પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - 'જનતાએ રેકૉર્ડ તોડવાનો રેકૉર્ડ બનાવી નાખ્યો'
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકૉર્ડ તોડતા 150થી વધારે બેઠકો જીતી છે. કૉંગ્રેસ 16 અને આમ આદમી પાર્ટી પાંચ બેઠકો જીતી શકી.
લાઇવ કવરેજ
ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતમાં કૉંગ્રેસ વિરુદ્ધની એ બાબત જેનો ફાયદો 'આપ'ને થયો
હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસને વિજય, 68માંથી 40 બેઠકો જીતી

ઇમેજ સ્રોત, ECI
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને કારમો પરાજય મળ્યો છે પરંતુ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 68માંથી 40 બેઠકો જીતી છે. ભાજપને 25 બેઠકો મળી છે અને ત્રણ અપક્ષને જીતી છે.
આ રીતે કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં સ્પષ્ટ મૅન્ડેટ મળ્યો છે.

ઇમેજ સ્રોત, ANI
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત પર કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ જીત જનતાના મુદ્દાની છે. ઉન્નતિના સંકલ્પોની જીત છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને જનાદેશ આપવા માટે હિમાચલ પ્રદેશની જનતાનું દિલથી ધન્યવાદ અને અભિવાદન."
"આ જીત હિમાચલ પ્રદેશની જનતા અને ઉન્નતિના સંકલ્પોની જીત છે. કૉંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને શુભકામનાઓ. તેમની મહેનત રંગ લાવી"
ભાજપના દિગ્ગજોને હરાવનારા પરેશ ધાનાણી કેમ ચૂંટણી હારી ગયા?
નરેન્દ્ર મોદીએ કહ્યું - 'આવનારાં 25 વર્ષ માત્ર વિકાસની રાજનીતિનાં જ છે'

