ક્યૂબામાં ઐતિહાસિક વિરોધપ્રદર્શનો, ‘વૅકિસન’થી લઈ ‘આઝાદી’ સુધીની માગ

કથળી રહેલા અર્થતંત્ર, જાહેર સ્વાતંત્ર્ય પર નિયંત્રણો તેમજ કોરોનાની મહામારી સામે સરકારે લીધેલાં પગલાંથી ક્યૂબાવાસીઓમાં આક્રોશ

ક્યુબામાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્યૂબામાં દેશની સામ્યવાદી સરકાર સામે યોજાયેલાં વિરોધપ્રદર્શનોમાં હજારો લોકોએ ભાગ લીધો. રાજધાની હવાના સહિત દેશનાં કેટલાંય શહેરમાં આ પ્રદર્શનો યોજાયાં. પ્રદર્શન દરમિયાન ‘સરમુખત્યારશાહી મુર્દાબાદ’ના નારા પણ પોકારાયા. ઘણા દાયકાઓ બાદ ક્યૂબામાં આવાં વિરોધપ્રદર્શનો થયાં છે.
ક્યુબામાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વિરોધપ્રદર્શનોને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા પૅપર સ્પ્રેનો ઉપયોગ કરાયો અને કેટલીય જગ્યાએ પ્રદર્શનકારીઓ સાથે ઘર્ષણ પણ થયું.
ક્યુબામાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કથળી રહેલા અર્થતંત્ર, જાહેર સ્વાતંત્ર્ય પર નિયંત્રણો તેમજ કોરોનાની મહામારી સામે સરકારે લીધેલાં પગલાંને પરિણામે ક્યૂબાવાસીઓમાં આક્રોશ છે. તાજેતરમાં જ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણમાં ભારે વધારો થયો છે. પ્રદર્શનકારીઓ રસીકરણના કાર્યક્રમને વેગવંતો બનાવવાની પણ માગ કરી રહ્યા છે.
ક્યુબામાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત વર્ષે સરકારી નિયંત્રણ ધરાવતા દેશના અર્થતંત્રના વિકાસદરમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જે છેલ્લા ત્રણ દાયકામાં સૌથી નીચો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યૂબા પર લાદેલા પ્રતિબંધોને પગલે અને કોરોનાની મહામારીની મારને લીધે દેશનું અર્થતંત્ર કથળી રહ્યું છે.
ક્યુબામાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જોકે, આ દરમિયાન રાષ્ટ્રપતિ મિગૅલ ડીયાઝ-કાનેલ દ્વારા ટીવી સંદેશમાં ક્રાંતિના રક્ષણ માટેની હાકલ કરાઈ. જેને પગલે હજારોની સંખ્યામાં સરકાર-સમર્થકો પણ રસ્તા પર ઊતર્યા. ક્યૂબામાં 1959માં સામ્યવાદી ક્રાંતિ થઈ હતી. રાષ્ટ્રપતિએ આ પ્રદર્શનો પાછળ અમેરિકાનો હાથ હોવાનો આરોપ મૂકી ‘ક્રાંતિકારી જવાબ’ આપવાનું વચન આપ્યું છે.
ક્યુબામાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૅટિન અમેરિકામાં યુએસના ટોચનાં રાજદૂત જૂલી ચંગે ટ્વીટ કરીને જણાવ્યું છે, “ક્યૂબામાં ‘સંઘર્ષની હાકલ’ માટે અપાયેલા કોલથી અમે ચિંતામાં છીએ. ક્યૂબાના લાકોના શાંતિપૂર્ણ રીતે એકઠા થવાના અધિકારનું અમે સમર્થન કરીએ છીએ. અમે શાંતિની અપીલ કરીએ છીએ અને હિંસાની નિંદા કરીએ છીએ.”