તુર્કીના વ્યસ્ત શૉપિંગ વિસ્તારમાં વિસ્ફોટ, 6 લોકોનાં મૃત્યુ, કેટલાય ઈજાગ્રસ્ત
તુર્કીનાં મીડિયા અનુસાર આ વિસ્ફોટમાં કેટલાય લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
લાઇવ કવરેજ
બ્રેકિંગ, તુર્કીમાં વિસ્ફોટ, 6 મૃત્યુ,50 કરતા વધુ ઈજાગ્રસ્ત
ઇમેજ સ્રોત, Reuters
તુર્કીના ઇસ્તંબૂલમાં એક વ્યસ્ત શૉપિંગ વિસ્તારમાં
ભારે વિસ્ફોટ થયો છે.
તુર્કી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્ય ઇસ્તંબૂલના વ્યસ્ત વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં
ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે અને 53 ઘાયલ થયા છે.
તુર્કીના ગવર્નર અલી યેરલિકાયાએ જણાવ્યું હતું કે
વિસ્ફોટ સ્થાનિક સમયાનુસાર લગભગ 16:20 વાગ્યે તકસીમ સ્ક્વેર વિસ્તારમાં એક શૉપિંગ
સ્ટ્રીટ પર થયો હતો.
વિસ્ફોટનું કારણ શું છે તે સ્પષ્ટ નથી, જે સોશિયલ મીડિયાના વીડિયોમાં કેદ થયું હોવાનું
કહેવાઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું કે ગુનેગારોને બક્ષવામાં
નહીં આવે.
ઘટનાસ્થળે પહોંચેલા બીબીસી સંવાદદાતા ઓર્લા ગ્યુરિને
જણાવ્યું હતું કે ઇસ્તિકલાલ સ્ટ્રીટની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા
આવ્યો હતો. ઍમ્બ્યુલન્સની સાઇરનો વાગી રહી છે અને હેલિકૉપ્ટર માથા પર ચક્કર લગાવી
રહ્યાં હતાં.
પ્રત્યક્ષદર્શી સેમલ ડેનિઝસીએ સમાચાર સંસ્થા એએફપીને
જણાવ્યું હતું કે "લોકો ગભરાટમાં દોડી રહ્યા હતા... ચારેકોર ધુમાડો હતો. અવાજ
એટલો જોરદાર હતો, લાગતું હતું
કે કાન બહેરા જ થઈ જશે."
આ વ્યસ્ત શેરીને આ અગાઉ 2016માં આત્મઘાતી બૉમ્બર
દ્વારા નિશાન બનાવવામાં આવી હતી.
બાબર આઝમે પાકિસ્તાનના પરાજય અંગે શું વાત કરી?
ઇમેજ સ્રોત, Getty Images
ટી20 વર્લ્ડકપ ઇંગ્લૅન્ડ સામે હાર્યા બાદ પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમે
જણાવ્યું કે શાહીનશાહ આફ્રિદીની ઈજા મૅચમાં 'અલગ જ પરિણામ' લાવી.હૅરી બ્રૂકનો કૅચ પકડવા જતાં આફ્રિદી લૉન્ગ ઑફ પર ઘાયલ થઈ ગયા હતા.
એ બાદ તેમને મેદાનમાંથી બહાર જતું
રહેવું પડ્યું હતું.
આફ્રીદ 16મી ઓવર ફેંકવા આવ્યા હતા અને એ વખતે ઇંગ્લૅન્ડને 30 બૉલમાં 41 રનની જરૂર હતી.
આફ્રિદીને ચાલવામાં મુશ્કેલી પડી રહી
હોવાનું એ વખતે સ્પષ્ટ જણાતું હતું અને તેઓ એક જ બૉલ ફેંકી શક્યા હતા. એ બાદની ઓવર
ઇફ્તિખાર અહમદે પૂરી કરી હતી. જોકે, બેન સ્ટૉક્સે એ
ઓવરમાં એક સિક્સર અને એક ફૉર ફટકારીને મૅચનું પાસું પલટી નાખ્યું હતું.
મૅચ બાદના સમારોહને સંબોધતાં બાબરે
ઇંગ્લૅન્ડને અભિનંદન પાઠવ્યાં હતાં અને કહ્યું હતું, "અમને લાગ્યું કે અહીં સૌ કોઈ અમને સમર્થન આપવા આવ્યા છે. અમારી ટીમ
છેલ્લી ચાર મૅચ જે રીતે રમી એ અતૂલ્ય છે. મેં ખેલાડીઓને એમની સહજ રમત રમવા કહ્યું
હતું અને પૂરી સ્વતંત્રતા આપી હતી."
