એનઆરસી : વર્ષોથી ભારતમાં રહેતાં મહિલા અને તેમના પતિને જ્યારે વિદેશી નાગરિક ઘોષિત કરી દેવાયાં

આસામના સીલ્ચરસ્થિત એક ફૉરેનર્સ ટ્રિબ્યુનલમાં વર્ષોથી ભારતમાં વસતાં શેફાલીને વિદેશી ઘોષિત કરી દીધાં હતાં.

એ પહેલાં બોર્ડર પોલીસે શેફાલીની નાગરિકતા પર સવાલો ઊભા કરતા તેમને ભારતીય નાગરીકતાથી સંકળાયેલાં તેમનાં કાગળો દેખાડવા માટે કહ્યું હતું.

લગભગ પાંચ વર્ષની અણથક ભાગદોડ અને લાંબી લડાઈ પછી શેફાલી રાની દાસે ગુમાવેલી નાગરિકતા તો મેળવી લીધી પરંતુ એ ખરાબ સમય એમનાં મન-મસ્તિષ્કમાં ઘર કરી ગયો.

નાગરિકતા સાબિત કરવા માટે કેવી કેવી મુશ્કેલીઓથી પસાર થવું પડ્યું? જુઓ શેફાલીના સંઘર્ષની કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો