ભૂપેન્દ્ર પટેલ : ફરી પાટીદાર ગુજરાતના નવા મુખ્ય મંત્રી બનતાં હાર્દિક પટેલે શું કહ્યું?
ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી વિજય રૂપાણીએ કાલે રાજ્યપાલને મળીને રાજીનામું આપ્યું હતું અને ભાજપનો આભાર માન્યો હતો.
લાઇવ કવરેજ
એ કારણો જેના લીધે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવાયા
લાઇવ અપડેટ્સના આ સિલસિલાને આજ માટે અહીં વિરામ આપીએ છીએ.
નમસ્કાર.
નીતિન પટેલ : નવનિર્માણથી બે વખત મુખ્ય મંત્રીનું પદ ચૂકી જવા સુધી

ઇમેજ સ્રોત, FB/@NitinPatel
ઇમેજ કૅપ્શન, નીતિન પટેલ 2017માં મુખ્ય મંત્રી બનતા-બનતા રહી ગયા હતા અને આ વખતે પણ તેમનું પત્તું કપાઈ ગયું વિજય રૂપાણીના ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી રાજીનામા બાદ રાજ્યના આગામી CM તરીકે ચર્ચિત નામોમાં આગળ પડતાં નામો પૈકી એક નામ નીતિન પટેલનું પણ હતું.
પરંતુ રવિવારે ભાજપની કૉર કમિટીની બેઠક બાદ ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાનાર પાટીદાર નેતા ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલના નામની જાહેરાત થઈ છે.
આમ, ફરી એક વાર નીતિન પટેલ રાજ્યના મુખ્ય મંત્રી બનવાથી ચૂકી ગયા છે.
આ અગાઉ પણ વર્ષ 2016માં જ્યારે પાટીદાર આંદોલનથી સર્જાયેલા અસંતોષને પગલે તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે રાજીનામું આપવું પડ્યું હતું ત્યારે પણ ગુજરાતના આગામી મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું, પરંતુ ભાજપના મોવડીમંડળે પસંદગીનો કળશ વિજય રૂપાણી પર ઢોળ્યો હતો.
અહીં વાંચો ઉત્તર ગુજરાતના પટેલનેતાની સફરની કહાણી
ભૂપેન્દ્ર પટેલ સોમવારે બપોરે 2.20 લાગ્યે શપથ લેશે

ઇમેજ સ્રોત, Information Department/ Gujarat Government
ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સોમવારે બપોરે 2.20 લાગ્યે શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સોમવારે બપોરે 2.20 લાગ્યે શપથ લેશે.
બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ મુજબ આ પહેલી વખત ભાજપના મુખ્ય પ્રધાન 12.39 વાગ્યાને બદલે બપોરે 2.20 શપથગ્રહણ કરશે.
ભૂપેન્દ્ર પટેલના પરિવારમાં દિવાળીનો માહોલ
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે તેમને એ જાણ નહોતી કે નવા મુખ્ય મંત્રી તરીકે તેમના નામની જાહેરાત થશે.
એજ રીતે તેમના પરિવારનું પણ કહેવું છે કે તેઓ એ વાતથી અજાણ હતા કે આવી કોઈ જાહેરાત થશે.
તેમનાં પુત્રવધુ દેવાંશી પટેલે સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે "આજે દિવાળી જેવો માહોલ છે. અમને આવી કોઈ આશા નહોતી અને અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અમને પણ સમાચારમાં જોઈને એ વાતની જાણ થઈ કે તેમને મુખ્ય મંત્રી તરીકે પસંદ કરાયા છે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
'ભૂપેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીથી ગુજરાતના અંતિમ મુખ્ય મંત્રી' : ગોપાલ ઈટાલિયા