બાબરે એવું પણ સ્વીકાર્યું હતું કે
પાકિસ્તાનને જે સ્કોર કરવા માગતું હતું એનાથી થોડો ઓછો સ્કોર થયો હતો.
"અમે 20 રન ઓછા કર્યા પણ છેલ્લી ઓવર સુધીની લડત અવિશ્વસનીય હતી.અમારી બૉલિંગ શ્રેષ્ઠ પૈકીની હતી પણ બદનસીબે
શાહીનની ઈજા અણધાર્યું પરિણામ લાવી. જોકે, એ પણ રમતનો એક
ભાગ જ છે."
ઈસુદાન ગઢવી જામખંભાળિયા વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.
અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વીટ કરીને જાહેરાત કરી છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "ખેડૂત, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનારા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડશે. ભગવાન કૃષ્ણની પાવનભૂમિ પરથી ગુજરાતને એક નવો અને સારો મુખ્ય મંત્રી મળશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા બેઠકમાં ઈસુદાન ગઢવીનું વતન લાલપુર પણ આવી જાય છે.
બ્રેકિંગ, ટી-20 વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડની પાકિસ્તાન સામે જીત
ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ટી-20 વર્લ્ડકપ જીતી લીધો છે.
પાકિસ્તાને મેલબર્નમાં રમાયેલી ફાઇનલ મૅચમાં
ઇંગ્લૅન્ડને જીત માટે 138 રનનો
ટાર્ગેટ આપ્યો હતો. બેન સ્ટૉક્સની અર્ધ સદીની મદદથી ઇંગ્લૅન્ડે 19મી ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
બેન સ્ટૉક્સ 52 રન (49 બૉલ) બનાવીને અણનમ રહ્યા હતા. સ્ટૉક્સની ટી-20વર્લ્ડકપમાં
આ પહેલી અર્ધ સદી છે. શાહીનશાહ આફ્રિદી 16મી ઓવરમાં
ઈજાગ્રસ્ત થયા હતા, જે
પાકિસ્તાન માટે મોટો ઝટકો હતો.
પાકિસ્તાનની ટીમ શરૂઆતથી અંત સુધી મુશ્કેલીમાં જણાતી
હતી.
ઇંગ્લૅન્ડ ટીમ વનડેમાં પણ વર્લ્ડ ચૅમ્પિયન છે. એકસાથે
વનડે અને ટી-20 વર્લ્ડકપ રાખનારી ઇંગ્લૅન્ડની ટીમ
પહેલી છે.
ઇમેજ સ્રોત, MARK KOLBE
ટી-20 વર્લ્ડકપ ફાઇનલ : પાકિસ્તાને 137 રન કર્યા
ઇમેજ સ્રોત, ANI
પાકિસ્તાનને ઇંગ્લૅન્ડને જીતવા માટે 138 રનનો લક્ષ્યાંક આપ્યો છે. 20 વર્લ્ડકપની ફાઇનલમાં પાકિસ્તાનની શરૂઆત સારી નહોતી રહી અને આઠ વિકેટના નુકસાને 137 રન કર્યા હતા.
ટી20 વર્લ્ડકપની ફાઇલન મૅચમાં પાકિસ્તાનની શરૂઆત નબળી રહી છે. મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ હૅરિસ સસ્તામાં આઉટ થઈ ગયા છે. 90 રનમાં પાકિસ્તાનની ચાર વિકેટ પડી ગઈ છે.
ઓપનિંગમાં આવેલા બાબર આઝમ પણ 32 કરીને આઉટ થઈ ગયા છે. બાબર બાદ ઇફ્તીખાર અહમદ પણ શૂન્ય રને આઉટ થયા છે.
રિઝવાન ચોથી ઓવરના બીજા બૉલ પર 15 રન પર આઉટ થઈ ગયા, જ્યારે આઠમી ઓવરના પ્રથમ બૉલ પર જ હૅરિસ માત્ર 8 રન કરીને કૅચઆઉટ થયા.
પાકિસ્તાનની પ્રથમ વિકેટ 29 રન પર પડી હતી, જ્યારે બીજી વિકેટ 45 રન પર પડી હતી.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રાથમિક સભ્યપદથી લઈને
ધારાસભ્યપદ સુધીનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ટિકિટ ન મળતાં તેમના કાર્યકરો
નારાજ હતા અને કાર્યકરોના કહ્યા અનુસાર તેમણે રાજીનામું આપી દીધું છે.
તેમણે વધુમાં જણાવ્યું, "મારા
કાર્યકરો નારાજ થયા છે અને કાર્યકરોએ સમિતિ બનાવીને નિર્ણય લીધો છે કે મારે
રાજીનામું આપી દેવું જોઈએ."
