં 90 ટકા સુધી છે, જે મોદી સરકારની ‘સીધી મદદ’ના કારણે થયું છે.

    ગાંધીએ કહ્યું વડા પ્રધાન જ્યારે ઑસ્ટ્રેલિયા જાય છે, તો એસબીઆઈ તેમને એક અબજ ડૉલરની લૉન આપે છે.

    તેમણે કહ્યું કે મોદીજીની પ્રથમ યાત્રા બાંગ્લાદેશની થાય છે, ત્યારે ખબર પડે છે કે ત્યાં 1500 મેગાવૉટ વીજળી વેચવાની સમજૂતી થાય છે, એ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    તેમણે આરોપ લગાવ્યો કે 2022માં શ્રીલંકાના ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચૅરમૅને સંસદીય સમિતિ સામે એક ખૂલી સુનાવણીમાં દાવો કર્યો છે કે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજપક્ષાએ તેમને કહ્યું કે તેમના પર વડા પ્રધાન મોદીનું દબાણ છે અને આ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય.

    એલઆઈસીનાં નાણાં અદાણીના શૅરોમાં રોકવાનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે તેમના શૅર ખૂબ ‘વૉલેટાઇલ’ છે. તેમ છતાં સરકારે 36 હજાર કરોડ રૂપિયા અદાણી સમૂહની કંપનીઓમાં નાખી દીધા.

    તેમણે આરોપ લગાવ્યો કે સરકારી બૅંકોએ હજારો કરોડ રૂપિયાની લૉન અદાણી સમૂહને આપી, જેનાથી સમૂહનો કારોબાર આગળ વધ્યો.

    સત્તા પક્ષે કર્યો વિરોધ

    રાહુલ ગાંધી જ્યારે આ આરોપ લગાવી રહ્યા હતા ત્યારે ભાજપના ઘણા સાંસદોએ વિરોધ કર્યો.

    સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે તમે વડા પ્રધાન પર આરોપ લગાવી રહ્યા છો, તમે આરોપોના પુરાવા આપો અને જણાવો કે મોદી સરકારે કયા નિયમ બદલી દીધા.

    તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસ સરકારે દરમિયાન જીએમઆર અને જીવીકે કંપની પાસે ઍરપૉર્ટ મૅનેજમૅન્ટનો કેટલો અનુભવ હતો, તેમ છતાં તેમને કૉન્ટ્રેક્ટ આપી દેવાયા.

    તેમજ સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે તમે પોતાના આરોપોને પ્રમાણિત કરો. તેમણે ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ નિરાધાર આરોપ લગાવી રહ્યા છે.

    તેમજ રવિશંકર પ્રસાદે નિયમોનો હવાલો આપતાં કહ્યું કે પુરાવા વગર ગૃહમાં ગમે એ વ્યક્તિ પર આરોપ ન લગાવી શકાય. તેમણે માગ કરી કે ગાંધીના આરોપોને રેકર્ડમાં સામેલ ન કરવામાં આવે.

  3. સુપ્રીમ કોર્ટ બિલકિસબાનો કેસની સુનાવણી માટે સ્પેશિયલ ખંડપીઠની રચના કરવા સહમત

    બિલકિસબાનો

    ઇમેજ સ્રોત, ANI

    સુપ્રીમ કોર્ટ બિલકિસબાનો કેસની સુનાવણી માટે સ્પેશિયલ બેન્ચની રચના કરવા સહમત થઈ ગઈ છે.

    બીબીસીના પ્રતિનિધિ સુચીત્ર મોહંતી જણાવે છે કે, બિલકિસબાનોએ તેમનાં વકીલ શોભા ગુપ્તાના માધ્યમથી ગૅઁગરેપના 11 દોષિતોને આપવામાં આવેલી મુક્તિ અથવા સમય પહેલાં મુક્તિને પડકારતી અરજી દાખલ કરી હતી.

    બિલકિસ બાનોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટમાં તેમની સમીક્ષા અરજી ફગાવી દીધા બાદ એક અરજી દાખલ કરી હતી.

