100 દિવસ કામના બદલે પૈસા ન મળ્યા તો કેન્દ્ર વિરુદ્ધ આંદોલન- મમતા બેનરજી
100 દિવસના કામના બદલે બાકી રકમ પર કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
લાઇવ કવરેજ
100 દિવસના કામના બદલે પૈસા ન મળ્યા તો કેન્દ્ર વિરુદ્ધ આંદોલન કરશે મમતા,

ઇમેજ સ્રોત, SANJAY DAS
ઇમેજ કૅપ્શન, મમતા બેનરજી 100 દિવસના કામના બદલે બાકી રકમ પર કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
તેમણે બર્દવાનમાં આયોજિત એક જનસભામાં કહ્યું, “કેન્દ્ર સરકારે જો 100 દિવસના કામના બદલે પૈસા ન આપ્યા તો બંગાળમાં મોટા પાયે આંદોલન થશે.”
તેમણે રોજગારના મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.
તેમનું કહેવું હતું કે કેન્દ્રીય બજેટમાં રોજગાર પેદા કરવા અંગે કોઈ નક્ક વાત નથી.
મમતાએ પ્રશ્ન કર્યો હતો કે, “સરકારે 100 દિવસના કામના પૈસા કેમ કાપી નાખ્યા?”
મુખ્ય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પોતાની તાકત બતાવી રહી છે. ચૂંટણી પહેલાં મોટી મોટી વાતો કરી રહી છે. નાની-નાની વાતો પર પણ રાજ્યોમાં ટીમો મોકલી દેવાય છે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર 100 દિવસના કામના બદલે પૈસા નથી આપી રહી. તેમ છતાં રાજ્ય સરકારે 40 લાખ કાર્યદિવસનું સર્જન કર્યું.
મમતાની ચેતવણી પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું, “કેન્દ્ર દ્વારા પૈસા ન આપવાનું કારણ મમતાને ખબર છે. 100 દિવસની યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. રાજ્ય સરકારે પહેલાં ખર્ચનો હિસાબ આપે. બીજા દિવસે જ પૈસા મળી જશે.”
એક સમયે ભારતને પાછળ પાડી દેનાર બાંગ્લાદેશની કરોડરજ્જુ કેમ તૂટી રહી છે?
'દેશ રે જોયા...' : વિદેશમાં દુખ વેઠતી દીકરીની કથા એવી તો જોવાઈ કે તમામ રેકૉર્ડ તોડી નાખ્યા
જમ્મુ-કાશ્મીરમાં પોલીસનો દાવો – પહેલીવાર મળી આવ્યો ‘પરફ્યુમ’ બૉમ્બ

ઇમેજ સ્રોત, ANI
જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે તેમણે એક ચરમપંથી પાસેથી પરફ્યુમ આઇઇડી કબજે કર્યો છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું છે કે પોલીસે અહીં પહેલી વખત પરફ્યુમ આઇઇડી કબજે કર્યો છે. જો કોઈ તેને દબાવવાની કે ખોલવાની કોશિશ કરે તો તેમાં વિસ્ફોટ થઈ શકે છે.
દિલબાગસિંહે જણાવ્યું, “આરોપીએ ડિસેમ્બર માસના અંત ભાગમાં ત્રણ આઇઇડી મેળવ્યા હતા. તે પૈકી બેનો ઉપયોગ મરવાલ વિસ્તારમાં થયો હતો. આરોપી આરિફ લશ્કર-તૈયબાના ચરમપંથી કાસિમના ઇશારે કામ કરી રહ્યો હતો. કાસિમ પાકિસ્તાનથી ઑપરેટ કરે છે. હાલમાં આ વિસ્તારમાં થયેલ ચરમપંથી પ્રવૃત્તિઓ માટે એ જ જવાબદાર છે.”
