You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બિહારમાં NDAને બહુમત, શું નીતીશકુમાર મુખ્ય મંત્રી બનશે?

એક-એક બેઠક માટે સંઘર્ષ, અનેક બેઠકો પર નજીવી સરસાઈથી જીત અને ગરબડના આરોપ.

લાઇવ કવરેજ

  1. ઓવૈસીની બિહારમાં ઍન્ટ્રી

    બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ સૌથી વધારે ચર્ચા હૈદરાબાદના સંસદસભ્ય ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની ચર્ચા થઈ રહી છે.

    ઓવૈસીની પાર્ટીએ પાંચ બેઠકો પર જીત નોંધાવી છે. બિહારમાં સૌથી પહેલાં AIMIMને 2019માં એક પેટાચૂંટણીમાં જીત હાંસલ થઈ હતી.

    ઓવૈસીનો વિરોધી પક્ષો આલોચના કરી રહ્યા છે કે તેમના કારણે ભાજપને ફાયદો થયો છે.

    ઓવૈસીએ જીત પછી કહ્યું, "રાજનીતિ ભૂલ દ્વારા શીખી શકાય છે. અમારી પાર્ટીના બિહાર પ્રમુખ અખ્તરુલ ઈમાને બિહારના તમામ મોટા પક્ષોનો સંપર્ક સાધ્યો હતો પણ બધાએ અમને અછૂત સમજ્યા."

    "મારી પાર્ટીએ મોટા મુસ્લિમ નેતાઓની મુલાકાત લીધી હતી પણ બધાએ અછૂત જેવો વ્યવહાર કર્યો. બિહારની જનતાએ તેમને અરીસો દેખાડી દીધો છે."

  2. નીતીશકુમાર બની શકશે મુખ્ય મંત્રી?

    બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે અને મતગણતરી દરમિયાન આરજેડીએ ચૂંટણી પંચ પર સરકારના દબાણમાં કામ કરવાનો આરોપ લગાવ્યો છે.

    પરિણામો બાદ આરજેડી 75 બેઠક સાથ સૌથી મોટો પક્ષ છે, આમ છતાં જીત એનડીએની થઈ છે.

    જ્યારે ચિરાગ પાસવાનની એલજેપીને માંડ એક બેઠક મળી છે.

    જોકે આ પરિણામોથી નીતીશકુમારનું પણ નુકસાન થયું છે, ભાજપની અંદર નીતીશ કુમારને લઈને સવાલો ઊઠી શકે છે.

    ભાજપ 74 બેઠક જીત્યો છે અને નીતીશની પાર્ટી જેડીયુને 43 બેઠક મળી છે. આ સ્થિતિમાં નીતીશકુમાર મુખ્ય મંત્રી બનશે કે નહીં એ પ્રશ્ન ઊઠ્યો છે.

    વિજય બાદ નીતીશકુમારની કોઈ નક્કર પ્રતિક્રિયા આવી નથી, જોકે કહેવાઈ રહ્યું છે કે તેમના મનમાં લઈને કસક છે કે ભાજપે એલજેપીનેરોકી નહીં.

    જેડીયુ પક્ષ જેટલી બેઠકો પરથી ચૂંટણી લડ્યો, એમાંથી 35 ટકા બેઠક પર જ જીત મળી છે. જ્યારે ભાજપને 70 ટકા બેઠકો પર જીત મળી છે.

    બિહારના રાજકીય વિશ્લેષકો કહે છે કે ચિરાગને જે ઍસાઇન્મેન્ટ સોંપવામાં આવ્યું હતું તે તેમણે પૂરું કરી લીધું છે.

    તેમણે નીતીશકુમારને સારું એવું નુકસાન પહોંચાડ્યું છે.

  3. બિહારમાં કોને કેટલી બેઠક મળી?

