You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યોગી આદિત્યનાથ મારાથી સારા મુખ્ય મંત્રી સાબિત થયા : રાજનાથ સિંહ

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ચૂંટણીપ્રચાર દરમિયાન કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે યોગી આદિત્યનાથના શાસનનાં વખાણ કર્યાં હતાં.

લાઇવ કવરેજ

  1. જયરાજસિંહ પરમાર હવે BJPમાં, ભાજપ પટેલોને બાજુમાં મૂકી OBC અને ક્ષત્રિયોને લઈ રહ્યો છે?

  2. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ

    રવિવારે પંજાબની તમામ 117 બેઠકો અને ઉત્તર પ્રદેશની 59 બેઠકો માટે મતદાન યોજાયું હતું.

    આચારસંહિતા લાગુ પડે તે પહેલાં નેતાઓ અને કાર્યકરોએ જોરશોરથી પ્રચારપ્રસાર કર્યો હતો.

    ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે પંજાબમાં રવિવારે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું.

    મતદાનના આ તબક્કામાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે તો પંજાબમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્પર્ધા હતી.

    રવિવારે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલ્યું હતું.

    પંજાબ ચૂંટણી: મોગામાં સોનુ સૂદની ગાડી જપ્ત, ઘરમાં રહેવાનો આદેશ

    પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે અભિનેતા સોનુ સૂદની ગાડી જપ્ત કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

    મોગા જિલ્લાના પ્રવક્તા પ્રભદીપ સિંહે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, "સોનુ સૂદ એક પોલિંગ બૂથમાં જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને રોકવામાં આવ્યા, તેમની ગાડી જપ્ત કરી લેવામાં આવી અને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા."

    પ્રભદીપ સિંહે કહ્યું, "જો સોનુ સૂદ ઘરની બહાર નીકળ્યા તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે."

    આ વર્ષે સોનુ સૂદની બહેન માલવિકા સૂદ કૉંગ્રેમાં જોડાયા છે. પાર્ટીએ તેમને મોગાથી ઉમેદવાર બનાવ્યા છે. માલવિકાનાં કૉંગ્રેસમાં સામેલ થવાને પંજાબ કૉંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધૂએ 'ગેમ ચેન્જર' ગણાવ્યું હતું.

    કેસીઆર - ઉદ્ધવ ઠાકરેની મુલાકાત : તેલંગાણાના મુખ્ય મંત્રીએ રાજકીય ગઠબંધનના આપ્યા સંકેત

    દેશમાં ભાજપ વિરુદ્ધ એક સંયુક્ત મોરચો તૈયાર કરવાનો પ્રયાસ ઝડપી થતો જોવા મળી રહ્યો છે. આ મામલે રવિવારે તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી અને રાજકીય ગઠબંધનના સંકેત આપ્યા હતા.

    ઠાકરે સાથેની મુલાકાત બાદ રાવે કહ્યું કે દેશમાં આજે એક મોટા પરિવર્તનની જરૂર છે. જે રીતે દેશ ચાલી રહ્યો છે, તેમાં બદલાવ આવવો જોઈએ. 75 વર્ષની આઝાદી બાદ જે થવું જોઇતું હતું, તે થયું નથી. અમે એ વાત પર સહમત થયા કે દેશમાં પરિવર્તન આવવું જોઇએ. અમે પરિવર્તન માટે રાષ્ટ્રીય અને સ્થાનિક દળો સાથે પણ વાત કરીશું.

    રાવે કહ્યું, "મહારાષ્ટ્રથી જે મોરચો નીકળે છે, તે સફળ થાય છે. શિવાજી મહારાજ અને બાલાસાહેબ ઠાકરે જેવા મરાઠા યોદ્ધાઓથી દેશને જે પ્રેરણા મળી છે, તેની સાથે અમે આગળ વધવા માગીએ છીએ."