ઇમેજ સ્રોત, @BJP4India/Twitter
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "ગુજરાતના લોકોએ રેકૉર્ડ તોડવાનો પણ રેકૉર્ડ બનાવ્યો. ગુજરાતના ઇતિહાસનો આ સૌથી પ્રચંડ જનાદેશ આપીને ભાજપાને લઈને પ્રદેશના લોકોએ નવો ઇતિહાસ રચ્યો છે. જ્ઞાતિ, વર્ગ, સમુદાય અને દરેક પ્રકારના વિભાજનથી ઉપર ઊઠીને ભાજપને વોટ આપ્યા છે."
દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જ્યાં ભાજપ પ્રત્યક્ષ નથી જીત્યો ત્યાં ભાજપનો વોટ શૅર, ભાજપ પ્રત્યે સ્નેહનો સાક્ષી છે. હું ગુજરાત હિમાચલ, ગુજરાત અને દિલ્હીની જનતાનો વિનમ્રતાથી આભાર વ્યક્ત કરું છું."
તેમણે કહ્યું કે, "આવનારાં 25 વર્ષ માત્ર વિકાસની રાજનીતિનાં જ છે."
મોદીએ કહ્યું કે, "ભાજપ મોટાથી મોટા અને કડકમાં કડક નિર્ણય લેવાનો દમ ધરાવે છે. ભાજપનું વધતું જનમસર્થન દર્શાવે છે કે ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સામે જનઆક્રોશ સતત વધી રહ્યો છે. હું આને એક શુભસંકેતની જેમ જોવું છું."
"આ વખતે ગુજરાતે તો કમાલ જ કરી દીધો છે. હું નડ્ડાજી સહિત ભાજપના કાર્યકરો અને ગુજરાતની જનતાને નમન કરું છું. મેં પ્રચાર વખતે કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકૉર્ડ તૂટવો જોઈએ. ભૂપેન્દ્ર રેકૉર્ડ તોડે એટલે નરેન્દ્રે બને તેટલી મહેનત કરશે."
"ગુજરાતના ઇતિહાસનો સૌથી પ્રચંડ જનાદેશ ભાજપને આપીને ગુજરાતના લોકોએ નવો ઇતિહાસ રચ્યો છે. અઢી દાયકાથી નિરંતર સરકારમાં રહેવા છતાં આ પ્રકારનો પ્રેમે અભૂતપૂર્વ અને અદ્ભુત છે. લોકોએ જ્ઞાતિ, વર્ગ અને સમુદાયથી ઉપર ઊઠીને ભાજપને વોટ આપ્યા છે. ભાજપ ગુજરાતના દરેક ઘર પરિવારનો હિસ્સો છે."
"આ ચૂંટણીમાં ગુજરાતમાં એક કરોડથી વધારે એવા મતદારો હતો જેમણે મતદાન કર્યું પરંતુ તેઓ એવા મતદાતા હતા જેમણે ક્યારેય કૉંગ્રેસના કુશાસન અને તેની અવગુણોને જોઈ નહોતી. તેમણે માત્ર ભાજપની સરકાર જ જોઈ હતી. યુવાનોની પ્રકૃતિ હોય છે કે તેઓ પ્રશ્ન કરે, તપાસે પછી કોઈ નિર્ણય કરે. યુવાનો ત્યારે જ વોટ આપે જ્યારે તેમને સરકાર પર ભરોસો હોય, સરકારનું કામ પ્રત્યક્ષ દેખાય."
"ગુજરાતમાં લોકોએ સીટથી લઈને બધા રેકૉર્ડ તોડી દીધા છે. યુવાનોએ ભાજપને ચકાસી, તપાસી અને પસંદ કરી છે. યુવાઓ જ્ઞાતિવાદ, પરિવારવાદના જેવા ગેરમાર્ગે દોરતા મુદ્દામાં નથી આવતા.તેમનું દિવસ વિઝન અને વિકાસથી જીતી શકાય. ભાજપમાં વિઝન છે અને વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા પણ છે. જ્યારે મહામારીના ઘોર સંકટ વચ્ચે ત્યારે જનતાએ ભાજપને ચૂંટણીમાં ભરપૂર આશીર્વાદ આપ્યો હતો."
"ભાજપનું આહ્વાન હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું પ્રમાણ દેશની સામે કોઈ પડકાર હોય છે ત્યારે જનતાનો ભરોસો ભાજપ પર હોય છે. દેશ પર સંકટ આવે, દેશ મોટા લક્ષ્ય નક્કી કરે છે તો તેમની પ્રાપ્તિ માટે લોકોનો ભરોસો ભાજપ પર હોય છે."
ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી ગુજરાત આપના અધ્યક્ષ બનવા સુધીની સફર ખેડનાર ગોપાલ ઈટાલિયા કેમ હાર્યા?
નરેન્દ્ર મોદીનું ભાજપ મુખ્યાલયમાં અભિનંદન

ઇમેજ સ્રોત, @BJP4INDIA/Twitter
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં પાર્ટી કાર્યાલય પર પહોંચ્યા હતા ત્યાં તેમનું અભિનંદન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સર્જેલા રેકૉર્ડ બાદ દિલ્હીમાં ભાજપના કાર્યાલય પર ઉજવણીનો માહોલ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં પાર્ટી કાર્યાલય પર પહોંચ્યા હતા ત્યાં તેમનું અભિનંદન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ સ્ટેજ પર હાજર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વેગવંતો પ્રચાર કર્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટીના ટોચના નેતાઓએ પણ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણીપ્રચાર કર્યો હતો.

