ખેડૂત આંદોલન : 'રાકેશ ટિકૈતનાં એકએક આંસુનો બદલો લેવામાં આવશે’
ખેડૂતનેતા રાકેશ ટિકૈત અને ખેડૂતોના સમર્થનમાં મુઝફ્ફરનગરમાં યોજાયેલી મહાપંચાયત આહ્વાન
લાઇવ કવરેજ
બીબીસી ગુજરાતીના લાઇવ રિપોર્ટિંગ પેજ પર અત્યારે વિરામ લઈએ છીએ. આવતી કાલે ફરીથી સમાચારોની અપડેટ સાથે મળીશું. શુભરાત્રી.
રાકેશ ટિકૈતનાં એકએક આંસુનો બદલો લેવામાં આવશે’
ખેડૂતનેતા રાકેશ ટિકૈત અને ખેડૂતોના સમર્થનમાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત યોજાઈ રહી છે.મુઝફ્ફરનગરથી બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્રે જણાવ્યું છે કે મુઝફ્ફરનગરમાં જે લોકો એકઠા થયા છે, તેમનું કહેવું છે,“રાકેશ ટિકૈતનાં આંસુઓનું પૂર આ જનતા છે. રાકેશ ટિકૈતનાં એકએક આંસુનો બદલો લેવામાં આવશે.”એક યુવક પ્રિન્સ ચૌધરીએ કહ્યું,“સરકાર ખેડૂતો વચ્ચે ભાગલા પાડવા ઇચ્છે છે. દોષિતો પર સરકાર એફઆઈઆર નથી કરી રહી, જે નિર્દોષ છે તેમના પર એફઆઈઆર કરી રહી છે. સરકારે આ રણનીતિ તૈયાર કરી છે કે ધરણાં ખતમ કરી દેવાય.”
સ્થાનિક લોકોએ કહ્યું,“તમામ ઘરેથી દરેક વ્યક્તિને લઈને દિલ્હી જઈશું. હવે દિલ્હીથી ભગાવી નહીં શકે. દુનિયાની કોઈ તાકાત પાછળ નહીં હઠાવી શકે.”

ઇમેજ સ્રોત, Getty Images
FB live : સિંઘુ બૉર્ડરે ખેડૂતે કહ્યું, "હું શાકભાજી સમારતો હતોને મારી પર પાછળથી હુમલો થયો"
FB live : હાલ સિંઘુ બૉર્ડર પર કેવી સ્થિતિ છે? બીબીસી સંવાદદાતા અરવિંદ છાબરાની વાતચીત
દિલ્હી પોલીસે શું કહ્યું?
દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે :
“જિંદલ હાઉસ નજીક એપીજે અબ્દુલ કલામ રોડ પર5.05વાગ્યે એક ઓછી ક્ષમતાવાળોIEDવિસ્ફોટ થયો. આમાં ન તો કોઈને ઈજા નથી પહોંચી કે ન તો કોઈ સંપત્તિને નુકસાન થયું. માત્ર નજીક ઊભેલી ત્રણ કારના કાચ તૂટી ગયા છે."
"પ્રારંભિક રીતે સનસનાટી ફેલાવવા માટે કરાયેલો મજાક લાગે છે.”
વિસ્ફોટ જ્યારે થયો ત્યારે ઘટનાસ્થળનની નજીક બિટિંગ ધ રિટ્રિટ સમારોહ ચાલી રહ્યો હતો. જેમાં વડા પ્રધાન સહિત કેટલાય VIP હાજર હતા.

ઇમેજ સ્રોત, ANI
બ્રેકિંગ, દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસ બહાર વિસ્ફોટ
સમાચાર સંસ્થા પીટીઆઈએ દિલ્હી પોલીસને ટાંકીને જણાવ્યું છે કે દિલ્હીસ્થિત ઇઝરાયલી દૂતાવાસ બહાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલીક કારોને નુકસાન પહોંચ્યું છે.જોકે, આ મામલે હજુ સુધી બીજા કોઈ નુકસાનના સમાચાર નથી.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને આ વિસ્ફોટ અંગે દિલ્હી પોલીસના અતિરિક્ત પ્રવક્તા અનિલ મિત્તલે માહિતી આપતા જણાવ્યું છે,“અમે જાણકારી એકઠી કરી રહ્યા છીએ. અમારી ટીમ ઘટનાસ્થળે છે. સંપૂર્ણ જાણકારી મળ્યા બાદ જ કંઈ કહી શકાશે. રાહ જુઓ.”