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ અપક્ષ ચૂંટણી લડશે કે બીજી કોઈ
પાર્ટીમાં જોડાશે એ બધી બાબતોનો નિર્ણય તેમના કાર્યકરો કરશે એવી વાત પણ તેમણે કરી
છે.
ઇમેજ સ્રોત, MADHU SHRIVASTAV FACEBOOK
ટી-20 વર્લ્ડકપ : પાકિસ્તાન-ઇંગ્લૅન્ડ વચ્ચે આજની ફાઇનલમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી
ઇમેજ સ્રોત, ANI
આજે આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. પાકિસ્તાન આ મૅચમાં ટૉસ હારી ગયું છે. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પાકિસ્તાનને પહેલાં બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.
ઑસ્ટ્રેલિયામાં આ ફાઇનલ મૅચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીબીસી ઉર્દૂના સંવાદદાતા મોહમ્મદ સુહૈબે તેમના અહેવાલમાં જણાવ્યું છે કે, રવિવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફાઇનલ માટે મેદાનમાં ઊતરશે તો ઑસ્ટ્રેલિયામાં રહેતાં પાકિસ્તાનીઓનું સમર્થન તો તેમને મળશે જ પરંતુ ઇંગ્લૅન્ડ સામે ભારે અંતરથી હારનાર ભારતીય ટીમના પ્રશંસકો, અને ઇંગ્લૅન્ડના પરંપરાગત પ્રતિસ્પર્ધી ઑસ્ટ્રેલિયાના સમર્થકો પણ પાકિસ્તાનને સમર્થન આપવા માગે છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ટ્વીટ કરીને તેમની ટીમને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે, "ટીમ પાકિસ્તાન, દરેક મુશ્કેલીનો સામનો કરીને તમે ફાઇનલ સુધી પહોંચ્યા છો. હું જાણું છું કે તમારામાં જોશ અને હજી વધારે જીતવાની ચાહત છે."
તેમણે લખ્યું છે કે, "પોતાના પર વિશ્વાસ કરો અને તમારું બહેતરીન પ્રદર્શન કરો, સમગ્ર દેશ તમારી સાથે ઊભો છે. "
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તો યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકે પણ પોતાની ટીમને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.
તેમણે લખ્યું હતું, "પાકિસ્તાન વિરુદ્ધ રમાનારી મૅચ માટે તમને શુભકામનાઓ. યુકેના અન્ય ક્રિકેટપ્રેમીઓ સાથે મળીને હું પણ તમારા માટે ચીયર કરીશ. "
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ટી-20 વર્લ્ડકપ : પાકિસ્તાન - ઇંગ્લૅન્ડની ફાઇનલમાં બાબર કે રિઝવાન નહીં આ ખેલાડી પર રહેશે સૌની નજર
પાકિસ્તાન સીમા પર ડ્રોન બની રહ્યા છે મુશ્કેલી, બીએસએફે કર્યો મોટો દાવો, પાછલા ઘણા સમયથી ભારત-પાકિસ્તાન સીમા પરથી ડ્રોન મારફતે હથિયારો અન નશાકારક દ્રવ્યોની હેરફેર કરાઈ રહી હોવાની ફરિયાદો ઊઠી રહી છે.
ઇમેજ સ્રોત, ANI
સીમા સુરક્ષા દળ (બીએસએફ)નું
કહેવું છે કે પાકિસ્તાન સાથે જોડાયેલી પંજાબ અને જમ્મુ-કાશ્મીર સીમા પર ડ્રૉનથી નશાકારક
પદાર્થો, હથિયારો અને દારૂગોળો મોકલવાની ઘટનાઓ વર્ષ 2022માં બમણી થઈ ગઈ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ
અનુસાર, બીએસએફના મહાર્નિદેશક પંકજકુમારસિંહે શનિવારે જણાવ્યું કે ડ્રૉન
ફૉરેન્સિકનું અધ્યયન કરવા માટે દિલ્હીમાં હાલમાં જ એક શિબિરમાં સ્ટેટ ઑફ આર્ટ લૅબોરેટરી
બનાવાઈ છે, તેનું પરિણામ અત્યંત ઉત્સાહજનક રહ્યું છે.
તેમણે કહ્યું, “આના દ્વારા સુરક્ષા એજન્સીઓ સીમા પારથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં
સામેલ અપરાધીઓની શોધખોળ, ડ્રૉનના રસ્તે અને અપરાધીઓનાં ઠેકાણાં શોધવામાં પણ સક્ષમ
છે.”