ઇમેજ સ્રોત, GOPAL ITALIA@FB
ગુજરાત આમ આદમી પાર્ટી નેતા ગોપાલ ઈટાલિયાએ કંઈ આ રીતે ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ આપી.
તેમણે કહ્યું, "ભારતીય જનતા પાર્ટીથી ગુજરાતના અંતિમ મુખ્ય મંત્રી બની રહેલા ભૂપેન્દ્ર પટેલને ઘણી શુભેચ્છાઓ."
ગુજરાતના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની આ વાતો જાણો છો?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
વિજય રૂપાણીના મુખ્ય મંત્રી પદના રાજીનામાં બાદ નવા મુખ્ય મંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
ભાજપ દ્વારા ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા મત વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે. શનિવારે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્ય મંત્રીને લઈને અનેક અટકળો શરૂ થઈ હતી.
વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્ય મંત્રી અંગે શરૂ થયેલા સસ્પેન્સ અને વહેતી થયેલી અટકળોનો આખરે અંત આવી ગયો છે.
હાર્દિક પટેલે ગુજરાતના નવા ચૂંટાયેલા મુખ્ય મંત્રીને શું પ્રશ્ન પૂછ્યો?

ઇમેજ સ્રોત, HARDIK PATEL SOCIAL
કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાતના નવા ચૂંટાયેલા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ આપી.
સાથે જ તેમણે ભાજપ પર આરોપ મૂકતા ભૂપેન્દ્ર પટેલ સામે પ્રશ્ન પણ કર્યો.
એક નિવેદનમાં તેમણે કહ્યું કે, "ભાજપે પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે ચૂંટણીના થોડા મહિના પહેલાં તમને આ જવાબદારી સોંપી છે."
"પરંતુ જે કામ તમારી પાર્ટી છેલ્લાં 25 વર્ષમાં મહિલાઓની સુરક્ષા માટે, યુવાનોની રોજગારી માટે, ખેડૂતોની દેવામાફી તથા ટેકાના ભાવ માટે, મધ્યમવર્ગીય પરિવારોની સુખાકારી માટે, વિદ્યાર્થીઓને સસ્તા તથા સારાં શિક્ષણ માટે, સસ્તી તથા સારી આરોગ્યસુવિધાઓ માટે અને ગુજરાતના સૌથી નબળા વર્ગ માટે કંઈ પણ નથી કરી શકી તે કામ તમે એક વર્ષમાં કેવી રીતે કરશો, ગુજરાતના લોકો તમને કડક શબ્દોમાં પૂછી રહ્યા છે.”
આગામી વિધાનસભા ચૂંટણી માટે CM તરીકે ભૂપેન્દ્ર પટેલનો ચહેરો કેટલો ફાયદાકારક રહેશે?
ભાજપ સાંસદ પૂનમબહેન માડમ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભૂપેન્દ્ર પટેલ : એ કારણો જેના લીધે આ પાટીદાર ચહેરાની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરાઈ
ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી દેવાઈ છે, તેઓ ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે.
શનિવારે વિજય રૂપાણીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું, એ પછી નવા મુખ્ય મંત્રીના નામ અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી, જેનો હવે અંત આવી ગયો છે.

ઇમેજ સ્રોત, TWITTER/BHUPENDRAPATEL
ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. પહેલી વખત ધારાસભ્યબન્યા
ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને કૉંગ્રેસના શશિકાંત પટેલ સામે નોંધપાત્ર માર્જિન સાથે જીત મળી હતી.
ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ અંડર ગ્રૅજ્યુએટ છે.
તેઓ વ્યવસાયે બિલ્ડર છે, તેઓ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોઈ પણ ખાતાના મંત્રી રહી ચૂક્યા નથી.
જોકે તેઓ પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થા સરદારધામના ટ્રસ્ટી છે. તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન છે.
તેઓ 1995-96, 1999-2000 અને 2004-06 સુધી મેમનગર નગરપાલિકામાં પ્રવૃત્ત હતા. આ સિવાય તેઓ અમદાવાદ સ્કૂલ બોર્ડમાં વર્ષ 2008-10 સુધી ચૅરમૅન તરીકે પણ કાર્યરત્ હતા.
2010-15 સુધી તેઓ થલતેજ વૉર્ડના કાઉન્સિલર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન હતા.
તેમજ વર્ષ 2015-17 સુધી તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના ચૅરમૅન હતા.
ગુજરાત વિધાનસભાની વેબસાઇટ અનુસાર તેઓ ક્રિકેટ અને બૅડમિન્ટનનો શોખ ધરાવે છે.
વિજય રૂપાણી આઉટ, ભૂપેન્દ્ર પટેલ ઇન