ઇમેજ સ્રોત, @BJP4India
ગુજરાતની જનતાએ એમને બે ભેટ આપી : ગોપાલ ઈટાલિયા
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠક પરથી હારી ગયા છે અને તેમની સામે ભાજપના ઉમેદવાર વિનોદ મોરડિયાનો વિજય થયો છે. આ પરાજય બાદતેમણે બીબીસી સાથેની વાતચીતમાં ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતની જનતાએ આપને બે ભેટ આપી છે અને એટલે તેઓ ખુશ છે. તેમણે કહ્યું, "ગુજરાતમાં આમ આદમી પાર્ટીના શુન્યમાંથી પાંચ ધારાસભ્યો થયા છે એટલે મને ખુશી થાય છે. અમને બે ભેટ મળી છે. ગુજરાતની જનતાએ આપને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે અને અમારા પાંચ ધારાસભ્યોને વિધાનસભામાં મોકલ્યા છે." તેમણે એવું પણ કહ્યું કે તેઓ મુદ્દાને વધુ લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા અને આગામી પાંચ વર્ષ સુધીમાં આ માટે પ્રયાસ કરશે.
જિગ્નેશ મેવાણી વડગામથી જીત્યા, ભાજપના મણિભાઈ જેઠાભાઈ વાઘેલાને હરાવ્યા

ઇમેજ સ્રોત, @jigneshmevani80
કૉંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી બનાસકાંઠાની વડગામ બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે.
જિગ્નેશ મેવાણીએ ભાજપના મણિભાઈ જેઠાભાઈ વાઘેલાને 4928 મતોથી હરાવ્યા છે.
2017માં પણ જિગ્નેશ મેવાણી વડગામથી અપક્ષ ચૂંટણી જીત્યા હતા. તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા અને પાર્ટી ટિકિટ પર ચૂંટણી લડી હતી.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જિગ્નેશ મેવાણીએ ચૂંંટણી જીત્યા બાદ વડગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે "આ વિજય દર્શાવે છે કે મારા વિધાનસભા ક્ષેત્રના લોકોએ મારી પર વિશ્વાસ અને ભરોસો રાખ્યો છે."
હિમાચલ પ્રદેશ: મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે હારનો કર્યો સ્વીકાર, કૉંગ્રેસને પાઠવ્યા અભિનંદન

