વર્લ્ડકપ 2023 ઑસ્ટ્રેલિયા જીત્યું, ભારતને 6 વિકેટે હરાવીને છઠી વાર ચૅમ્પિયન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારત સામે જીત મેળવી છે. ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડે શાનદાર 137 રન કર્યા.

લાઇવ કવરેજ

  1. વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયાની જીત, ભારતની હાર બાદ સ્ટેડિયમની બહાર નિરાશ થયેલા ચાહકો શું બોલ્યા?

  2. વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતની હાર

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

  3. વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારત સામે જીત મેળવી છે.

    ભારતને ઑસ્ટ્રેલિયાએ છ વિકેટે હરાવ્યું છે.

    ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડે શાનદાર 137 રન કર્યા.

    ઑસ્ટ્રેલિયા આ જીત સાથે છઠી વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે.

    ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અર્ધ સદી નોંધાવી હતી.

    આ વર્લ્ડકપમાં ભારત અત્યાર સુધીમાં એક પણ મૅચ હાર્યું નહોતું, પણ હવે ફાઇનલ હારી ગયું છે.

  4. બ્રેકિંગ, વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું

    વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું

  5. ઑસ્ટ્રેલિયાનો સ્કોરઃ200/3

    ટ્રેવિસ હેડ અને મર્નુસ લબુશેન ક્રીઝ પર જામેલા છે.

    ઑસ્ટ્રેલિયાએ 36 ઓવરમાં 200થી વધુ રન બનાવી લીધા છે.

    હેડે116 અને મર્નુસે 43 રન કર્યા છે.

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

  6. ટ્રેવિસ હેડની સદી

    ઑસ્ટ્રેલિયાનો સ્કોરઃ 185/3

    ઓપનિંગ આવેલા હેડની સદી.

    હેડે 95 બૉલમાં 100 રન કર્યા છે.

  7. ઑસ્ટ્રેલિયાનો સ્કોરઃ170/3

    ભારત સામેની ફાઇનલમાં હવે ઑસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં જણાઈ રહ્યું છે.

    ટ્રેવિસ હેડ અને મર્નુસ લબુશેન ક્રીઝ પર જામેલા છે.

    હેડે 87 છે અને મર્નુસે 39 રન કર્યા છે.

    47 રનમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પડી હતી. બાદમાં એક પણ વિકેટ પડી નથી.

  8. ઑસ્ટ્રેલિયાનો સ્કોરઃ150/3

    ભારત સામેની ફાઇનલમાં હવે ઑસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં જણાઈ રહ્યું છે.

    ટ્રેવિસ હેડ અને મર્નુસ લબુશેન ક્રીઝ પર જામેલા છે.

    હેડે 75 છે અને મર્નુસે 34 રન કર્યા છે.

    હેડ

    ઇમેજ સ્રોત, Getty Images

  9. ઑસ્ટ્રેલિયાનો સ્કોરઃ115/3

    ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ રોમાંચક બની છે.

    ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડ અને મર્નુસ લબુશેન ક્રીઝ પર છે.

    હેડે 50 રન બનાવ્યા છે. મર્નુસે 22 રન કર્યા છે.

    બુમરાહે બે અને શમીએ એક વિકેટ લીધી છે.

  10. ઑસ્ટ્રેલિયાનો સ્કોરઃ87/3

    હાલ ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડ અને મર્નુસ લબુશેન ક્રીઝ પર છે.

    હેડે 35 રન બનાવ્યા છે.

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  11. ઑસ્ટ્રેલિયાની મોટી નબળાઈ કઈ છે? ઑસ્ટ્રેલિયાના જ ખેલાડીએ શું કહ્યું?

    માઇકલ બેવન

    ઇમેજ સ્રોત, Getty Images

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અર્ધ સદી નોંધાવી છે.

    બેટિંગ કરવા ઊતરેલા ઑસ્ટ્રેલિયના ત્રણ બૅટ્સમૅન ઝડપથી આઉટ થઈગયા છે.

    આ દરમિયાન ઑસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી માઇકલ બેવને સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરી છે.

    તેમણે વાતચીતમાં ઑસ્ટ્રેલિયન ટીમની એક નબળાઈ પણ ગણાવી છે.

    બેવને કહ્યું કે, "મને લાગે છે કે ઑસ્ટ્રેલિયન ટીમનું કોઈ નબળું પાસું હોય તો એ છે તેનો મિડલ ઑર્ડર."

    "ભારતીય બૉલરોનું પ્રદર્શન અને પરિસ્થિતિ જોતા તેમણે એ બાબતમાં સુધારો કરવાની જરૂર છે. આશા છે કે એવું જશે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. ઑસ્ટ્રેલિયાનો સ્કોરઃ 47/3

    ઑસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી.

    સ્ટીવન સ્મિથ જસપ્રીત બુમરાહની ઓવરમાં આઉટ થઈ ગયા છે.

    સ્મિથે માત્ર 4 રન બનાવ્યા છે.

    ઑસ્ટ્રેલિયાનો સ્કોર 50 પર પહોંચ્યો નથી.

  13. અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઑસ્ટ્રેલિયાનો સ્કોરઃ 41/2

    ઑસ્ટ્રેલિયાની બીજી વિકેટ પડી. મિચેલ માર્શ 15 રન કરીને કૅચઆઉટ થઈ ગયા છે.

    જસપ્રીત બુમરાહે આ વિકેટ લીધી છે.

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.

    ઑસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગમાં ડેવિડ વૉર્નર પણ માત્ર સાત કરીને આઉટ થઈ ગયા છે.

    હાલ હેડ અને સ્મિથ ક્રીઝ પર છે.