    આરજેડી - 75

    ભાજપ - 74

    કૉંગ્રેસ - 19

    એલજેપી - 1

    અન્ય - 7

    કુલ બેઠક - 243, બહુમત - 122

  4. બ્રેકિંગ, એનડીએ બહુમતી તરફ પણ નીતીશકુમારનો પાવર ઘટ્યો

    બિહારની ચૂંટણીમાં એનડીએનો ખરાખરીની લડત બાદ વિજય થયો છે.

    બિહારની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી માટે આરજેડી અને ભાજપ વચ્ચે રસાકસી જોવા મળી હતી. એનડીએએ 125 સીટ સાથે સરકાર બનાવવા અગ્રેસર છે. જોકે, સત્તા મળવા છતાં મુખ્ય મંત્રી નીતીશકુમારની પાર્ટીને નુકસાન થયું છે.

    રાતે 3.50ની સ્થિતિ મુજબ એનડીએમાં ભાજપે 73 સીટ મેળવી છે અને 1 સીટ પર આગળ છે. જ્યારે નીતીશકુમારની પાર્ટી જેડીયુએ 42 સીટ જીતી છે અને 1 સીટ પર આગળ છે. આ ઉપરાંત બીજી બે પાર્ટી હમ અને વીઆઈપીએ ચાર-ચાર સીટ જીતી છે.

    મહાગઠબંધનને કુલ 110 સીટ મળી રહી છે. જેમાં તેજસ્વી યાદવની પાર્ટીએ 75 સીટ જીતી છે. કૉંગ્રેસે 19 સીટ જીતી છે અને લેફ્ટ પાર્ટીઓએ 16 સીટ પર જીત મેળવી છે.

    આ ઉપરાંત ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ 5 અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીએ એક સીટ પર જીત મેળવી છે.

    ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ 1 સીટ પર જીત મેળવી છે. જ્યારે એક અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે.

    બિહાર વિધાનસભામાં કુલ 243 સીટ છે. કોઈપણ પાર્ટીને સત્તામાં આવવા માટે 122 સીટની જરૂરિયાત પડે છે. હાલની સ્થિતિ મુજબ એનડીએ સરકાર બનાવવા તરફ છે. જોકે, રાજ્યની સૌથી મોટી પાર્ટી બનવા માટે આરજેડી અને ભાજપ વચ્ચે એકાદ સીટનો જ ફરક રહે છે.

    આભાર દર્શક મિત્રો.

    અમે હવે અમારું ચૂંટણીના પરિણામનું લાઇવ અહીં અટકાવીએ છીએ.

  5. મધ્ય પ્રદેશમાં ભાજપનો મોટો વિજય

    મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકારનો વિજય થયો છે.

    કૉંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયા ધારાસભ્યો સાથે બળવો કરી ભાજપમાં જોડાઈ જતા પેટાચૂંટણી યોજાઈ હતી.

    આ કુલ 28 બેઠકો પરની પેટાચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતી છે અને 1 બેઠક પર આગળ છે. આમ સરકાર પરનું સંકટ ટળી ગયું છે.

    કૉંગ્રેસે 8 બેઠક જીતી છે અને એક બેઠક પર આગળ છે.

  6. હવે માત્ર 12 સીટ પર પરિણામ આવવાનું બાકી

    બિહાર વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર 12 સીટ પર ચૂંટણીનું પરિણામ આવવાનું બાકી છે. સૌથી મોટી પાર્ટી બનવા માટે ભાજપ અને આરજેડી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

    ભાજપે 68 સીટ જીતી છે અને 6 પર આગળ ચાલી રહી છે. જ્યારે આરજેડીએ 72 સીટ જીતી છે અને 3 પર આગળ ચાલી રહી છે.

    એનડીએ પક્ષ જનતા દળ યુનાઇટેડે 41 સીટ પર જીત મેળવી છે. જ્યારે 2 સીટ પર આગળ છે. જ્યારે બાકીની બે પાર્ટી હમ અને વીઆઈપીએ ચાર-ચાર સીટ જીતી છે.