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે વિધાનસભા ચૂંટણીમાં હારનો સ્વીકાર કરતાં કૉંગ્રેસને અભિનંદન પાઠવ્યાં છે અને કહ્યું કે તેઓ રાજ્યપાલને રાજીનામું આપવા જઈ રહ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે, “હું જનતાના જનાદેશનું સન્માન કરું છું અને હિમાચલ પ્રદેશની જનતાનો આભારી છું કે અમને પાંચ વર્ષ હિમાચલ પ્રદેશની સેવા કરવાની તક આપી અને હંમેશા અમને તેમનો સહયોગ મળી રહ્યો છે.”
“વિપક્ષને સત્તા મળવાની શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે અને હું તેઓને અભિનંદન પાઠવું છું. હું હિમાચલ પ્રદેશના તમામ લોકોને અભિનંદન પાઠવું છું, ખાસ કરીને મતદાતાઓને અભિનંદન પાઠવું છું, કારણ કે ચૂંટણી પ્રક્રિયામાં તેમનો ઘણો સહયોગ મળ્યો છે. આ વખતે હિમાચલ પ્રદેશમાં રેકૉર્ડ મતદાન થયું છે.”
“હિમાચલ પ્રદેશના દરેક વિસ્તારમાં વિકાસ થયો છે અને સ્વભાવિક રીતે તેનો શ્રેય આદરણીય મોદીજીને જાય છે.”
“હું આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષનો પણ આભાર વ્યક્ત કરું છું, તેમનો પણ ઘણો સહયોગ મળી રહ્યો છે. અમિત શાહનો પણ આભાર વ્યક્ત કરું છું.”
“નવી સરકાર બનશે, મારા તરફથી તેમને ઘણી શુભકામનાઓ. જે વચનો આપ્યાં છે, તેઓ તેને પૂરાં કરે. હિમાચલ પ્રદેશ આગળ વધે, એ દૃષ્ટિએ અમારો સહયોગ હંમેશાં રાજનીતિથી ઉપર ઊઠીને રહેશે.”
જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે, ભૂપેશ બધેલ કહી રહ્યા છે કે ભાજપ કંઈ પણ કરી શકે છે. ત્યારે જયરામ બોલ્યા કે, “જે જનમત તેમને મળ્યો છે તેને સાચવીને રાખવાનું તેમનું કામ છે.”
અંતે તેઓએ કહ્યું હતું કે, “હું થોડીવારમાં રાજ્યપાલને રાજીનામું આપવા જઈ રહ્યો છું.”
'આ વખતે કિલ્લો ભેદ્યો, આવતી વખતે કિલ્લો ફતેહ કરશું' - અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, @ArvindKejriwal/Twitter
ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે "ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવી રહ્યા છે. ગુજરાતના લોકોએ આપને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. જેટલા વોટ આમ આદમી પાર્ટીને મળ્યા છે. તે હિસાબથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે."
આમ આદમી પાર્ટીએ 182 બેઠકો પર ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડી જેમાંથી પાંચ બેઠકો મળી.
જોકે આમ આદમી પાર્ટીના ચર્ચિત ચહેરાઓ ચૂંટણી હારી ગયા છે.
આપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયા તથા અલ્પેશ કથીરિયા જેમની ઘણી ચર્ચા હતી, તે ચૂંટણી હારી ગયા છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, "ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે તેને ભેદવામાં અમે સફળ થયા છીએ. આપને આશરે 13 ટકા મત મળ્યા છે. અત્યાર સુધી 39 લાખ વોટ મળી ચૂક્યા છે. પ્રથમ વખતમાં આટલા લોકોએ મત આપ્યો. હું આ પ્રેમ માટે આભાર માનું છું. આ વખતે અમે કિલ્લો ભેદ્યો છે આવતી વખતે ફતેહ કરશું. અમે સકારાત્મક પ્રચાર કર્યો. કોઈ ગાળો નથી આપી, કોઈ અપશબ્દ નહીં, કોઈની વિરુદ્ધ અમે નથી બોલ્યા. અમે દિલ્હી અને પંજાબમાં કામની વાત કરી. આને કારણે જ અમને અન્ય પાર્ટીઓથી અલગ કરે છે."
"અત્યાર સુધી ગાળો,મારપીટ, જ્ઞાતિ અને ધર્મની રાજનીતિ ચાલતી હતી. પહેલી વખત કોઈ પાર્ટી આવી છે જે જનતાના મુદ્દાની વાત કરે છે."
ગુજરાત ચૂંટણી: રેકૉર્ડ જીત પર ભાજપે કહ્યું, ‘મોદીના વિકાસ મોડલની જીત’

