ચૂંટણીપરિણામ : 'મહિલાઓ ભાજપની જીતની સારથિ બની છે' - વડા પ્રધાન મોદી

પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો હવે થોડા કલાકોમાં જ સ્પષ્ટ થઈ જશે. હાલમાં વલણો અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ, મણિપુરમાં ભાજપ સરકાર બનતી જણાઈ રહી છે.

લાઇવ કવરેજ

  1. ભગવંત માન : પંજાબમાં વિપક્ષને પરાસ્ત કરનારા નેતા, જેમણે શરાબ પીને ભાષણ આપ્યું હતું

  2. યોગી આદિત્યનાથ : વિદ્યાર્થીનેતાથી મહંત અને મુખ્ય મંત્રી બનવાની કહાણી

  3. પંજાબના CM ચરણજિતસિંહ ચન્નીને હરાવ્યા મોબાઇલ રિપેરિંગની દુકાન ચલાવનાર આ લાભસિંહે

  4. AAP : ઇટાલિયા, ઈસુદાનના જોરે અરવિંદ કેજરીવાલ પંજાબની જેમ ગુજરાતને સર કરી શકશે?

  5. નવજોતસિંહ સિદ્ધુ પંજાબમાં કૉંગ્રેસની હાર માટે કેટલા જવાબદાર

  6. ઉત્તર પ્રદેશના પરિણામ બાદ તરત જ નરેન્દ્ર મોદી ગુજરાત ચૂંટણીની તૈયારી શરૂ કરી દેશે?

  7. UP સહિત ચાર રાજ્યોમાં ભાજપના વિજય અંગે સી. આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ શું બોલ્યા?

  8. બીબીસી ગુજરાતીનું આજનું લાઇવ કવરેજ અહીં સમાપ્ત કરીએ છીએ.

    લાઇવ કવરેજમાં સતત જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

    દેશ અને દુનિયાના સમાચાર અને વિશ્લેષણ માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

  9. યુક્રેન-રશિયા યુદ્ધ વિશે શું બોલ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદી?

    યુક્રેન પર રશિયાના હુમલા વિશે વડા પ્રધાન મોદીએ કહ્યું કે "(યુક્રેન-રશિયા)યુદ્ધને કારણે બધા દેશો પર બોજ આવશે. ભારતના યુદ્ધ કરી રહેલા દેશો સાથે આર્થિક, સંરક્ષણાત્મક, રાજકીય સંબંધ છે. આપણે તેલ જેમકે સૂરજમુખીના તેલની આયાત કરીએ છીએ...કોલસો, ગૅસ, ખાતરના ભાવ આખી દુનિયામાં વધી રહ્યા છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તેમણે કેટલાક રાજકીય દળો પર દેશને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, "દુર્ભાગ્યવશ હજારો ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયેલા હતા ત્યારે દેશનું મનોબળ તોડવાની વાત કરવામાં આવી હતી.આ લોકોએ ઑપરેશન ગંગાને પણ બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. આ ભારતના ભવિષ્ય માટે મોટી ચિંતા છે."

  10. BBC બુલેટિન LIVE : પાંચ રાજ્યોની ચૂંટણી, તેનાં પરિણામો અને હવે આ ચૂંટણીનાં પરિણામોની દુરગામી અસર શું હશે?

  11. 'લોકોને ભાજપની નીતિ, નીયત પર ભરોસો' - નરેન્દ્ર મોદી

    ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપને મળેલી જીત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો.

    તેમણે કહ્યું કે 'યુપીએ દેશને અનેક વડા પ્રધાન આપ્યા છે પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર મુખ્ય મંત્રીને ફરી ચૂંટવાનો આ પ્રથમ દાખલો છે. યુપીમાં 37 વર્ષ પછી કોઈ સરકાર સતત બીજી વખત આવી રહી છે.'