    માર્ચ 2002માં ગોધરા પછીનાં રમખાણો દરમિયાન બાનો સાથે કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની ત્રણ વર્ષની પુત્રી સહિત તેમના પરિવારના 14 સભ્યો સાથે તેમને મરવા માટે છોડી દેવામાં આવ્યા હતા. વડોદરામાં જ્યારે હુલ્લડ કરતા ટોળાએ તેમના પરિવાર પર હુમલો કર્યો હતો, ત્યારે તેઓ પાંચ મહિનાનાં ગર્ભવતી હતા.

    શોભાએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. ધનંજય યશવંત ચંદ્રચૂડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બૅન્ચ સમક્ષ આ મામલાનો ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે, તેઓ તેના માટે એક વિશેષ બૅન્ચની રચના કરશે.

    સીજેઆઈના આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, “અમે તે તાત્કાલિક બનાવીશું.”

    સુપ્રીમ કોર્ટ

    ઇમેજ સ્રોત, Getty Images

    શોભાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેમણે આ મામલાની ચિંતા એટલા માટે કરી છે, કારણકે તેમને સાંભળી શકાય. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. કોઈનું જીવન અને સ્વતંત્રતા સામેલ છે.

    શોભાએ બીબીસીને કહ્યું હતું કે, “મેં આ કેસ સીજેઆઈ બેન્ચ સામે મૂક્યો છે, તેઓ આ કેસની તાત્કાલિક સુનાવણી માટે એક સ્પેશિયલ બેન્ચની રચના કરવા માટે સહમત છે.”

    સુપ્રીમ કોર્ટે 13 ડિસેમ્બરના રોજ આપેલા 3 પાનાંના આદેશમાં તેમની સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, અમે સમીક્ષા અરજીની સાથે-સાથે તેમના સમર્થનમાં જોડાયેલા પેપરો અને અરજદાર દ્વારા ઉલ્લેખિત ચુકાદાઓનો અભ્યાસ કર્યો છે.

    સુપ્રીમ કોર્ટે ઓપન કોર્ટ માટે મામલાને સૂચિબદ્ધ કરવાની બિલકિસબાનોની અરજીને પણ ફગાવી દીધી હતી.

    ગુજરાત સરકારે 11 દોષિતોને 15 ઑગસ્ટના રોજ છોડી દીધા હતા, જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસના તમામ 11 આજીવન કારાવાસના દોષિતોને 2008માં તેમની સજા દરમિયાન ગુજરાતમાં પ્રવર્તીત માફીની નીતિ અનુસાર મુક્ત કરવામાં આવ્યા હતા.

  4. ISWOTY : બૉક્સર વિજેન્દરસિંહ, મહિલા ક્રિકેટર અંજુમ ચોપરા અને પૅરાથ્લીટ એકતા ભ્યાન શું બોલ્યાં?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    બીબીસીએ સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરની ચોથી આવૃત્તિ માટે નૉમિની જાહેર કરાયાં.

    આ સંદર્ભે યોજાયેલી ઇવેન્ટમાં બૉક્સર વિજેન્દરસિંહ, પૂર્વ ક્રિકેટર અંજુમ ચોપરા અને એશિયન પૅરાગેમ્સ મેડલિસ્ટ એકતા ભ્યાને દેશના સ્પૉર્ટ્સમાં મહિલાઓની સ્થિતિ અંગે વિચારો વ્યક્ત કર્યા હતા.

    વિજેન્દરસિંહને હાલ બૉક્સિંગમાં તેમની સક્રિયતા વિશે પૂછાતાં તેમણે રસપ્રદ જવાબ આપ્યો.

  5. તુર્કી ભૂકંપ : મૃતકોની સંખ્યા 4800 પર પહોંચી

    તુર્કીમાં ભૂકંપ

    ઇમેજ સ્રોત, Ümit Bektaş/ Reuters

    તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા વિનાશક ભૂકંપમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે.

    તુર્કીના અધિકારીઓ અનુસાર તાજા આંડકા મુજબ તુર્કીમાં 3,381 થઈ છે.

    તુર્કીમાં ડિઝાસ્ટર ઍન્ય ઇમર્જન્સી મૅનેજમેન્ટ ઑથોરિટીના અધિકારી ઓરહાન તાતરે જણાવ્યું કે 20,426 લોકો ઈજાગ્રસ્ત છે અને 5,775 ઇમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે.