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
દિલબાગસિંહ પ્રમાણે આ બંને બૉમ્બ 20 જાન્યુઆરીના રોજ પ્લાન્ટ કરાયા હતા. 21 જાન્યુઆરીના રોજ મરવાલમાં 20 મિનિટના અંતરે એક પછી એક વિસ્ફોટ થયા હતા. પહેલાં વિસ્ફોટ બાદ નવ લોકો ઘાયલ થયા હતા.
પોલીસનું કહેવું છે કે આ બાદ જ પાકિસ્તાનના હૅન્ડલરો સાથે પાછલાં ત્રણ વર્ષથી સંપર્કમાં રહેલાં ચરમપંથી આરિફની ધરપકડ કરાઈ હતી.
પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે, એ પહેલાં સરકારી સ્કૂલમાં ભણાવતા હતા, પોલીસ પ્રમાણે તેઓ રિયાસી જિલ્લાના રહેવાસી છે.
મોરબી પુલ દુર્ઘટના મામલે 7 આરોપીઓની જામીન અરજી અંગે 4 ફેબ્રુઆરીએ લેવાશે નિર્ણય

ઇમેજ સ્રોત, AFP
ઇમેજ કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટના મોરબી પુલ દુર્ઘટના મામલે સાત આરોપીઓની જામીન અરજી પર 4 ફેબ્રુઆરીના રોજ નિર્ણય લેવામાં આવશે.
બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સાત આરોપીઓએ મોરબી કોર્ટમાં જામીન અરજી કરી હતી, જે અંગે આજે ગુરુવારે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.
ઓરેવા કંપનીના બંને મૅનેજરનું પુલ પર સુપરવિઝન કરવાનું કામ હતું. બે સિક્યૉરિટી ગાર્ડ કંપનીમાં લોડિંગ કામના કર્મચારી હતા, જેમને સિક્યૉરિટી તરીકે મૂકવામાં આવ્યા હતા.
પુલ પર કેટલા લોકોને એક સાથે આવવા દેવા તેવી સિક્યૉરિટી ગાર્ડને કોઈ સૂચના આપવામાં આવી ન હતી, તેવી દલીલો કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોનાં મોત થયાં હતાં, જેના લગભગ ત્રણ મહિના બાદ ઓરેવા ગ્રૂપના પ્રમોટર અને અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે નામ સામેલ કરવામાં આવ્યું હતું.
આ ઘટના બાદ જયસુખ પટેલ ગાયબ હતા અને ગયા અઠવાડિયે તેમની ધરપકડ માટે વૉરંટ બહાર પાડવામાં કરવામાં આવ્યું હતું. ધરપકડના ડરથી તેમણે 16 જાન્યુઆરીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
1,262 પાનાંની ચાર્જશીટમાં જયસુખ પટેલનું મુખ્ય આરોપી અને 'ભાગેડુ' તરીકે નામ આપવામાં આવ્યું હતું.
જયસુખ પટેલને અગાઉ ધકપકડ કરાયેલા નવ આરોપી સાથે 10મા આરોપી તરીકે ઉમેરવામાં આવ્યા હતા. જેમાં પેટા કૉન્ટ્રૅક્ટર, ટિકિટ ક્લાર્ક અને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા રોજમદાર મજૂરોનો સમાવેશ થાય છે.
અદાણી કેસની તપાસ સંસદીય કમિટી અથવા સીજેઆઈના નેતૃત્વમાં થવી જોઈએ: ખડગે

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અદાણી ગ્રૂપ અંગેના હિંડનબર્ગના રિપોર્ટ બાદ આ મામલાની તપાસ કરવા એક સંસદીય કમિટીનું ગઠન અથવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વમાં રચના કરવાની માગ કરી છે.
ખડગેએ મીડિયાને કહ્યું હતું કે, “અમે નિયમ 267 અંતર્ગત સંસદમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે જે કંપનીની કિંમત સતત ઘટી રહી છે, તેમાં એલઆઈસી અને સ્ટેટ બૅન્ક જેવી જાહેર કંપનીઓનું રોકાણ છે. આ એવી સંસ્થાઓ છે, જેમાં દેશનો સામાન્ય માણસ તેની મહેનતની કમાણીથી રોકાણ કરે છે. આ સંસ્થાઓએ એક કંપનીમાં રોકાણ કર્યું છે, જેના શૅર હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ સતત ઘટી રહ્યા છે.”