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
હરિયાણામાં ઇન્ટરનેટ બંધ કરવાનો સરકારનો આદેશ
હરિયાણા સરકારે પ્રદેશમાં ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓને બંધ કરવાની જાહેરાત કરી છે.
સરકારે જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે ખેડૂત આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર જૂઠા સમાચાર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ફેલાવવામાં આવી રહ્યા છે માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આદેશમાં આશંકા જાહેર કરવામાં આવી છે કે અનેક જિલ્લાઓમાં કાયદાકીય વ્યવસ્થાનું સંકટ ઊભું થઈ શકે છે અને જાનમાલને નુકસાન પહોંચી શકે છે.

ઇમેજ કૅપ્શન, આદેશની તસવીર ટિકરી બૉર્ડર ખાલી કરવાની માગ કરી રહેલા લોકોએ શું કહ્યું?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
સિંઘુ બૉર્ડર પર 'સ્થાનિક લોકો'એ કર્યો વિરોધ
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર દિલ્હી અને હરિયાણાની સરહદે આવેલી સિંઘુ સરહદે લોકોનું એક જૂથ આવી પહોંચ્યું હતું અને તેમણે પ્રદર્શનકારીઓને હઠાવવાની પણ માગ કરી હતી.
પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયો જે પછી સુરક્ષોદળો પર આંસુ ગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. સમાચાર સંસ્થા એએનઆઈએ વિરોધ પ્રદર્શનનો વીડિયો શેર કર્યો હતો.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, ખેડૂત આંદોલનને હઠાવવાની માગ સાથે આવેલા લોકો અને ખેડૂતો વચ્ચે ટકરાવ
બીબીસી હિંદીના ફેસબુક પેજ પર અરવિંદ છાબડાએ લાઇવ વીડિયો રિપોર્ટિંગ કર્યું હતું.તેમણે કહ્યું કે સિંઘુ બૉર્ડર પર કેટલાક લોકો આંદોલનને હઠાવવા માટે આવ્યા હતા. પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે ટિયરગેસના સેલ છોડ્યાં હતા.
એક પોલીસકર્મીને ઈજા થઈ હોવાનું બીબીસી સંવાદદાતાએ નજરે જોયું. ખેડૂતોને હઠાવવાની માગ સાથે પહોંચેલા લોકો અને પ્રદર્શનકારી ખેડૂતોની વચ્ચે ઘર્ષણ છે.
પોલીસ બન્ને લોકોને પરત હઠાવી રહી છે અને તણાવપૂર્ણ સ્થિતિ હાલ પણ જોવા મળી રહી છે.આંદોલનકારીઓનો આરોપ છે કે આ ભાજપ અને સરકાર કરાવી રહી છે.
બ્રેકિંગ, સિંઘુ બૉર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયરગેસના સેલ
દિલ્હી હરિયાણાની સિંઘુ સરહદે જ્યાં ખેડૂતો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પહોંચ્યા પછી સ્થિતિ તણાવપૂર્ણ છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર પોલીસે ટિયરગેસના સેલ છોડ્યાં છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, રાકેશ ટિકૈતને કાંઈ થયું તો આખો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે - છોટુ વસાવા
આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જો રાકેશ ટિકૈતને કં ઈપણ થયું તો આખો આદિવાસી સમાજ રસ્તા પર ઊતરશે.
તેમણે એમ પણ ચેતવણી આપી હતી કે ગુજરાતમાં ગમે ત્યાં આંદોલન શરૂ થઈ શકે છે.
ગુજરાતથી ધારાસભ્ય અને આદિવાસીઓના નેતા છોટુભાઈ વસાવાએ ટ્વીટ કર્યું હતું કે, જો ખેડૂતોના મસીહા મહેન્દ્રસિંહ ટિકૈતના પુત્ર રાકેશ ટિકૈતને એક ઘસરકો પણ થયો તો આખો આદિવાસી સમુદાય રસ્તા પર ખુલ્લો વિરોધ કરશે. આ સરકારને ચેતવણી છે. આંદોલન ક્યારેય પણ ગુજરાતમાં શરૂ થઈ શકે છે.