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી “ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે.”
ગુરુવારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણી પરિણામો પર આ પ્રથમ પ્રતિક્રિયા હતી.
તેઓએ જીતનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મોડલને આપ્યો છે.
અંતિમ તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં ઍક્ઝિટ પોલે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળવાનો દાવો કર્યો હતો. ચૂંટણી પરિણામે આ દાવાને પ્રસ્થાપિત કરી દીધો.
ભાજપના હાથમાંથી હિમાચલ ગયું છે, પરંતુ રાજકીય વિશ્લેષકોના મતે ‘ગુજરાતમાં મોટી જીતે પાર્ટીના નેતૃત્વ અને ભાજપને મોટી રાહત આપી છે.’
ગુજરાતની કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં પહેલી અને 5મી ડિસેમ્બરે મતદાન થયું હતું.
ભારતીય ચૂંટણીપંચ અનુસાર, ભારતીય જનતા પાર્ટી 158 બેઠક પર 52 ટકાથી પણ વધુ મતે આગળ છે. તેમાંથી 73 બેઠક પર તેમની જીત નક્કી થઈ ગઈ છે.
અગાઉની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપનાર કૉંગ્રેસ 20થી ઓછી બેઠકો પર સમેટાતી જોવા મળી રહી છે.
કૉંગ્રેસને લગભગ 27 ટકા મત મળ્યા છે. ત્યારે પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને લગભગ 12 ટકાથી વધુ મત મળ્યા છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરનારી આ પાર્ટી પોતાની બેઠકોની સંખ્યા બે અંકમાં પણ નથી લઈ જઈ શકી. આમ આદમી પાર્ટીએ એક બેઠક પર જીત હાંસલ કરી છે અને ચાર પર તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.
આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્ય મંત્રી પદના ચહેરા તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. તેમને અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને હારનો સ્વીકાર કરવો પડ્યો હતો. સાથે કૉંગ્રેસના એકથી વધુ પ્રમુખ ઉમેદવારોને પણ હારનો સ્વીકાર કરવો પડ્યો હતો.
કૉંગ્રેસ નેતા પવન ખેડાએ બીબીસી સંવાદદાતા ફૅઝલ મોહમ્મદ અલીને કહ્યું હતું કે, આ પાર્ટી ગુજરાતમાં હારની સમીક્ષા કરશે.
કૉંગ્રેસનું ગુજરાતમાં આ અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે.
પરિણામનું ચિત્ર સ્પષ્ટ થતા અમિત શાહે કહ્યું હતું કે, “છેલ્લા બે દાયકામાં ભાજપે મોદીજીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસના તમામ રેકૉર્ડ તોડ્યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપીને જીતના તમામ રેકૉર્ડ તોડ્યા છે.”
અલ્પેશ કથીરિયાએ પરાજય બાદ શું કહ્યું?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
સુરતની વરાછા રોડ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીનો વિજય થયો છે.આ એ જ બેઠક છે, જ્યાંથી પાટીદાર અનામત આંદોલનના ચહૈરાઓ પૈકી એક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા પણ ચૂંટણી લડ્યા હતાં.
આ બેઠક પરથી તેમનો પરાજય થયો હોવા છતાં તેમણે સરઘસ કાઢીને લોકોનો પોતાને સમર્થન આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
એ વખતે ત્યાં હાજર બીબીસી ગુજરાતીના સંવાદદાતા સાગર પટેલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેમને '50 હજાર કરતાં વધારે લોકોના આશિર્વાદ મળ્યા છે અને એ બદલ તેઓ આભારી છે. '
વરાછા રોડ વિધાસભાની બેઠક પરથી તેમને 50 હજાર કરતાં વધારે મતો મળ્યા છે.
હાર થઈ હોવા છતાં આગામી પાંચ વર્ષમાં વરાછા વિસ્તારમાં સરકારી કૉલેજ બનશે જ, એવો તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ પાંચ બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત નોંધાવીને ગુજરાત વિધાનસભામાં ખાતું ખોલ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની આ પાંચ બેઠકો જીતીને ખાતું ખોલાવ્યું આમ આદમી પાર્ટીને ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર વિજય મળ્યો છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
આ પાંચ બેઠકો પર આપનો વિજય થયો છે.
વિસાવદર
ડેડિયાપાડા
ગારિયાધાર
જામજોધપુર
બોટાદ
બોટાદમાં આપના મકવાણા ઉમેશભાઈ નારણભાઈએ ભાજપના ઘનશ્યામ પ્રાગજીભાઈ વીરાણીને 2779 મતોથી હરાવ્યા છે.
વિસાવદરથી આપના ભૂપેન્દ્ર ભાયાણીએ ભાજપના હર્ષદ માધવજીભાઈ રિબાડિયાને સાત હજાર મતોથી હરાવ્યા હતા.
ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ દામજી વસાવાએ ભાજપના હિતેશકુમાર વસાવાને 40 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.
સૌરાષ્ટ્રની ગારિયાધારથી આપના સુધીર વાઘાણી જીત્યા છે. તેમણે ભાજપના કેશુ નકરાણીને હરાવ્યા છે. તેમણે 4,819 મતોથી ભાજપના ઉમેદવારને હરાવ્યા છે.
જામજોધપુરના આહીર હેમંત હરદાસભાઈએ ભાજપના ચીમનભાઈ સાપરિયાને દસ હજારથી વધારે મતોથી હરાવ્યા છે.
ગુજરાત ચૂંટણીમાં રેકૉર્ડ તોડ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Narendra Modi/Twitter
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓનો આભાર વ્યક્ત કર્યો.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "ગુજરાતનો આભાર. આ અભૂતપૂર્વ ચૂંટણી પરિણામ જોઈને મારી ભાવનાઓનો પાર નથી.લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા છે અને એ જ સમયે તેમણે એ બતાવ્યું છે કે તેઓ આ વેગથી ચાલતું રાખવા માગે છે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું."
તેમણે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે - "તમે બધા ચૅમ્પિયન છો! આ કાર્યકર્તાઓની અભૂતપૂર્વ મહેનત વગર આ ઐતિહાસિક જીત શક્ય નથી જે અમારી પાર્ટીની સાચી તાકાત છે."
"હું હિમાચલ પ્રદેશના લોકોને તેમના પ્રેમ અને સમર્થન માટે આભાર. અમે હિમાચલ પ્રદેશના લોકોની આશાઓને પૂરી કરવા માટે કામ કરીશું અને આવનારા સમયમાં લોકોના મુદ્દાઓ ઉઠાવીશું."
ગુજરાત ચૂંટણી : કૉંગ્રેસના પરાજય બાદ ડૉ. રઘુ શર્માનું પ્રભારીપદેથી રાજીનામું