“આવી સ્થિતિમાં સામાન્ય લોકો તેમના પૈસા ગુમાવી રહ્યા છે. કરોડો ભારતીયોની મહેનતની કમાણી જોખમમાં છે. આ કંપનીઓએ રોકાણ જ શા માટે કર્યું? તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તેના માટે સંસદીય કમિટીનું ગઠન થાય અથવા તો ચીફ જસ્ટિસના નેતૃત્વમાં તપાસ કરવામાં આવે. જેનો રિપોર્ટ સાર્વજનિક રીતે કરવો જોઈએ, જેથી જેમને પૈસા રોક્યા છે તેમને ખબર પડે કે આખરે થઈ શું રહ્યું છે.”
તેઓએ કહ્યું હતું કે, સરકારે અમારા પ્રસ્તાવને મંજૂરી આપી નથી. અમે ઇચ્છીએ છીએ કે આ મહત્ત્વપૂર્ણ વિષય પર ચર્ચા થાય.
વિપક્ષ અદાણી ગ્રૂપ પરના રિપોર્ટ પર ચર્ચા કરવાની માગ કરી રહ્યો છે. આ દરમિયાન રાજ્યસભા અને લોકસભાનું સત્ર બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગયા અઠવાડિયે અદાણી ગ્રૂપને લઈને અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો એક રિપોર્ટ બહાર આવ્યો હતો, જેમાં અદાણી ગ્રૂપ પર તેના શૅરને ઓવપપ્રાઇસ બતાવવા સહિતના અન્ય અનિયમિતતાના આરોપો લગાવ્યા છે.
રિપોર્ટ આવ્યા પછીના એક અઠવાડિયામાં અદાણી ગ્રૂપને 100 બિલિયન ડૉલરનું નુક્સાન થયું છે. માત્ર બુધવારે અદાણીના શૅરના ભાવમાં 28.45 ટકા ઘટી ગયા છે.
ગઈ કાલે રાત્રે કંપનીએ એક હેરાન કરી દેનારી જાહેરાત કરતા કહ્યું હતું કે, તે તેના તમામ સબસ્ક્રાઇબ કરેલા એફપીઓ પાછા ખેંચી રહી છે અને રોકાણકારોના પૈસા પરત આપવામાં આવશે.
હાર્દિક પંડ્યાએ જણાવ્યું મેદાનમાં રમતી વખતે નિર્ણય કેવી રીતે લે છે?
અદાણી એફપીઓ : શું આ તેમની સૌથી મોટી હાર છે? શું કહે છે નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, REUTERS/AMIR COHEN
એક ફેબ્રુઆરી 2023ના દિવસે જ્યારે એક તરફ સંસદમાં બજેટ રજૂ થઈ રહ્યું હતું, બીજી તરફ અદાણી ઍન્ટરપ્રાઇઝિસના માલિક ગૌતમ અદાણી એક અલગ મુશ્કેલી સામે લડી રહ્યા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર બુધવાર સાંજ સુધી અદાણી ઍન્ટરપ્રાઇઝિસ લિમિટેડે 20 હજાર કરોડ રૂપિયાનો પોતાનો એફપીઓ (ફૉલો ઑન પબ્લિક ઑફર) રદ કરવો પડ્યો. જેનું કારણ હતું અમેરિકન ફૉરેન્સિક ફાઇનેન્શિયલ કંપની હિંડનબર્ગ રિસર્ચનો એક રિપોર્ટ જેમાં અદાણી જૂથ પર ગંભીર સવાલ કરવામાં આવ્યા હતા.