છોટુભાઈ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રમુખ છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીની ગુજરાતમાં બે સીટ છે. એક છોટુભાઈ વસાવાની અને એક તેમના પુત્ર મહેશ વસાવાની.
તેમણે ગઈકાલે રાત્રે પણ કૉંગ્રેસને આડે હાથ લેતા લખ્યું હતું કે કૉંગ્રેસનો આઇટી સેલ મોદી ડરપોક છે ટ્રેન્ડ કરાવવામાં લાગ્યો છે તેની જગ્યાએ કૉંગ્રેસના તમામ નેતાઓને કહેવું જોઈએ કે જો ખરેખર ખેડૂતોની ચિંતા હોય તો આજે રાત્રે તેમની સાથે ઊભા રહો.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, FACEBOOK/CHHOTU VASAVA
બંધારણમાં અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર પરંતુ કાયદાનું પાલન મહત્વનું - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
સંસદનું બજેટ સત્ર શરૂ થાય તેના પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં કૃષિ કાયદાઓને લઈને થઈ રહેલા પ્રદર્શન, 26 જાન્યુઆરીએ થયેલી ઘટના અને સરકારની ઉપલબ્ધિઓ પર પોતાના વિચાર રજૂ કર્યા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે મારી સરકાર એ સ્પષ્ટ કરવા માગે છે કે ત્રણ નવા કૃષિ કાયદાઓ બનવાથી, જૂની વ્યવસ્થાઓ હેઠળ જે અધિકાર હતા અને જે સુવિધાઓ હતી, તેમાં કોઈ ઘટાડો થયો નથી.
પરંતુ આ કૃષિ સુધારો દ્વારા સરકારે ખેડૂતોને નવી સુવિધાઓ આપવા સાથે સાથે નવા અધિકાર આપ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે વ્યાપક ચર્ચાઓ પછી સંસદે સાત મહિના પહેલાં ત્રણ કૃષિ કાયદાઓને પસાર કર્યા છે.
રાષ્ટ્રપતિએ કહ્યું આ કૃષિ કાયદાઓનો મોટો લાભ પણ 10 કરોડથી વધારે નાના ખેડૂતોને તરત જ મળવાનો શરૂ થયો છે. નાના ખેડૂતોને થનારા આ લાભને સમજતા અનેક રાજકીય દળો સમયાંતરે આ સુધારાઓને પોતાનું ભરપુર સમર્થન આપ્યું હતું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર દ્વારા પસાર કરાયેલા આ કૃષિ કાયદાઓને હાલ સુપ્રીમ કોર્ટે સ્થગિત કર્યા છે અને સરકાર કોર્ટના નિર્ણયનું સમ્માન કરશે.
તેમણે કહ્યું સરકાર શાંતિપૂર્ણ આંદોલનનું સમર્થન કરે છે પરંતુ 26 જાન્યુઆરીએ જે કાંઈ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું.
છેલ્લા દિવસોમાં પવિત્ર પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવામાં આવ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. જે બંધારણ આપણને બોલવાની આઝાદી આપે છે, તે જ આપણે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું શીખવે છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગાઝીપુર સરહદે ગુરુવારની મોડી રાત્રે શું થયું?
દિલ્હીની ગાઝીપુર સરહદે ગુરુવારે સખત તણાવ જોવા મળ્યો હતો.
સરકારે એક તરફ મોટા પ્રમાણે વિરોધ પ્રદર્શનને ખાલી કરાવવા માટે પોલીસ મોકલી હતી. તો બીજી તરફ પ્રદર્શનકારીઓએ તેઓ પ્રદર્શનની જગ્યા નહીં છોડે તેમ કહ્યું હતું.
જુઓ ગઈ કાલે મોડી રાત્રે ગાઝીપુર બોર્ડર પર શું થયું?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બજેટ સેશન માટે સંસદ ભવન પહોંચ્યા વડા પ્રધાન મોદી
દેશમાં પહેલી ફેબ્રુઆરી બજેટ રજૂ થવાનું છે, જે પહેલાં આજથી સંસદ સત્રની શરૂઆત થઈ રહી છે.