    'સરહદથી નજીક આવેલા એક પહાડી રાજ્ય, એક સમુદ્ર તટના રાજ્ય, મા ગંગાનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત એક રાજ્ય અને પૂર્વોત્તર સરહદ પર આવેલું એક રાજ્ય, ભાજપને ચારેય દિશાઓથી આશીરવાદ મળ્યો છે.'

    વડા પ્રધાન મોદીએ કહ્યું કે 'લોકોને ભાજપમાં ભરોસો છે અને તેઓ પાર્ટીની નીતિ અને નીયત પર પણ ભરોસો દેખાડતા આવ્યા છે.''

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. 'ભાજપને ચારે દિશાઓથી આશીર્વાદ મળ્યો છે ' - મોદી

    નવી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, નવી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપને મળેલી સફળતાની ઉજવણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા.

    પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ આ અવસર પર વડા પ્રધાનનું અભિનંદન કરતા પોતાના સંબોધનમાં કહ્યું કે, "ચૂંટણી માત્ર ગણિત નથી, ચૂંટણી કેમિસ્ટ્રી છે, જ્યારે હું કેમિસ્ટ્રી બોલું છું તો બધાએ યાદ રાખવું જોઈએ કે ભારતના દલિત, શોષિત, પીડિત, મહિલા, યુવા, આજે જો પોતાની કેમિસ્ટ્રી જોડે છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જોડે છે."

    ત્યારે પોતાના સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે ઉત્સાહનો દિવસ છે. પહેલાં જનતા પોતાના જ અધિકાર માટે સરકારનો દરવાજો ખખડાવીને થાકી જતી હતી. વીજળી, પાણી જેવી સામાન્ય જરૂરિયાતો માટે સરકારી ઑફિસોના ચક્કર કાપવા પડતા હતા. દેશમાં ગરીબોના નામ પર ઘોષણાઓ થઈ, યોજનાઓ બની, પરંતુ જેનો તેના પર અધિકાર હતો, જે ગરીબનો તેની પર હક હતો, એ હક તેને કોઈ પરેશાનીઓ વગર મળે તેના માટે ગુડ ગવર્નેન્સ, ગુડ ડિલિવરીનું મહત્ત્વ ભાજપ સમજે છે. હું મુખ્ય મંત્રી રીતે કામ કરીને આવ્યો છું એટલે મને ખબર છે કે છેવાડાના માણસ સુધી કેવી રીતે પહોંચવું.'

    નવી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, નવી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી

    નવી દિલ્હીમાં ભાજપના કાર્યાલય પર પોતાના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્હ્યું કે, 'જ્યારે અમે 2019માં કેન્દ્રમાં સરકાર બનાવી ત્યારે જ્ઞાની લોકોએ કહ્યું કે તેની પાછળ 2017માં ઉત્તર પ્રદેશની જીત કારણ બની હતી. હું માનું છું કે જ્ઞાની લોકો કહેશે કે 2022નાં ચૂંટણીપરિણામો 2024ની રાષ્ટ્રીય ચૂંટણીનું ભાવિ નક્કી કરશે.'

  13. નવી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન જુઓ

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપને મળેલી સફળતા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે ભાજપના કાર્યાલય પર પહોંચ્યા છે.

  14. Live : ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યોની ચૂંટણીનાં પરિણામો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા

    થોડી વારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે ભાજપ કાર્યાલય પરથી કરશે સંબોધન

  15. પ્રિયંકા પાર્ટીમાં પ્રાણ ફૂંકવાં આવ્યાં હતાં, પાર્ટી ફૂંકીને જઈ રહ્યાં છે - સ્મૃતિ ઇરાની

    પ્રિયંકા ગાંધી

    ઇમેજ સ્રોત, Getty Images

    કૉંગ્રેસનાં મહાસચિવ અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની કમાન પોતાનાં હાથમાં લેનાર પ્રિયંકા ગાંધીએ પાર્ટીની કફોડી હાલત અંગે કહ્યું કે જનતાનો નિર્ણય સર્વોપરિ છે.

    ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસને માત્ર એક સીટ પર વિજય મળયો અને એક બેઠક પર આગળ ચાલી રહી છે. ભાજપ 91 બેઠકો જીતી ચૂક્યો છે અને 162 બેઠક પર આગળ છે. એટલે ભાજપ કુલ 253 બેઠકો જીતી રહ્યો છે.

    બીજા નંબર પર સમાજવાદી પાર્ટી છે. અત્યાર સુધી સમાજવાદી પાર્ટી 24 બેઠકો જીતી ચૂકી છે અને 88 બેઠકો પર આગળ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી 112 બેઠકો જીતી ગઈ છે.

    પાર્ટીના પરાજય પર પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું કે, "લોકશાહીમાં જનતાનો મત સર્વોપરિ છે. અમારા કાર્યકરો અને નેતાઓએ મહેનત કરી, સંગઠન બનાવ્યું, જનતાના મુદ્દા પર સંઘર્ષ કર્યો. પરંતુ અમે અમારી મહેનતને વોટમાં ન ફેરવી શક્યાં. કૉંગ્રેસ પાર્ટી હકારાત્મક અજેન્ડા પર ચાલીને યુપીની બહેતરી અને જનતા માટે સંઘર્ષશીલ વિપક્ષના કર્તવ્યનું જવાબદારી સાથે પાલન કરશે."

    નરેન્દ્ર મોદી સરકારમાં મહિલા તથા બાલકલ્યાણ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પ્રિયંકા ગાંધી પર વ્યંગાત્મક ટિપ્પણી કરતાં કહ્યું, "મને નથી લાગતું કે તેમનામાં એટલો દમખમ છે કે તેઓ ભૂલોમાંથી કંઈ શીખશે, જો નહીં શીખે તો તે કૉંગ્રેસનો વિષય છે. અમારી પાર્ટીનો નહીં. ઉત્તર પ્રદેશમાં એવું કહેવામાં આવ્યું કે પ્રિયંકાજી આવશે, પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકશે તેઓ પાર્ટી ફૂંકીને જઈ રહ્યાં છે, આ આખો દેશ જાણે છે."

  16. યુપીમાં વિજય બાદ યોગીનું સંબોધન

    ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ મજબૂત બહુમત સાથે ફરીથી સરકાર બનાવવા જઈ રહ્યો છે. વિજય સુનિશ્ચિત થયા બાદ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ મીડિયાને સંબોધન કરવા પહોંચ્યા.

    જનતાનો આભાર વ્યક્ત કરતાં યોગી આદિત્યનાથે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપ પ્રચંડ બહુમતની સરકાર બનાવવા જઈ રહ્યો છે."

    યોગીએ કહ્યું, "ઉત્તર પ્રદેશ પર દેશ અને દુનિયાની નજર હતી. કાર્યકરોના પરિશ્રમથી આજે ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવાની તક મળી છે. મતગણતરી અંગે ભ્રામક પ્રચાર ચલાવાઈ રહ્યો છે. જોકે, ઉત્તર પ્રદેશની જનતાએ ભારતીય જનતા પક્ષને વિજયી બનાવ્યો છે."

  17. LIVE: ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોનાં વલણો અને પરિણામો

  18. દેશમાં ધર્માંધતા, જાતીય વિભાજન, હિંદુ-મુસ્લિમ ચાલશે કે રચનાત્મક રાજકારણ ચાલશે? : સુરજેવાલા

    રણદીપસિંહ સુરજેવાલા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરની વિધાનસભા ચૂંટણીમાં પક્ષના પરાજય બાદ કૉંગ્રેસ પક્ષના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું છે કે ગંભીરતાથી આત્મમંથન કરવાની જરૂર છે.

    સુરજેવાલાએ કહ્યું, "આ માત્ર પાંચ રાજ્યની વાત નથી. 2024ની લોકસભા ચૂંટણી માટે ધરાતલ પર વધારે મહેનત કરવાની જરૂર છે."

    એક ચૂંટણીને બીજી ચૂંટણી સાથે ના જોડી શકાય એવું પણ તેમણે કહ્યું.