કંપનીનો આ એફપીઓ અત્યાર સુધી સૌથી મોટો 20 હજાર કરોડનો એફપીઓ હતો અને સંપૂર્ણ સબસ્ક્રાઇબ થઈ ચૂક્યો હતો એટલે પૂર્ણ રીતે વેચાઈ ગયો હતો.
જોકે અખબાર લખે છે કે આ એફપીઓમાં સામાન્ય લોકોએ પૈસા નહોતા રોક્યા પરંતુ મંગળવારના મોટી કંપનીઓ અને કેટલાક અમીર લોકોએ આમાં ઘણાં નાણાં રોક્યાં હતાં.
બુધવારે સાજે કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે' બોર્ડે એક ફેબ્રુઆરીના થયેલી બેઠકમાં એફપીઓ પરત લેવાનો નિર્ણય કર્યો છે, જેમણે એફપીઓ સબસ્ક્રાઇબ કર્યો છે, તેમને તેમના પૈસા પાછા મળી જશે.'
અખબાર લખે છે કે નિવેદનમાં કંપનીએ કહ્યું કે, " આજે સ્ટૉક માર્કેટમાં શેયરોમાં ઘટાડો જોવા મળ્યો. આવી અભૂતપૂર્વ પરિસ્થિતિને જોતાં બોર્ડે નક્કી કર્યું છે કે એફપીઓ સાથે આગળ વધવું નૈતિક રૂપથી યોગ્ય નથી. રોકાણકારોનાં હિતોને અમે સર્વોપરિતા આપીએ છીએ, તેમને કોઈ સંભાવિત નુકસાનથી બચાવવા માગીએ છીએ. તેવામાં બોર્ડે આ એફપીઓ સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે."
આ વિશે સ્ટૉક એક્સચેન્જને માહિતી આપી દેવામાં આવી છે.
નવભારત ટાઇમ્સ અખબાર લખે છે કે હિંડનબર્ગનો રિપોર્ટ એવા સમયે આવ્યો જ્યારે અદાણી એફપીઓ લાવવાના હતા, એવામાં એફપીઓ રદ કરવાને હિંડનબર્ગ રિપોર્ટ સાથે સાંખળીને જોવામાં આવે છે.
એક અન્ય સમાચારમાં અખબાર લખે છે કે સત્ય એ છે કે આ એફપીઓ માત્ર 112 પરસેન્ટ સબસ્ક્રાઇબ થયો હતો અને તેમાં રિટેલ રોકાણકારોએ પૈસા નહોતા રોક્યા, રિટેલ રોકાણકારો માત્ર 12 ટકા જ સબસ્ક્રાઇબ કર્યો હતો.
અખબાર લખે છે કે એફપીઓ પાછો લેવાનો નિર્ણય રોકાણકારોનો ભરોસો ટકાવી રાખવા અને હિંડનબર્ગ રિપોર્ટને યોગ્ય જવાબ આપવાનો નિર્ણય છે. કંપનીએ કહ્યું છે કે તેની જે જરૂરિયાત છે તે જેટલા પૈસા છે તેમાંથી પૂરી થશે.
હિંદુસ્તાન ટાઇમ્સ લખે છે કે શેયરોના ભાવ ગગડવાને કારણે કંપનીને 86 અબજ ડૉલરનું નુકસાન થયું છે.
અખબાર લખે છે કે ફોર્બ્સ અનુસાર, અઠવાડિયા પહેલાં 127 અબજ ડૉલરની સંપત્તિ સાથે અદાણી દુનિયાની ત્રીજી સૌથી અમીર વ્યક્તિ હતા, પરંતુ બુધવારના તેઓ આ લિસ્ટમાં 15મા સ્થાને પહોંચી ગયા.
શેર ગગડ્યા
ધ હિંદુએ એક વરિષ્ઠ સ્ટૉક બ્રોકરને ટાંકતા લખ્યુ છે કે કંપની માટે મુશ્કેલીઓ ખતમ નથી થઈ.