તેમણે એવું પણ કહ્યું, “બીએસએફ ઘણા સમયથી ડ્રૉન ખતરાનો સામનો કરી રહી છે. પાકિસ્તાન ઘણા
પ્રકારે ડ્રૉનનો ઉપયોગ કરી રહ્યું છે, ડ્રૉન ઘણી રીતે કામ કરી શકે છે, જે વિશે બધા
જાણે છે. પરંતુ ડ્રૉનના આવા ઉપયોગે અમારા માટે સમસ્યા ઊભી કરી દીધી છે કારણ કે
ડ્રૉન ગમે ત્યાંથી આવી શકે છે અને ઘણી જલદી ઊંચી ઉડાણ ભરે છે.”
બીએસએફ પ્રમાણે, 2020માં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર લગભગ 79 ડ્રૉને ઉડાણ ભર્યાની
ખબર પડી હતી. 2021માં આ સંખ્યા વધીને 109 અને 2022માં 266 થઈ ગઈ છે, 2022માં
પંજાબમાં ડ્રૉનની ઉડાણોની ખબર પડી. તેમજ, જમ્મુમાં ડ્રૉનની આવી 22 ઉડાણોની ખબર
પડી.
બીએસએફના મહાર્નિદેશકે
કહ્યું કે હાલ આ સમસ્યાનું અસરકારક સમાધાન નથી.
તેમણે કહ્યું, “અમે ફૉરેન્સિક લૅબની મદદથી આ ડ્રૉનનાં અસલી ઠેકાણાં શોધી રહ્યા છીએ.
આ ડ્રૉનમાં પણ કૉમ્પ્યૂટર અને મોબાઇલ ફોનની જેમ ચિપ લાગેલી હોય છે, જેનાથી તેને ઘણી
જાણકારી મળી શકે છે.”
તેમણે જણાવ્યું કે પંજાબ
પોલીસે ડ્રૉનથી જ થઈ રહેલી નશાકારક પદાર્થો અને હથિયારોની દાણચોરી રોકવામાં બીએસએફના
અભિયાનમાં ખૂબ સારો સહયોગ કર્યો છે.
મહાનિર્દેશકે કહ્યું, “આ વર્ષે અમે અત્યાર સુધી 11 ડ્રૉન તોડી પાડ્યા છે, આના પર કામ કરનારી ટીમોને
અમે ખૂબ સારાં ઇનામ પણ આપી રહ્યા છીએ. અમે સીમા પર પેટ્રોલિંગ પણ વધારી રહ્યા છીએ
જેથી ડ્રૉનથી આવનાર સામાન કોઈ ઉઠાવી ન શકે. અમે ડ્રૉન ફૉરેન્સિકમાં હજુ વધુ અધ્યયન
કરી રહ્યા છીએ જેથી તેને મોકલવા અને મેળવવાવાળા વિશે જાણકારી એકઠી કરી શકાય.”
ફાઇનલ પહેલાં શોએબ અખ્તરે કેમ કહ્યું, 'પાકિસ્તાનના બૉલરો ભારત જેવા નથી'
ઇમેજ સ્રોત, Getty Images
આજે ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મૅચ પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ
રહીછે.
સેમિફાઇનલમાં પાકિસ્તાન ન્યૂઝીલૅન્ડને હરાવીને અને ઇંગ્લૅન્ડ ભારતને
હરાવીને ફાઇનલમાં પહોંચ્યાં છે ત્યારે આ
બન્ને ટીમો વચ્ચે આજે રમાઈ રહેલી ફાઇનલ પર સૌનીમીટ મંડાયેલી છે.
મૅચ પહેલાં પાકિસ્તાનના પૂર્વ પૅસર શોએબ અખ્તરે કહ્યું છે કે ઇંગ્લૅન્ડની
ટીમને ખબર છે કે આ મૅચ તેમના માટે સરળ નહીં હોય, કેમ કે તેને ભારતીય બૉલિંગ નહીં પણ
પાકિસ્તાની બૉલિંગનો સામનો કરવો પડશે.
સેમિફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામેના પરાજય વખતથી જ અખ્તર ભારતીય ટીમની ટીકા કરી
રહ્યા છે.
પોતાની યુટ્યુબ ચેનલ પર અખ્તરે કહ્યું છે, " (ફાઇનલ અને સેમિફાઇનલની સરખામણી કરીએ તો) ફરક એ છે કે ઇંગ્લૅન્ડ સર્વગ્રાહી
સ્થિતિમાં છે અને એનો આત્મવિશ્વાસ આકાશને આંબતો હશે. ઇંગ્લૅન્ડને ખબર છે કે પાકિસ્તાનના બૉલરો
ભારતના બૉલરો જેવા નથી. તેમણે જીતવા માટે ભારે મહેનત કરવી પડશે. તેમના માટે વિજય
સરળ નહીં હોય."