    તેમણે કહ્યું કે, "અમે ગુનાઓ વિરુદ્ધ લડવા માગીએ છે.અમે લોકતંત્ર માટે લડવા માગીએ છીએ. એક સારી શરૂઆત અને સારો સંદેશ આજે વર્ષા (મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના આવાસ)થી આવી રહ્યાં છે. ઉદ્ધવજી અને મારા વચ્ચે જે વાતચીત થઈ તેનું આવનારા દિવસોમાં સારું એવું પરિણામ જોવા મળશે."

    કે. ચંદ્રશેખર રાવે ઉદ્ધવ ઠાકરેને તેલંગાણા આવવા નિમંત્રણ આપ્યું હતું.

  3. યોગી આદિત્યનાથ મારાથી સારા મુખ્ય મંત્રી સાબિત થયા : રાજનાથ સિંહ

    ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં ચૂંટણીપ્રચાર દરમિયાન કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર અંતર્ગત કાયદો અને વ્યવસ્થાનાં વખાણ કરતાં કહ્યું કે, બદમાશો હવે જેલમાં રહેવાનું વધારે પસંદ કરે છે.

    તેમણે કહ્યું કે, "પહેલાં તો બુલડોઝર રસ્તા પર ચાલતાં હતાં. હવે યોગીજીનું બુલડોઝર બદમાશોનાં ઘરો પર ચાલે છે."

    તેઓ આગળ કહે છે,"જે માફિયાઓએ પોતાનો આલિશાન મહેલ ઊભો કરી રાખ્યો હતો તેના પર બુલડોઝર ફેરવ્યા બાદ યોગી આદિત્યનાથે નિર્ણય લીધોકે, ત્યાં કોઈ પણ મૂડીપતિનો મહેલ નહીં બને પરંતુ ગરીબો માટે તે જગ્યા પર ઘરો બનાવવામાં આવશે."

    આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું, "હું પણ મુખ્ય મંત્રી રહ્યો છું અને યોગી આદિત્યનાથ પણ મુખ્ય મંત્રી રહ્યા છે પરંતુ મને એ કહેવામાં કોઈ સંકોચ નથી થઈ રહ્યો કે યોગી આદિત્યનાથ મારા કરતાં સારા મુખ્ય મંત્રી સાબિત થયા.

  4. કેસીઆર - ઉદ્ધવ ઠાકરેની મુલાકાત : તેલંગાણાના મુખ્ય મંત્રીએ રાજકીય ગઠબંધનના આપ્યા સંકેત

    દેશમાં ભાજપ વિરુદ્ધ એક સંયુક્ત મોરચો તૈયાર કરવાનો પ્રયાસ ઝડપી થતો જોવા મળી રહ્યો છે. આ મામલે રવિવારે તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હતી અને રાજકીય ગઠબંધનના સંકેત આપ્યા હતા.

    ઠાકરે સાથેની મુલાકાત બાદ રાવે કહ્યું કે દેશમાં આજે એક મોટા પરિવર્તનની જરૂર છે. જે રીતે દેશ ચાલી રહ્યો છે, તેમાં બદલાવ આવવો જોઈએ. 75 વર્ષની આઝાદી બાદ જે થવું જોઇતું હતું, તે થયું નથી. અમે એ વાત પર સહમત થયા કે દેશમાં પરિવર્તન આવવું જોઇએ. અમે પરિવર્તન માટે રાષ્ટ્રીય અને સ્થાનિક દળો સાથે પણ વાત કરીશું.

    રાવે કહ્યું, "મહારાષ્ટ્રથી જે મોરચો નીકળે છે, તે સફળ થાય છે. શિવાજી મહારાજ અને બાલાસાહેબ ઠાકરે જેવા મરાઠા યોદ્ધાઓથી દેશને જે પ્રેરણા મળી છે, તેની સાથે અમે આગળ વધવા માગીએ છીએ."

