You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Tauktae Cyclone : PM મોદી ગુજરાત આવશે, વાવાઝોડું ક્યારે નબળું પડશે?

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે 13 લોકોનાં મૃત્યુ, 16 હજાર મકાન અને ઝૂંપડાં અસરગ્રસ્ત થયાં. 3850 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી ચાલુ.

લાઇવ કવરેજ

  1. બિપરજોય વાવાઝોડું : વાવાઝોડાની ચેતવણી આપતા ભયસૂચક સિગ્નલો શું છે?

  2. ગુજરાતનું એ વાવાઝોડું જેમાં 10 હજાર લોકોનો ભોગ લેવાયો

  3. તૌકતે વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, અત્યારે ક્યાં છે અને ક્યારે ખતમ થશે?

  4. તૌકતે ઇફેક્ટ : અમદાવાદમાં કોરોના રસીકરણ મુલતવી

    અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને (AMC) રાજ્યમાં તૌકતે વાવાઝોડાની અસરને કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રસીકરણ કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

    AMCએ પોતાના ટ્વિટર એકાઉન્ટ મારફતે આ સૂચના જારી કરી હતી.

    AMCએ આ સૂચનામાં લખ્યું હતું કે, “તૌકતે વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અને ઝડપી પવન જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે રસીકરણના તમામ શૅડ્યૂલ મુલતવી રાખવામાં આવશે.”

  5. બ્રેકિંગ, પીએમ મોદી ગુજરાત આવશે

    ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમિક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બન્ને પ્રદેશોની મુલાકાત લેશે.

    સમાચાર સંસ્થા એએનઆઈએ સંબંધિત જાણકારી આપી છે.

    આ દરમિયાન વડા પ્રધાન ઉના, દીવ, જાફરાબાદ અને મહુવાનું હવાઈ નિરીક્ષણ કરશે અને બાદમાં અમદાવાદમાં સમિક્ષાબેઠક યોજશે.

  6. તૌકતે વાવાઝોડું ક્યારે કમજોર પડશે?

    ભારતના હવામાનવિભાગના જણાવ્યા અનુસાર તૌકતે વાવાઝોડું હાલ ડીસાના દક્ષિણ-દક્ષિણપૂર્વમાં 120 કિલોમીટર અને અમદાવાદના પશ્ચિમમાં 35 કિલોમીટર દૂર છે. જ્યારે સુરેન્દ્રનગરના પૂર્વ-ઉત્તરપૂર્વમાં 80 કિલોમીટર પર છે. હવામાન ખાતાએ એવું પણ જણાવ્યું છે કે વાવાઝોડું આગામી ત્રણ કલાકમાં નબળું પડીને ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ જશે.

  7. બ્રેકિંગ, ગુજરાતમાં તૌકતેએ કેટલું નુકસાન કર્યું?

    રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાની અસર અને સરકારની કામગીરી અંગે પત્રકારપરિષદ યોજી માહિતી આપી હતી.

    મુખ્ય મંત્રીએ આપેલી માહિતીના અંશો

    • ગઈકાલથી શરૂ થયેલું વાવાઝોડું લગભગ વહેલી સવાર સુધીમાં ગુજરાતમાંથી પસાર થઈ જશે. સવારથી પૂર્વવત્ સ્થિતિ.
    • અમદાવાદ જિલ્લામાંથી આગળ વધી ગયું વાવાઝોડું. પરિસ્થિતિ સંપૂર્ણ રીતે અંકુશમાં આવી રહી છે.
    • આગોતરું આયોજન કર્યું, નીચેથી ઉપરથી સુધી, સરકારી તંત્રે જે સક્રિયતાથી કામ કર્યું એના કારણે મોટી દુર્ઘટના કે વધુ પડતી જાનહાની રોકી શકાઈ.
    • વાવાઝોડાને કારણે થયેલાં મૃત્યુ નહિવત્ છે. અકસ્માતે થયેલાં મૃત્યુની સંખ્યા 13.
    • મોટા ભાગની અસર વીજપુરવઠા પર પડી. ઝાડ પડી જવાથી રસ્તા બ્લૉક થવાના સમાચાર.
    • 5951 ગામમાં વીજપુરઠવો ખોરવાઈ ગયો હતો. 2101 ગામમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો. 3850 ગામમાં કામગીરી ચાલુ.
    • 220 કેવીના પાંચ સબસ્ટેશન અસરગ્રસ્ત. 1 ચાલુ, ચાર પર કામ ચાલી રહ્યું છે. રાજ્યમાં વીજકર્મીઓની 950 ટુકડીઓ કામ કરી રહી છે.
    • ઉનાળું પાક અને બાયાગતી પાક, ખાસ કરીને કેરી અને નારિયળીને નુકસાન.
    • કાચાં મકાનોને નુકસાન થયું છે. ક્યાંકક્યાંક પશુધન મૃત્યુ પામ્યું.
    • સર્વે કરીને અસરગ્રસ્તોને યોગ્ય સહાય આપવામાં આવશે.
  8. વૃક્ષો પડ્યાં, છાપરાં ઉડી ગયા ; દક્ષિણ ગુજરાતમાં કેટલી તારાજી?

    તૌકતે વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં પણ ભયાવહ દૃશ્યો જોવા મળ્યા. નવસારી અને સુરતમાં વાવાઝોડાને પગલે ભારે નુકસાન થયું છે.

  9. FB live : તૌકતે વાવાઝોડાએ અમદાવાદમાં કેવી આફત સર્જી?

    તૌકતે વાવાઝોડાએ અમદાવાદમાં કેવી આફત સર્જી.

    સિંધુભવન રોડ પરથી જણાવી રહ્યા છે બીબીસીના સંવાદ સાગર પટેલ

  10. વાવાઝોડાને ધીમુ પડતા હજુ છ કલાક લાગશે : હવામાન વિભાગ

    હવામાન વિભાગે સાંજે 5.45 કલાકે જાહેર કરેલા બુલેટિન અનુસાર બપોરે સાડા ચાર વાગે તૌકતે વાવાઝોડું અમદાવાદની પશ્ચિમે 50 કિલોમીટર દૂર હતું જ્યારે તે ડીસાથી 155 કિલોમીટર દૂર હતું.

    વાવાઝોડાના કારણે હાલ પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિકલાકની રહેશે જ્યારે તે ઝડપ 80 કિલોમીટર પ્રતિકલાક સુધી વધી શકે છે.

    હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું છેલ્લા છ કલાકથી 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

    વાવાઝોડું ક્યારે અટકશે?

    હવામાન વિભાગના બુલેટિન અનુસાર ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વધી રહેલું વાવાઝોડું ધીમે ધીમે આગામી છ કલાકમાં ડીપ ડિપ્રેસનમાં ફેરવાશે.

    આ સમયગાળા દરિયાન છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.

    સાંજે સાડા ચાર વાગે ગુજરાતના ચાર શહેરોમાં હવાની ગતિ અલગ અલગ નોંધાઈ હતી. અમદાવાદમાં 56 કિલોમીટર પ્રતિ કલાક, સુરતમાં 20 કિમી પ્રતિ કલાક, ભાવનગરમાં 42 અને રાજકોટમાં 35 કિમી પ્રતિકલાક નોંધાઈ હતી.

  11. વાવાઝોડું રાત્રે આઠ વાગ્યા સુધી મહેસાણા અને માણસા વચ્ચે પહોંચશે

    'વીન્ડી ડૉટ કૉમ'ના અહેવાલ અનુસાર તૌકતે વાવાઝોડું બપોરે પાંચ વાગે અમદાવાદ અને વિરમગામની વચ્ચે થયું અને રાત્રીના આઠ વાગ્યે મહેસાણા અને માણસાની વચ્ચેથી પસાર થાય એવી સંભાવના છે.

    અમદાવાદમાં બપોરેના ચાર વાગ્યાથી શરૂ કરીને પાંચ વાગ્યા સુધીમાં ભારે વરસાદ વરસ્યો હતો.

    અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદ બંધ છે. અમદાવાદમાં ભારે પવન હાલ પણ ફૂંકાઈ રહ્યો છે.

  12. જૂનાગઢના ગાંધી ચોકમાં વિશાળ હૉર્ડિંગ ધરાશાયી

    તૌકતે વાવાઝોડાના કારણે જૂનાગઢના ગાંધીચોક વિસ્તારમાં મોડી રાત્રે વિશાળ હૉર્ડિંગ ધરાશાયી થયું હતું.

    આ હૉર્ડિંગ એક બસ પર પડ્યું હતું. જોકે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.

    હૉર્ડિંગ પડવાને કારણે ગાંધીચોકથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો બંધ થઈ ગયો હતો.

    જૂનાગઢના અનેક વિસ્તારોમાં ઝાડ અને હૉર્ડિંગ પડી ગયાં હતાં.

  13. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ કેવી પરિસ્થિતિ સર્જી? જુઓ તસવીરોમાં

    સોમવારે રાત્રે તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં 150થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

    ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ કેવી પરિસ્થિતિ સર્જી? જુઓ તસવીરોમાં

  14. મુખ્ય મંત્રીને વિનંતી છે કે સરકાર ખેડૂતોને વળતર આપે : હાર્દિક પટેલ

    ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાન પર ખેડૂતોને વળતર સરકાર આપે તેવી માગ મુખ્ય મંત્રી સમક્ષ કરી હતી.

    "હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં ચક્રવાત અને ભારે વરસાદના કારણે ખેડૂત બરબાદ થયો છે. કેરી સહિત અન્ય પાક અને પશુઓને ઘણુ નુકસાન થયું છે, અંદાજ લગાવીએ તો ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. મુખ્ય મંત્રી તમને મારી વિનંતી છે કે તરત સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપવામાં આવી."

    હાર્દિક પટેલે કૉંગ્રેસના કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે ગુજરાતના દરિયાકાંઠે ભારે નુકસાન થયું છે. મારી કૉંગ્રેસના તાલુકાના પદાધિકારીઓને વિનંતી છે કે લોકોને મદદ કરે હાલ આપણું ગુજરાત ચારે બાજુએથી તકલીફમાં છે.