પાકિસ્તાનના વર્લ્ડકપ જીતવાના ચાન્સ અંગે વાત કરતાં તેમણે કહ્યું, "આ માટેનો
ઘણો આધાર બાબર અને રિઝવાન પર છે. ન્યૂઝીલૅન્ડ સામેની તેમની સ્ટ્રાઇક રેટ ઘણી
મહત્ત્વની હતી. મૅલબર્નની વિકેટ પણ તેમને એ સ્ટ્રાઇક રેટ જાળવી રાખવા મદદ
કરશે."
એલન મસ્કે બ્લુ ટીક વિશે હવે નવા સમાચાર આપ્યા, ટ્વિટર બ્લુ ટીક સબસ્ક્રિપ્શન સેવામાં યુઝરોને 7.99 ડૉલર પ્રતિ માસ ચૂકવવાનું કહેવાઈ રહ્યું છે.
ઇમેજ સ્રોત, Getty Images
ટ્વિટરના નવા માલિક એલન
મસ્કે કહ્યું છે કે બની શકે છે કે આગામી અઠવાડિયાથી બ્લુ ટીક સેવા ફરીથી શરૂ થાય.
ટ્વિટર પર પૉલ જમીલ નામના
એક યુઝરના એક પ્રશ્નના જવાબમાં મસ્કે લખ્યું કે કદાચ આગામી અઠવાડિયાના અંત સુધીમાં
આ સેવા ફરીથી શરૂ કરાશે.
મસ્કે એવો પણ ઇશારો કર્યો
કે ટ્વિટર પર જલદી અલગ અલગ પ્રકારના ઇમોજી પણ જોવા મળી શકે છે.
ટ્વિટર બ્લુ ટિક માટે આઠ
ડૉલરના સબસ્ક્રિપ્શનને શુક્રવારે અટકાવી દીધું હતું.
એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું
તે બાદ પહેલી વખત એવું બન્યું છે કે કંપનીએ મોટા ફેરફારનો નિર્ણય પાછો ખેંચ્યો.
એલન મસ્કે બ્લુ ટીક માટે
ચૂકવણીનો નિયમ ઘડ્યો હતો પરંતુ તેને હાલ પૂરતો અટકાવી દેવાયો છે.
બ્લુ ટીક સબસ્ક્રિપ્શન
લાગુ થયા બાદ ઘણી મોટી બ્રાન્ડના નકલી ઍકાઉન્ટ બન્યાં હતાં અને તેમને બ્લુ ટીક મળી
હતી. તેનાથી તે કંપનીના અસલી ઍકાઉન્ટ જેવાં દેખાવા લાગ્યાં હતાં.
આવા જ એક મામલામાં લિલિ
નામની એક કંપનીનું નકલી ઍકાઉન્ટ બનાવાયું હતું, જેના વડે ટ્વીટ કરાયું, ‘મફત ઇન્સુલિન.’
આ અંગે ટ્વિટરે અત્યાર સુધી
કોઈ નિવેદન નથી આપ્યું. પરંતુ કંપની એલી લિલિએ ટ્વીટ કર્યું, “અમે એ લોકોની માફી માગીએ છીએ જેમને નકલી લિલિ ઍકાઉન્ટથી ખોટો સંદોશો
મળ્યો છે.”
આ ઘટનાથી એ ચિંતાઓ વધી ગઈ
છે કે ટ્વિટર મારફતે ખોટી માહિતી ફેલાવવાના મામલામાં વધારો થઈ શકે છે. આ ઘટના બાદ
શુક્રવારે કંપનીના શૅરની કિંમતમાં ચાર ટકાનો ઘટાડો થયો હતો.
એલન મસ્કે ઑક્ટોબરમાં 44
અબજ ડૉલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. ત્યાર બાદ તેમણે ટ્વિટરમાં ઘણા ફેરફાર કર્યા છે.
ટ્વિટરમાંથી લગભગ 3,700
લોકોની છટણી કરવામાં આવી હતી જે કંપનીના અડધા સ્ટાફ બરાબર છે.
પોરબંદરમાં 'બા'નાં પાડોશી 'બાપુ' વિશે કહે છે, "અમારે તેમની સાથે કોઈ લેવાદેવા ન હતી. તેઓ પટેલ હતા"
ઍર શો દરમિયાન હવામાં બે વિમાન અથડાયાં, તપાસ શરૂ, અમેરિકાના રાજ્ય ડલાસમાં ઍર શો દરમિયાન દ્વિતીય વિશ્વયુદ્ધ સમયના બે વિમાન હવામાં અથડાયાં છે, જ્યારે આ અકસ્માત થયો ત્યારે બંને વિમાન ઘણી ઊંચાઈએ ઊડી રહ્યાં હતાં.