    તેમણે કહ્યું કે, "અમે ગુનાઓ વિરુદ્ધ લડવા માગીએ છે.અમે લોકતંત્ર માટે લડવા માગીએ છીએ. એક સારી શરૂઆત અને સારો સંદેશ આજે વર્ષા (મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીના આવાસ)થી આવી રહ્યાં છે. ઉદ્ધવજી અને મારા વચ્ચે જે વાતચીત થઈ તેનું આવનારા દિવસોમાં સારું એવું પરિણામ જોવા મળશે."

    કે. ચંદ્રશેખર રાવે ઉદ્ધવ ઠાકરેને તેલંગાણા આવવા નિમંત્રણ આપ્યું હતું.

  5. ત્રણ વાગ્યા સુધીમાં ઉત્તર પ્રદેશમાં 48.81 ટકા અને પંજાબમાં 49.81 ટકા મતદાન

    ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. કુલ 59 વિધાનસભા બેઠકો પર ચાલી રહેલા મતદાનમાં ત્રણ વાગ્યા સુધીમાં 48.81 ટકા મતદાન થયું છે. સમાચાર એજન્સી એએનઆઈએ આ વાતની જાણકારી આપી છે.

    જ્યારે પંજાબમાં તમામ 117 બેઠકો માટે મતદાન ચાલુ છે. ત્રણ વાગ્યા સુધી અહીં 49.81 ટકા મતદાન થયું છે.

  6. પંજાબ ચૂંટણી: મોગામાં સોનુ સૂદની ગાડી જપ્ત, ઘરમાં રહેવાનો આદેશ

    પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે અભિનેતા સોનુ સૂદની ગાડી જપ્ત કરવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે.

    મોગા જિલ્લાના પ્રવક્તા પ્રભદીપ સિંહે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, "સોનુ સૂદ એક પોલિંગ બૂથમાં જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને રોકવામાં આવ્યા, તેમની ગાડી જપ્ત કરી લેવામાં આવી અને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા."

    પ્રભદીપ સિંહે કહ્યું, "જો સોનુ સૂદ ઘરની બહાર નીકળ્યા તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે."

    સોનુ સૂદે શું કહ્યું?

    આ મામલે એએનઆઈએ સોનુ સૂદની સાથે પણ વાત કરી હતી. સોનુ સૂદે આરોપ લગાવ્યો હતો કે, તેમને જાણકારી મળી હતી કે બૂથ પર પૈસા વહેંચવામાં આવી રહ્યા હતા અને વિપક્ષી દળના કાર્યકર્તા ધમકાવી રહ્યા હતા.

    તેમણે કહ્યું, "ઘણા લોકો એમાં પણ ખાસ કરીને અકાલી દળના લોકો ડરાવી રહ્યા છે, ઘણા બૂથોમાં પૈસા વહેંચવામાં આવી રહ્યા છે. ચૂંટણી પારદર્શક રીતે યોજાવી જોઈએ. મેં એસએસપી સાહેબને ફરિયાદ કરી છે."

    મોગાથી ચૂંટણી લડી રહ્યાં છે સોનુ સૂદનાં બહેન

    આ વર્ષે સોનુ સૂદની બહેન માલવિકા સૂદ કૉંગ્રેમાં જોડાયા છે. પાર્ટીએ તેમને મોગાથી ઉમેદવાર બનાવ્યા છે. માલવિકાનાં કૉંગ્રેસમાં સામેલ થવાને પંજાબ કૉંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધૂએ 'ગેમ ચેન્જર' ગણાવ્યું હતું.

  7. સુરત ગ્રીષ્મા મર્ડર કેસ : ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને કઈ જેલમાં મોકલી દેવાયો?

  8. પહેલાં મતદાન પછી લગ્ન

    યુપી અને પંજાબમાં રવિવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ચૂંટણીપંચે ટ્વિટર પર લગ્ન માટે તૈયાર થયેલા વર અને દુલ્હનની તસવીર પોસ્ટ કરી છે.