મિંટના એક વરિષ્ઠ બૅંકિંગ અધિકારીને ટાંકતા કહ્યું છે કે, "આમાં પૈસા કેટલીક કંપનીઓએ રોક્યા છે જેમને પહેલા દિવસથી જ 30 ટકાનું નુકસાન વેઠવું પડશે કારણ કે સ્ટૉક માર્કેટમાં અદાણી કંપનીની હાલત સારી નથી. એવી સ્થિતિથી બચવાનો એક જ રસ્તો હતો એફપીઓ પાછો ખેંચવાનો."
એક અન્ય ફંડ મૅનેજરે અખબારને કહ્યું કે'એફપીઓ પાછો લેવાનો નિર્ણય'ઘાતક' સાબિત હોઈ શકે છે કારણ કે આનાથી સંકેત મળશે કે શેરના ભાવમાં આવેલા ઘટાડાથી રોકાણકારો ખુશ નથી. આવનારા સમયમાં આની અસર કંપનીના કૅપિટલ બનાવવાની ક્ષમત પર અસર પડી શકે છે.'
મની કંટ્રોલ વેબસાઇટ પર છપાયેલા એક રિપોર્ટ અનુસાર વેરિટીડેટામાં રિસર્ચના નિદેશકે બ્લૂમબર્ગને કહ્યું કે "છેલ્લી ઘડીએ કોઈ કંપનીના એફપીઓને રદ કરવાનો નિર્ણય સામાન્ય નથી, આનાથી કંપની પર લોકોનો ભરોસો તૂટવાનો ખતરો છે."
એફપીઓ પાછો લેવાના નિર્ણય બાદ અદાણી સમૂહના પ્રમુખ ગૌતમ અદાણીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
અદાણી ઍન્ટરપ્રાઝિઝ લિમિટેડના બોર્ડ પોતાની કંપનીના સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થયેલા 20 હજાર કરોડના ફૉલોઑન પબ્લિક ઑફર (એફપીઓ)ને પાછો લેવાનો નિર્ણય કર્યો છે.
અપ્રત્યાશિત પરિસ્થિતિ અને બજારની હાલની અસ્થિરતાને ટાંકતા કંપનીએ રોકાણકારોનાં હિતોને સુરક્ષિત રાખવાની વાત કરી હતી.
એફપીઓ પાછો લેવાની પ્રક્રિયા અને રોકાણકારો પાસેથી લીધેલા બધા પૈસા પાછા આપવાનું કંપનીએ કહ્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે નિદેશકમંડળે એક ફેબ્રુઆરી (બુધવાર) ના થયેલી બેઠકમાં એફપીઓ પાછો લેવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી એફપીઓની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ છે.
અદાણી ઍન્ટરપ્રાઇઝિઝના ચૅરમૅન ગૌતમ અદાણીએ કહ્યું, “કંપનીનું બોર્ડ એફપીઓને સમર્થન આપવા અને કમિટમેન્ટ આપવા માટે બધા રોકાણકારોનો આભાર વ્યક્ત કરે છે.''
તેમણે કહ્યું કે, '' ગત અઠવાડિયે શૅર બજારની અસ્થિરતા છતાં કંપની, તેના કારોબાર અને પ્રબંધન પર તમે ભરોસો વ્યક્ત કર્યો તે ખૂબ સુખદ અને આશ્વસ્ત કરે તેવું હતું. તેના માટે આભાર.''
અદાણીએ મંગળવારના બજારની પરિસ્થિતિને અપ્રત્યાશિત ગણાવતાં કહ્યું કે કંપનીના શૅરની કિંમતમાં આખો દિવસ ઉતાર-ચઢાવ જોવા મળ્યો.

ઇમેજ સ્રોત, Getty Images
તેમના અનુસાર, ''આવી અપ્રત્યાશિત પરિસ્થિતિમાં કંપનીના બોર્ડને લાગ્યું કે એફપીઓની પ્રક્રિયાને આગળ વધારવું નૈતિક રીતે ઉચિત નથી.''