  14. ઑસ્ટ્રેલિયાને પહેલો ઝટકો

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.

    ઑસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગમાં ડેવિડ વૉર્નર માત્ર સાત કરીને આઉટ થઈ ગયા છે.

  15. ઑસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.

    ઑસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગમાં ડેવિડ વૉર્નર અને ટ્રેવિસ હેડ આવ્યા છે.

    પહેલી ઓવરમાં ત્રણ ચોગ્ગા લાગ્યા છે.

  16. ભારતે ઑસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતનો સ્કોરઃ240/10

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફાઇનલમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.

    ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અર્ધ સદી નોંધાવી છે.

    ભારત તરફથી સૌથી વધુ રન કેએલ રાહુલ (66) અને વિરાટ કોહલી (54) બનાવ્યા છે. જ્યારે કૅપ્ટન રોહિત શર્માએ 47 રન કર્યા છે.

    તો શુભમન ગિલ (4), શ્રેયસ અય્યર (4), રવીન્દ્ર જાડેજા (9), સૂર્યકુમાર યાદવ (19) રન કરી શક્યા છે.

    ભારત તરફથી માત્ર રોહિત શર્માએ ત્રણ સિક્સર ફટકારી હતી.

  17. હાર્દિક પંડ્યાને આ ફાઇનલમાં લોકો કેમ યાદ કરી રહ્યા છે?

    હાર્દિક પંડ્યા

    ઇમેજ સ્રોત, ani

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે.

    ભારતની અત્યાર સુધીમાં આઠ વિકેટ પડી ચૂકી છે.

    ઈજાગ્રસ્ત થયેલા હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયા પર લોકો યાદ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાને ઈજા થતા તેઓ વર્લ્ડકપમાંથી બહાર નીકળી ગયા છે.

    'સ્લૉગસ્વીપ-189' નામના એક યૂઝરે લખ્યું કે "હાર્દિક પંડ્યાને આજે ખરેખર યાદ કરાઈ રહ્યા છે."

    ફ્રૉસ્ટી_11 નામના યૂઝરે લખ્યું, "આજે હાર્દિક પંડ્યાને આપણે કોઈ અન્ય દિવસ કરતાં વધુ મિસ કરીશું."

    સ્ટોરીલ્સ નામના યૂઝરે લખ્યું, "તેઓ આવી જ મુશ્કેલ પરિસ્થિતિ માટે બન્યા છે."

    સમીર અલ્લાના નામના એક યૂઝરે કહ્યું, "જો કોઈ શખ્સ ફાઇનલ માટે સૌથી યોગ્ય હોય તો એ હાર્દિક પંડ્યા છે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  18. ભારતનો સ્કોરઃ 214/8

    ભારતની અત્યાર સુધીમાં આઠ વિકેટ પડી ચૂકી છે.

    હાલ સૂર્યકુમાર અને કુલદીપ યાદવ રમી રહ્યા છે.

    છેલ્લી વિકેટ મોહમ્મદ શમી (6 રન)ની પડી છે.

    કેએલ રાહુલની વિકેટ પડ્યા પછી ભારતની રનની ગતિ ધીમી પડી ગઈ છે.

  19. મેદાનમાં 'ફ્રી પેલેસ્ટાઈન'ની ટીશર્ટ પહેરી કોહલી પાસે પહોંચી ગયેલો શખ્સ કોણ છે?

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, ANI/Getty Images

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી ફાઇનલમાં એક દર્શક 'ફ્રી પેલેસ્ટાઈન'ની ટીશર્ટ પહેરીને અને ઝંડો લઈને વિરાટ કોહલીની નજીક પહોંચી ગયો હતો.

    જોકે થોડી વાર પછી સુરક્ષાકર્મીઓએ આ શખ્સને પકડીને લઈ ગયા હતા, પરંતુ આ ઘટનાને સુરક્ષા માટે એક મોટી ચૂક ગણાવાઈ રહી છે.

    મેદાનમાં ઘૂસનાર શખ્સને અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવાયો છે.

    સમાચાર એજન્સી એએનઆઈએ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક પોસ્ટ કર્યો છે, જેમાં આ શખ્સને પોલીસ લઈ જઈ રહી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    આ વીડિયોમાં શખ્સ પોતાનું નામ જૉન્સન ગણાવે છે. તેનું કહેવું છે કે તે ઑસ્ટ્રેલિયાનો રહેવાસી છે અને મેદાનમાં વિરાટ કોહલીને મળવા ગયો હતો.

    તેણે કહ્યું કે તે પેલેસ્ટાઈનનો સમર્થક છે.

    જોકે બાદમાં સોશિયલ મીડિયા પર લોકો મેદાનમાં બનેલી આ ઘટનાને 'સુરક્ષામાં મોટી ચૂક' સાથે જોડી રહ્યા છે.

  20. કેએલ રાહુલ 66 રન કરીને આઉટ

    અમદાવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતનો સ્કોરઃ 207/6

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે.

    ભારતની અત્યાર સુધીમાં છ વિકેટ પડી ચૂકી છે.

    રોહિત શર્મા (47), શુભમન ગિલ (4), વિરાટ કોહલી (54), શ્રેયસ અય્યર (4) અને રવીન્દ્ર જાડેજા (9) રન કરીને આઉટ થઈ ગયા છે.

    તો કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ ભારતની બેટિંગ આગળ વધારી હતી.

    જોકે બાદમાં કેએલ રાહુલે તેમની અર્ધ સદી (66 રન) કરીને આઉટ થઈ ગયા છે.

    મિચેલ સ્ટાર્કે રાહુલને કૅચઆઉટ કર્યા હતા.

    સૂર્યકુમાર અને મોહમ્મદ શમી ક્રીઝ પર છે.