  9. મત યુપીમાં પડશે, પરિવર્તન દેશમાં આવશે: રાહુલ ગાંધી

    લોકસભા સાંસદ અને કૉંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે ઉત્તર પ્રદેશમાં મતદાન થશે અને સમગ્ર દેશમાં પરિવર્તન આવશે.

    રાહુલ ગાંધીએ લોકોને શાંતિ અને પ્રગતિ માટે મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો નવી સરકાર બનશે તો નવા ભવિષ્યનું નિર્માણ થશે.

    ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કા માટે આજે 59 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 2017માં કૉંગ્રેસે આ 59 બેઠકોમાંથી માત્ર એક જ બેઠક પર જીત મેળવી હતી.

    2022ની ચૂંટણી પણ કૉંગ્રેસ માટે સહેલું નથી. યુપીની કમાન સંપૂર્ણપણે રાહુલ ગાંધીનાં બહેન અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી સંભાળે છે.

    તેમ છતાં યુપીમાં ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઘણા નેતાઓ અન્ય પક્ષોમાં જોડાયા હતા.

    રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં 2024ની લોકસભાની ચૂંટણી તરફ ઈશારો કર્યો છે. તેઓ કહી રહ્યા છે કે જો હવે ઉત્તર પ્રદેશમાં ફેરફાર થશે તો તેની અસર 2024ની લોકસભાની ચૂંટણી પર પણ પડશે. જો કે આ વખતે ઉત્તર પ્રદેશના ચૂંટણી મેદાનમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી મહત્વના ખેલાડી હોવાનું કહેવાય છે.

  10. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં કયા નેતાઓના ભાવિનો નિર્ણય થશે?

    ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 20મીએ થઈ રહ્યું છે. આ તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. અહીં 2017ની ચૂંટણીમાં ભાજપે 59માંથી 49 બેઠકો જીતી હતી, જ્યારે સપાને 9 બેઠકો મળી હતી.

    કૉંગ્રેસને એક સીટ મળી અને બહુજન સમાજ પાર્ટી એક પણ સીટ જીતી શકી નહી.

    આવી સ્થિતિમાં, ચાલો એક નજર કરીએ એવા ઉમેદવારો કે જેના પર તમામની નજર રહેશે.

    અખિલેશ યાદવ

    કરહાલ વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યા છે.

    ભાજપે આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલને મેદાનમાં ઉતાર્યા છે.

    ભાજપે ચૂંટણી પંચ પાસે કરહાલના તમામ બૂથ પર અર્ધલશ્કરી દળો તૈનાત કરવાની માંગ કરી હતી.

    કરહાલ અખિલેશ યાદવના પરિવારના ગામ સૈફઈને અડીને આવેલી બેઠક છે. કરહાલ મૈનપુરી લોકસભા સીટમાં આવે છે, જ્યાંથી મુલાયમ સિંહ વર્તમાન સાંસદ છે.

    કરહાલમાં મુલાયમ સિંહે શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યાં શિક્ષક તરીકે નોકરી કરી હતી.

    એસપી બઘેલ

    અખિલેશ સામે કરહાલના ચૂંટણી મેદાનમાં ભાજપના ઉમેદવાર એસપી બઘેલ ઉતર્યા છે. એસપી બઘેલ કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી છે.

    સમાજવાદી પાર્ટીથી બસપામાં અને બસપામાંથી ભાજપમાં આવેલા એસપી બઘેલનું શું થશે તે જોવું રસપ્રદ રહેશે.

    શિવપાલ યાદવ

    ત્રીજા તબક્કાનું મતદાન સમાજવાદી પાર્ટીના વડાના કાકા શિવપાલ સિંહ યાદવનું ભાવિ પણ સીલ કરશે, જેઓ તેમની પરંપરાગત જસવંતનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

    ઈટાવા જિલ્લાની જસવંતનગર બેઠક પર મોટાભાગે મુલાયમ સિંહના કુળનો કબજો રહ્યો છે.

    કૉંગ્રેસે1980માં માત્ર એક જ વાર અહીં પોતાનો ઝંડો લહેરાવ્યો હતો. 1996 થી, મુલાયમ સિંહના ભાઈ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા.