    તેમણે એવું પણ કહ્યું કે કૉંગ્રેસના કાર્યકરોથી લઈને મોટા નેતાઓ સુધી સૌએ આત્મવિશ્લેષણ કરવાની જરૂર છે.

    રણદીપ સુરજેવાલાએ ઉમેર્યું, "શું આ દેશમાં ધર્માંધતા, જાતીય વિભાજન, હિંદુ-મુસ્લિમ ચાલશે કે રચનાત્મક રાજકારણ ચાલશે? અમે રચનાત્મક રાજકારણનો પ્રયાસ કર્યો પણ સફળતા ના મળી. કૉંગ્રેસ પક્ષ આ મુદ્દાઓ પર હંમેશાં કામ કરશે."

    તેમણે ઉમેર્યું, "પંજાબ ચરણજિતસિંહ ચન્નીજીના રૂપે એક સ્વચ્છ અને સૌમ્ય નેતૃત્વ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કૅપ્ટન અમરિંદરસિંહની સાડાં ચાર વર્ષના સત્તાવિરોધી લહેર ભારે પડશે."

  19. ઉત્તર પ્રદેશ, પંજાબનાં પરિણામો પર એનસીપી પ્રમુખ શરદ પવારે શું કહ્યું?

    ANI

    ઇમેજ સ્રોત, ANI

    ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે બહુમત મળતો દેખાઈ રહ્યો છે. વળી પંજાબમાં આમ આદમી પાર્ટીને એકતરફી જીત મળી છે.

    આ વચ્ચે અલગ-અલગ પાર્ટીઓ તરફથી પ્રતિક્રિયા સામે આવી રહી છે. એનસીપી પ્રમુખ શરદ પવારનું કહેવું છે કે પંજાબના લોકોએ ભાજપ અને કૉંગ્રેસને હરાવીને આમ આદમી પાર્ટીને જનાદેશ આપ્યો છે.

    ન્યૂઝ એજન્સી એએનઆઈને પવારે કહ્યું કે પંજાબના ખેડૂતોનાં દિલમાં વડા પ્રધાન મોદી વિરુદ્ધ ગુસ્સો ભરાયેલો છે.

    જ્યારે ઉત્તર પ્રદેશનાં પરિણામો પર પવાર કહે છે કે અખિલેશ યાદવની તેમાં કોઈ ભૂલ નથી. તેમણે પોતાના દમ પર ચૂંટણી લડી છે.

    પવારનું કહેવું છે કે અખિલેશે ચૂંટણી પરિણામો વિશે વિચારવું ન જોઈએ. કારણ કે તેમનું કદ તેનાથી ઘણું મોટું છે અને તેઓ પહેલાં કરતાં વધારે સારી રીતે ચૂંટણી લડ્યા છે.

  20. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસની જગ્યા લેશે: રાઘવ ચઢ્ઢા

    ANI

    ઇમેજ સ્રોત, ANI

    પંજાબમાં આમ આદમી પાર્ટીની એકતરફી જીત બાદ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે.

    કેજરીવાલ આમ આદમી પાર્ટીની જીતને ઇન્કલાબ કહી રહ્યા છે તો રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે આ જીત સાથે જ આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય તાકાત તરીકે સામે આવી છે અને આવનારા સમયમાં પાર્ટી કૉંગ્રેસનું સ્થાન લેશે.

    તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, “આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તર પર અને સ્વાભાવિક રીતે કૉંગ્રેસનું સ્થાન લેશે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જ ભાજપને પડકાર આપી શકે છે.”

    આમ આદમી પાર્ટી પંજાબના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાનું કહેવું છે કે સમગ્ર દેશ હવે અરવિંદ કેજરીવાલના ગવર્નન્સ મૉડલ તરફ જોઈ રહ્યો છે અને પંજાબના લોકોએ આમ આદમી પાર્ટી પર ભરોસો દર્શાવ્યો છે.