ઇમેજ સ્રોત, Giancarlo@giankaizen
અમેરિકાના રાજ્ય ડલાસમાં ઍર શો દરમિયાન
દ્વિતીય વિશ્વયુદ્ધ સમયના બે વિમાન હવામાં અથડાયાં છે. જ્યારે આ અકસ્માત થયો
ત્યારે બંને વિમાન ઘણી ઓછી ઊંચાઈએ ઊડી રહ્યાં હતાં.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ
વીડિયોમાં જોઈ શકાય છે કે અથડાવાના કારણે એક વિમાનના ટુકડા થઈ ગયા અને જમીન પર આવી
પડ્યું. તે બાદ વિમાનમાં આગ લાગી અને ચારેકોર ધુમાડો છવાઈ ગયો.
જણાવાઈ રહ્યું છે કે આ પૈકી એક વિમાન
બોઇંગ બી-17 ફ્લાઇંગ ફોર્ટ્રેસ હતું. બંને વિમાન વિંગ્સ ઓવર ડલાસ ઍર શોમાં ભાગ લઈ
રહ્યાં હતાં જેને દ્વિતીય વિશ્વ યુદ્ધનો ઍર શો પણ કહેવામાં આવે છે.
અત્યાર સુધી એ નથી ખબર પડી શકી કે
વિમાનમાં કેટલા લોકો સવાર હતા અને અકસ્માતમાં કોઈ જીવિત રહ્યું છે કે કેમ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અમેરિકાની ફેડરલ ઍવિએશન
ઍડમિનિસ્ટ્રેશને કહ્યું કે તે શનિવારના રાજો થયેલ આ અકસ્માતનાં કારણોની તપાસ કરી
રહ્યા છે.
ડલાસના મેયર ઍરિક જૉનસને આને એક ‘દર્દનાક ત્રાસદી’ કહ્યું છે, એક
ટ્વીટમાં તેમણે લખ્યું“ઘટનાનો વીડિયો દિલ
તોડી નાખનારો છે. લોકોનું મનોરંજન કરવા અને તેમને વિશ્વ યુદ્ધ વિશે જાણકારી આપવાની
કોશિશ કરવા માટે ઉડાણ ભરનારા એ લોકો માટે પ્રાર્થના કરું છું જેઓ આ અકસ્માતનો ભોગ
બન્યા છે.”
તેમણે કહ્યું કે અત્યાર સુધી ઘટનામાં કેટલાં
મૃત્યુ થયાં છે તે અંગે ખબર પડી શકી નથી, જોકે તેમણે એવું પણ કહ્યું કે દર્શકોમાંથી
કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામી નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ ઘટના વિશે જાણકારી આપનારી વેબસાઇટ
અનુસાર ઍર શોમાં ઘણાં જૂનાં વિમાન ઉડાણ ભરવાનાં હતાં.
બોઇંગ બી-17 બૉમ્બર વિમાન હતું જેણે
દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મની વિરુદ્ધ યુદ્ધ જીતવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી
હતી.
બીજી તરફ આ અકસ્માતમાં સામેલ બીજું વિમાન
પી-63 કિંગકોબરા પણ એક ફાઇટર વિમાન હતું જેનો ઉપયોગ સોવિયેત વાયુ સેના કરી રહી
હતી.
આજે પાકિસ્તાન-ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વિશ્વકપની ફાઇનલ મૅચ રમાશે, પાકિસ્તાન સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સેમિફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી શક્યાં હતાં
ઇમેજ સ્રોત, SARAH REED/GETTY IMAGES
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો
ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલ ટી-20
વિશ્વકપની રવિવારે પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફાઇનલ મૅચ યોજાશે.
પાકિસ્તાન સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ
અને ઇંગ્લૅન્ડ સેમિફાઇનલમાં ભારતીય ટીમને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી શક્યાં
હતાં.
આ વખત ટી-20 વિશ્વકપ ટુર્નામેન્ટમાં
ઘણા રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. જેમાં કહેવાતી ‘નબળી ટીમો’એ ‘મજબૂત ટીમો’ને હરાવી અને
ઘણા કિસ્સામાં ટુર્નામેન્ટની બહારનો રસ્તો પણ દેખાડી દીધો હતો.
નોંધનીય છે કે આવા જ એક રોમાંચક મુકાબલામાં
ઝિમ્બાબ્વેની ટીમે ફાઇનલિસ્ટ પાકિસ્તાનની ટીમને હરાવી હતી.
પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ફાઇનલ
મૅચ મેલબર્નમાં યોજાશે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 74.05 ટકા મતદાન, રાજ્યમાં ભાજપ સત્તા જાળવી રાખવા માટે જ્યારે કૉંગ્રેસ સત્તામાં પરત ફરવા માટે જોર લગાવી રહી છે.