    ભાજપે શિવપાલ યાદવની સામે વિવેક શાક્યને મેદાનમાં ઉતાર્યા છે.

    સતીશ મહાના

    આ તબક્કામાં ભાજપના અગ્રણી ચહેરાઓમાં કેબિનેટ મંત્રી સતીશ મહાના છે, જેઓ કાનપુરના મહારાજપુરથી ચૂંટણી લડી રહ્યા છે.

    સતત સાત વખત ધારાસભ્ય રહી ચુકેલા સતીશ મહાના છેલ્લા 32 વર્ષથી કાનપુરમાં કમળ ખિલવી રહ્યા છે.

    તેઓ સતત પાંચ વખત મુસ્લિમ બહુમતીવાળી કેન્ટ બેઠક પરથી ધારાસભ્ય હતા અને મહારાજપુર વિધાનસભા બેઠક પરથી બે વખત જીત્યા હતા.

    કૉંગ્રેસે તેમની સામે યૂથ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કનિષ્ક પાંડેને ઉભા કર્યા છે. કનિષ્ક પાંડેને પ્રિયંકા ગાંધીની નજીક માનવામાં આવે છે.

    સમાજવાદી પાર્ટીએ તેમની સાથે હરિફાઈમાં ફતેહ બહાદુર ગિલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે, બસપા અહીં ઓબીસી કાર્ડ રમવાનો પ્રયાસ કરી રહી છે. બસપાએ સુરેન્દ્ર પાલને મેદાનમાં ઉતાર્યા છે. અહી ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે.

    અસીમ અરુણ

    સૌની નજર પૂર્વ આઈપીએસ અધિકારી અસીમ અરુણ પર પણ રહેશે, જે કન્નૌજ સદર બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે.

    પૂર્વ પોલીસ અધિકારી હોવા ઉપરાંત અસીમ અરુણ દલિત સમુદાયમાંથી આવે છે.

    ભાજપ પણ ચૂંટણી પહેલા અહીંના વેપારીઓ પર ભ્રષ્ટાચાર સંબંધિત દરોડાના સમાચાર વચ્ચે એક પોલીસ અધિકારીને મેદાનમાં ઉતારીને દલિત રાજકારણને નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહી છે.

    અહીં અસીમ અરુણની સ્પર્ધા અનિલ દોહરા સાથે છે, જે સતત ત્રણ વખત સપાના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

  11. પંજાબમાં બહુમતીમાં હોવા છતાં દલિતો મજબૂત વોટ બૅન્ક કેમ નથી ગણાતા?

  12. અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવા કેટલા સક્ષમ?

  13. ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન, ક્યાં ક્યાં થઈ રહ્યું છે મતદાન?

    ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 બેઠકો પર રવિવારે મતદાન યોજાઈ રહ્યું. આ 59 બેઠકો માટે કુલ 627 ઉમેદવારો મેદાનમાં છે.

    આ 16 જિલ્લામાં હાથરસ, ફિરોઝાબાદ, એટા, કાસગંજ, મૈનપુરી, ફારૂખાબાદ, કન્નૌજ, ઇટવાહ, ઔરૈયા, કાનપુર દેહાત અને કાનપુર નગર વગેરેનો સમાવેશ થાય છે.

    સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જે બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, તે કરહાલ બેઠક પર પણ રવિવારે મતદાન યોજાશે.

    ભાજપે આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી એસ. પી. સિંહ બઘેલને ટિકિટ આપી છે.

  14. મુલાયમસિંહ યાદવના નાના ભાઈ અભયરામ યાદવ મોટરસાઇકલ પર

    યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રમુખ મુલાયમસિંહ યાદવના નાના ભાઈ અભયરામ યાદવ મોટરસાઇકલ પર મતદાન કરવા પહોંચ્યા.

