You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બનાસકાંઠાને બાય..બાય.. આજે મહેસાણામાં મળીશું

#BBCGujaratOnWheels બીબીસી ગુજરાતીની બાઇકર્સ આજે મહેસાણાનાં ગામડાં ખુંદશે.

લાઇવ કવરેજ

  1. બીબીસી ગુજરાતીના બાઇકર્સે બનાસકાંઠાને કહ્યું બાય...બાય.. આવજો..

    બીબીસીની ટીમ બનાસકાંઠાની મહિલાઓથી છુટા પડતી વખતે જાણે આદિલ મન્સુરીની આ ગઝલ જેવું અનુભવી રહી હતી.

    પાંપણોને સહેજ ઢળવાનું કહો. સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો.

    ચોકમાં આવીને મળવાનું કહો. લાગણીઓને પલળવાનું કહો.

    દર્પણોમાંથી નીકળવાનું કહો, આ પ્રતિબિંબોને છળવાનું કહો.

    લો સપાટી પર બરફ જામી રહ્યો, આ સમુદ્રોને ઉકળવાનું કહો.

    સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે, હા કહો, સૂરજને ઢળવાનું કહો.

    ભાર ઝાકળનો કળીની પાંપણે, પથ્થરોને પણ પલળવાનું કહો.

    પૃથ્વીને ઘેરીને બેઠી ક્યારની, આ અમાસોને પ્રજળવાનું કહો.

    મૌન કે વાણીને ‘આદિલ’ છેવટે, જે અકળ છે એને કળવાનું કહો.

  2. અમારી ટીમે સફર દરમિયાન શૂટ કરેલો વીડિયો ગામની સ્વચ્છતાનો પુરાવો આપે છે

  3. શું છે બનાસકાંઠા જિલ્લાની સમસ્યાઓ?

    આ જિલ્લામાં આરોગ્ય સેવાઓમાં પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઈ મોટી સરકારી હોસ્પિટલ્સ નથી.

    ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બની રહ્યા છે, પરંતુ ત્યાં સારવાર કરવા ડૉક્ટર્સ ઉપલબ્ધ નથી. આ જિલ્લાની લગભગ 86 ટકા જેટલી વસતી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે.

    ગત ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં પૂર આવ્યું હતું જેને કારણે કરોડો રૂપિયાનું જાન-માલનું નુકસાન થયું છે.

    જિલ્લાની આર્થિક પ્રવૃત્તિ મોટેભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અહીં પૂરના કારણે થયેલી ખેતીને ખૂબ જ ગંભીર અસર થઈ છે.

    જિલ્લાનું રાજકારણ મોટેભાગે જ્ઞાતિ આધારિત હોવાને કારણે જે-તે જ્ઞાતિના રાજકીય અગ્રણીઓ પોતાની જ્ઞાતિ કરતાં અન્ય જ્ઞાતિઓને ખાસ મહત્ત્વ નથી આપતાં.

  4. બીબીસી બનાસકાંઠાની સફરે- લોકો પાણી અને વીજળીની સમસ્યાથી પરેશાન

  5. બાળપણની યાદો......

  6. શું છે કહે છે વાલ્મિકી સમુદાયની મહિલાઓ?

    અમારી ટીમે વાલ્મિકી સમુદાય પાલનપુરમાં જ્યાં રહે છે એ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે આ ફરિયાદ સામે આવી.

    કેટલાય વર્ષોથી અહીં રહેતા વાલ્મિકી લોકોના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ છે. લોકો એ લોકો સરકાર સમક્ષ 'રોટી, કપડા ઔર મકાન'ની માંગ કરી રહ્યાં છે.

    છૂટક મજૂરીએ જતા અહીંના લોકોને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની રોજગારી અપાઈ નથી. પુરુષો અને સ્ત્રીઓ 'જે મળે એ કામ' કરે છે અને એવી રીતે 'પેટ ભરે' છે.

    આ વિસ્તારમાં શૌચાલયની સુવિધા જ નથી અને સૌથી કફોડી હાલત મહિલાઓની છે. બીબીસી સાથેની વાતચીતમાં અહીંની મહિલાઓએ જણાવ્યું કે ખુલ્લામાં જાજરૂ જતાં ભારે ડર લાગે છે.