    તુર્કી અને સીરિયામાં મૃતકોની કુલ સંખ્યા 4,890 થઈ ગઈ છે.

    મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  6. ભૂકંપ પ્રભાવિત તુર્કીની મદદે આવ્યું ભારત

    તુર્કીમાં ભૂકંપ

    ઇમેજ સ્રોત, ANI

    તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. તુર્કી અને સીરિયામાં ભારે તબાહી મચી છે.

    ભારતે ભૂકંપ પ્રભાવિત તુર્કીમાં તપાસ, રૅસ્ક્યૂ ટીમ અને રાહત સામગ્રી મોકલી છે.

    ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાઘચીએ કહ્યું છે કે, “દિલ્હીએ મેડિકલ સપ્લાય, પ્રશિક્ષિત ડૉગ સ્ક્વૉડ, ડ્રિલિંગ મશીનો અને અન્ય જરૂરી સાધનો સાથેની ટીમોની તેની પ્રથમ બેચ રાષ્ટ્રને મોકલવામાં આવી હતી.”

    તેઓએ મંગળવારે વહેલી સવારે દિલ્હીથી ઉડાન ભરેલા ભારતીય ઍર ફોર્સના વિમાનમાં સપ્લાય લોડ કરવાના ફોટોગ્રાફ્સ ટ્વિટ કર્યા છે.”

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, રાહત બચાવ કાર્ય માટે આગરાની આર્મી ફિલ્ડ હૉસ્પિટલમાંથી 89 લોકોની મેડિકલ ટીમ રવાના થઈ છે.

    આ ટીમમાં ઘણા મેડિકલ નિષ્ણાતો સામેલ છે. ટીમ ઘાયલોની સારવાર કરશે.

    સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “ભારતના 1.4 અબજ લોકોની સહાનુભૂતિ તુર્કીના ભૂકંપથી પ્રભાવિત લોકો સાથે છે.”

    ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે, “જરૂરિયાતમાં કામમાં આવતા મિત્ર જ સાચા મિત્ર હોય છે.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. ISOWTY: બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2022નાં નૉમિનીઝ પૈકી એક - મીરાબાઈ ચનુ

    મીરાબાઈ ચનુ
  8. અદાણી સમૂહને કારણે આ કંપનીઓને થઈ રહ્યું છે ભારે નુકસાન

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, Reuters

    ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી જૂથના શૅરમાં સતત ઘટાડો થવાને કારણે વિલ્મર ઇન્ટરનેશનલને લઈને અમેરિકન રિટેલ કંપની વૉલમાર્ટ અને ઇઝરાયલના કેમિકલ નિકાસકર્તા ગડોત જૂથને સતત નાણાકીય નુકસાન થઈ રહ્યું છે.

    બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મલેશિયાની સૌથી અમીર વ્યક્તિની કંપની વિલ્મર ઇન્ટરનેશનલને છેલ્લા કેટલાક દિવસોથી નુકસાન થઈ રહ્યું છે.

    નેશનલ સ્ટૉક ઍક્સચેન્જ એટલે કે એનએસઈ એ પણ ગયા સોમવારે અદાણી ગ્રૂપની કંપનીઓની સર્કિટ લિમિટને રિવાઇઝ કરી દીધી છે.

    ત્યારબાદ અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની સર્કિટ લિમિટ પાંચ ટકા થઈ ગઈ છે.

    એનએસઈ એ આ પહેલાં આ કંપનીઓની લિમિટ વીસ ટકાથી ઘટાડીને દસ ટકા કરી દીધી હતી.

    આ અઠવાડિયાની શરૂઆતમાં અદાણી ગ્રૂપના સંસ્થાપક ગૌતમ અદાણી ગયા રવિવારે દુનિયાના વીસ સૌથી વધુ અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.

    અમેરિકી ફૉરેન્સિક ફાઇનાન્સિયલ કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવ્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો છે.

    બ્લૂમબર્ગ

    ઇમેજ સ્રોત, Bloomberg

    તેમના નેતૃત્વવાળી કંપનીઓના શૅર મૂલ્યોમાં પણ ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.

    કેટલાક દિવસ પહેલાં સુધી ગૌતમ અદાણીની ગણતરી દુનિયાની ત્રણ સૌથી અમીર હસ્તીઓમાં થતી હતી, જોકે 24 જાન્યુઆરી પછી તેઓ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 21મા સ્થાન પર આવી ગયા છે.