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, હિમાચલ પ્રદેશમાં મતદાન સંપન્ન
12 નવેમ્બરે હિમાચલ પ્રદેશ વિધાનસભા
ચૂંટણીનું મતદાન યોજાયું હતું, ચૂંટણીપંચે આપેલ માહિતી અનુસાર 68 બેઠકો પર યોજાયેલ
ચૂંટણીમાં 74.05 ટકા મતદાન થયું હતું.
નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીનાં
પરિણામો ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના દિવસે એટલે કે 8 ડિસેમ્બરે જાહેર કરાશે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર
શિલ્લાઈ નામક વિધાનસભા બેઠક પર સૌથી વધુ 77 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે
સરકાઘાટ વિધાનસભા બેઠક પર સૌથી ઓછું 55.40 ટકા મતદાન નોંધાયું હતું.
નોંધનીય છે કે રાજ્યમાં ભાજપ સત્તા
જાળવી રાખવા માટે જ્યારે કૉંગ્રેસ સત્તામાં પરત ફરવા માટે જોર લગાવી રહી છે.
હિમાચલ પ્રદેશના રાજકારણની વાત કરીએ તો
પાછલા ઘણા સમયથી રાજ્યમાં દર ચૂંટણીએ અલગ પક્ષની સરકાર રચાવાનું વલણ જોવા મળ્યું
છે. ભાજપ આ માન્યતા અને વલણથી વિપરીત સત્તા ટકાવી રાખવા માટે પ્રયાસરત છે.
‘ચૂંટણીમાં મહિલાઓ જીતવી જોઈએ, તો જ દેશ આગળ વધશે’
ગુજરાત કૉંગ્રેસના ઉમેદવારોની ચોથી યાદી જાહેર, અત્યાર સુધી 105 બેઠકો પર ઉમેદવારો નક્કી કરાયાં, આ અગાઉ જાહેર કરાયેલી ત્રણ યાદીઓમાં કૉંગ્રેસ તરફથી કુલ 96 ઉમેદવારો જાહેર કરાયા હતા. હવે ચોથી યાદીનાં નવ નામો સાથે કુલ 105 ઉમેદવારો જાહેર કરાઈ ચૂક્યા છે.
ઇમેજ સ્રોત, FACEBOOK/ JAGDISH THAKORE
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના
દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો
ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં પહોંચી ગયા
છે.
શનિવારે રાત્રે ગુજરાત કૉંગ્રેસ વધુ નવ
ઉમેદવારોનાં નામોની યાદી જાહેર કરી હતી.
આ અગાઉ જાહેર કરાયેલી ત્રણ યાદીઓમાં
કૉંગ્રેસ તરફથી કુલ 96 ઉમેદવારો જાહેર કરાયા હતા. હવે ચોથી યાદીનાં નવ નામો સાથે કુલ 105
ઉમેદવારો જાહેર કરાઈ ચૂક્યા છે.
કૉંગ્રેસે જાહેર કરેલ ચોથી યાદીમાં
દ્વારકા માટે માલુભાઈ કંદોરિયા,
તાલાલા બેઠક પર માનસિંહ ડોડિયા,
કોડિનાર (એસસી) બેઠક માટે મહેશ મકવાણા
ભાવનગર ગ્રામ્ય બેઠક પર રેવતસિંહ ગોહિલ
ભાવનગર પૂર્વ પર બલદેવભાઈ માજીભાઈ સોલંકી
બોટાદ માટે રમેશ મેર,
જંબુસર બેઠક પર સંજય સોલંકી
ભરૂચ બેઠક પરથી જયકાંતભાઈ બી. પટેલ અને
ધરમપુર (એસટી) બેઠક માટે કિશનભાઈ વેસ્તાભાઈ પટેલને ઉમેદવાર
જાહેર કરાયા છે.
નોંધનીય છે કે કૉંગ્રેસના અશોક ગેહલોત
અને ગુજરાત કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ શનિવારે કૉંગ્રેસનું
ચૂંટણીલક્ષી ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. જેમાં ગુજરાતનાં ઘણાં વર્ગો, સમુદાયો અને
લક્ષ્યજૂથોને ધ્યાને રાખીને વાયદા કરાયા હતા. જે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો
મુદ્દો બન્યા હતા.
યુક્રેનની ખેરસોનની શેરીઓમાં જીતની ઉજવણી
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કિએવમાં ઉજવણી કરતા લોકો
ખેરસોનમાંથી રશિયન સૈનિકો પાછા ખેંચાયા પછીયુક્રેનિયન સૈનિકોનું ત્યાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વીડિયોમાં જોઈ શકાય છે કે સ્થાનિક લોકો ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને
સૈનિકોનું સ્વાગત કર્યું હતું. કેટલાક લોકો દેશભક્તિના ગીતો ગાતા પણ જોવા મળ્યા
હતા.