    મહાગઠબંધનમાં કૉંગ્રેસે 18 સીટ જીતી છે અને એક પર આગળ છે. જ્યારે લેફ્ટ પાર્ટીઓને 16 સીટ જીતી છે

  7. બ્રેકિંગ, બિહારે ખોખલા વાયદાઓ, જાતિવાદ અને તૃષ્ટિકરણના રાજકારણને નકાર્યું : અમિત શાહ

    બિહાર ચૂંટણીમાં હજી પરિણામ આવ્યું નથી અને ફરિયાદો થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, "બિહારના દરેક વર્ગે ફરી એકવખત ખોખલા વાયદાઓ, જાતિવાદ અને તૃષ્ટિકરણના રાજકારણને નકારીને એનડીએના વિકાસવાદનો પરચમ લહેરાવ્યો છે."

    "આ દરેક બિહારવાસીની આશાઓ અને આકાંક્ષાઓની જીત છે... નરેન્દ્ર મોદી અને નીતીશકુમારની ડબલ એન્જિન વિકાસની જીત છે. ભાજપ બિહારના કાર્યકર્તાઓને અભિનંદન "

  8. બ્રેકિંગ, બિહારના પ્રત્યેક મતદાતાએ સ્પષ્ટ દેખાડ્યું કે તેમની પ્રાથમિક્તા વિકાસ છે : નરેન્દ્ર મોદી

    બિહારમાં ચૂંટણીના પૂર્ણ પરિણામ હજુ જાહેર થયા નથી અને વિપક્ષ આરજેડી ચૂંટણીપંચ સમક્ષ ગેરરીતિની ફરિયાદ કરે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બિહારમાં પાર્ટીની જીતનો દાવો કર્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું, "બિહારના પ્રત્યેક મતદારે સ્પષ્ટ કહી દીધું છે કે તેમની પ્રાથમિક્તા માત્ર વિકાસ અને વિકાસ જ છે. બિહારમાં 15 વર્ષ પછી પણ એનડીએના સુશાસનને ફરી આશીર્વાદ મળતા દેખાય છે કે બિહારના સપનાં શું છે, બિહારની અપેક્ષાઓ શું છે."

    તેમણે વધુમાં કહ્યું, "બિહારના યુવા સાથીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ નવો દાયકો બિહારનો હશે અને આત્મનિર્ભર બિહાર તેનો રોડમૅપ છે. બિહારના યુવાનો પોતાના સામર્થ્ય અને એનડીએના સંકલ્પ પર ભરોસો કર્યો છે."

  9. ગુજરાત અને ભાજપ વચ્ચે અતૂટ બંધન છે - નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપની જીત પર કહ્યું, "ગુજરાત અને ભાજપ વચ્ચેનું બંધન અતૂટ છે. રાજ્યના લોકોનો સ્નેહ ફરી એકવાર 8 બેઠકોની પેટાચૂંટણીમાં જોવા મળ્યો છે જ્યાં ભાજપે સંપૂર્ણ જીત હાંસલ કરી છે. હું ગુજરાતના લોકોનો સમર્થન બદલ આભાર માનું છું."

    બીજા ટ્વીટમાં કહ્યું, "હું વિજય રૂપાણીજીના વડપણ હેઠળની રાજ્ય સરકાર તથા સ્થાનિક કાર્યકર્તાઓની મહેનતને બિરદાવું છું."

  10. બ્રેકિંગ, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી એક સીટ પર વિજેતા

    બિહારની ચૂંટણીમાં નીતીશકુમારની જનતાદળ યુનાઇટેડની સામે લડનાર ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી એક સીટ પર વિજેતા બની છે.

    સવારથી શરૂ થયેલી મતગણતરીમાં પાર્ટીને સવારથી લઈને અત્યારસુધીમાં એક પણ સીટ મળી ન હતી પરંતુ ચૂંટણીપંચે હાલમાં જે તાજા પરિણામ જાહેર કર્યા છે તેમાં ચિરાગ પાસવાનની પાર્ટી એક સીટ પર વિજેતા બનતી બતાડવામાં આવી છે.

