બ્રેકિંગ, સરેરાશ મતદાન કેટલું થયું?
સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં સરેરાશ 55થી 64 ટકા મતદાન નોંધાયું હતું. સાંજે 7.50 કલાકની સ્થિતિ મુજબ રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીમાં 55.17%, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 62.72 % અને તાલુકા પંચાયતમાં 63.51% સરેરાશ મતદાન નોંધાયું છે.
નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન (સાંજે આઠ કલાકની સ્થિતિ પ્રમાણે) તાપી જિલ્લામાં 70.06 ટકા નોંધાયું હતું. અહીં સાત વૉર્ડમાં વોટિંગ થયું હતું. સૌથી ઓછું મતદાન કચ્છ જિલ્લામાં (49.58 %) નોંધાયું હતું. વડોદરામાં (68.77 %), જામનગર જિલ્લામાં (63.50 %), સુરત જિલ્લામાં (62.34 %), ગાંધીનગર જિલ્લામાં (61.85 %), અમદાવાદ જિલ્લામાં (60.93 %), જૂનાગઢ જિલ્લામાં (50.29 %) અને મુખ્ય મંત્રી વિજય રુપાણીના મતવિસ્તાર રાજકોટ જિલ્લામાં 46.48 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 75.64 % નોંધાયું હતું. તાપી(71.44 ટકા) અને ડાંગમાં (71.14 ટકા) સાથે સરેરાશ 70 ટકા કરતાં વધુ મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ અમેરલીમાં 53.76 ટકા નોંધાયું હતું.
જિલ્લા પંચાયતની ચૂંટણી માટે અમુક જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગરમાં (69.88%), વડોદરા (69.80), જામનગરમાં (62.81 %), અમદાવાદમાં (67.60), જૂનાગઢમાં (59.79 %) રાજકોટમાં 59 તથા ભાવનગરમાં 57.53 ટકા જેટલું સરેરાશ સાંજે આઠ વાગ્યાની સ્થિતિએ નોંધાયું હતું.
તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો નર્મદા (72.97 ટકા) સાથે રાજ્યનું સર્વાધિક અને 53.47 ટકા સાથે બોટાદમાં ન્યૂનતમ મતદાન નોંધાયું હતું. ડાગં (71.84 ટકા), તાપીમાં (71.68 ટકા) તથા ગાંધીનગરમાં (70.94 ટકા) વોટિંગ સાથે મતદાને 70 ટકા કરતાં વધુ મતદાન નોંધાવ્યું હતું.
અમદાવાદમાં 67.95 ટકા, સુરતમાં 67.44 ટકા, મહેસાણામાં 65.44 ટકા, જામનગરમાં (62.84 ટકા), રાજકોટમાં (60.90 ટકા), જૂનાગઢમાં 59.44 ટકા અને ભાવનગરમાં 58 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.