ઇમેજ સ્રોત, Information Department/ Gujarat Government
ઇમેજ કૅપ્શન, 12 સપ્ટેમ્બર 2021, રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણીએ કહ્યું કે "ભૂપેન્દ્ર પટેલ સક્ષમ વ્યક્તિ છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સારું પરિણામ લાવશે."

ઇમેજ સ્રોત, Information Department/ Gujarat Government
ઇમેજ કૅપ્શન, 11 સપ્ટેમ્બર 2021, વિજય રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું સોંપ્યુ ત્યારે ભૂપેન્દ્ર પટેલ દાવો રજૂ કરવા માટે રાજભવન પહોંચ્યા

ઇમેજ સ્રોત, Information Department/ Gujarat Government
ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ભારતીય જનતા પાર્ટી વિધાયકદળના નેતા તરીકે નવનિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે રાજભવન જઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને રાજ્યમાં નવી સરકારની રચના માટેનો દાવો રજૂ કર્યો હતો.
તેઓ સોમવારે ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
તેની સાથે કાર્યકારી મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, પ્રહ્લાદ જોશી અને ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ, સાંસદો અને રાજ્ય સરકારના કાર્યકારી મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલાં યોજાયેલી પત્રકારપરિષદમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે સોમવારે ફક્ત ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે. બાકીના મંત્રીઓની પસંદગી પાર્ટી સંગઠન સાથે ચર્ચા બાદ લેવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે લેશે CM તરીકેના શપથ, વિજય રૂપાણીનું હવે શું?

ઇમેજ સ્રોત, BHUPENDR PATEL/FACEBOOK
ઇમેજ કૅપ્શન, ગુજરાતના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાયા બાદ તેમણે પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું.
પોતાને મળેલી મુખ્ય મંત્રી તરીકેની જવાબદારી અંગે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.
ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ‘ટીમ’નો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું, “આનંદીબહેના આશીર્વાદ રહ્યા છે અને રહેશે.”
‘રાજ્યમાં વિકાસનાં કામો સંગઠન અને સરકાર સાથે મળીને આગળ વધારવા’નો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે મુખ્ય મંત્રી તરીકેના શપથ લેશે.
આ પત્રકારપરિષદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર હતા. તેમણે વિજય રૂપાણી માટે પાર્ટી જવાબદારી નક્કી કરશે એવી વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Facebook/ @ CRPaatil
ઇમેજ કૅપ્શન, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ ભાજપે કયા કારણોસર ભૂપેન્દ્ર પટેલની મુખ્ય મંત્રી તરીકે પસંદગી કરી?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ભૂપેન્દ્ર પટેલ 2017 માં અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.
ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીને લઈને શનિવારથી શરૂ થયેલા સસ્પેન્સનો રવિવારે અંત આવી ગયો છે.
ભાજપે પાંચ વર્ષ બાદ પાટીદાર નેતાને મુખ્ય મંત્રીપદે બેસાડ્યા છે.
અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
તેમને આનંદીબહેન પટેલની નજીક માનવામાં આવે છે, એટલે સુધી કે તેઓ આનંદીબહેનની પરંપરાગત ઘાટલોડિયા (અમદાવાદ) બેઠક પરથી ધારાસભ્ય છે.
અમિત શાહે કહ્યું કે 'રાજ્યની નિરંતર વિકાસયાત્રાને નવી ઊર્જા અને વેગ મળશે'

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમિત શાહે ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી પર અભિનંદન પાઠવ્યા ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીનું નામ નક્કી થાય એ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત આવશે એવી અટકળો ચાલી રહી હતી પરંતુ રવિવારે ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય 'કમલમ્'માં ચાલેલી બેઠકોમાં તેઓ સામેલ નહોતા થયા.
જોકે ભૂપેન્દ્ર પટેલના નામની ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે જાહેરાત થયા બાદ તેમણે ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું, "ગુજરાત ભાજપના ધારાસભાદળના નેતા તરીકે ચૂંટાવા બદલ ભૂપેન્દ્ર પટેલને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની નિરંતર વિકાસયાત્રાને નવી ઊર્જા અને વેગ મળશે તથા ગુજરાત સુશાસન અને લોકકલ્યાણમાં અગ્રેસર રહેશે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, ભૂપેન્દ્ર પટેલ અંગે વિજય રૂપાણીએ શું કહ્યું?
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત ભાજપના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ છે.
પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેમના વિશે વાત કરતાં જણાવ્યું છે, "ભૂપેન્દ્ર પટેલ સક્ષમ વ્યક્તિ છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સારું પરિણામ લાવશે."
બ્રેકિંગ, સસ્પેન્સ સમાપ્ત : ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની કમાન સોંપાઈ
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે ભૂપેન્દ્ર પટેલ.
ગુજરાતમાં નવા મુખ્ય મંત્રીને લઈને શનિવારથી શરૂ થયેલા સસ્પેન્સનો રવિવારે અંત આવી ગયો છે. ભાજપે પાંચ વર્ષ બાદ પાટીદાર નેતાને મુખ્ય મંત્રીપદે બેસાડ્યા છે.
અમદાવાદના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
તેમને આનંદીબહેન પટેલની નજીક માનવામાં આવે છે, એટલે સુધી કે તેઓ આનંદીબહેનની પરંપરાગત ઘાટલોડિયા (અમદાવાદ) બેઠક પરથી ધારાસભ્ય છે.
તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા છે અને હવે મુખ્ય મંત્રી બની ગયા છે.
2017માં એવી ચર્ચા હતી કે આનંદીબહેનનાં પુત્રી અનારબહેનને તેમનાં માતાની બેઠક મળશે, પરંતુ અંતે ભૂપેન્દ્ર પટેલના નામ પર કળશ ઢોળાયો હતો.
ભૂપેન્દ્ર પટેલ અગાઉની મેમનગર નગરપાલિકાના અધ્યક્ષ હતા અને અમદાવાદની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન રહી ચૂક્યા છે અને ઔડા (અમદાવાદ એરિયા ડેવલપમૅન્ટ ઑથૉરિટી)ના ચૅરમૅનપદે પણ રહી ચૂક્યા છે.
વિવાદ ન થાય તે માટે વિદાય લેનારા મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા જ તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતની 182માંથી 71 બેઠક પર પાટીદાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તેમની વસતી 15 ટકા આસપાસ છે. એટલે જાતિગત બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ જણાય છે.
બ્રેકિંગ, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્ય મંત્રી
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના આગામી મુખ્ય મંત્રી બનશે. ભાજપના વિધાનસભ્ય-દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ પર નવા મુખ્ય મંત્રી તરીકેની પસંદગી ઉતારવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સંબંધિત જાહેરાત કરી હતી.
ધારાસભાદળની બેઠકમાં નવા નામની જાહેરાત
ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે હાલ ધારાસભાદળની બેઠક ચાલી રહી છે. આ પહેલા કૉર કમિટીની બેઠક પૂર્ણ થઈ હતી.
ધારાસભાદળની બેઠકમાં નવા મુખ્ય મંત્રીના નામની જાહેરાત કરાશે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, Sagar patel

ઇમેજ કૅપ્શન, કમલમ્ ખાતે પત્રકારો