ફિલિપાઇન્સમાં તાકતવર વાવાઝોડા 'રાઈ'એ કેવી તબાહી સર્જી, કેવી છે હાલની પરિસ્થિતિ?

ફિલિપાઇન્સના દક્ષિણ-પૂર્વ ટાપુઓ પર 195 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ત્રાટક્યું હતું

ફિલિપિન્સમાં એક તાકતવર વાવાઝોડા રાઇના કારણે તબાહીનાં ચિત્રો સર્જાયાં છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલિપાઇન્સમાં તાકતવર વાવાઝોડા 'રાઈ'ના કારણે તબાહીનાં ચિત્રો સર્જાયાં છે
આ વાવાઝોડું 195 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું હતું દેશના દક્ષિણ-પૂર્વ ટાપુઓ પર ત્રાટક્યું હતું. જેના કારણે ચાર લાખ લોકોને સલામતી માટે આ સ્થળોથી દૂર ભાગવાનો વારો આવ્યો હતો. સ્થાનિક પોલીસ પ્રમાણે 500 લોકોને આ વાવાઝોડામાં ઈજાઓ થઈ છે જ્યારે વધુ 56 લોકો હજુ લાપતા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વાવાઝોડું 195 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે દેશના દક્ષિણ-પૂર્વ ટાપુઓ પર ત્રાટક્યું હતું. જેના કારણે ચાર લાખ લોકોને સલામતી માટે આ સ્થળોથી દૂર ભાગવાનો વારો આવ્યો હતો. સ્થાનિક પોલીસ પ્રમાણે 500 લોકોને આ વાવાઝોડામાં ઈજાઓ થઈ છે જ્યારે વધુ 56 લોકો હજુ લાપતા છે
ગત ગુરુવારે એટલે કે 16 ડિસેમ્બરના રોજ ફિલિપિન્સ પર ત્રાટકેલા આ વાવાઝોડામાં 375 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત ગુરુવારે એટલે કે 16 ડિસેમ્બરના રોજ ફિલિપાઇન્સ પર ત્રાટકેલા આ વાવાઝોડામાં 375 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે
વાવાઝોડાની આફત બાદ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું. સ્થાનિક લોકો ફરીથી પોતાનું જીવન સામાન્ય બનાવવા માટે મહેનત કરી રહેલા જોવા મળ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડાની આફત બાદ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું. સ્થાનિક લોકો ફરીથી પોતાનું જીવન સામાન્ય બનાવવા માટે મહેનત કરી રહેલા જોવા મળ્યા હતા
બીજી તરફ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે સરકારી તંત્ર પણ કામે લાગેલું દેખાયું. ઉપરોક્ત તસવીરમાં ફિલિપિન્સ નેશનલ પોલીસના જવાનો રિલીફ પૅકેટ તૈયાર કરતાં નજરે પડી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજી તરફ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે સરકારી તંત્ર પણ કામે લાગેલું દેખાયું. ઉપરોક્ત તસવીરમાં ફિલિપાઇન્સ નેશનલ પોલીસના જવાનો રિલીફ પૅકેટ તૈયાર કરતાં નજરે પડી રહ્યા છે
વાવાઝોડું ત્રાટક્યું ત્યાનાં મોટા ભાગનાં સ્થળોએ તૂટેલાં ઘર, વાહનો અને ધરાશાયી થયેલાં ઝાડ જોઈ શકાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડું ત્રાટક્યું ત્યાનાં મોટા ભાગનાં સ્થળોએ તૂટેલાં ઘર, વાહનો અને ધરાશાયી થયેલાં ઝાડ જોઈ શકાય છે
વાવાઝોડાની શક્તિનો અંદાજ એ વાત પરથી કાઢી શકાય છે કે આ વાવાઝોડાના કારણે રસ્તે ઊભેલાં ભારે ભરખમ વાહનો પણ પલટાઈ ગયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડાની શક્તિનો અંદાજ એ વાત પરથી કાઢી શકાય છે કે આ વાવાઝોડાના કારણે રસ્તે ઊભેલાં ભારે-ભરખમ વાહનો પણ પલટાઈ ગયાં હતાં
બીજી તરફ વાવાઝોડાની સમસ્યામાંથી પસાર થયેલા ઘણા વિસ્તારોમાં સ્થાનિકોને પાણી માટે લાંબી લાઇનોમાં લાગેલા જોઈ શકાય છે. વાવાઝોડા બાદ પાણીના સપ્લાય પર અસર પડી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીજી તરફ વાવાઝોડાની સમસ્યામાંથી પસાર થયેલા ઘણા વિસ્તારોમાં સ્થાનિકોને પાણી માટે લાંબી લાઇનોમાં ઊભેલા જોઈ શકાય છે. વાવાઝોડા બાદ પાણીના સપ્લાય પર અસર પડી છે