ઇઝરાયલ - ગાઝામાં લડાઈ બાદ બરબાદીનાં દૃશ્યો, ખંડેર ઇમારતો અને કણસતા ચહેરાઓ

11 દિવસના સંઘર્ષ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરાઈ છે. આ દરમિયાન 250થી વધુ લોકો માર્યા ગયા છે અને સૌથી મૃત્યુ ગાઝામાં થયાં છે.

ગાઝા સિટી ટાવર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગાઝા શહેરમાં ઇઝરાયલી બૉંબમારા બાદ ધરાશાયી થયેલ બિલ્ડિંગનું ફૂટેજ
ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગાઝામાંથી કરાયેલા રૉકેટ હુમલામાં પોતાના ઘરની તૂટેલી છત જોઈ રહેલી એક ઇઝરાયલી વ્યક્તિ
ગાઝામાં ઇઝરાયલી હુમલાના કારણે સર્જાયેલ દૃશ્યો

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, તેલ અવીવ નજીક રમત ગાન ખાતે ગાઝાથી ફાયર કરાયેલ મિસાઇલના કારણે કાર અને દુકાનોને નુકસાન થયું હતું
ઘર્ષણ પહેલાંની ગાઝાની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, એપ્રિલ માસના એક દિવસે ગાઝાની સડકો પર ચાલી રહેલા પેલેસ્ટાઇનિયનો, આ દૃશ્ય પેલેસ્ટાઇન સમર્થકો અને ઇઝરાયલ વચ્ચે હિંસા ફાટી નીકળી એ પહેલાંનું છે
ગાઝા શહેર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 11 દિવસ બાદ થયેલા યુદ્વવિરામ બાદ આ સડકની કંઈક આવી હાલત થઈ હતી
ગાઝા અને ઇઝરાયલ બંને વિસ્તારોમાં થઈ તબાહી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી બૉંબમારાના કારણે ગાઝામાં એક દુકાન બહાર ડિસ્પ્લે સ્ટેચ્યુનો ખુરદો થઈ ગયો હતો
ઇઝરાયલ-હમાસ સંઘર્ષ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ગાઝા સિટીમાં આવેલ અલ-ગાલા ટાવરમાં અલ-જઝીરા અને ઍસોસિયેટેડ પ્રેસ ઑફ અમેરિકાનાં કાર્યાલયો આવેલાં હતાં, આ ટાવર ઇઝરાયલી બૉંબમારા બાદ કાટમાળના ઢગમાં ફેરવાઈ ગયો હતો.
દક્ષિણ ઇઝરાયલમાં ગાઝા તરફથી રૉકેટહુમલામાં તબાહી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ઇઝરાયલના નેગેવ રણવિસ્તારમાં આવેલ સ્દેરોત શહેરના એક રહેવાસી ગાઝામાંથી થયેલ રૉકેટ હુમલા બાદ પોતાના ઘરના કાટમાળ પર ફરતા હતા
ઇઝરાયલ-પેલેસ્ટાઇન સમર્થકોના ઘર્ષણમાં અનેકનાં ઘરો બરબાદ થયાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ ગાઝાના બેટ હાનૂન ખાતે પોતાના ઘરને ખંડિયેર હાલતમાં ભાળી રોષે ભરાયેલાં એક મહિલા
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન સંઘર્ષ

ઇમેજ સ્રોત, MAXAR TECHNOLOGIES

ઇમેજ કૅપ્શન, દક્ષિણ ઇઝરાયલમાં આવેલી એક ઑઇલ સ્ટોરેજ ફૅસિલિટીમાં ગાઝામાંથી ફાયર કરાયેલા રૉકેટના કારણે આગ લાગી હતી