    બ્લૂમબર્ગની તાજેતરની યાદીમાં ગૌતમ અદાણી 21મા સ્થાન પર પહોંચી ગયા છે, આ યાદીને આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ જ અપડેટ કરવામાં આવી છે.

    જોકે ફોર્બ્સની અબજોપતિની યાદીમાં તેઓ હજુ પણ 18મા સ્થાન પર છે.

  9. ગૌતમ અદાણી 9000 કરોડ રૂપિયાની લૉન સમય પહેલાં કેમ ચૂકવી રહ્યા છે?

    અદાણી ગ્રૂપ

    ઇમેજ સ્રોત, SAM PANTHAKY/GETTY

    ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સતત સમાચારોમાં ચર્ચાઈ રહ્યા છે.

    બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપના પ્રમોટર્સ નિયત સમય પહેલાં લૉનની ચુકવણી કરી રહ્યા છે. આ લૉન ચૂકવવાની તારીખ સપ્ટેમ્બર 2024 હતી.

    અદાણી ગ્રૂપે નિર્ણય લીધો છે કે તે તેની ચુકવણી પહેલાં જ કરી દેશે. કંપનીના જણાવ્યા મુજબ, અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીના ગીરવે મુકેલા શૅર હવે બહાર પાડવામાં આવશે.

    આ અંતર્ગત અદાણી પોર્ટ્સના 168 મિલિયન, અદાણી ગ્રીન એનર્જીના 27 મિલિયન અને અદાણી ટ્રાન્સમિશનના લગભગ 11 મિલિયન ગીરવે મુકાયેલા શૅર છોડાવવામાં આવશે.

    આ લૉનની કિંમત 1.11 બિલિયન ડૉલર એટલે કે લગભગ નવ હજાર કરોડ રૂપિયા છે. અદાણી ગ્રૂપનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે કંપની પર વિશ્વસનીયતાનું સંકટ હતું.

    એવું માનવામાં આવે છે કે, ગૌતમ અદાણીએ આ નિર્ણય રોકાણકારો અને માર્કેટ વચ્ચે પોતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે લીધો છે, જેથી એવો સંદેશ જાય કે કંપની પાસે નાણાકિય સંસાધનોની કમી નથી.

    24 જાન્યુઆરી 2023એ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રૂપ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં, યુરોપીયન ફાઇનાન્સિયલ કંપની ક્રેડિટ સુઇસે પણ અદાણીના બૉન્ડ્સની કિંમત શૂન્ય કરી દીધી હતી અને તેમના ગ્રાહકોને આ બૉન્ડ્સ સામે લૉન આપવાનો ઇનકાર કરી દીધો હતો.

    રિપોર્ટ આવ્યા પહેલાં ગૌતમ અદાણી એક સમયે દુનિયાના ત્રીજા સૌથી ધનિક બિઝનેસમેન હતા.

    જોકે રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણી દુનિયાના ટોપ 20 અમીરોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે, ત્યારે મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.

    હિંડનબર્ગ એક અમેરિકી ફાઇનાન્સિયલ રિસર્ચ કંપની છે. આ કંપનીએ તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા હતા. સાથે જ હિંડનબર્ગે અદાણી ગ્રૂપને 88 સવાલ પણ પૂછ્યા હતા.

    આ રિપોર્ટના કારણે ગયા અઠવાડિયાની શરૂઆતમાં અદાણી ગ્રૂપની કંપનીઓનું કુલ મૂલ્ય 220 અબજ ડૉલર હતું, પરંતુ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા પછી આ લગભગ અડધી થઈ ગયું છે.

    અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિસર્ચના આ આરોપોને ફગાવી દીધા હતા.

    અદાણી પર લાગેલા આરોપોને લઈને વિપક્ષ પણ કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે અને તપાસની માગ કરી રહ્યું છે.