  11. એનડીએ 82 સીટ પર વિજેતા અને 38 સીટ પર આગળ

    બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ હાલ 122 સીટ સાથે આગળ ચાલી રહ્યું છે. હાલ સુધી 177 સીટ પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. 66 સીટ પર પરિણામ બાકી છે.

    બિહારમાં એનડીએએ 86 (ભાજપ 49, જેડીયુ 90, વિઆઈપી 4 અને હમ 3) સીટ પર વિજેતા બન્યું છે. જ્યારે હાલ 38 સીટ પર આગળ ચાલી રહ્યા છે. મહાગઠબંધન 82 (આરજેડી 57 , કૉંગ્રેસ 13 , લેફ્ટ 12) સીટ પર વિજેતા બન્યું છે. જ્યારે હાલ 31 સીટ પર આગળ ચાલી રહ્યા છે.

  12. ગુજરાત પેટાચૂંટણીનું પરિણામ : તમામ આઠ બેઠકો પર ભાજપનો વિજય, કૉંગ્રેસનો ધબડકો

    ચૂંટણીના પરિણામોમાં લીડને જોતાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે તો બપોરથી જ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

    મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પેટાચૂંટણીના પરિણામોને '2022ની ચૂંટણીનું ટ્રેલર' ગણાવ્યાં હતાં.

  13. આજે અમારી પાર્ટી માટે ઐતિહાસિક દિવસ છે : ઓવૈસી

    બિહારની ચૂંટણીમાં પાંચ સીટ પર લીડ બનાવ્યા પછી એઆઈએમઆઈએમના સંસદ સંભ્ય અને પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે આ તેમની પાર્ટી માટે આજે ઐતિહાસિક દિવસ છે અને બિહારની જનતાએ ન માત્ર વોટથી પરંતુ પ્રેમથી તેમને નવાજ્યા છે અને તેમની પાસે બિહારની જનતાનો આભાર માનવા માટે કોઈ શબ્દ નથી.

    ગ્રાન્ડ ડેમૉક્રેટિક સેક્યુલર ફ્રન્ટ નામના ગઠબંધનમાં એઆઈએમઆઈએમ, બીએસપી, આરએલએસપી જેવી પાર્ટી હતી. આ ગઠબંધનમાંથી માત્ર એઆઈએમઆઈએમ અને બીએસપી છ સીટ પર આગળ ચાલી રહ્યા છે.

    ઓવૈસીએ ઉપેન્દ્ર કુશવાહા, માયાવતી, દેવેન્દ્ર યાદવનો આભાર માનતા કહ્યું કે તે સીમાંચલના લોકોને ન્યાય અપાવશે અને તે જ લડાઈ ચાલુ રહેશે. ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના મોટા ભાગના ઉમેદવાર સીમાંચલ વિસ્તારમાંથી ઉતર્યા હતા.

    તેમનું કહેવું છે કે તેમના 21 ઉમેદવારમાંથી 5 જીત્યા છે અને જ્યાં પણ કામયાબી નથી મળી ત્યાં તે ફરીથી જશે, નબળાઈઓને દૂર કરશે અને બિહારમાં આનાથી મોટી રાજકીય તાકાત બનવાનો પ્રયત્ન કરશે.

    જોકે, આરજેડીને સમર્થન આપવાના સવાલનો તેમણે સીધો જવાબ નથી આપ્યો

  14. બ્રેકિંગ, નીતીશકુમાર પર ચૂંટણીમાં ફ્રોડ કરવાનો આરોપ

    ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મહાગઠબંધને 114 સીટ પર લીડ મેળવી છે. જ્યારે એનડીએએ 122 સીટ પર આગળ છે.

    એની વચ્ચે આરજેડીએ ટ્વીટ કરીને મુખ્ય મંત્રી નીતીશકુમાર પર ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

    આરજેડીનો આરોપ છે કે મહાગઠબંધન 119 સીટ પર ઉમેદવાર જીતી ચૂક્યા છે જેમને રિટર્નિંગ ઑફિસરે સર્ટિફિકેટ આપી રહ્યા નથી.

