PANને બદલે આધાર કાર્ડ આવકાર્ય
હરિયાણા મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઇન્કમ ટૅક્સ વિભાગમાં પાનકાર્ડને બદલે આધારકાર્ડ ચલાવવાના નિર્ણયને આવકાર્યો હતો.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવું બજેટ કેવું છે, તે અંગે વિસ્તૃત માહિતી અને વિશ્લેષણ મેળવવા માટે અહીં ક્લિક કરો.
હરિયાણા મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઇન્કમ ટૅક્સ વિભાગમાં પાનકાર્ડને બદલે આધારકાર્ડ ચલાવવાના નિર્ણયને આવકાર્યો હતો.
પૂર્વ નાણામંત્રી અને કૉંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે બજેટ અંગે કહ્યું કે નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે દાવો કર્યો કે એક લાખ કરોડ રૂપિયાનું એનપીએ ઘટ્યું છે. પરંતુ સાથે જ બૅન્કોના 5,55,603 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારના કહેવા પ્રમાણે, "અમે આ બજેટને આવકારીએ છીએ. નાણામંત્રીએ અમારા કેટલાક સૂચનો અને વિચારોને બજેટમાં સામેલ કર્યાં છે. એટલું જ નહીં, આ બજેટ વિકાસને પ્રોત્સાહન આપનારું અને ખાનગી રોકાણને વધારનારું છે."
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આગામી 10 વર્ષ દરમિયાન રેલવેના માળખાકીય વિકાસ માટે રૂ. 50 લાખ કરોડના ખર્ચનું લક્ષ્યાંક મૂકવા બદલ હું નાણામંત્રીનો આભાર માનું છું.
અમીર હોય કે ગરીબ, દરેકનું જીવન સરળ બને તથા મોટા ભાગે રોજગારનું સર્જન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના કહેવા પ્રમાણે, આ બજેટ આર્થિક-સામાજિક પરિવર્તન લાવશે. તેમાં અમીર-ગરીબ કે પછાત, તમામ વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ભાજપ નેતા પીયૂષ ગોયલે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા, નોકરીઓ ઊભી કરવામાં અને સ્ટાર્ટઅપ મુદ્દે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમાજનો જે તબક્કો સામાજિક સુરક્ષા માળખાથી વિખૂટો પડી ગયો હતો તેને પર આવરી લેવાયો છે.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ બજેટ મામલે ટ્વીટ કરીને કહ્યું છે કે 5 વર્ષમાં મોદી 1.0એ ડીઝલ પર 443% અને પેટ્રોલ પર 211% એક્સાઇઝ વધારીને જનતાના ખિસ્સા કાપીને 13 લાખ કરોડની કમાણી કરી છે. અને હવે મોદી 2.0એ દાઝેલા પર મીઠું ભભરાવ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું છે. આ સંદર્ભે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણને શુભકામનાઓ પાઠવી.
મોદીએ કહ્યું હતું કે આ બજેટ મારફતે મધ્યમ વર્ગની ઉન્નતિ થશે, વિકાસને વેગ મળશે. ટૅક્સ વ્યવસ્થા વધુ સરળ બનશે. તેનાથી ઉદ્યમ અને ઉદ્યમીઓને મદદ મળશે. વિકાસમાં મહિલાઓની ભૂમિકા વધશે અને શિક્ષણવ્યવસ્થા સુધરશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા સ્પેસ રિસર્ચ લોકો સુધી પહોંચશે. આર્થિક જગતમાં સુધાર થઈ રહ્યા છે. લોકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે તથા ગામ અને ગરીબનું કલ્યાણ થઈ રહ્યું છે.
વડા પ્રધાન મોદીએ બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ બજેટમાં ઇલેક્ટ્રિક મૉબિલિટી, સોલર સૅક્ટર, ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ગ્રીન બજેટ છે. ગત પાંચ વર્ષ દરમિયાન દેશવાસીઓએ નિરાશાને ત્યજી દીધી છે.
વીજળી, ગૅસ, માર્ગ, ગંદકી, ભ્રષ્ટાચાર અને વીઆઈપી કલ્ચરથી ત્રસ્ટ સામાન્ય જનતાની જિંદગીને સરળ બનાવવા માટે અમે સતત પ્રયાસ કર્યા છે, જેમાં અમને સફળતા મળી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ બજેટ ખેડૂત યુવા, મહિલા અને ગરીબની આકાંક્ષાઓની પૂર્તિ કરનારું બજેટ છે.