  10. ભારે વરસાદને કારણે તુર્કીમાં રાહતકાર્યમાં અવરોધ, અન્ના ફૉસ્ટર મારસથી અને ઍન્ટોઇનેટ રેડફર્ડ લંડનથી

    તુર્કીમાં આવેલા ભયંકર ભૂકંપ

    ઇમેજ સ્રોત, REUTERS/Sertac Kayar

    ઇમેજ કૅપ્શન, તુર્કીમાં ભયંકર ભૂકંપ

    તુર્કીમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ દક્ષિણ-પૂર્વ તુર્કીમાં ભારે વરસાદ અને બરફવર્ષાને કારણે રાહતકાર્યમાં અવરોધ ઉત્પન્ન થઈ રહ્યા છે.

    તુર્કી અને સીરિયાની સરહદ પર ભૂકંપને કારણે 4,300થી વધુનાં મોત થઈ ચૂક્યાં છે અને 15 હજારથી વધારે ઈજાગ્રસ્ત થયાં છે.

    સોમવારે પરોઢે ભૂકંપના બે શક્તિશાળી ઝાટકા આવ્યા હતા.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે.

    મંગળવારના સવારે રાહતકાર્ય ચાલુ છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં અનેક લોકો હજુ પોતાનાં ઘરોમાં જતાં ડરી રહ્યા છે.

    યુએસ જિયોલૉજિકલ સરવે અનુસાર આનું કેન્દ્ર ગાઝી અંતેપ શહેર નજીક જમીનમાં 17.9 કિલોમિટર નીચે હતું.

  11. અલ્પેશ કથીરિયા કોની સાથે લગ્નના બંધને બંધાયા?

    અલ્પેશ કથીરિયા

    ઇમેજ સ્રોત, @isudan_gadhvi

    રવિવારે મોટા વરાછાના ગોપીન ગામમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમિતિ દ્વારા યોજવામાં આવેલા સામૂહિક લગ્ન સમારોહમાં આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ 87 જોડાઓમાં સામેલ હતા.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, બંને પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક પણ છે. માલવિયાએ સુરતના વૉર્ડ-2નાં AAP કાઉન્સિલર મોનાલી હિરપરા સાથે લગ્ન કર્યાં છે.

    કથીરીયાએ સુરતના કનકપુર કનસાડ નગરપાલિકાનાં પૂર્વ ભાજપ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે લગ્ન કર્યાં છે.

    માલવિયાએ સુરત પોલીસ દ્વારા ડિજિટલ વેડિંગ કાર્ય લિસ્ટિંગની પહેલ શરૂ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, “હું પોલીસની આ પહેલ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માગતો હતો.”

    ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે, તેઓ હાર્દિક પટેલ સાથે આ આંદોલનમાં જોડાયા હતા. ધાર્મિક માલવિયાએ સુરતની ઓલપાડ બેઠક પરથી જ ચૂંટણીનું રાજકારણ શરૂ કર્યું હતું. અગાઉ ધાર્મિક અને અલ્પેશ બંને એકસાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

    ધાર્મિક માલવિયા

    ઇમેજ સ્રોત, @isudan_gadhvi

  12. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રેમકહાણી ક્યારે શરૂ થઈ?

  13. અદાણી ગ્રૂપનું હજારો કરોડ રૂપિયાનું ટેન્ડર યોગી સરકારે કર્યું રદ

    અદાણી ગ્રૂપ

    ઇમેજ સ્રોત, EPA/DIVYAKANT SOLANKI

    છેલ્લા કેટલાક દિવસથી શૅરબજારમાં પડકારોનો સામનો કરી રહેલા અદાણી ગ્રૂપને યૂપી સરકાર તરફથી મોટો ઝટકો લાગ્યો છે.

    અમેરિકી ફૉરેન્સિક ફાઇનાન્સિયલ કંપની હિંડનબર્ગ દ્વારા 24 જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ પર નાણાકીય અનિયમિતતા સંબંધિત આરોપ લગાવ્યા બાદ તેમની કંપનીઓના શૅરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

    ડેક્કન હેરાલ્ડના અહેવાલ અનુસાર, યૂપી સરકારની એકમ મધ્યાંચલ વિદ્યુત વિતરણ નિગમે અદાણી ગ્રૂપ વતી સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવા માટેનું ટેન્ડર રદ કર્યું છે.