ઇમેજ સ્રોત, DR.RAGHU SHARMA/TWITTER
ગુજરાત ચૂંટણીમાં કૉંગ્રેસના પરાજય બાદ પ્રભારી ડૉ. રઘુ શર્માએ પદ પરથી રાજીનામું આપી દીધું છે.
અજમેર કેકડીના ધારાસભ્ય રઘુ શર્માને કૉંગ્રેસે ગુજરાતના પ્રભારી બનાવ્યા હતા.
તેઓ ગુજરાત ચૂંટણીને લઈને સતત રણનીતિ બનાવી રહ્યા હતા. જોકે, ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસને ભારે હારનો સામનો કરવો પડ્યો છે.એવામાં પરિણામોની જવાબદારી લેતાં તેમણે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી દીધું છે.
ડૉ. રઘુ શર્મા અશોક ગેહલોત સરકારમાં આરોગ્યમંત્રી હતા પણ એક વ્યક્તિ એક પદના આધારે ગુજરાતના પ્રભારી બનાવાયા એ બાદ તેમણે મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું.
આંકલાવથી ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા જીત્યા
આંકલાવથી ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા જીત્યા છે. તેમણે ભાજપના ગુલાબસિંહ પઢિયારને 2729 મતોથી હરાવ્યા છે.
અમિત ચાવડા ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે.
ત્યારે અમરેલીથી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી હારી ગયા છે.
પરેશ ધાનાણીને કૌશિક વેકરિયાએ 46 હજાર મતોથી હરાવ્યા છે.
વાંસદાથી કૉંગ્રેસના અનંત પટેલ જીતી ગયા છે, તેમણે ભાજપના પિયુષ પટેલને 35 હજારથી વધારે મતોથી હરાવ્યા છે.
'ગાંધી અને મોદી', ભાજપના કાર્યાલય કમલમ્ પર ભાજપની જીત બાદનું દૃશ્ય

ઇમેજ સ્રોત, Jay Brahmbhatt

ઇમેજ સ્રોત, Jay Brahmbhatt

ઇમેજ સ્રોત, Jay Brahmbhatt
ઇમેજ કૅપ્શન, ભાજપના કાર્યાલય કમલમ્ પર ભાજપની જીત બાદનું દૃશ્ય આમ આદમી પાર્ટીની ડેડિયાપાડામાં જીત
આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ દામજી વસાવાએ ભાજપના હિતેશકુમાર વસાવાને 40 હજારથી વધુ મતોથી હરાવ્યા છે.
ગુજરાત ચૂંટણી પરિણામો વચ્ચે સોશિયલ મીડિયા પર મોરબી દુર્ઘટના અને ઍન્ટી ઇન્કમ્બન્સીની ચર્ચા કેમ થઈ રહી છે?
