જર્મની અને બેલ્જિયમમાં વિનાશક પૂરમાં 150 લોકોનાં મોત અને હજારો લાપતા

જર્મનીમાં પૂરને કારણે મૃતકોની સંખ્યા 24 કલાકમાં બમણી થઈ ગઈ છે, આ દશકોનું 'સૌથી ભયંકર પૂર' માનવામાં આવે છે.

જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જર્મની અને બેલ્જિયમમાં ભારે વરસાદને લીધે નદીઓમાં પાણી ભયજનક સપાટીએ. અત્યાર સુધી 150 લોકોનાં મોત, અનેક લાપતા.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, FERDINAND MERZBACH/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પૂરની સૌથી વધુ અસર જર્મનીના રાઇનલૅન્ડ-પલાટિનેટ અને ઉત્તર રાઇન-વેસ્ટફેલિયા પ્રાંતમાં છે. તો નેધરલૅન્ડમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર છે. શુક્રવારે આખાય ક્ષેત્રમાં ભારે વરસાદનું અનુમાન છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ ક્લાઇમેટ ચેન્જના પરિણામે છે.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, FRANCOIS WALSCHAERTS/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, ઉત્તર રાઇન-વેસ્ટફેલિયાના પ્રીમિયર આર્મિન લૅન્સેટે પૂર પ્રભાવિત એક વિસ્તારની મુલાકાત વખતે ગ્લોબલ વૉર્મિંગને આનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, INA FASSBENDER/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનના કારણે આવી પ્રાકૃતિક આપદાઓ વધુ આવવાની સંભાવના છે, પરંતુ કોઈ એક ઘટનાને ગ્લોબલ વૉર્મિંગ સાથે જોડીને જોવું યોગ્ય નથી.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, INA FASSBENDER/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની એક બેઠકમાં અમેરિકા પહોંચેલા જર્મનીનાં ચાન્સેલર એંગેલા મર્કેલે કહ્યું કે તેમને આ આપદાના લીધે ‘મોટો ઝટકો લાગ્યો’ છે. એંગેલા મર્કેલે પોતાના એક સંબોધનમાં જર્મનીમાં પૂરની સ્થિતિને વિનાશ ગણાવી છે.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY

ઇમેજ કૅપ્શન, તેમણે કહ્યું, “મારી સંવેદના તમારી સાથે છે અને તમે એ વાત પર ભરોસો કરી શકો છો કે અમારી સરકાર તમામ રીતે લોકોના જીવનની રક્ષા કરવામાં અને જોખમ ઘટાડવા તથા આ સંકટને દૂર કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. જર્મનીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદ માટે પોલીસ, હેલિકૉપ્ટર અને સંખ્યાબંધ સૈનિકો તહેનાત કરાયા છે.”
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, જર્મનીના પશ્ચિમ વિસ્તારોમાં સ્કૂલ બંધ કરવામાં આવી છે. આ વિસ્તારમાં વાહન-વ્યવહારને માઠી અસર થઈ છે. જર્મન પ્રસારણકર્તા એસડબ્લ્યૂઆર અનુસાર ડુંગરાળ એફએલ ક્ષેત્રમાં શૂડ બી અડેનો જિલ્લામાં લગભગ 25 ઘર એવાં છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ વિસ્તારમાં ઇમરજન્સી સ્થિતિની ઘોષણા કરી દેવાઈ છે.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા થઈ ગયા છે અને ત્યાં હોડીથી પહોંચવું પણ મુશ્કેલ છે. વિસ્તારના લોકોએ ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું કે આ હોનારતથી તેઓ પરેશાન છે. માયેનનાં 65 વર્ષીય એનમરી મુલરે કહ્યું, “કોઈને પણ આની આશા નહોતી. આખરે આટલો વરસાદ ક્યાંથી આવ્યો? પાણીનો અવાજ એટલો પ્રચંડ હતો કે જાણે તે દરવાજો તોડી નાખશે.”
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, NURPHOTO/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, 36 વર્ષના મેયર કહે છે કે તેમણે તેમના જીવનમાં અત્યાર સુધી આટલું ભયંકર પૂર નથી જોયું. તેઓ કહે છે, “મારા સસરા લગભગ 80 વર્ષના છે. તેમણે જણાવ્યું કે તેમના જીવનકાળમાં આટલું ભયંકર પૂર આવ્યું નથી.”
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, SEBASTIEN BOZON/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, માર્ગો પર ગાડીઓ એવી રીતે વહી રહી છે જાણે કે કાગળની હોડીઓ હોય. વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં છે. બ્રઝેલ્સ અને ઍન્ટવર્પ બાદ બેલ્જિયમના ત્રીજા સૌથી મોટા શહેર લીઝને ખાલી કરવાનો આદેશ પણ અપાયો છે. સ્થાનિક અધિકારીઓએ ચેતવણી આપતાં કહ્યું કે જે લોકો અન્ય જગ્યાઓ પર જવા અસમર્થ હોય તેઓ ઘરના સૌથી ઊંચા માળે અથવા ધાબે જતા રહે.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, SEBASTIEN BOZON/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, શહેરમાંથી વહેતી મીયૂઝ નદી બે કાંઠે વહી રહી હતી, પણ હવે આશંકા છે કે તેનું સ્તર 1.5 મીટર વધી ગયું છે. અધિકારીઓએ એક બંધ પર બનેલા પુલ તૂટવાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે અને લોકોને અપીલ કરી છે કે તેઓ એકબીજાની મદદ કરે. બેલ્જિયમના પેપિનસ્ટર શહેરથી ગુરુવારે એક મોટી ટ્રકને કાઢવામાં આવી રહી હતી, પરંતુ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકોને બહાર કાઢવાના કામને પણ હાલ રોકી દેવાયું છે.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, નેધરલૅન્ડથી કોઈ મોતના અહેવાલ નથી, પરંતુ નદીકિનારે આવેલાં ગામડાં અને નગરોમાં સંખ્યાબંધ લોકોને અપીલ કરાઈ છે કે તેઓ ઘર છોડી સુરક્ષિત સ્થળે જતા રહે.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, INA FASSBENDER/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સૌથી વધુ મોત જર્મનીમાં થયાં છે, જ્યારે બેલ્જિયમમાં કમસે કમ 11 લોકોનાં મોત થયાં છે. આ સિવાય ઘણા લોકો લાપતા થયાના અહેવાલો છે.
જર્મની અને બેલ્જિયમ

ઇમેજ સ્રોત, Sascha Schuermann/Getty Images

ઇમેજ કૅપ્શન, જર્મની અને બેલ્જિયમમાં વિનાશક પૂરમાં અનેક લોકો 150 લોકો મૃત્યુ પામ્યાં છે અને અનેક લોકોની હજી શોધખોળ ચાલી રહી છે. રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. આશરે 10 લાખ લોકોને વીજળી વગર જીવવાની ફરજ પડી છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે, ફોન પર ધ્વસ્ત થઈ ગયા છે. લાપતા લોકોનો આંક સતત વધી રહ્યો છે. તસવીરમાં પૂરના વિનાશ બાદ પોતાનાં ઘર આગળ એક જર્મન મહિલા.