  7. આવી રમતો તમે ક્યારેય રમ્યા છો ખરા?

  8. લોકો જણાવી રહ્યાં છે ગામડાંની સાચી પરિસ્થિતિ

  9. બાળકોના શિક્ષણ વિશે શું કહે છે ગોવાભાઈ?

  10. બનાસકાંઠામાં શું છે સાક્ષરતાનું પ્રમાણ?

    બનાસકાંઠામાં સાક્ષરતાનું પ્રમાણ અન્ય જિલ્લાંની સરખામણીએ ખૂબ જ ઓછું છે. ખાસ કરીને મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 51.75 ટકા જેટલો જ છે.

  11. બીબીસી બનાસકાંઠાની સફરે : અમારે ત્યાં સૌથી વધુ પાણીનો પ્રશ્ન છે-રશ્મિબહેન

  12. બીબીસીની બનાસકાંઠાની સફર : કેવું છે અહીંના લોકોનું જીવન?

    બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિસ્તારમાં મોટેભાગે લોકો મજૂરી અને ખેતી પર પોતાનું ગુજરાતન ચલાવે છે. એમાં પણ સૌથી વધુ જહેમત મહિલાઓને પડે છે. મહિલાઓ માટે બહારની મજૂરી ઉપરાંત ઘરનું કામ પણ 'ફરજિયાત' થોપાયેલું છે.

    ગામનાં બહું ઓછાં બાળકો શાળાએ જાય છે. જે જાય છે એમના અભ્યાસમાં પણ 'સરકારની બેદરકારી' છતી થઈ જાય છે.

    'સરકારની બેદરકારી'ની રાવ અંહીનો આદિવાસી સમાજ અમારા જેવા `બહારના લોકો' સાથે ભાગ્યે જ કરે છે.

    પણ પાલનપુરના વાલ્મિકી સમાજે વિકાસની વ્યવસ્થામાં થઈ રહેલી પોતાની અવગણનાની ફરિયાદ દિલ ખોલીને કરી.

  13. બનાસકાંઠાના આ વિસ્તારમાં મોટેભાગે લોકો મજૂરી કરી પોતાનું ગુજરાતન ચલાવે છે.

  14. બનાસકાંઠાના ઉપલાઘોડા ગામના બાળકો કેમ શાળા છોડી દે છે? જુઓ શું કહે છે આચાર્ય?

  15. બીબીસીની ટીમ ગામમાં પહોંચતા જ સ્વાગત માટે આવેલા ગ્રામવાસીઓ

  16. બાઇકર મોનિકા પોતાનો અનુભવ વર્ણવી રહી છે

  17. ઉપલાઘોડા ગામની મહિલાઓ સાથે વાત કરતી બાઇકર્સ

  18. અરવલ્લીની ગિરિમાળામાં આવેલો આ વિસ્તાર જેટલો રળિયામણો છે, એટલો જ ગરીબ પણ

    બનાસકાંઠાનાં ઘોડા-ગાંજી ગામમાં જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે અહીંની સ્થિતિ જોયા બાદ સૌથી વધુ આઘાત મહિલા બાઇકર્સને જ લાગ્યો હતો.

    ગામમાં વાતચીત દરમિયાન મોનિકાએ કહ્યું કે તેમણે 'આવી દુનિયા' પ્રથમ વખત જોઈ છે. પોતાની બાઇક પર દેશમાં હજારો કિલોમીટર ખૂંદી વળનારાં મોનિકાએ તેમનાં ચાર દાયકાનાં જીવનમાં પ્રથમ વખત આટલી ગરીબી, આટલી નિરક્ષરતા જોઈ છે.

    ઘોડા-ગાંજી બનાસકાંઠા જિલ્લાનું આદિવાસી ગામ છે. જ્યાં મોટાભાગે ભીલ આદિવાસીઓ રહે છે. ગામમાં પાકા મકાનો ખૂબ જ ઓછા છે. જે છે એમની હાલત પણ ખસ્તા છે.