આઇડા ચક્રવાત : અમેરિકાના લુઇસિયાનાનાં સાડા સાત લાખ ઘરોની વીજળી ડૂલ, જુઓ તારાજીની તસવીરો

USAના લુઇસિયાના પ્રાંતમાં આઇડા ચક્રવાત ત્રાટક્યો છે, જેના કારણે ક્યાંક વીજપુરવઠો ખોરવાયો છે તો ક્યાંક ઇમારતો તૂટી પડી છે. ચક્રવાતે સર્જેલી પરિસ્થિતિને બયાન કરતી તસવીરો.

અમેરિકામાં આઇડા ચક્રવાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના લુઇસિયાના પ્રાંતમાં આઇડા ચક્રવાત ત્રાટક્યો, જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે "આઇડાથી અનેક લોકોના જીવને જોખમ છે, સમુદ્રતટથી દૂરના વિસ્તારોમાં પણ તબાહી થઈ શકે છે."
અમેરિકામાં આઇડા ચક્રવાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લુઇસિયાનામાં સાડા સાત લાખ કરતાં વધારે ઘરોનો વીજપુરવઠો ખોરવાઈ ગયો છે અને રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે વીજપુરવઠો પૂર્વવત્ કરવામાં અઠવાડિયાં લાગી શકે છે.
અમેરિકામાં આઇડા ચક્રવાત

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાના લુઇસિયાના પ્રાંતના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં સ્થિત પૉન્ટકારટ્રેન લેકમાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં.
અમેરિકામાં આઇડા ચક્રવાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇડા ચક્રવાત જ્યારે જમીન પર ત્રાટક્યો ત્યારે 240 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હતો
અમેરિકામાં આઇડા ચક્રવાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂરની દહેશત વચ્ચે ન્યુ ઑરલિએન્સમાં એક મહિલા બાળક અને કૂતરા સાથે.
અમેરિકામાં આઇડા ચક્રવાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇડા ચક્રવાતને કારણે ઠેકઠેકાણે વૃક્ષો, ઇમારતો અને થાંભલા પડી ગયાં છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો છે અને એનો કાટમાળ પડવાથી ગાડીને પણ નુકસાન થયું છે.
અમેરિકામાં આઇડા ચક્રવાત

ઇમેજ સ્રોત, USA Today/Reuters

ઇમેજ કૅપ્શન, પૉન્ટકારટ્રેન લેક પાસે ચક્રવાત અંગે રિપોર્ટિંગ કરતી એક ન્યૂઝ ચેનલની ટીમ
અમેરિકામાં આઇડા ચક્રવાત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નૅશનલ હરિકેન સેન્ટર પ્રમાણે આઇડા ચક્રવાત એ 2005ના કૅટરીના પછીનો સૌથી ખતરનાક ચક્રવાત છે. કૅટરીના ચક્રવાત આવ્યો, એ વખત 1800 લોકો મૃત્યુ પામ્યા હતા, જે બાદ આ શહેરમાં પૂરથી સુરક્ષા માટે કેટલીક કામગીરી હાથ ધરાઈ હતી.