ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો પર જીત હાંસલ કરી છે.
પ્રદેશમાં સૌથી વધુ નુકસાન કૉંગ્રેસને થયું છે. પક્ષનો આંકડો ઘટીને 17 થઈ ગયો છે.
ભારતમાંથી પ્રકાશિત થતા આજના સમાચારોમાં ગુજરાતમાં ભાજપની રેકૉર્ડ જીત અને હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસના જીતના સમાચારો છવાયેલા હતા, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ચૂંટણીના સમાચારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વૉશિંગટન પોસ્ટે પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ, "વડા પ્રધાન મોદીની પાર્ટીએ એક રાજ્યમાં જીત હાસલ કરી છે, તો એકમાં હારી ગઈ છે."
વેબસાઈટ લખે છે કે, "મોદીની હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટીએ ફરી એકવાર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 27 વર્ષનું નિયંત્રણ ચાલુ રાખ્યું છે,
પરંતુ હિમાચલ અને દિલ્હીમાં સત્તાથી બહાર રહી છે."
1995થી ગુજરાતમાં ભાજપે કોઈ પણ ચૂંટણીમાં હાર જોઈ નથી અને
વડા પ્રધાન બન્યા પહેલા 13 વર્ષ સુધી મોદી અહીંથી મુખ્ય મંત્રીપદે રહ્યા હતા.
વેબસાઈટે લખ્યું હતું કે, "જો પક્ષને ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ જીત મળે, તો તે મોદી અને ભાજપની સ્થિતિને વધુ મજબૂત કરશે અને પાર્ટીને વધુ જોરદાર હિંદુત્વ ઍજેન્ડા સાથે 2024ની સામાન્ય ચૂંટણીમાં પ્રવેશવામાં મદદ કરશે."
વેબસાઈટે લખ્યું હતું કે, “પ્રદેશમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને ધાર્મિક ધ્રુવીકરણ વધવા છતાં પણ
મોદીની પાર્ટી રાજ્યમાં લોકપ્રિય છે.”