સંસદભવન પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આ દાયકાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે દાયકો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આઝાદીના દિવાનાઓએ જે સપનાં જોયા હતા તેને સિદ્ધ કરવાનો આ સ્વર્ણિમ અવસર હવે દેશની પાસે આવ્યો છે."
સંસદના બજેટ સત્ર પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત વર્ષે બનેલી ઘટનાઓને લઈને 2020માં નાણામંત્રીએ વારંવાર બજેટ રજૂ કરવું પડ્યું છે.
બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સંસદ ભવન પહોંચ્યા હતા.
વિપક્ષની 18 પાર્ટીઓએ ખેડૂત આંદોલનને લઈને રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કર્યો છે. કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્ય મંત્રીએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે.

ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ પોલીસે શશિ થરૂર, રાજદીપ સરદેસાઈ સહિત બીજા લોકો પર રાજદ્રોહનો ગુનો નોંધ્યો
ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે કૉંગ્રેસના સાંસદ શશિ થરૂર અને પત્રકાર સામે ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન ખોટી માહિતી ફેલાવવા એફઆઈઆર દાખલ કરી છે.
શશિ થરૂર ઉપરાંત ઇન્ડિયા ટુડેના પત્રકાર રાજદીપ સરદેસાઈ, નેશનલ હેરાલ્ડના મૃણાલ પાંડે, ક્વાયમી આવાઝના ઝફર આગા અને ધ કાંરવાનના અનંત નાથ અને વિનોદ જોસે સામે પણ કેસ કરવામાં આવ્યો છે.
એફઆઈઆરમાં 11 આઈપીસીની કલમ દાખલ કરાઈ છે. જેમાં રાજદ્રોહ, બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવી, ધાર્મિક ભાવનાઓને ખોટા ઇરાદાથી ભડકાવવી, આંતરરાષ્ટ્રીય અપમાન કરવું, ક્રિમિનલ કૉન્સપરસીની ફરિયાદ કરી છે.
આ ફરિયાદને અર્પિત મિશ્રા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, SHASHI THAROOR/FACEBOOK
ઇમેજ કૅપ્શન, શશી થરૂર બજેટ 2021 : બજેટ સેશન આજે થશે શરૂ, 18 પાર્ટીઓએ લીધો રાષ્ટ્રપતિ અભિભાષણના બિહાષ્કારનો નિર્ણય
દેશનું બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થશે, જેનાથી પહેલાં આજે સંસદનું બજેટ સત્ર શરૂ થવાનું છે.
આ પહેલાં 18 રાજકીય પાર્ટીઓએ કહ્યું છે કે બજેટ સેશનના પહેલા દિવસે થનારા રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે.
આ પાર્ટી છે - કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, જમ્મુ કાશ્મીર નેશનલ કૉન્ફરન્સ, ડીએમકે, તૃણમૂલ કૉંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, રિવૉલ્યૂશનરી નેશનાલિસ્ટ પાર્ટી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, એમડીએમકે, કેરલ કૉંગ્રેસ(મની), એઆઈડીએફ.
આ પાર્ટીઓએ એક નિવેદન જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકારે પાસ કરેલા કૃષિ કાયદાઓ ત્રણ કાયદાઓ રાજ્યો અને બંધારણની સંઘીય ભાવનાનું ઉલ્લંઘન છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાઓ પાસ કરતા પહેલાં ન તો રાજ્યોની સાથે કરવામાં આવી છે ન તો ખેડૂત નેતા અને ન કે દેશના લોકો સાથે વાત કરવામાં આવી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ કાયદાઓને રદ્દ કરવામાં ન કરવામાં આવે તો તે ટેકાના ભાવ, સરકારની ખરીદીની વ્યવસ્થા પર અસર કરી શકે છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ગાઝીપુર, સિંઘુ અને ટિકરી સરહદે ખેડૂતો હાજર, પોલીસકર્મી તહેનાત
26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા પછી ખેડૂત આંદોલનને લઈને અનેક પ્રકારની અટકળો કરવામાં આવી રહી છે પરંતુ દિલ્હીની અલગ-અલગ સરહદો પર ખેડૂતો આવી રહ્યા છે.
ખેડૂત તરફથી ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે તેમનું પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર કૃષિ કાયદાઓને પરત નથી લેતી.