    યુપીમાં જે જિલ્લાઓમાં મતદાન ચાલી રહ્યું છે તે બેઠકો સમાજવાદી પાર્ટીના પ્રભાવવાળી માનવામાં આવે છે પરંતુ આ બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી.

  15. પંજાબમાં રસાકસીનો મુકાબલો

    પંજાબમાં રવિવારે એક જ તબક્કામાં તમામ 117 બેઠકો પર મતદાન યોજાશે. એક અહેવાલ પ્રમાણે, પંજાબમાં 20 ફેબ્રુઆરીને જાહેર રજા જારી કરવામાં આવી છે.

    છેલ્લા કેટલાક દાયકાઓમાં પંજાબ માટે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે. કારણ કે આ ચૂંટણીમાં 117 બેઠકો માટે પાંચ પાર્ટીઓ તેમજ ગઠબંધન મેદાનમાં છે.

    આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં બનેલી ઘટનાઓએ પંજાબના રાજકારણમાં ખૂબ જ ગરમાવો ઊભો કર્યો છે. જેમાં ખેડૂતઆંદોલન, શિરોમણી અકાલી દળનો ભાજપ તેમજ એનડીએ સાથે છેડો ફાડવો, કૉંગ્રેસમાં આંતરિક ખટરાગ બાદ તત્કાલીન મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહના રાજીનામાથી લઈને રાજ્યમાં પ્રથમ દલિત મુખ્ય મંત્રી બનવા સુધીની ઘટના સામેલ છે.

    પંજાબમાં કૉંગ્રેસે ચરણજિતસિંહ ચન્નીને મુખ્ય મંત્રી પદ માટેના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્ય મંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

    પંજાબને મુખ્યત્વે માલવા, માઝા અને દોઆબા એમ ત્રણ ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યું છે. રાજ્યની કુલ 117 વિધાનસભા બેઠકો પૈકીની 34 બેઠકો અનામત છે.

    કુલ પૈકીની 69 બેઠકો માત્ર માલવા ક્ષેત્રમાં આવેલી છે અને તેમાં વિધાનસભાની 19 બેઠકો અનુસૂચિત જ્ઞાતિઓ માટે અનામત છે.

    માઝા ક્ષેત્રમાં વિધાનસભાની 25 બેઠકો છે અને તે પૈકીની સાત અનુસૂચિત જ્ઞાતિઓ માટે અનામત છે, જ્યારે દોઆબાની 23 વિધાનસભા બેઠકો પૈકીની આઠ અનામત રાખવામાં આવી છે.

    ગત વિધાનસભાની વાત કરીએ તો કુલ 34 અનામત બેઠકો પૈકીની 21 બેઠકો કૉંગ્રેસે જીતી હતી, જ્યારે આપને નવ બેઠકો મળી હતી અને ચાર બેઠકો અકાલી-ભાજપ ગઠબંધનને મળી હતી.

  16. વારાણસીના અસ્સી ઘાટ પરથી વરિષ્ઠ પત્રકારો અને લેખકો સાથે યુપીની ચૂંટણીને લઈને બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાની વાતચીત

  17. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર મતદાન

    રવિવારે પંજાબની તમામ 117 બેઠકો અને ઉત્તર પ્રદેશની 59 બેઠકો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

    આચારસંહિતા લાગુ પડે તે પહેલાં નેતાઓ અને કાર્યકરોએ જોરશોરથી પ્રચારપ્રસાર કર્યો હતો.

    ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. જ્યારે પંજાબમાં રવિવારે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે.

    મતદાનના આ તબક્કામાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે તો પંજાબમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સ્પર્ધા હશે.

    રવિવારે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે.

  18. નમસ્કાર, ગુડ મોર્નિંગ

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને પંજાબ અને ઉત્તર પ્રદેશની ત્રીજા તબક્કાની ચૂંટણી વિશેની લેટેસ્ટ અપડેટ આપીશું.

    અગત્યના મુદ્દાઓ પર સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ પણ આપને અહીં વાંચવા મળશે.