    આરજેડીએ મુખ્ય મંત્રી નીતીશ કુમાર, ઉપ-મુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદી પર આરોપ લગાવ્યો છે કે જિલ્લા અધિકારીઓ પણ દબાણ બનાવી રહ્યા છે કે મહાગઠબંધનને 105-110 સીટ પર રોકે.

    ચૂંટણીપંચના સેક્રેટરી જનરલે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું, "ચૂંટણીપંચ ક્યારેય કોઈના પ્રેશરમાં કામ કરતા નથી. તમામ અધિકારીઓ અને મશીનરી બિહારની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં ખરા દિલથી કામ કરી છે. ડેપ્યુટી ચૂંટણી કમિશનરે કહ્યું, "એક કલાક પહેલાં, પાર્ટીના સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે પાર્ટીએ 119 સીટ જીતી લીધી છે. અમારા પોર્ટલ પર તમામ પરિણામ સ્પષ્ટ દેખાય છે, હાલ સુધીમાં 146 સીટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, આ ફેક્ચ્યુઅલ સ્થિતિ છે."

  15. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલનું પરિણામપત્રક

    ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદની પહેલી ચૂંટણી હાર્દિક પટેલની પ્રતિષ્ઠાનો સવાલ માનવામાં આવી હતી પણ તેઓ બેઠકો જીતાડવામાં નિષ્ફળ રહ્યા. પરિણામો જાહેર થયા બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું કે 'હું મરતા દમ સુધી કૉંગ્રેસમાં રહીશ.'

  16. બ્રેકિંગ, તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ અને જીતનરામ માંઝીની જીત

    રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવે હસનપુર વિધાનસભાની સીટ પરથી જનતા દળ યુનાઇટેડના ઉમેદવાર રાજ કુમાર રાયને 21,139 મતથી હરાવી દીધા છે.

    જ્યારે, તેમના ભાઈ અને મહાગઠબંધનના મુખ્ય મંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે રાઘોપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર સતીશ કુમારને 27,839 મતથી હરાવ્યા છે.

    ઇમામગંજ સીટથી હમ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્ય મંત્રી જીતન રામ માંઝીએ આરએલડીના ઉમેદવાર ઉદય નારાયણ ચૌધરીને 16,034 મતથી હરાવી દીધા છે.

    બંકીપુર સીટથી કૉંગ્રેસના ઉમેદવાર લવ સિન્હા 21,245 મતથી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે બિહારીગંજ સીટથી કૉંગ્રેસનાં ઉમેદવાર સુભાષિની શરદ યાદવ 13,698 મતથી પાછળ ચાલી રહ્યાં છે.

  17. ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપને શું ફળ્યું અને કૉંગ્રેસને શું નડ્યું?

  18. બિહારમાં તેજસ્વી યાદવે કૉંગ્રેસને 70 બેઠકો આપીને ભૂલ કરી?

  19. આ તો વલણો છે, વલણોનું શું કહેવું?

  20. બિહારમાં ખરાખરીનો જંગ, આરજેડીનો દાવો મહાગઠબંધન જીતશે

    હાલ મહાગઠબંધન અને એનડીએ વચ્ચે ખરાખરીની ટક્કર થઈ રહી છે. જોકે, હાલ એનડીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં આગળ છે.

    આ સમયે આરજેડીના નેતા મનોજ ઝાએ કહ્યું કે મહાગઠબંધનની જ જીત થશે. તેમણે કહ્યું કે આંકડાઓ ખૂબ નજીક છે, અંતર ખૂબ ઓછું છે અને મહાગઠબંધનનો સ્ટ્રાઇક રેટ બીજાથી વધારે છે.

    બિહારમાં કુલ 243 બેઠકોમાં હાલના વલણો પ્રમાણે એનડીએ 122 અને મહાગઠબંધન 114 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 7 બેઠકો પર આગળ છે.