કેન્દ્ર સરકારના બજેટ પર પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસે કહ્યું :
"દુષ્કાળની સ્થિતિમાં સિંચાઈના બજેટમાં છેલ્લાં ચાર વર્ષમાં 433 કરોડ રૂપિયાના ઘટાડાને કારણે ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધ્યા છે."
કેન્દ્રની મોદી સરકારનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં શું સસ્તું થશે અને શું મોઘું થશે એ જાણો.
નિર્મલા સીતારમણના કહેવા પ્રમાણે, રાજકોષીય ખાદ 3.4 ટકાથી ઘટીને 3.3 ટકા થઈ છે
નિર્મલા સીતારમણનું ભાષણ સમાપ્ત થતાં જ સેન્સેક્સમાં ઘટાડો નોંધાયો હતો અને લગભગ 285 પૉઇન્ટ ઘટીને 39,622 ઉપર આવી ગયો હતો.
17 કર તથા 13 સેશ હતા, જે જીએસટીને કારણે ઘટીને ચાર દર થઈ ગયા છે. રાજ્યોને GSTમાંથી થયેલી ખોટને ભરપાઈ કરવા માટે રૂ. 92 હજાર કરોડ ચૂકવાયા.
જીએસટી રિફંડને પૂર્ણપણે કમ્પ્યૂટરિકૃત કરાશે. જાન્યુઆરી-2020થી અલગ ઈ-વે બિલની જરૂર નહીં રહે.
સંરક્ષણક્ષેત્રે ભારતમાં ન બનતી હોય તેવી શસ્ત્ર-સામગ્રી ઉપર કસ્ટમ ડ્યૂટી નહીં લાગે.
માર્ગ નિર્માણ માટે પેટ્રોલ-ડીઝલ ઉપર લીટરદીઠ રૂ. એક-એકનો સરચાર્જ લદાયો. સોના સહિતની મોંઘી ધાતુઓ ઉપર કસ્ટમ ડ્યૂટી વધારાઈ
120 કરોડ ભારતીયો પાસે પાન તથા આધારકાર્ડ છે, હવે જેમની પાસે પાનકાર્ડ નહીં હોય તેઓ આધારકાર્ડનો ઉપયોગ કરી શકાશે.
આવકવેરા ખાતાના અધિકારી અને કરદાતાની વચ્ચે સંપર્ક ન રહે તે માટે આ વર્ષથી યોજના શરૂ કરવામાં આવશે. જેને ક્રમશઃ લાગુ કરાશે.
સેન્ટ્રલ સેલ દ્વારા રેન્ડમ રીતે નોટિસ કાઢવામાં આવશે. આ યોજનાથી આવકવેરા ખાતાની કાર્યપ્રણાલિમાં જડમૂળથી પરિવર્તન આવશે.
લૅશકેસ ઇકૉનૉમીને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય વર્ષ દરમિયાન રૂ. એક કરોડથી વધુ બૅન્કમાંથી ઉપાડનારે બે ટકાનો ટીડીએસ આપવાનો રહેશે.
પ્રમાણિક કરદાતાઓનો આભાર માનું છું, તેમના પ્રદાન થકી દેશનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે.
13-14થી 18-19 દરમિયાન સીધી કરઆવકમાં 78 ટકાનો વધારો થયો છે. રૂ. પાંચ લાખ સુધી કોઈ કર નથી.
કૉર્પોર્ટે ટૅક્સમાં ન્યૂનતમ દર 25 ટકાનો છે. જે કંપનીઓ વાર્ષિક રૂ. 400 કરોડનું ટર્ન-ઓવર ધરાવે છે, તેમને આ કરનો દર લાગુ કરશે. માત્ર 0.7 ટકા કંપનીઓ આનાથી વધુનું ટર્ન-ઓવર ધરાવે છે.
સેમિ-કંડક્ટર, લિથિયમ સોલર બેટરી, સોલાર ચાર્જિંગ, જેવા ક્ષેત્રોમાં મેગા-મૅન્યુફૅક્ચરિંગ કરનારાઓને કર-રાહતો અપાશે.
ભારતને ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું ગ્લોબલ હબ બનાવાશે આ માટે જીએસટી તથા રૂ. દોઢ લાખની આવકવેરામાં રાહત અપાશે.
જનધન ખાતું ધરાવનારી સ્વસહાયજૂથની મહિલાઓને રૂ. પાંચ હજારનો ઓવર ડ્રાફ્ટ મળશે.