આસિયાન શિખર સંમેલન માટે કંબોડિયામાં આવેલા યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો
કુલેબાએ કહ્યું છે કે ખેરસોનમાંથી રશિયાની પીછેહઠ દર્શાવે છે કે તેઓ આ યુદ્ધમાં
હારશે.
તેમણે કહ્યું, "અમે બીજી લડાઈ જીતી છે, અમે તમને યાદ કરાવવા માંગીએ છીએ કે યુદ્ધની શરૂઆત પછી અમે પહેલા કિવ જીતી
લીધું, પછી રશિયાને
ઉત્તર-પૂર્વથી પીછેહઠ કરવા મજબૂર કર્યું, ખાર્કિવ જીત્યું અને હવે તેઓ ખેરસોનમાં હારી ગયા."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
યુક્રેનના વિદેશમંત્રી આસિયાન સમિટમાં યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટોની
બ્લિન્કનને મળ્યા હતા. જ્યાં તેમણે યુએસના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
એએફપી સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર, બદલામાંબ્લિંકને યુક્રેનના સૈન્ય અને લોકોની "અભૂતપૂર્વ હિંમત"ને બિરદાવી
હતી અને રશિયાને હરાવવા માટે યુએસ સમર્થન "ચાલુ રાખવાનું" વચન આપ્યું
હતું.
દરમિયાન યુદ્ધ મોરચેથી આવતા સમાચાર અનુસાર, રશિયાએ ખેરસોન પ્રદેશ માટે નવી 'રાજધાની' જાહેર કરી છે.
રશિયાએ યુક્રેનના બંદરીય શહેર હેનિચેસ્કને ખેરસોન પ્રદેશ માટેની નવી અસ્થાયી
વહીવટી રાજધાની જાહેર કરી છે.
હેનિચેસ્ક રશિયાના કબજા હેઠળના ક્રિમીઆની નજીક છે અને ખેરસોનથી દૂર છે, જેને યુક્રેનિયન દળોએ શુક્રવારે ફરીથી કબજે કર્યું હતું. તે ખેરસોન કરતાં
નાનું છે અને એઝોવ સમુદ્રના ઉપરી પ્રદેશ પર આવેલું છે.
રશિયાની ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સી અનુસાર, અધિકારીઓએ તમામ પ્રાદેશિક કાર્યાલયો
તેમજ "મૂર્તિઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ"ને ખેરસોન શહેર અને તેની આસપાસના
વિસ્તારોમાંથી ખાલી કરાવ્યા હતા. તેમના અહેવાલ અનુસાર, આ વિસ્તારમાંથી 1,15,000 થી વધુ લોકોને
સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા.
ખેરસોન એ ચાર યુક્રેનિયન પ્રદેશોમાંનો એક હતો જેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર
પુટિને સપ્ટેમ્બરમાં રશિયા સાથે જોડવાનો દાવો કર્યો હતો. અલબત્ત આ દાવો
આંતરરાષ્ટ્રીય સ્તરે નકારવામાં આવ્યો હતો. રશિયાએ 2014માં ક્રિમીઆને કબજે કરી લીધું હતું.
કિએવથી રિપોર્ટિંગ કરતા બીબીસીના પત્રકાર એનાસ્તાસિયા લેવચેન્કોએ જણાવ્યું છે
કે ખેરસોનમાં વીજળી વગર અંધારપટ છે અનેપાણીની તંગી સર્જાઈ છે.
આઠ મહિનાના રશિયન કબજા પછી યુક્રેનિયન દળો અને પશ્ચિમી પત્રકારો પ્રથમ વખત
ખેરસોનમાં પ્રવેશતા આ હકીકત તેમની સામે આવી હતી.
યુક્રેનિયનોને હવે કહેવામાં આવી રહ્યું છે કે ખેરસોન પ્રદેશના આસપાસના નગરો
અને ગામડાઓમાં આગામી સોમવારથી વીજળીનો પુરવઠો પુરો પાડવામાં આવશે.
દરમિયાન, યુક્રેનિયન ટીવીએ
પ્રદેશમાં પ્રસારણ ફરી શરૂ કર્યું છે અને તે સ્થાનિકો માટે માહિતીનો એક મહત્વપૂર્ણ
સ્ત્રોત છે.
યુદ્ધ પહેલા ખેરસોનમાં 3,20,000 લોકો વસતા હતા જ્યારે અત્યારે 70થી 80,000ની
વસ્તી છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, કિએવમાં ઉજવણી કરતા લોકો
નમસ્કાર, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.
અહીં આપને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને દેશ-વિદેશના મહત્ત્વપૂર્ણ સમાચાર દિવસભર મળતા રહેશે.