28 જાન્યુઆરી, ગુરુવારે વહીવટીતંત્ર તરફથી ગાઝીપુર સરહદે પ્રદર્શન કરી રહેલાં ખેડૂતોને હઠાવવાની અપીલ કરવામાં આવી હતી પરંતુ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સ્પષ્ટ રીતે કહ્યું છે કે અમે પાછા નહીં જઈએ.
કેટલાંક ખેડૂતો જે પરત ગયા છે તેમને લઈને ટિકૈત કહે છે કે ખેડૂત પોતાના ટ્રેક્ટર પરત નહીં લઈ જાય અને એવું પણ થયું.
મોડી રાત્રે પરત ફરેલા અનેક ખેડૂત પાછા આવ્યા, ગાઝીપુર સરહદે તહેનાત પોલીસને હાલમાં ઓછી કરી દેવામાં આવી છે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રાકેશ ટિકૈતના વીડિયો બાદ ખેડૂતો ફરી જોશમાં
આખી રાત તણાવ બાદ દિલ્હી-ગાઝીપુર સરહદે ખેડૂતોનું વિરોધપ્રદર્શન ચાલુ છે અને રાકેશ ટિકૈતના વીડિયો પછી ખેડૂતો પરત ફરી રહ્યા છે.
ગઈ કાલે રાત સુધી શું થયું?
- ગાઝીપુર સરહદે ખેડૂતપ્રદર્શન ચાલુ, કલમ 144 લાગુ કરાઈ, ભારે સંખ્યામાં સુરક્ષાદળના જવાનો તહેનાત
- ગાઝીપુર સરહદેથી રાકેશ ટિકૈતની જાહેરાત, “અહીં કોઈ ધરપકડ નહીં થાય, પ્રદર્શન ચાલુ રહેશે.”
- કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ખેડૂતઆંદોલનને સમર્થન આપ્યું, લખ્યું : “મારો નિર્ણય સ્પષ્ટ છે, હુ લોકશાહી સાથે છું. ખેડો અને તેમના શાંતિપૂર્ણ આંદોલન સાથે છું.”
- ઉત્તર પ્રદેશ સરકારે તમામ DM અને SSPને રાજ્યમાં ચાલી રહેલાં તમામ ખેડૂતઆંદોલન ખતમ કરાવવા આદેશ આપ્યો.
- રાકેશ ટિકૈતની સ્પષ્ટતા, “ધાર્મિક ઝંડો ફરકાવનારા ખેડૂતો આંદોલનકારી ન હોઈ શકે. ખેડૂત આંદોલનના નેતાઓએ આ ઘટનાની નિંદા કરી છે.”
- રાકેશ ટિકૈત પોતાની સરેન્ડરની વાતને ગણાવી અફવા કહ્યું, “તંત્ર સાથે અમારી કોઈ વાત થઈ નથી.”
- ખેડૂત નેતાઓને આશંકા છે કે સરકાર દ્વારા ધરણાસ્થળ ખાલી કરાવવા માટે ગાઝીપુર બૉર્ડર પર ભારે સંખ્યામાં પોલીસ તહેનાત કરીને બસો લાવવામાં આવી છે.
- ટ્રૅક્ટર રેલી દરમિયાન નક્કી કરાયેલ માર્ગ સિવાય અન્ય માર્ગે ખેડૂતોને લઈ જવા મામલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત સહિત 20 ખેડૂત નેતાઓને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી.
- રાકેશ ટિકૈતે ગણતંત્ર દિવસે રેલી માટેના સુરક્ષા બંદોબસ્ત પર કર્યો સવાલ પૂછ્યું, “લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનાર પર પોલીસે ગોળી કેમ ન ચલાવી?”
- ગણતંત્ર દિવસે યોજાયેલી ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દરમિયાન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ ઘાયલ થયેલા પોલીસકર્મીઓની અમિત શાહે મુલાકાત લીધી હતી.
- દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ બાદ થયેલી હિંસા બાદ અલગ અલગ ભાગોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે.

નમસ્કાર, આ બીબીસી ગુજરાતીનું લાઇવ પેજ છે. દિવસભર અગત્યના સમાચારો અમે આપને અંહી આપીશું. ખેડૂત આંદોલનની ગઈ કાલની અપડેટ માટે અહીં ક્લિક કરો.