  15. અમદાવાદમાં એક કલાકમાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો : મ્યુનિસિપલ કમિશનર

    અમદાવાદમાં મંગળવારે બપોરના 2 વાગ્યાથી શરૂ કરીને 4 વાગ્યા સુધીમાં 48.31 મિ.મી. વરસાદ વરસ્યો હતો. જે બે ઇંચ જેટલો વરસાદ થાય છે.

    બપોરના 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે વિવિધ ઝોનમાં 18.50 મિ.મી, જ્યારે 3 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે 29.81 મિ.મી વરસાદ વરસ્યો હતો.

    અમદાવાદમાં સવારથી શરૂ કરીને બપોરના ચાર વાગ્યા સુધીમાં 75.69 વરસાદ વરસ્યો છે.

    અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે છેલ્લાં એક કલાકમાં એક ઇંચથી પણ વધારે વરસાદ અમદાવાદમાં પડ્યો છે. હવાની સ્પીડ 55 થી 60 કિમી પ્રતિ કલાકની હતી.

    તેમણે વધુમાં કહ્યું કે સવારથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ઘરે રહો સુરક્ષિત રહો.

  16. તૌકતે વાવાઝોડું : સૌરાષ્ટ્રના સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કેટલો વિનાશ?

    મંગળવારની રાત્રે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. તેના દૃશ્યો જોવા માટે અહીં ક્લિક કરો.

  17. બનાસકાઠામાં લોકોને ઘરની બહાર ન નીકળવાની ક્લેક્ટરની વિનંતી

    બનાસકાંઠા જિલ્લાના ક્લેક્ટરે ટ્વીટ કરીને લોકોને વિનંતી કરી હતી કે તેઓ આગામી કેટલાક કલાકો અનિવાર્ય પરિસ્થિતિ સિવાય બહાર નીકળે.

    બનાસકાંઠા ક્લેક્ટરે ટ્વીટ કરીને કહ્યું, "આગામી કેટલાંક કલાકોમા બનાસકાંઠા જિલ્લા પરથી તૌકતે વાવાઝોડું પસાર થનાર હોઈ ખુબ જ આવશ્યક સંજોગો તેમજ અનિવાર્ય આકસ્મિક પરિસ્થિતિ સિવાય બહાર ન નીકળવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવા જિલ્લાના નાગરિકોને વિનંતી છે."

    હવામાન વિભાગ અનુસાર બપોરે અઢી વાગે વાવાઝોડું સુરેન્દ્રનગરથી આગળ વધી રહ્યું હતું જે આગામી સમયમાં ઉત્તર ગુજરાત તરફ જશે.

  18. વાવાઝોડું તૌકતે આગામી છ કલાકમાં ધીમે ધીમે નબળું પડશે

    ભારત સરકારના હવામાન વિભાગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તૌકતે વાવાઝોડું બપોરે અઢી વાગે સાઉથવેસ્ટ સુરેન્દ્રનગરથી 35 કિલોમીટર આગળ હતું.

    તે હવે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

    ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે વાવાઝોડું આગામી છ કલાકમાં ધીમે ધીમે નબળું પડશે

  19. ગુજરાતમાં ભારતીય સૈન્યની 189 ટીમો રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર

    તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતમાં રાહત અને બચાવની કામગીરી માટે ભારતીય સૈન્યની ટીમો તૈયાર થઈ ગઈ છે.

    ડિફેન્સ ગુજરાતના પીઆરઓએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે ભારતીય સૈન્ય હાલ સ્થિની સમીક્ષા કરી રહ્યુ છે. ક્યાં ક્યાં વિસ્તારોમાં વધારે વાવાઝોડાની વધારે અસર છે, બચાવ કામગીરીની જરૂરિયાત છે તેવા વિસ્તારો પર ધ્યાન રાખી સ્થાનિક વહીવટી તંત્ર, હવામાન વિભાગ, એનડીઆરએફ, ભારતીય નેવી, કૉસ્ટગાર્ડ અને બીજી એજન્સી સાથે કામ કરશે.

    હાલ ગુજરાતમાં ભારતીય સૈન્યની 180 ટીમ અને 09 એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

  20. બ્રેકિંગ, મુંબઈના દરિયામાં ઑઇલ ઢોળાવાનો મોટો ખતરો ટળ્યો

    ઇન્ડિયન કોસ્ટગાર્ડે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે મુંબઈ હાઈ ખાતે દેશભક્ત અને ઓસીવી ગ્રેટરશિપ અદિતીમાંથી ઑઇલ ફેલાવાનો ખતરો ઊભો થયો હતો જે હાલ ટળી ગયો છે.

    ટ્વીટમાં કહેવામાં આવ્યુ હતુ કે તૌકતે વાવાઝોડાના કારણે સર્જાયેલા ખરાબ હવામાનને કારણે આ સ્થિતિ ઊભી થઈ હતી.

    હાલ બંને જહાજો પર રહેલા 45 ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.