તેમણે કહ્યું કે રોકાણકારોનાં હિત સૌથી મહત્ત્વપૂર્ણ છે, એટલે તેમને મોટું નુકસાનથી બચવા માટે બોર્ડે એફપીઓની પ્રક્રિયાને આગળ ન વધારનો નિર્ણય કર્યો છે.
તેમના અનુસાર, ''રોકાણકારોના પૈસા રિફંડ કરવા માટે તે કામ કરી રહી છે. કંપનીની બૅલેન્સશીટ સારી દશામાં છે અને તેમની પાસે પર્યાપ્ત નગદ છે. કંપનીએ દેવું ચૂકવવાનો પોતાના ભૂતકાળ પણ સારો ગણાવ્યો.''
ગૌતમ અદાણી અનુસાર, '' તેમની હાલની પરિસ્થિતિ અને આગળની યોજનાઓ પર આની કોઈ અસર નહીં પડે. તેમણે લાંબી અવધિની વૅલ્યૂ ક્રિએશનની વાત કહી છે. એક વખત બજાર સ્થિર થઈ જાય તો અમે પૂંજી બજારની પોતાની રણનીતિની સમીક્ષા કરીશું. અમને સંપૂર્ણ ભરોસો છે કે તમારું સમર્થન મળતું રહેશે. અમારા પર ભરોસો કરવા માટે આભાર.''
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી સમૂહના શૅર ઝડપથી પડ્યા હતા. શૅરના ભાવ નીચે આવવાનો ક્રમ બુધવારે પણ ચાલુ રહ્યું. ગત પાંચ બિઝનેસ ડેઝમાં સમૂહની કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન સાત લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે.
શરૂઆતમાં મુશ્કેલી બાદ મંગળવારના બજાર બંધ થતા સુધીમાં અદાણી ઍન્ટરપ્રાઝિઝનો એફપીઓ પૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. એફપીઓના છેલ્લા દિવસે રોકાણકારોનું સમર્થન મળ્યું જેમાં કેટલાક સાથી ઉદ્યોગપતિઓની પારિવારિક કંપનીઓ અને બિન રિટેલ રોકાણકારો સામેલ છે.
અદાણી એન્ટરપ્રાઇઝે 20 હજાર કરોડનો એફપીઓ પાછો ખેંચ્યો, રોકાણકારોના પૈસા પરત આપશે

ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના એક બોર્ડે સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થયેલો 20 હજાર કરોડનો એફપીઓ પાછો ખેંચ્યો છે. કંપનીએ તેની સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે. જેમણે એફપીઓને સબસ્ક્રાઇબ કર્યું છે, તેમના પરત આપવામાં આવશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, નિદેશકમંડળે એક ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં એફપીઓ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.
કંપનીએ કહ્યું છે કે તે તેના શૅરહોલ્ડરોનાં હિતમાં આંશિક ચુકવણીના આધારે રૂપિયા 1ના અંકિત મૂલ્યના 20000 કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શૅરોની રજૂઆત પર આગળ નહીં વધે. કંપનીએ શૅર માર્કેટને આપેલી સૂચનામાં આ માહિતી આપી છે.

ઇમેજ સ્રોત, ADANI GROUP
જોકે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શૅરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ઘટાડો થવાનો આ સિલસિલો બુધવારે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા પાંચ કારોબારી સત્રોમાં ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન સાત લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે.
મંગળવારે માર્કેટ બંધ થતા સુધી અદાણી એન્ટરપ્રાઇઝના એફપીઓ સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયા હતા. અંતિમ દિવસે કેટલાક સાથી ઉદ્યોગપતિઓની પારિવારિક કંપનીઓ અને નોન-રિટેલ રોકાણકારો સહિતના રોકાણકારો દ્વારા એફપીઓને સમર્થન મળ્યું છે.
રિપોર્ટમાં ગ્રૂપ પર ઘણા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝનો એફપીઓ આવવાનો હતો.
નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
1 ફેબ્રુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.