    તેની કિંમત લગભગ 5400 કરોડ રૂપિયા છે. ટેન્ડરનો દર અંદાજિત કિંમતથી લગભગ 48થી 65 ટકા વધુ હોવાના કારણે તેનો શરૂઆતથી વિરોધ થઈ રહ્યો હતો. અહેવાલ અનુસાર, હવે પશ્ચિમાંચલ, પૂર્વાંચલ, દક્ષિણાંચલ અને ડિસ્કૉમના ટેન્ડર પર પણ નજર છે. દક્ષિણાંચલમાં પણ અદાણી ગ્રૂપનું ટેન્ડર છે.

    ઉત્તરપ્રદેશમાં લગભગ 2.5 કરોડ પ્રીપેડ સ્માર્ટ મીટર લાગવાનાં છે. તેના માટે 25 હજાર કરોડના ટેન્ડર ભરવામાં આવ્યા છે. તેમાં મૅસર્સ અદાણી પાવર ટ્રાન્સમિશન ઉપરાંત જીએમઆર અને ઇનટેલી સ્માર્ટ કંપનીએ ટેન્ડરનો બીજો ભાગ હાંસલ કર્યો હતો. તેમને કાર્ય કરવાનો આદેશ જારી કરવાનો હતો, પરંતુ તેમના ટેન્ડરના દરને લઈને વિરોધ થવા લાગ્યો હતો.

    ટેન્ડરના પ્રસ્તાવ અનુસાર, દરેક મીટરની કિંમત લગભગ નવથી 10 હજાર રૂપિયા જેટલી હતી, જ્યારે અંદાજિત ખર્ચ 6 હજાર રૂપિયા પ્રતિ મીટર છે.

    આ મામલામાં યૂપી પાવર કૉર્પોરેશન લિમિટેડે પ્રતિ મીટર વધુ કિંમત હોવાના મામલામાં ઊર્જા મંત્રાલય પાસેથી સલાહ લીધી હતી, પરંતુ ત્યાંથી કૉર્પોરેશન પર જ નિર્ણય છોડવામાં આવ્યો હતો.

  14. તુર્કી અને સીરિયામાં ભૂકંપના મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 3800ને પાર પહોંચી

    ભૂકંપ

    ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

    તુર્કીના ગાઝી અંતેપ શહેરની પાસે સોમવારે સવારે આવેલા ભીષણ ભૂકંપના આંચકાના કારણે મૃત્યુઆંક 3800ની પાર પહોંચી ગયો છે.

    આ સાથે જ ઘાયલોની સંખ્યા 12 હજારથી વધુ હોવાનું કહેવાય છે.

    ભૂકંપના કારણે તુર્કીની સાથે-સાથે સીરિયામાં પણ ઘણા લોકોનાં મોત થયાં છે. બંને દેશોમાં મૃતકોની સંખ્યા 4 હજારની નજીક પહોંચતો જોવા મળી રહ્યો છે.

    આ સાથે જ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા આગામી કેટલાક કલાકોમાં વધી શકે છે.

    ભૂકંપ આવ્યા બાદથી આંતરરાષ્ટ્રીય બચાવ કાર્યકરોએ તુર્કી પહોંચવાનું ચાલુ રાખ્યું છે, જેથી બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે.

    જોકે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહેલા સીરિયાને સહાય પહોંચાડવામાં વિલંબ થવાના સમાચારો જોવા મળી રહ્યા છે.

    દેશના ઉપરાષ્ટ્રપતિનું કહેવું છે કે, ભૂકંપ બાદ તુર્કીમાં ઓછામાં ઓછા 2,379 લોકો માર્યા ગયા અને 14,483 લોકો ઘાયલ થયા છે.

    કિએટ ઓટકે કહે છે કે, 4,748 ઇમારતો નાશ પામ્યા બાદ 7,840 લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.

    સીરિયામાં ઓછામાં ઓછા 1,444 લોકોનાં મોત થયા હોવાના સમાચાર છે.

    આનો અર્થ એ છે કે વિનાશકારી ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા હવે 3500થી વધુ છે, પરંતુ બચાવ કામગીરી ચાલુ હોવાથી આ આંકડો વધશે તે નિશ્ચિત છે.

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ અગાઉ ચેતવણી આપી હતી કે મૃતકોની સંખ્યા આખરે આઠ ગણી વધી શકે છે.

  15. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    6 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.